સંભવામિ યુગે યુગે ભાગ ૩૮ - અંતિમ ભાગ

             પાંચ વર્ષ પછીનું દૃશ્ય .

              એક પૉશ ઓફિસે માં સોમ બેઠો હતો. થોડીવાર માં સેક્રેટરી આવી અને કહ્યું સર , આજે ત્રણ પ્રોડ્યૂસર સાથે મિટિંગ છે અને રાત્રે તમારી અને મેડમ ની લંડન ની ફ્લાઇટ છે.અને આવતીકાલે તમારો શૉ વેમ્બલી સ્ટેડિયમ માં છે આપણી ટીમ ઓલરેડી ત્યાં પહોંચી ગઈ છે . રિહર્સલ માટે થોડો સમય મળશે . સોમે ઓકે કહ્યું અને સેક્રેટરી ગયા પછી પાયલ ને ફોન જોડ્યો અને સમાન પેક કરવાની સૂચના આપી. સોમ અને પાયલ ના લગ્ન થઈને ત્રણ વર્ષ થઇ ગયા હતા.થોડીવાર પછી તેણે સેક્રેટરી ને પછી અંદર બોલાવી અને એક લાખ રૂપિયા ના પાંચ ચેક બનાવીને આપ્યા અને કહ્યું કે તેમને સમયસર કુરિયર માં નાખી દેજે. સેક્રેટરી ઘણા સમયથી પૂછવા માંગતી હતી પણ પૂછી નહોતી શકતી પણ આજે સોમ ને સારા મૂળ માં જોઈને થોડી હિમ્મત કરીને પૂછી લીધું કે સર આ દર મહિને આપ કોને ચેક મોકલો છો અને આપે મેડમ ને પણ ખબર પાડવા નથી દીધી. પૂછતાં તો પૂછી લીધું પણ સોમ ન ચેહરા ની તંગ થતી રેખાઓ જોઈને વાત ફેરવીને કહ્યું ઓક સર મને ખબર છે અને વિશે આપે કઈ પણ પૂછવાની મનાઈ કરી છે પણ ઘણી વાર રહેવાતું નથી . સોમ હસી પડ્યો અને કહ્યું કે ઠીક છે એક વાર કહી દઉં છે નહિ તો દર વખતે ચેક લેતી વખતે ચેહરા પર પ્રશ્નચિન્હ રહેશે .

    તેણે કહ્યું કે આ પહેલો ચેક મારા પિતા સમાન રામેશ્વરજી ના દીકરા ના નામનો છે તેમણે એક વખત મારો જીવ બચાવ્યો હતો અને એક વાર પાયલ નો એક્સીડેન્ટ થતો બચાવવામાં તેમણે જીવ ગુમાવ્યો. આ બીજો ચેક મારા મિત્ર ભુરીયા ના માતાપિતા ના નામનો છે. તેનું અકાળ મૃત્યુ થતા પરિવાર માં કોઈ કમાવનાર નથી તેથી હું તેમને સાંભળું છું . એમ કહીને ચૂપ થઇ ગયો એટલે સેક્રેટરીએ પૂછ્યું અને આ બીજા ત્રણ ચેક. સોમે કહ્યું મારી કેરિયર સ્ટાર્ટ થઇ તે વખતે મને મદદરૂપ થનાર ત્રણ પરિવાર ને હું મદદ કરું છું. સેક્રેટરીએ કહ્યું વૉવ સર તમે કેટલા ગ્રેટ છે નહિ તો ઘણા બધા લોકો થોડી સફળતા મળે એટલે પોતાના ભાઈઓને પણ ભૂલી જતા હોય છે  અને તમે તો દોસ્તના પરિવારને પણ મદદ કરો છો. તે વખતે સોમ હસ્યો પણ તે હાસ્યમાં ક્યાંક ગ્લાનિ હતી. સેક્રેટરીએ અજાણતામાં પાંચ વરસ પાછો મોકલી દીધો હતો.

   સોમ તે સમય ને ફરી યાદ કરવા લાગ્યો . ભુરીયા અને રામેશ્વર ના મૃત્યુ નો બોજ પોતાના હૃદયમાં લઈને ગુફામાંથી નીકળ્યો હતો.. તે પાયલ સાથે ફક્ત આજેજ જૂઠું બોલ્યો હતો કે તેણે કોઈ બળી આપ્યા નથી . તેણે ત્રણ માનવબળી  આપ્યા હતા અને તેમની વ્યવસ્થા પ્રદ્યુમ્નસિંહે કરી હતી. હોસ્પિટલમાંથી નીકળીને તેણે પોતાની ફરતે રહેલા તમામ સુરક્ષાચક્રો હટાવી દીધા અને મંત્રો બોલીને જુદું સુરક્ષાચક્ર બનાવ્યું જેની વિધિ   તેને  ઇંદ્રજાલ પુસ્તકમાં મળી હતી .પછી તેણે પ્રદ્યુમ્નસિંહને ફોન કરીને કહ્યું કે જટાશંકર જુદા પ્રકારનું ઇંદ્રજાલ રચી રહ્યો છે અને તેનો જવાબ હું સામે બીજું ઇંદ્રજાલ રચીને આપવા માંગુ છું પણ હવે તે ત્રણ બળી આપ્યા વગર શક્ય નથી અને હું બળી આપવા નથી માંગતો. પ્રદ્યુમ્નસિંહે કહ્યું બે મિનિટ મને વિચારવા દે . પછી કહ્યું કે બળી ની વ્યવસ્થા થઇ જશે .મારી જાણકારીમાં ત્રણ એવી વ્યક્તિ છે જેમનું મ્ર્ત્યુ અટલ છે તેઓ કેન્સરથી પીડાય છે અને એક બે મહિના કે ચાર મહિનાથી વધુ જીવી શકે તેમ નથી . તેમના પરિવાર ની મદદ ને બદલે તેઓ પોતાનો બળી આપવા તૈયાર થઇ  જશે . સોમે પૂછ્યું શું આ યોગ્ય છે ? પ્રદ્યુમ્નસિંહે કહ્યું કે પૂર્ણ રીતે તો યોગ્ય નથી પણ તેમનો પરિવાર વિકટ અવસ્થામાં છે આમેય હું તેમને મદદ કરવાનો છું પણ જો તેઓ બળી બનવા તૈયાર થશે તો મરતી વખતે તેમના મનમાં સંતોષ હશે કે તેમણે તેમના પરિવાર માટે કંઈક કર્યું છે . ઠીક છે હું કહું તેમને ત્યાં મોકલો. પ્રદ્યુમ્નસિંહે કહ્યું હું પોતેજ તેમને લઇ આવું છું . પ્રદ્યુમનસિંહ પોતાના વાયદા પ્રમાણે ત્રણવ્યક્તિઓને લઇ આવ્યા હતા. બળી આપતા પહેલા સોમે તેમની માફી માંગી અને પછી તેમના બળી આપી દીધા અને સુમાલીએ પ્રસન્ન થઈને તેને પદ અને શકતી બંને આપ્યા હવે તેને ઇંતેજાર હતો જટાશંકર નો . જટાશંકર ગુફામાં દાખલ થયો એટલે તેણે તરત મહાઇંદ્રજાલ રચી દીધું . જોકે આ ઇંદ્રજાલ ની ભ્રમણા નો શિકાર પાયલ પણ બની હતી. તે તેને સમજાવવા માંગતો હતો પણ સમય ઉચિત ન લગતા તેને અસત્ય નો સહારો લીધો અને કહ્યું કે તેણે કોઈ બળી આપ્યા નથી. તે મહાઇંદ્રજાલમાં પણ ભૂરિયાની આત્મા ને જોઈને ભાવુક થઇ ગયો હતો અને મનોમન પોતાના પર ફિટકાર વરસાવી રહ્યો હતો.

      થોડા વરસ પ્રદ્યુમ્નસિંહે તે ત્રણ પરિવારોની મદદ કરી પણ જેવી સોમ ની કારકિર્દી સંગીતકાર તરીકે જામી ગઈ તેણે પ્રદ્યુમનસિંહ પાસે આજીજી કરીને હવે પોતે તે પરિવારોની મદદ કરશે એવું વચન લઇ લીધું જે તેણે આજ સુધી પાળ્યું હતું. તે ત્રણ પરિવારોને ખબર નહોતી કે મદદ કરી રહ્યું છે અને શા માટે ? થોડીવાર પછી સેક્રેટરી આવી અને કહ્યું કે આપણી ફ્લાઇટ નો સમય થઇ રહ્યો છે આપ ઘરે નથી જવાના ? સોમે કહ્યું ના હું સીધો એર પોર્ટ જઈશ. સોમ અને પાયલ છેલ્લા બે વરસ થી મુંબઈ માં શિફ્ટ થઇ ગયા હતા . જટાશંકરના વધ પછી સોમે પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું અને સંગીતકાર તરીકે કારકિર્દી જમાવવા પ્રયત્ન કરવા લાગ્યો અને ખુબજ ઓછા સમયમાં તે પ્રખ્યાત સંગીતકાર બની ગયો .

    લંડન પહોંચ્યા પછી તેણે વેમ્બલી સ્ટેડિયમ માં પોતાનો કાર્યક્રમ રજુ કર્યો અને હજારો લોકોએ તેને વધાવી લીધો તેનું નામ લંડન ના અખબારોની હેડલાઈન બની ગયું.બીજે દિવસે પાયલ અને સોમ લંડન માં જુદા જુદા સ્થળોની મુલાકાત લીધી . એક જગ્યાએ સોમ ઉભો રહી ગયો જાણે તેને કોઈ જાતના અવાજો સંભળાતા હોય. પાયલે પૂછ્યું કે શું થયું સોમ કેમ  ઉભો રહ્યો? સોમે કહ્યું કઈ નહિ એમજ હું વિચારતો હતો કે કેટલું સુંદર સ્થળ છે આપણે આપણા બેબી ને લઈને ફરવા આવીશું . પાયલે ઓકે કહ્યું પણ વાત નો મર્મ સમજતા તેને વહાલથી મુક્કો મારતાં કહ્યું બહુ બદમાશ છે તું. સોમ હસી પડ્યો અને તેઓ હોટેલ પહોંચ્યા. પાયલ ચેન્જ કરવા જતી હતી તો સોમે કહ્યું મારે થોડું કામ છે હું હમણાં આવું છું. એમ કહીને તે સ્થળે પહોંચ્યો જ્યાં તેને વિચિત્ર અવાજો સાંભળ્યા હતા . ત્યાં પહોંચીને ધ્યાન થી અવાજ સાંભળ્યો તે અવાજ કહી રહ્યો હતો " ઇફ યુ વોન્ટ પાવર કમ ટુ મી , ઇફ યુ વોન્ટ તો એન્જોય કમ ટુ મી. મોર્ગેજ યોર સૉઉલ એન્ડ હેવ પાવર . " તેણે ચારે તરફ જોયું અને કોઈ નથી એમ જાણ્યું એટલે  સોમ એક મંત્ર બોલ્યો અને તે રાવણ બની ગયો અને થોડીવાર પછી ત્યાંથી કોઈ અવાજ નહતો આવી રહ્યો.

જ્યોતિન્દ્ર મહેતા  

 

સમાપ્ત

***

Rate & Review

Bhavesh Sindhav 4 weeks ago

Nita Mehta 4 weeks ago

Minakshi Thakar 4 weeks ago

Viral 1 month ago

Ankit Rathod 1 month ago