navratri love story books and stories free download online pdf in Gujarati

નવરાત્રી લવસ્ટોરી...

નવરાત્રી લવસ્ટોરી...

આજ શેરીમાં નવરાત્રીનો પહેલો દિવસ હતો.
દશઁન આજ શેરીમાં રહેલી નવરાત્રી જોવા ઘરની બહાર નીકળ્યો હતો.તે ઘરની બહાર નીકળતા જ તેની નજર એક છોકરી પર પડી રુપ રુપના અંબાર લાલ લીપસ્ટીક ગુલાબી આંખો રાતા ચમકતા રંગની ચણીયા ચોળી જાણે કોઈ ઈન્દ્ર સામે નુત્ય કરતી હોય તેમ શેરીમાં ઢોલી તારો ઢોલ બાજે પર રાસ લેતી હતી.દશઁનને તે પહેલી નજરે છોકરી ગમી ગઈ હતી.

આજે નવરાત્રીનો બીજો દિવસ હતો આજ ત્તો દશઁન તેનું નામ જાણી ને આવ્યો હતો 
તેનું નામ હતું હેતલ આજ પણ હેતલ કાલની જેમ જ જુમી રહી હતી ગરબાના એક એક સ્ટેપ દશઁનને મન મોહીત કરી દેતા હતા.પણ દશઁનને થયું કે મારે હેતલને મળવું કેવી રીતે.તે થોડો સ્ટેજ પાસે ગયો કુંડળામાં જ્યારે હેતલ તેની બાજુ ફરતી ત્યારે તેની સામે જોય દશઁન હસતો આમને આમ બીજો દિવસ પણ જતો રહ્યો.

આજ ત્રીજો દિવસ હતો હેતલ આજ ડીમ ગુલાબી કલરની લીપસ્ટીક અને રાતા રંગબેરંગની ચણીયા ચોળી સાથે રમવા સજ હતી.કાલની જેમ આજ પણ દશઁન એજ જગ્યા પર ઊભો રહ્યો જ્યારે હેતલ તેની સામે ફરતી ત્યારે તે તેની સામે હસતો હતો.
હવે તો હેતલ પણ ગરબાના તાલે તેની સામું ત્રાસી નજરે જોતી હતી. આ કોણ છે જે મને તાકી તાકી ને મારે સામું જોય રહ્યો છે અને જ્યારે હું એ બાજુ ફરું તો તે મારી સામે હસી રહ્યો છે.તે દિવસ પુરો થતા જ હેતલ અને દશઁન બંને પથારીમાં પગ ઘસી રહ્યા હતા કોણ છે તે છોકરો હેતલ કહી રહી હતી.

આજ ચોથો દિવસ હતો નવરાત્રીનો  આજ હેતલ કીંજલ દવેના ગીત પર નાચી રહી હતી.ત્યા જ દશઁન આવ્યો હેતલનુ પણ તેના પર ધ્યાન ગયું.આજ પણ દશઁન હેતલને જોયને એજ સ્ટાઇલમા ઊભો ઊભો હસતો હતો.હેતલથી હવે રહેવાયું નહી તે ગરબા રમતી રમતી બહાર નીકળી. હેતલે એની ફે્ન્ડને વાત કરી તેની ફે્ન્ડ ઇશારો કરી દશઁનને એકબાજુ બોલાવ્યો.દશઁન આવતા જ તું કેમ મારી સામે તાકી તાકી ને જોવે છે.અને ત્યાં ઊભા ઊભા મારી સામે હસવાનુ બન કરી દે જે નહી તો સારા વાટ નહી રે...

ઓય મેડમ..
મને ત્યાં ઊભા ઊભા તમારી સામે હસવાનો શોખ નથી હું તમને પ્રેમ કરુ છુ.
શું બોલ્યો જીભ સંભાળીને બોલ નહી તો સારા વાટ નહી રે ચલ જા.

આજ નવરાત્રીનો પાંચમો દિવસ હતો.આજ હેતલ ચણીયા ચોળી પહેરી મેદાનમાં હાજર હતી પણ એકય બાજુ દશઁન દેખાતો ન હતો.
દશઁન એક ખુણામા રહીને જોય રહ્યો હતો શું હેતલ મને શોધે છે કે નહી હેતલની પણ નજર ઘડીભર ત્યાં જતી હતી કેમ આજ તે નહી આવો હોય.હેતલે ઘણી જગ્યા એ નજર કરી પણ તે દેખાયો નહી.

આજ નવરાત્રી છઠો દિવસ હતો આજ દશઁન ને હેતલનો ઈન્તજાર નોહતો પણ હેતલને દશઁનનો ઇન્તજાર હતો.આજ જાણે કોઈ સ્વગઁમાંથી કોઈ પરી આવી હોય એમ હેતલ તૈયાર થઈને આવી હતી માંથે ટીકો  સોનેરી
પગમાં ઝાંઝર આસા લીલા રંગની ચણીયા ચોળી શેરીની ધુડને તેના પગથી ડમરીઓ ઉડાડતી ગરબા લેતી હતી.ત્યાં જ દશઁન ત્યાં આવ્યો એજ મુસકુરાટ એજ જગ્યા.
હેતલ આજ દશઁન સામે પણ થોડું હસી રહી હતી...

આજ નવરાત્રીનો સાતમો દિવસ હતો હેતલે 
અને દશઁન આજ કંઈક અલગ અંદાજમાં જ એકબીજા સામે હસી રહ્યા હતા.આજનો દિવસ બંને માટે ઉત્સાહનો દિવસ હતો.

નવરાત્રીનો આઠમો દિવસ આજે હતો હેતલ આજ પણ રુપ સુંદરી બનીને આવી હતી તે કોઈ બીજા માટે નહી પણ દશઁન માટે જ.
આજ દશઁને હેતલને એક કાગળ આપ્યો રાત્રે જતા જતા તેમા લખ્યું હતું .

હેતલ હું તને આ નવરાત્રીના આઠ દિવસમાં ખુબજ પ્રેમ કરવા લાગ્યો છુ.
શાયદ હું પણ તન ગમતો હોવ ક ન ગમતો હોવ મને ખબર નથી.પણ કાલના નવમા નોરતે હું તને મારી જીવન સંગીની બનાવવા માંગું છુ.જો તારી હા હોય તો તું જમણા હાથે લીલો ધાગો અને હાથમા મેહંદી મુકી આવજે તો હું માનીશ કે તું મારી જીવન સંગીની બનવા તૈયાર છો.     
                                            લી.
                                           દશઁન 
આજ નવરાત્રીનું નવમું નોરતું હતું. 
બસ ગરબા શરુ થવાને થોડી જ વાર હતી.
દશઁન પણ હાજર થઈ ગયો હતો હેતલની એક ઝલક જોવા માટે.ત્યાં જ હેતલ આવી 
જાણે રુપ રુપના અંબાર હોય તેવા શણગાર તેણે રચયા હતા.થોડી વારમાં જ દશઁનની નજર તેના જમણા હાથ પર ગઈ લીલો ધાગો અને હાથમા મેહંદી ...

આજ હેતલ જમણા હાથે લીલો ધાગો હાથમા મેહંદી અને દશઁનની સામે હસતી હસતી ઢોલી તારો ઢોલ બાજે પર ગરબા રમી રહી હતી અને દશઁનને કહીં રહી હતી હું તારી જીવન સંગીની બનવા તૈયાર છુ. 

લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...