Kudarat taraf thi madeli mulyvan bhet - Mata books and stories free download online pdf in Gujarati

કુદરત તરફ થી મળેલી મૂલ્યવાન ભેટ.....માતા

ૐ જય જગદીશ હરે............ સ્વામી જય જગદીશ હરે...........


ભક્ત જનો કે સંકટ દાસ જનો કે સંકટ ક્ષણ મેં દૂર કરે..... ૐ જય જગદીશ હરે...........

પૂજા ઘર માંથી આવતો ઘંટડી નો મધુર રણકાર ,અગરબત્તી ની સુગંધ અને મારા મમ્મી ના મધુર સ્વરે આંખું ઘર મહેકીઉઠયું હતું . મમ્મી ના મુખેથી ગવાતી આરતી થી રોજ અમારી સવાર ઉગતી .

અનુ ..........ઓ .......અનુ ........... હજુ સૂતી છે! જો તો ખરી સુરજ માથા પાર આવી ગયો છે. તારે કોલેજ જવાનું મોડુ નથી થતું !ચાલ જાગી જા તો , મેં પથારી માથી આળસ મરડતા ગોદડાં માંથી મોં કાઢી ને જોયું તો, રોજ ની જેમ જ મમ્મી ચા નો કપ હાથમાં લઇ ને ઉભી હતી.ચાલ ઉભી થા ચા પી લે અને જલ્દી તૈયાર થઇ જા હું નાસ્તો તૈયાર કરું છું નીચે આવી જ તારા પપ્પા અને ભાઈ બનેતારી નાસ્તા માટે રાહ જુવે છે .આ મારો અને મમ્મી વચ્ચે થતો રોજ નો સંવાદ.

" તમને એમ થાતુ હશે, ને કે કેવી આળસુ છોકરી છે ? જાતે જાગી પણ નથી શકતી.પણ એવું નથી જ્યાં સુધી મમ્મી નામોઢેથી મારા નામની બૂમ ના સંભળાઈ ત્યાં સુધી સવાર નથી પડતી મારી .

મારી મમ્મી એટલે સ્નેહા મનોહર મેહતા .એક પત્ની અને બે બાળકો ની માતા આ હતી એની ઓળખાણ. દુનિયા ના લોકોમાટે અને એના માટે . સ્નેહા મેહતા ની એક અલગ ઓળખાણ પણ હતી. એ હતી "એક સ્ત્રી ની" જે કદાચ એ પોતે અને દુનિયા પણભૂલી ગઈ હતી . કારણકે, જયારે લોકો એની ઓળખાણ પૂછતાં ત્યારે એ એમ જ કેહતી કે હું મનોહર મેહતા ની પત્ની અને અનન્યાઅને દિશાંક ની માતા છું.બસ આ હતી તેની ઓળખાણ.


ઘણી વાર હું મમ્મી ને કેહતી કે તું એક સ્ત્રી પણ છે. તારી પોતાની પણ એક ઓળખાણછે. તું શા માટે દરવખતે એ ભૂલી જાય છે ! ત્યારે એનો એક જ જવાબ મળતો કે તને નહિ સમજાઈ અને મારા ગાલ પર એક હળવી ટપલી મારી ને વ્હાલ કરતી અને વાત ને પૂર્ણ વિરામ મૂકી દેતી. અને ખરેખર મને મમ્મી ની એ વાત ના સમજાતી ,કે કોઈ સ્ત્રી માટે એક પત્નીઅને માતા ની ભૂમિકા પોતાના કરતા મોટી કઈ રીતે હોઈ શકે !

સ્નેહા મનોહર મેહતા બનતા પેહલા એ સ્નેહા પ્રમોદ દવે હતી . પ્રમોદ દવે એટલે મારા નાના.મારી મમ્મી ત્રણ ભાઈબહેનોમાં સૌથી મોટી એટલે સ્વાભાવિક છે કે ,નાની ઉમર થી જ ઘર અને બે નાના ભાઈ બેહનો ને સાંભળી લીધા હોઈ .મારા નાની સુશીલા દવે નાની ઉમર માં જ ગુજરી ગયા હતા એટલે આખા ઘર નો કારભાર મારી મમ્મી ના ખભે આવી ગયો હતો. મમ્મી પણ કઈ પાછી પડે એમનહોતી મારી નાની ના ગયા પછી એને ઘર અને ભાઈ બેહનો ની જવાબદારી સાંભળી લીધી .

મમ્મી એ ઘર સાંભળવાની સાથે બી.એ. પાસ કર્યું એ પણ પ્રથમ શ્રેણી સાથે . હા, ખરેખર આશ્ચર્ય થયું ! ને કે ઘર સાંભળવા ની સાથે અને ભાઈ બેહનો ની જવાબદારી સાથે સ્નેહા દવે પ્રથમ શ્રેણી એ પાસ થઇ ! પણ આ સત્ય હતું કારણ કે મારી મમ્મી એટલે કે સ્નેહા દવે ભણવામાં ખુબ જ હોશિયાર હતી. માત્ર ભણવામાં જ નહિ રસોઈ માં પણ અને ઘર ના કામ માં પણ પારંગત હતી .પણ હતી તો દીકરી એટલે બીજી દીકરીઓ ની જેમ મારી મમ્મી પણ પરણી ને સાસરે આવી ગઈ અને સ્નેહા પ્રમોદ દવે માંથી સ્નેહા મનોહર મેહતા બની ગઈ. પહેલા દીકરી અને પછી પત્ની ,વહુ અને હવે એક માતા ની ભૂમિકા .પણ આ બધા પાત્રો ભજવતા એ પોતાને ભૂલી ગઈ એ પોતે ક્યાં હતી? અમારા સપના ઓ માં એના સપના ક્યાં હતા?

અનુ ......ચાલ દીકરા નાસ્તો તૈયાર થઇ ગયો છે .હું મમ્મી ના વિચારો માં ખોવાઈ હતી ત્યાં ફરી થી મમ્મી ની બુમ સંભળાઈ અને મારા વિચારો ની કડી તૂટી ગઈ . હું વિચારો માંથી બહાર આવી ઉભી થઇ અને કોલજ જવા માટે તૈયાર થવા માંડી. તૈયાર થઇ ને નીચે આવી ,તો જોયું કે દિશાંક અને પપ્પા ડાઈનીંગ ટેબલ પર બેસી ગયા હતા. મમ્મી બધા ની પસંદ નો નાસ્તો પીરસી રહી હતી .હું પણ ડાઇનિંગ ટેબલે પર ગોઠવાઈ .અમને બધા ને જમાડી ને પોતે જ્યાં નાસ્તો કરવા બેઠી ત્યાં પપ્પા ની બુમ સંભળાઈ


સ્નેહા...... મારુ ટિફિન ....મમ્મી નાસ્તો અધૂરો મૂકી પપ્પા ને ટિફિન આપવા દોડી .ને વળી જ્યાં પાછી નાસ્તો કરવા બેઠી નો બેઠી ત્યાં


દિશાંક ની બુમ મમ્મી........ મારી ગણિત ની ચોપડી નથી મળતી મારે ટ્યૂશન જવાનું મોડું થાય છે .વળી પાછી મમ્મી ઉભી થઇ અને દિશાંક


ને ચોપડી શોધી આપી .હવે તો નાસ્તો પણ ઠંડો થઇ ગયો હશે અને કદાચ મમ્મી ની ભૂખ પણ મરી ગઈ હશે .મમ્મી એ ડાઇનિંગ ટેબલ


પરથી બધું સમેટી ને કામ માં વળગી અને હું કોલેજ જવા માટે નીકળી ગઈ .........

આજે લેક્ચર માં અર્થશાસ્ત્ર ના પ્રોફેસર ખુબ સરસ સમજાવી રહ્યા હતા ,પણ આજે મારુ મન ભણવા માં લાગતું જ


નહોતું શા માટે ? એ મને પણ સમજાતું નહોતું. હું રોજ મમ્મી ને આમ જ કામ કરતી અને આટલી જ વ્યસ્ત જોતી હતી ,તો શા માટે! આજે


મારુ મન વારંવાર મમ્મી એ અધૂરા મુકેલા નાસ્તા પર અને મમ્મી કરેલા ત્યાગો અને નાની વાતો યાદ આવી રહી હતી .મેં પહેલી વાર કોલેજ માંથી લેક્ચર અધૂરા મુક્યા અને ઘર તરફ જવા નીકળી ગઈ.ઘર તરફ ના રસ્તા પર ના ફુટપાટ પર એક ગરીબ સ્ત્રી પોતાના હાથ માં રૂખી સુખી રોટલી અને શાક લઇ ને બેઠી હતી ,એને જોઈ ને એવું લાગતું હતું કે પોતે કેટલાય સમય થી પેટ માં અન્ન નો દાણો નાખ્યો નહિ હોઈ ,પણ ક્યાંક થી મળેલી રૂખી સુખી રોટલી ના બટકા અને શાક પોતાના સંતાનો ને ખવરાવી રહી હતી . કદાચ એ ગરીબ સ્ત્રી સંતાનો કરતા પણ વધારે ભૂખી હતી ,પણ પોતાના સંતાન ને પેટ ભરી ને ખાતા જોઈ ને જાણે કે એની ભૂખ સંતોષાઈ ગઈ હોઈ એવો ભાવ એના ચેહરા ઉપર દેખાઈ રહ્યો હતો. એ જોઈ ને મને પણ સમજાઈ ગયું કે, 

          એક "માતા "માટે પોતાના સંતાનો ના સુખ સિવાય બીજું કોઈ પણ સુખ મહત્વનું નથી. એક સ્ત્રી માટે બધા પાત્રો મહત્વના હોઈ છે.પણ એક" માતા" તરીકે નું એનું પાત્ર તેના જીવન માં સૌથી વિશેષ હોઈ છે . પોતાના સંતાનો કરતા મહત્વનું એના જીવન માં કઈ જ નથી હોતું તેની પોતાની એક સ્ત્રી તરીકે ની ઓળખાણ પણ નહિ .

ખરેખર "માતા" એ " કુદરત તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે."

જેની તુલના દુનિયા ના કોઈ પણ મોંઘામાં મોંઘા રત્ન સાથે પણ ના થઇ શકે ,અને અનાયાસ જ મારી આંખ માંથી બે બિંદુ સરી ને નીચે


આવી ગયા .મેં પણ મમ્મી ને ગળે લગાડવા માટે ઘર ના રસ્તા તરફ મારી ગાડી દોડાવી મૂકી...........