tifin ma ak patr patni ne books and stories free download online pdf in Gujarati

ટીફીનમાં પત્ર એક પત્નીને...

ટીફીનમાં પત્ર એક પત્નીને...

સવારમાં જીતેશ ઓફીસ જઈ રહ્યો હતો
ત્યાં જ હીના એ શરુ કરુ.
 
જીતેશ તારી મારી સાથે સગાઈ થઈ ત્યારે તું મને દરરોજ ફોન પર આઈ લવ યુ હીના કહીને રાત્રે પથારી પર જતો હતો. તું સાવ બદલાય ગયો છો. ઓફીસ પર એક પણ ફોન મારો રીસીવ કરતો નથી.હું તને હોટલ પર જમવા જવાનું કહુ તો તું એમ કહે છે રવિવારે જશુ પણ રવિવારે તારી પાસે ટાઈમ નથી હોતો.તને મારા માટે થોડો પણ ટાઈમ નથી.
તું મને પ્રેમ નથી કરતો.જો તું આવુને આવુ કરીશ તો હું તારી સાથે રહેવા નથી માંગતી.

જીતેશ એક પણ શબ્દ બોલ્યા વગર ઓફીસ પર જતો રહ્યો.
 
બપોરના ૨:૩૦ વાગ્યા હતા જીતેશને મોકલેલું ટીફીન શાંતીભાઈ આપવા માટે આવ્યા.રોજની જેમ આજ પણ હીના એ જોયું કે જીતેશે કઈ ખાધું છે કે નહી.
પણ હીનાને તેમાથી એક પત્ર મળ્યો તેમા જીતેશના અક્ષર હતા.

પ્રિય હિના,

હા, હું તને પ્રેમ નથી કરતો એ જો તું કહેતી હો તો તારા મતે એ ખોટું નહી હોય.હું તને હવે આઈ લવ યુ નથી કેહતો એનો અથઁ એ નથી કે હું તને પ્રેમનથી કરતો હીના.

એક પુરુષની માથે ઘણીબધી જવાબદારી હોય છે હીના કોઈ પુરુષ તેની પત્ની ટેન્શનમા, દુ:ખી રહે તે જોઈ શકતો નથી. હું આપણા બંને માટે મહેનત કરુ છું મારા એક માટે નહી .આપણા ભવિષ્યમાં છોકરા થશે.એના માટે હું મેહનત કરી રહ્યો છુ .

હીના મારા પણ ઘણા બધા સપના છે, ઘર હોય મારી પાસે ગાડી હોય પણ જ્યારે તું એમ કહે કે મારે આ જોયે છે તો હું તરત જ તને કહ છું તેજુરીમા પૈસા છે તું લઈ લે જે.
એ જ મારો પ્રેમ છે હીના..!!!

હા ,જ્યારે હું ઘરે આવું તારી સાથે જમવા બેસુ 
તો સૌથી પહેલા તને પુછુ કે તું બપોરે જમી જો તું ના કહે તો હું ત્યારે જ તને ઠપકો આપું પછી મારા હાથે જ તને ખવરાવું .
એ જ તો છે મારો પ્રેમ હીના...!!!

યાદ છે આપણે ફરવા ગયા હતાને તારી કોયે મશ્કરી કરી હું જોય ન શકયો અને તેની સાથે મે મારપીટ કરી.
એ જ મારો પ્રેમ છે હીના...!!!

યાદ છે તું એક વષઁ પહેલા હોસ્પીટલમા દાખલ હતી. મેં દસ દિવસની રજા લીધી તારા માટે અને મારા બોસે મને નોકરી પરથી કાઢી
નાંખ્યો.તો પણ મને તારુ ટેન્શન હતું મે તને એકવાર પણ કીધું ન હતું કે નોકરી પરથી મને કાઢી નાંખ્યો છે. મે  રજા લીધી કેમકે તને હું ખુશ જોવા માંગતો હતો.
એ જ મારો પ્રેમ છે હીના...!!!

યાદ છે હજી બે દિવસ પહેલા તને તાવ આવ્યો હતો અને રાત્રે ૨:૦૦ વાગે તારા માટે મે ગરમ ગરમ ચા બનાવી આપી હતી.
એ જ મારો પ્રેમ છે હીના...!!!

હીના પ્રેમમા હું તને પ્રેમ કરુ છુ કે હું તને ચાહું છું કહેવાની જરુર નથી.પ્રેમ તો એકબીજાની લાગણીઓ થી થાય છે.એકબીજાની કેર કરવાથી થાય છે.
માટે તું એવું નહી માનતી કે હું તને આઈ લવ યુ નો કવ એટલે હું તને પ્રેમ નથી કરતો.
હું તને તને ખુબજ પ્રેમ કરુ છુ હીના.

સાંજે ઘરે આવુ તો હું તને હમેશા હસતી જોવા માંગું છુ તને હસતી જોઈને મારો બધો જ થાક ઊતરી જાય છે.અને હા,એકવાત તો તને કહેવાની બાકી રહી ગઈ.આ જ હું તારા માટે મોટી ડેરીમીલ્ક લાવીશ કેમકે તું દર વખતે મને તેમાથી જરા પણ આપતી નથી.

                                          લી. 
                                        જીતેશ....

હીના રડી પડી ...
સાંજે જીતેશ ઘરે આવતા જ હીના જીતેશને ભેટી પડી. 
                                   
લેખક -કલ્પેશ દિયોરા


આ ઉપરાંત લેખકની અન્ય નવલકથા કૉલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ  માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.

મો-8140732001(whtup)

વોટ્સપ કરી શકો....


ફેસબુક એકાઉન્ટ - કલ્પેશ દિયોરા


આપનો ખુબ ખુબ આભાર...