pryavaran...2 books and stories free download online pdf in Gujarati

પર્યાવરણ......૨....વીજળી અને પાણી ...

"આજકાલના છોકરાઓને કશાની જ પડી નથી...

બસ લાઈટ ને પંખા તો ખુલl જ મુકીને જશે. અlપણે જાણે એમના નોકર હોઈએ તેમ

દિવસમાં દસ વાર બંધ કરવાના લાઈટ ને પંખા ...

આ મારા બેટl આજકાલના છોકરા લાટ સlબ છે...."

ફોન પર પોતાના મિત્ર મનુભાઈ સાથે વાત કરતા કરતા દિલીપભાઈ એ ખુરશી પરથી ઉભા થઈ ને

બાજુના રૂમના લાઈટ ને પંખા બંધ કર્યા..

ખબર નહી કેટલા સમયથી ચાલુ હતા. " આવી ફરિયાદ આજકાલ પરિવારોમાં કોમન થઇ ગઈ છે.

લગભગ દરેક ઘરમાં આ સમસ્યા થઇ ગઈ છે કે મોટા થઇ રહેલા છોકરાઓને રૂમની લાઈટ અને પંખા

બંધ કરવાનું જાણે કે યાદ જ રહેતું નથી.

વીજળી અને પાણી એ અlપણી રાષ્ટ્રીય સંપત્તિ છે એનો બગાડ કરવા ની કોઈને પરવાનગી નથી .

અલબત આપણી નાગરિક તરીકેની ફરજ છે કે આપણે પાણી અને વીજળીની બચત કરીએ.

અને પર્યાવરણની જાળવણીમાં સહાય કરીએ.

આ સમાજિક જવાબદારી પણ છે.

માનવતા અને માનવીના અસ્તિત્વ અને વિકાસ માટે ,જીવન માટે પણ પાણી વીજળીના વપરાશમાં બચત અને કરકસર જરૂરી છે.

વીજળી -પાણીની બચત કરો અને તેનો બીજરુરી બગાડ અટકાવો.

ઘરમાં કે બહાર તમે જ્યાં જાવ અને હો ત્યાં ,પછી તે જાહેર સ્થળ હોય કે યાત્રા પ્રવાસનું સ્થળ હોય ,પાણીની બચત કરવી જોઈએ. .

બીન્ જ્રરૂરી નળ ખુલા મુકવા જોઈએ નહી.

આપણું શું જાય છે ?

ક્યાં પૈસા આપવા પડે છે ?

અlપણે શું ? વગેરે સમાન્ય ઉપેક્ષાઓ અને બેદરકારી લોકોમાં પ્રચલિત છે.

પરતું એ રીતે વિચારો કે શું તમે રસ્તે ચાલતા જતા કોઈ પશુ -પંખી અથવા જીવ જ્તુઓને મારતા જશો ?

કે હાની પહોચાડશો ?

ના, મોટાભાગના લોકો અlમ નહી જ કરે ;

તો પછી રસ્તામાં કે જ્યાં તમારી નજર પડે અને તમારાથી બની શકે- ત્યાં ત્યાં પાણીનો બગાડ અટકાવી શકો

તો અટકાવો અને બચત કરી શકો તો અવશ્ય પણે કરો .

કારણ પાણી આ પૃથ્વી પર માનવજાત માટેની આવશ્યક સમ્પતિ છે .તેનું જતન કરવું,

તેની બચત કરવી અને તેનો ઉચિત ઉપયોગ કરવો તે મારા- તમારા માટે

આમ જનતા માટે ,અને સો માટે ,સમાજ માટે અને રાષ્ટ્ર માટે જરૂરી છે.

પણ કાવેરી -ગોદાવરી , ઉતરમાં ગંગા બ્રહ્મપુત્રા વગેરે દેશની નદીઓ રાજ્યોના ઝઘડામાં વહેચાઈ ગઈ છે.

રાજ્યોમાં સ્થાનિક પક્ષની સરકારો આવી એટલે રાજકીય ઝઘડાઓ દાયકાઓથી ચાલુ છે .

એમાં નદીઓના પાણી દરિયામાં વહી ગયા છે અથવા પૂરથી લોકોને કરોડોનું નુકશાન

અને જાનહાની થાય છે.

પાણી વગર પ્રજા હેરાન થાય છે. મહિલાઓને દુર સુધી પાણી લેવા જવું પડે છે.

બીજી તરફ પબ્લીસીટી અને સત્તા ,પાર્ટીઓના ઝઘડl ,અહમનો ટકરાવ, અને પ્રાંતવાદ અન મૂળમાં છે.

આ નેગેટીવ વાતાવરણ થી દેશમાં નદીઓ હોવા છતl પાણીની અછત

ઉભી થઇ છે.

કુદરતે આપણને નદીઓ આપી પણ નેતાઓના નેગેટીવ વલણે કૃત્રિમ અછત

ઉભી કરી છે. એટલુ જ નહિ પ્રજામાં પણ વિભાજનકારી માનસિકતા પેદા છે.

અl બધુ નુકશાન અlપણે જ ભોગવી રહ્યા છીએ.

વ્યક્તિગત મહત્વકાંક્ષl ઓ અને મેઘા પાટકર જેવાના પબ્લીસીટી સ્ટંટ ના

કારણે નર્મદા બંધનું કામ વરસો સુધી અદાલતના ચક્રમાં ફસાયું હતું.

પરિણામે આ યોજના પાછળ ખર્ચો પણ અનેકગણો વધી ગયો .

આમ વિકાસ અને પાણીની માનવીની જરુરીયાત સામે અનેક વિઘ્નો અવારનવાર

ઉભા થતા રહે છે. પ્રતિ વરસ આ નદીઓના પાણી નો બગાડ થતો રહ્યો છે .

નર્મદા નદી પર તો વરસો પૂર્વે બંધ બાંધી શકાયો હોત અને દરિયામાં વહી જતા

પાણીનો બચાવ થઇ શક્યો હોત.

અવારનવાર આવતા પુરોથી પણ પર્યાવરણનેગંભીર નુકશાન થાય છે.

દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ પ્રજાની આવી જ સ્થિતિ છે.

રાજ્યોના નદીઓના અંlતરીક ઝઘડાઓના પરિણામે અનેક ગlમોને અઠવાડિયા માં એકાદ વાર માંડ ટેન્કરથી પાણી મળે છે.

કલ્પનl કરો કે એક તરફ આપણે પ્રગતિ ની વાતો કરીએ ,વિકાસની વાતો કરીએ,

અને બીજી તરફ અlપણી પ્રજાને નદીઓ હોવા છતાં ,પાણીનો પુરતો જથો હોવા છતાં પાણી માટે વલખા મારવા પડે...

પાણી અને વીજળીના અભાવે ઉદ્યોગો નો વિકાસ અટકી પડે અને ખેતીને નુકશાન થાય એ વધારામાં…

ગ્રામીણ પ્રજાને ૧૭મી સદીમાં જીવતા હોય તેમ જીવવું પડે છે.

આદિવાસીઓ અને ગરીબો માટે ,ગામડાના વિકlસ માટે સરકારો દ્વારા પ્રતિ વરસ

કરોડો રૂપિયા ની ફાળવણી બજેટમાં થયા કરે છે.

છતા મોટા ભાગના ગામડાઓમાં પાણી અને વીજળી પહોચ્યા નથી .

જો ગામમાં પહોચ્યા છે તો ગામડાના મોટા ભાગના ઘરોમl નથી

વીજળી કે નથી પાણી.

વીજળી મોંઘા ભાવે લેવી પડે છે અને બીજી તરફ પાણી અને વીજળીનો

બગાડ થયા કરે છે.

આધુનિક ટોયલેટ ની ફલશ સિસ્ટમમાં પણ પાણીનો બહુ મોટો બગાડ થાય છે.

આ સીસ્ટમ પણ સુધારવી જરૂરી છે.

પlણી અને વીજળીનો યોગ્ય ઉપયોગ અને બચત માનવીના જીવન માટે અને વિકાસ માટે જરૂરી છે.

સ્ટ્રીટ લાઈટો મોડે સુધી ચાલુ રાખવી ,જાહેર ઈમારતો અને સંસ્થાઓમાં ,ઓફિસોમાં

લાઈટ અને પંખા ,એસી વગેરે ચાલુ રાખીને જતા રહેવું કે

બિનજરૂરી ચાલુ રાખવા આ બધું સહજ થઇ ગયું છે.

આ સીધો વીજળી નો બગાડ છે. વીજળીને પાણીનો બચાવ અને યોગ્ય ઉપયોગ

એ અlપણી નાગરિક તરીકેની પ્રથમ ફરજ છે.

તેમજ સમાજિક જવાબદારી પણ છે.

આપણl તેમજ સંસ્થાના વિકાસ અને સુખી જીવન માટે તેમજ રાષ્ટ્રના વિકાસ

માટે પણ આની ટેવ આપણે પડવી પડે.

ગુજરાતમાં બીજા રાજ્ય કરતા વીજળી મોંઘી છે તેમ કહેવાય છે.

પરંતુ દેશના ઘણા રાજ્યોમાં ૨૪ કલlક વીજળી મળતી જ નથી. વીજકાપ સહજ છે.

મુંબઈમાં વીજકાપ જયારે જયારે આવે ત્યરે જનતા ત્રાસી જાય છે.

ટીવી,ફ્રીજ, લાઈટ ,એસી તો બંધ પણ લીફ્ટ ને ઈન્ટરનેટ, કમ્પ્યુટર પણ બંધ થઇ જાય.

ઉતરર્પ્ર્દેશ ના ઘણા શહેરોમાં તો વીજળી વારંવાર જતી રહે, વીજકાપ તરીકે.

ગામડા ની તેમજ ખેતરોની દશા તો આથી પણ બદતર છે.

એની તો વાતજ ક્યાં કરવી ….દેશના અનેક રાજ્યોમાં આ પરિસ્થિતિ છે.

વીજળી દરિયા અને નદીઓના બંધમાંથી મેળવવામાં આવે છે. આ પ્રક્રિયા કીમતી છે,મોંઘી છે.

એથી જ એનો બગાડ કે દુરુપયોગ આપણને પોસાય તેમ નથી.

વિકાસ માટે અને પ્રગતી માટે પાણી અને વીજળી આવશ્યક છે.

આપણl જીવન વ્યવહાર માટે પણ પાણી અને વીજળી આવશ્યક

અને અનિવાર્ય છે.

ખેતી અને ઉદ્યોગ બને માટે વીજળી અને પાણી અનિવાર્ય છે.

એટલે જ વીજળી અને પાણી નો સદુપયોગ કરવો અને બગાડ અટકાવવો

અlપણી ફરજ છે, આજની જરૂરિયાત છે.

તમને કોઈ એકાદ દિવસ પણ વીજળી અને પાણી વગર રહો તેમ કહે તો

શું થાય તેની જરા કલ્પના કરો….

વીજળી કચરામાંથી નથી બનતી.

નહિતર આપણો દેશ ઘણો સમૃદ્ધ હોત.

કચરામાંથી પેટ્રોલ કે ડીઝલ જેવું બળતણ પણ નથી બનાવી શકતું .

નહિતર આપણે ત્યાં કચરાના તો ઠગલા પડેલા હોય.

કચરામાંથી વીજળી અને ડીઝલ,પેટ્રોલ બનાવવાની શોધ થાય ત્યારે દેશમાંથી ગંદકી ને દેશવટો અlપી શકાશે.

એટલું જ નહિ પેટ્રોલ ડીઝલની આપણી જરૂરિયાત પણ પૂરી થઇ જશે.

પણ ત્યાં સુધી આપ ણે વીજળી પાણી ની બચત કરવી જ રહી અને એનો સદુપયોગ થાય તે રીતે જ વપરાશ કરવો પડે.

/