હું તારી યાદમાં (ભાગ-3)

પ્રસ્તાવના

(આનંદ ગજ્જર અને નિકિતા પટેલના સંયુક્ત પ્રયાસ દ્વારા વાચકમિત્રો સમક્ષ એક કાલ્પનિક સ્ટોરીની રજુઆત કરવામાં આવી છે. હું તારી યાદોમાં એક લવ સ્ટોરી છે જેમાં અંશ અને અદિતિની વચ્ચેના અનકન્ડિશનલ લવની સફર ઉલ્લેખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે વાચકમિત્રોને આ સ્ટોરી જરૂરથી પસંદ આવશે.)

◆◆◆◆◆

(કૉલેજનું પ્રાંગણ, સોનેરી સવાર,સોનેરી સમય. સ્કૂલનાં ગુલામીભર્યા દિવસોમાંથી કૉલેજની આ આઝાદીભરી લાઈફને માણવાં, કેરીઅર બનાવવા અને આ ત્રણ વરસનાં સમયગાળાની સફરને યાદોના મહેલ બનાવવા. આવા અનેક સોનેરી સ્વપ્નોને સજાવવા અને સાકાર કરવા આવેલા જોમ અને જોશથી ભરપૂર યુવાન હૈયાઓ. કૉલેજ લાઈફ એટલે બાળપણમાંથી યુવાનીમાં પ્રવેશવાનો પ્રવેશદ્વાર. આવી જ આઝાદીભરી લાઈફને માણવાં, અવનવા કાંડ અને મસ્તી કરવા તથા પોતાના સ્વપ્નોને સાકાર કરવા શરૂ થયેલી અંશ અને અદિતિની કૉલેજ લાઈફ અને સાથે સાથે લવ લાઈફ સફર.)


માધ્યમિક શિક્ષણ પાર પાડ્યા બાદ ઉચ્ચતર શિક્ષણ મેળવવા માટે આવેલા ત્રણ નાનપણના મિત્રો અંશ,રવિ અને નીલ કોલેજમાં પ્રસ્થાન મેળવી ચુક્યા હતા. આગલા દિવસે રાત્રે ત્રણેયે મિટિંગમાં નક્કી કરી લીધું હતું કે કાલે સવારે સમયસર ત્રણેય કોલેજના ગેટ પાસે મળશે અને પોતાની કોલેજકાળની નવી શરૂઆત કરશે. નાનપણથી સાથે મોટા થયેલા ત્રણેય મિત્રો એકબીજા સાથે એટલા એટેચ હતા કે કોઈપણ કાર્યમાં એકબીજાની સાથે જ રહેતા હતા. સ્કૂલમાં મળેલા આ ત્રણેય મિત્રોનો સાથ જન્મોજન્મ સુધી બંધાઈ ગયેલો હતો. એકબીજાના સુખ દુઃખમાં હમેશા સાથે રહેવાની અને અડધી રાતે પણ મદદ કરવાની શપથ સાથે ત્રણેય મિત્રોએ અત્યાર સુધીમાં પોતાની મિત્રતા નિઃસ્વાર્થભાવે નિભાવી હતી. નક્કી કરેલા સમય મુજબ અંશ અને રવિ કોલેજમાં પહોંચી ગયા હતા પણ હજી સુધી નિલનું આગમન નહોતું થયું. ૨૦ મિનિટ ઉપર થઇ ગયું હતું પણ હજી સુધી નિલનો કોઈ પત્તો નહોતો કે નહોતો ફોન ઉપાડતો. મોટેભાગે મોડા આવવાની ખરાબ આદત અંશની હતી પણ આજે નીલ પણ આવું કરીને અંશને ફિલ કરાવી રહ્યો હતો કે પોતાના જીગરજાન મિત્રની રાહ જોતા કેવુ ફિલ થાય છે. ત્રણેય મિત્રોના સ્વભાવની ઓળખાણ આપતા અંશ સરળ વ્યક્તિત્વ ધરાવતો હતો પણ થોડો મજાકીય સ્વભાવનો હતો, જેવા સાથે તેવો વ્યવહાર, આમ શાંત પણ ક્યારેક ગુસ્સો આવતા સામેવાળાને પોતાની ઔકાત દેખાડવા સક્ષમ હતો, ક્યારેય પોતાની નજર સામે કોઈનું ખોટું થતા જોઈ શકતો નહોતો. આ બાબતમાં રવિ પણ થોડો મજાકિયો હતો અને બીજાની મદદ કરવા તૈયાર રહેતો હતો. અંશ અને રવિના ગુણોમાં વધુ કોઈ ફર્ક નહોતો પણ સામે નિલ એકદમ શાંત સ્વભાવ ધરાવતો સીધો છોકરો હતો. આવીજ રીતે અંશ અને રવિ વચ્ચે નિલની રાહ જોતા જોતા વાર્તાલાપ ચાલુ હતો.


રવિ : હાય અંશ
અંશ : બોલ રવિ, આવી ગયો મારાં ભાઈ.
રવિ : હા, આવું જ પડે ને આજે પહેલો દિવસ જો છે કોલેજનો.
અંશ : હા પણ આ નીલિયો ક્યાં રહી ગયો? એક કલાકથી ફોન કરું છું પણ ઉપાડતો નથી.
રવિ : અરે હા આવતો જ હશે રસ્તામાં હશે ક્યાંક, સાલો ઊંઘતો હશે તો લેટ ઊઠ્યો હશે.
અંશ : હા તો ઊંઘે જ ને બિચારો.
રવિ  : આવી ગયો લે નીલ.
અંશ : હા નામ લિયા ઔર શેતાન હાજીર.
નીલ : ગુડ મોર્નિંગ દોસ્તો. સોરી હો મારે આજે ઊઠવામાં લેટ થઇ ગયું જરાં.
રવિ : ઓહ આઇએ આઇએ લાડસાબ આપકા હી ઇન્તજાર થા તું આમ પણ ક્યાં વહેલો ઊઠે છે.
અંશ : સાલા આ તારું બહુ થયું હો. સાચું કહે છે રવિ, તું ક્યાં વહેલો ઊઠે છે કે તું એમ કહે છે કે મારે આજે ઊઠવામાં લેટ થઇ ગયું.
રવિ : નીલિયા ક્યારેક તો વહેલો જાગ ભાઈ.
નીલ : બસ હો રવિ અને અંશ તું પોતેજ લેટ ઉઠે છે આજેજ વળી વહેલા આવી ગયો. અને આ સવાર સવારમાં તમારુ આ બકવાસ લેક્ચર સાંભળવામાં મને સહેજે રસ નથી.
રવિ : હા તને તો બધું બકવાસ જ લાગે છે. તું પોતેજ તો બકવાસ છે. (હસવા લાગે છે)
અંશ : અરે તમારું આ પત્યું હોય તો હવે કૉલેજ તરફ પ્રસ્થાન કરીએ.
રવિ : હા ચાલો ક્લાસમાં જઈએ.
અંશ : શું ભાઈ રવિ તું પણ ક્લાસમાં જવાનું કહે છે. હવે આપણે સ્કૂલમાં નથી ભણતા,કૉલેજમાં આવી ગયા હો.
નીલ : એ ક્લાસમાં નથી જવાનું વાળી ૧૦માં ધોરણમાં તારા સાથે અમારે પણ ૨ વર્ષ કરવા પડ્યા હતા યાદ છે.
અંશ : હા ભાઈ યાદ છે મને પણ સ્કૂલનાએ રેગ્યુલર ટાઈમટેબલથી છુટકારો મળ્યો છે.
રવિ : હા યાર આ જ તો છે મજાની લાઈફ. હમ્મ, યુનિફોર્મથી છુટકારો, હોમવર્ક, ટ્યુશન બધાથી છુટકારો મળી ગયો યાર.
અંશ : હા યાર આજે  એક અલગ જ દુનિયામાં હોવાનો અહેસાસ થાય છે સ્કૂલની ગુલામીની ચાર દીવાલોની બાર નીકળીને મારું તન- મન એક આઝાદ પક્ષીની જેમ ઉડવા લાગ્યું છે.
રવિ : વાહ મિ. ઓથોર (અંશને) શુ વાત કરી તમે અને મમ્મી-પપ્પાની રોક- ટોક નહિ, ટીચર્સની રોક-ટોક પણ નહિ હોય, ગમે તો ભણવાનું નહિ તો રખડવાનું.
અંશ : રોજ નવી નવી પરીઓ જોવા મળશે, યાર કૉલેજ જગ્યાજ એવી છે જ્યાં કેટલાયને તેમનો પહેલો પ્રેમ મળે,  કેટલાયનાં બ્રેકઅપ થાય અને પેચ અપ થાય. યાર હું શું કહું છું આપણે પણ પટાવી લઈએ એકાદી.
નિલ : આવું કર્યા કરીશુ તો રોક-ટોક વધશે સાલા અને શું યાર અંશ તું પણ, તું ક્યારેય નહી સુધરે હો.
રવિ : નિલ તું સાવ બોરિંગ છે હો, સાચું જ કહે છે અંશ. આ ત્રણ વર્ષમાં એકાદી તો પટાવી જ લેશું.
અંશ : અરે રવિ શું તું પણ ? દિલ મોટુ રાખ એકાદી તો આજ માટે ત્રણ વરસમાં તો આપણી પાછળ લાઈન લાગી હશે લાઈન.
નિલ : બસ હવે તમારી આ લવની ભવાઈ પતી હોય તો આપણે હવે જઈએ.
અંશ : હા ચાલો ચાલો.
(ત્રણેય કૉલેજ તરફ જાય છે. રંગબેરંગી ફૂલો જેવી યુવતીઓને જોઈને મસ્તી-મજાક કરતા ત્રણેય આગળ જાય છે.)
અંશ : યાર મને એ નથી સમજાતું કે આ અમુક છોકરાઓ અને છોકરીઓ આમ ઉતરેલા મોઢા લઈને કેમ ફરે છે?
નીલ : હા મને પણ એવું થયું. આવું કેમ છે?
રવિ : અરે યાર પહેલો દિવસ હોય તો ડર તો લાગેને બધું નવું-નવું હોય એટલે અને આમેય બધા આપણા જેવા થોડા ટેન્શન ફ્રી હોય કાંઈ.
અંશ : હા એતો એવુ જ હોય શરૂઆતમાં બધું નવું હોય એટલે. શરૂઆતના સમયનો બોજ પથ્થર જેવો હોય પણ પછીનો સમય અદ્દભૂત સફર હોય છે.
નીલ : પણ મને કાઈક ડાઉટ લાગે છે યાર.
અંશ : હા ચાલો એ પણ જોઈ લેશુ, શું છે આ ઉદાસી પાછળનું કારણ?
રવિ : હા કદાચ પહેલો દિવસ છે અને ફ્રેશર્સ છે એટલે રેગિન્ગનો ડર પણ હોય.
અંશ : હા હોઈ શકે પણ એમાં ડરવાનું થોડું હોઈ કાઈ.
રવિ : અંશ આ વાત એટલી સિમ્પલ નથી રેગિન્ગ બહુ ખરાબ છે એતો જેના પર વીતી હોયને એને જ ખબર પડે.
નીલ : હા મેં પણ સાંભળ્યું છે રેગિન્ગના કારણે કેટલાક સ્ટુડન્ટસ  સુસાઇડ પણ કરતા હોય છે.
અંશ : અચ્છા એવુ છે એમ તો ચાલો આજે એ પણ જોઈ લઈએ કઈ રીતે કરે છે એ લોકો આપણી રેગિન્ગ.
નીલ : હમ્મ ચાલો.
           (અંશ, નીલ અને રવિ ત્રણેય જાય છે. કૉલેજના એન્ટ્રન્સ પાસે પહોંચે છે ત્યાં એક ટોળું ઉભું હોય છે. આજુબાજુના વિદ્યાર્થીઓ એમને જોતા હોય છે.)
નીલ : આ કોનો મેળો ભરાયો છે?
અંશ : હા આ લોકો કેમ આમ ઊભા છે?
રવિ : ચાલો જોઈએ એટલે ખબર પડે.
         (ત્રણેય જણા જોવા જાય છે ત્યાં એક છોકરાને માર મારતા હોય છે.)
અંશ : ઓહ ! રવિ યુ આર રાઈટ. અહીંયા રેગિન્ગ થાય છે.
રવિ : હમ્મ બિચારાને શું માર પડે છે. પણ આ લોકો આને આટલું બધું કેમ મારે છે?
નીલ : ચાલો ચાલો આપણે અહીંયાથી જઈએ નહીંતર આપણે પણ આના શિકાર થઈશું.
અંશ : નીલિયા તું સાવ ફટ્ટ છો, ડરપોક છો એક નંબરનો. આપણને કોઈ હાથ પણ ન લગાડે હો.
રવિ : મને લાગે છે અંશ આપણે પેલા છોકરાની હેલ્પ કરવી જોઈએ બિચારાની કન્ડિશન તો જો.
અંશ : આપણે બીજાના મૅટરમાં ના પડીએ તો સારું. અને રેવા દે હો મારે નથી પડવું કોઈ મેટરમાં પછી હું ચાલુ થઈશ તો બંધ નહિ થાઉં.
રવિ : અંશ સમજવાની કોશિશ કર યાર, કદાચ હું કે નીલ એ કન્ડિશનમાં હોત તો તું શું આવું જ કરત?
અંશ : ના હો તો તો સાલાઓને મારી મારીને હાથ – પગ ભાંગી નાખ્યા હોત.
રવિ : તો પછી આપણે પેલાની હેલ્પ કરવી જોઈએ.
અંશ : ઓકે તું કહે છે એટલે મદદ કરવા તૈયાર છું.
         ( અંશ, રવિ અને નીલ પેલા ટોળાંમાં જાય છે. અંશ અને રવિ આગળ આવે છે અને સામે જઈને ઉભા રહે છે.)
અંશ : આ બધું શું થઇ રહ્યું છે?
સિનિયર : તું છે કોણ છું હે સાલા? તને નથી ખબર શું થઇ રહ્યું છે?
અંશ : ના નથી ખબર (અજાણ હોય એ રીતે કહે છે)
સિનિયર : રેગિન્ગ થાય છે. (અંશના ટી-શર્ટનો કૉલર પકડીને કહે છે )આ નવો બલીનો બકરો.
અંશ : બલીનો બકરો કોને કહે છે તું હે ?
સિનિયર : તને કહું છું બોલ શુ કરી લઈશ તું ?
અંશ : કોલર છોડીદે સીધી રીતે નહીતો મજા નહિ આવે.
સિનિયર : નહિ છોડું તો શું કરી લઈશ ?
અંશ : ભૂલી જઈશ કે તું મારો સિનિયર છે.
સિનિયર : ચો..….જોઈએ તું મારુ શુ ઉખાડી લે છે.
અંશ : સાલા ગાળો દે છે.
(આટલુ બોલતાજ એક સટાક કરતો અવાજ આવે છે અને આજુબાજુના બધા વિદ્યાર્થીઓ જોઈ રહે છે. એ હજી બોલવા જાય એ પહેલાં બીજી એક થપ્પડ સિનિયરના ગાલ પર આવે છે પેલો કાઈ બોલવા જાય એની પહેલાજ અંશ એને મારવાની શરૂઆત કરી દે છે. અંશનો ગુસ્સો અને જુસ્સો જોઈને કોઈ સિનિયર સ્ટુડન્ટ એને બચાવવા માટે વચ્ચે પડતો નથી. અંશ જે રીતે એને મારે છે એ જોઈને બધા ચકિત થઈ જાય છે અને થોડીજવારમાં ત્યાં ટોળું જામી જાય છે. આજ ટોળામાં એક છોકરી પણ હોય છે જે અંશને સિનિયર સાથે મારપીટ કરતો જોઈ રહી હોય છે. આ બધું સહન ના થતા તે ત્યાંથી ભાગીને નીકળી જાય છે. અંશનો ગુસ્સો વધતા તે પોતાનો બેલ્ટ કાઢવા માટે જાય છે એટલામાં રવિ અને નિલ સમજી જાય છે કે જો હવે અંશને રોકવામાં નહિ આવેતો પેલો હોસ્પિટલના બેડ સુધી પહોંચી જશે અને તરતજ બંને અંશને પકડી લે છે અને પેલાને છોડાવે છે. અંશ હજી પણ છોડવા તૈયાર નથી હોતો પણ નિલ એને રવિ એને પરાણે શાંત કરાવે છે એટલામાં અંશ બોલે છે.)
અંશ : ડોફા, એક તો રેગીંગ કરે છે અને પાછો ગાળો દે છે. તને શરમ નથી આવતી આવું કરતાં. તારા જેવા સિનિયર્સના કારણે કેટલાય સ્ટુડન્ટસ ડરે છે. જેનો તમે ફાયદો ઉઠાવો છો. આજે તે મને ગાળો દીધી જો મેં જવા દીધો હોત તો કાલે બીજા કોઈને આપેત. કેટલાય વિધાર્થીઓ રેગિન્ગના કારણે આત્મહત્યા કરે છે, કેટલાય વિધાર્થીઓ રેગિન્ગના ડરથી કૉલેજ નથી આવતા. હવે બીજીવાર મારા હાથમાં આવ્યો તો કોલેજના ગેટ સુધી મારતો – મારતો લઈ જઈશ તને ધ્યાન રાખજે.

To be Continued......

વોટ્સએપ – 7201071861
ઇન્સ્ટાગ્રામ :- mr._author  &  nikitabhavani_


***

Rate & Review

Golu Patel 1 month ago

Kinjal Thakkar 1 month ago

Rakesh 2 months ago

Vijay Kanzariya 3 months ago

Harsh Shah 3 months ago