love your life books and stories free download online pdf in Gujarati

લવ યુ જિંદગી

એક દમદાર દીકરી ની વાત... સત્યઘટના

લવ યુ જિંદગી - એક સત્યઘટના

( જિંદગી ને અલગ એન્ગલ થી અપનાવતી મારી લાડકી )

 સવારના દશ વાગ્યા હતા.

રેખાબેન રસોઈ કરતાં હતા. ગેસની બેય સગડી જલતી હતી. એક ઉપર ચાય અને એક ઉપર પરોઠા... શ્રુતિ ઉઠતાં ની સાથે જ ચાય પરોઠા માગે.. પછી, બ્રશ કરે.

             શ્રુતિ હવે અઢાર ની થવા આવી હતી. હમણાં કોલેજ ના પગથીયે પહોંચી જશે. સગાવહાલા રેખાબેનને  ભયંકર પ્રેશર આપતાં... દીકરી ના હાથ પીળાં કરી દો...જમાનો ખરાબ છે.

             રેખાબેન આવી માન્યતા વિરુદ્ધ હતાં. એમણે જીવનમાં જે કશુંક વેઠયુ હતું એની પાછળ એજયુકેશન નો અભાવ હતો એટલે તેઓ પોતાની પુત્રી ને સ્વાવલંબી બનાવવા ઈચ્છતા હતા. પોતાની લાડકી એનાં પગ પર ઉભી હોય તો સ્વાભિમાન થી જીવી શકે. 

              રેખાબેન શ્રુતિ મા હંમેશા દીકરો નિહાળતાં. ઉપરાઉપરી બેય દીકરી ઓ ના જન્મ બાદ એમણે પુત્ર ની ઐષ્ણા ખોઈ નાખી હતી. પરંતુ, શ્રુતિ પુત્ર થી કમ થોડી હતી..! 

             વિચારો મા ને વિચારો મા એમણે ઘડિયાળ ઉપર નજર નાખી...અગિયાર વાગવા આવ્યા હતા. શ્રુતિ હજું ઉઠી નહોતી.

            રાત્રે સોસાયટીમાં ગરબા હતાં. ગુલાબી ચણીયા ચોળી પહેરીને શ્રુતિ ત્રણ વાગ્યા સુધી ગરબે રમી હતી. સૌ લોકો પોતાની દીકરી ના દેહની લચક ફાટી આખે જોઈ રહેલા ત્યારે રેખાબેન ની છાતી ગર્વથી પહોળી થઇ ગઇ હતી.

             શ્રુતિ પણ કેવી સુંદર લાગતી હતી..? ગોળ, સુંદર ચહેરો.. ગુલાબ ના ગુચ્છ સમાન મુલાયમ ગાલ... મોટી, સંમોહક આખો, વળાંક ધરાવતાં હોઠ, રેશમી, લચીલી જુલ્ફો, શાનદાર બોલવાની સ્પીચ... એ જયાં જતી ત્યાં સૌ એનાથી અંજાઈ જતાં. રેખાબેન હંમેશા એને છોકરાઓ સાથે હળવા ભળવાની છૂટ આપતાં. બચપણથી શ્રુતિ છોકરાઓ સાથે જ રમીને મોટી થયેલી એટલે એની અંદર શરમ તત્વ નો ઉદય જ નહોતો થયો. ભરપુર આત્મવિશ્વાસ થી એ પોતાની વાત રજૂ કરતી.

            રેખાબેને બે વખત બૂમો પાડી ને શ્રુતિ ને બોલાવી. પણ, કોઈ રિપ્લાય ના આવ્યો. ઘડિયાળ નો કાટો બાર સુધી પહોંચી ગયો. શ્રુતિ રાત્રે ગરબે રમીને થાકી હતી એટલે મોડાં સુધી સૂઈ રહેતી પણ,બપોર ના બાર વાગ્યા સુધી કોઈ દિવસ સૂતી હોય એવો આ પહેલો પ્રસંગ હતો.

            ઘરનું લગભગ કામ પતી ગયું હતું. પરોઠા ઠરી ગયાં હતાં. શ્રુતિ હજુય જાગી નહોતી. રેખાબેન ધીમે થી શ્રુતિ ના પલંગ પાસે આવ્યા. શ્રુતિ તકિયો બાથમાં ભીડીને ઉઘતી હતી. ગ્રે ચડ્ડો અને રેડ ટી શર્ટ પહેર્યા વગર એને ઉઘ ન આવતી. એનાં સુંદર ચહેરા ઉપર પરસેવા ના બુદ બાઞ્યા હતાં.

         રેખાબેન મનોમન મલકી ગયા.. આટલી રુપાળી છોકરી માટે વ્યવસ્થિત છોકરો તો મળશે.. ને...!   સમાજમાં સારાં છોકરાઓ છે જ કયાં..? છતાં, જે પણ શ્રુતિ સાથે સંબંધ કરશે એના માટે કહેવાશે... કાગડો દહીથરુ લયી ગયો..! આ કોમેડી કહેવતને યાદ કરી, મનોમન હસતા હસતા રેખાબેને શ્રુતિ ના કપાળ ઉપર હાથ ફેરવ્યો... અને, સળગતો અંગારો સ્પર્શ કરી ગયો હોય એમ હાથ પાછો ખેચી લીધો..

         " શ્રુતિ... શ્રુતિ..." અચાનક ગભરાઈ ગયેલા રેખાબેને શ્રુતિ ના ખભા હલાવી નાખ્યા. શ્રુતિ ને ભયંકર તાવ હતો.

           શ્રુતિ એ આખો ખોલી. અલબત્ત, અડધી જ...

        " તાવ આયો છે... બેટા...બોલતી કેમ નથી..? ચલ..દવાખાને..." રેખાબેન હલબલી ગયાં.

      રેખાબેન ને સમજાયું નહીં કે કાલે રાત્રે ગરબે રમીને આવ્યા બાદ પણ શ્રુતિ ની તબિયત એકદમ સરસ હતી તો અચાનક આટલો હાઈટેમ્પરેચર ફીવર કયાથી આવી ગયો.. એમણે શ્રુતિ ના આખાય શરીર પર હાથ ફેરવી લીનો... આખોય દેહ અંગારા ઓકતો હતો.

        રેખાબેન થોડુંઘણું ભણેલા હતાં એટલે જૂની દવાઓમાં થી પેરાસિટામોલ ટેબ્લેટ શોધી કાઢી અને શ્રુતિ ને ગળાવી. દવાખાને પહોચીએ ત્યાં સુધી ટેમ્પરેચર ઘટે...

        શ્રુતિ ને ઉઠવામા તકલીફ થતી હતી. એની આખો સમક્ષ અંધારું વરતાતું હતું. મહામુશ્કેલી થી એ ઉભી થઈ. રેખાબેનનો ટેકો લયીને આગળ વધી પણ, થોડીવાર મા જ શરીર લસ્ત બની ગયું. એ નીચે બેસી ગઈ.

        " શું થાય છે.. બેટા " 

        " હ....મમ્મી..." 

        " હા...બેટા " 

        " હું નહીં ચાલી શકું... મારાથી ઉભાં નથી થવાતું.." 

         " મારો હાથ પકડી લે..." 

         " મમ્મી... પ્લીઝ... મને ચક્કર આવે છે.. હું..." 

રેખાબેન વિચારમાં પડી ગયાં. એ  બહું ઓછી બિમાર પડતી. એમાં પણ આવો તાવ તો કોઈ દિવસ આયો નહોતો. મહામુશ્કેલી એ  તેઓ રિક્ષા મા બેઠાં.

        રિક્ષા હોસ્પિટલ તરફ દોડવા લાગી.

             *     *     *      *       *

    રેખાબેન ની ઉપર આભ તૂટી પડયું હતું.

    શ્રુતિ ને લુપુસ નેપ્રોટીક નામની બિમારી હતી.

ડોક્ટર રેખાબેન ને સમજાવી રહ્યા હતા.." જુઓ બહેન, આ એક એવી બિમારી છે જે મોટાભાગે નાની ઉમરની છોકરીઓ ને જ થાય છે. એની સીધી અસર કીડની પર પડે છે. આ બિમારી મા તમને અગર તાવ આવે તો એ તાવ ડબલ થઈ જાય.. મેલેરિયા થાય તો ઞેરી મેલેરિયા મા પલટી જાય.. શરદી સામાન્ય ન રહેતા હાઈ એલર્જી થી ભરેલી બની જાય.. હાલ તો અમારે એને ટ્રીટમેન્ટ આપતાં પહેલા પણ આપની પરમીશન લેવી જરૂરી છે.. તમારી દીકરી જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાય છે.. કશું કહી ન શકાય..."

          રેખાબેન સીવીલ હોસ્પિટલ ની ફર્શ પર બેસી ગયા. હાઈટેન્શન અને ગભરાટ ને લીધે એમનું બ્લડપ્રેશર વધી ગયું. શ્રુતિ એમનાં જીવતર નો આધાર હતી. એમનું સોને મઢ્યુ શમણું હતી.એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

           સમસ્યા નું સૌથી મોટું સત્ય એ છે કે એ જયાં સુધી તમારી પોતાની નથી હોતી ત્યાં સુધી તમારામાં એનાથી લડવાની પૂર્ણ તાકાત નથી આવતી.

       સાડલા ના છેડાથી આસું લૂછીને રેખાબેન મન મક્કમ કરી ઉભાં થયાં. એમનાં પતિ આવી સમસ્યા માટે નિપટવા સક્ષમ ન હતાં. પરિવાર મા હર્તાકર્તા એ જ હતાં. નાની દીકરી માટે પડોશી ને ફોન કરી એની સારસંભાળ નું સૂચન કર્યું. મકકમ પગલે તેઓ શ્રુતિ ના બેડ સુધી આવ્યા. શ્રુતિ ના કપાળે હાથ ફેરવ્યો.

         " કેમ છે... બેટા.." 

         " મમ્મી... મને શું થયું છે..? " 

        " મારી દીકરી ને શું થાય..? " 

         " ખરેખર... મમ્મી..." 

        " હા... એક બિમારી છે પણ, તારે એનાથી લડવું પડશે અને સાબિત કરવું પડશે કે તું મારી દીકરી છે.." 

      આટલા કષ્ટ વચ્ચે પણ શ્રુતિ ના ચહેરા પર સ્મિત આવી ગયું.થોડીવાર મા એની આસપાસ ડોકટર્સ અને નર્સો વીટળાયા.

          લાબી સોયવાળા ઈન્જેકશન... કડવી વખ જેવી દવાઓ... એક જ પ્રકારની ટ્રીટમેન્ટ....

       ધીમે ધીમે શ્રુતિ નો સ્વભાવ ચીડિયો થતો ગયો.
  
એ પોતાના કોઈ સગા સંબંધી આવે તો આડેધડ બોલવા લાગે.દવાનાં હાઈ ડોઝ ની એ અસર હતી.

     એક દિવસ શ્રુતિ લચીલી જુલ્ફો નું પણ બલિદાન અપાયું. જે વાળ ઉપર સૌને ગર્વ થતો એ વાળ પણ નિકાળી દીધાં બાદ માથે ટાલ વાળી શ્રુતિ તરફ જોવાની સૌની નજર બદલાતી ગયી.

     આ જમાનાનો દસ્તૂર છે કે એ શોહરત મા જ સાથ આપે છે. સંકટ સમયે સૌ ઉપહાસ કરે છે.

     શ્રુતિ ની જિંદગી નું સૌથી મોટું જમા પાસું એની મમ્મી હતી. સતત ખડેપગે શ્રુતિ ની આસપાસ રહેલા રેખાબેન તરફથી શ્રુતિ ને અઢળક આત્મવિશ્વાસ મળ્યો. ડોક્ટર ના ઈન્જેક્શન કરતાં પણ રેખાબેને પોતાની પુત્રી ની અંદર કોન્ફિડન્સ ના ઈન્જેક્શન ભર્યા એનાથી ખૂબ જ મોટો ચમત્કાર સર્જાયો...

          એક વર્ષ સુધી જિંદગી અને મોત ની જંગમાં જિંદગી જીતી. અલબત્ત, આજીવન દવાઓ ના સહારે રહેવાનું હતું પરંતુ, એક ચીજ સાબિત થઈ કે જેઓ ઞઞુમે છે તેઓ પરિસ્થિતિ ઓને પરાસ્ત કરે છે.

            શ્રુતિ ઘેર આવી. તબિયત મા સુધાર આવ્યો.

    થોડા જ દિવસોમાં એણે જોબ જોઈન્ટ કરી. પ્રાઈવેટ ફિલ્ડમાં આઠ દશ કલાક ઉભાં રહેવું પડે. એ પણ હસતાં હસતાં સ્વીકારી લીધું. હવે પછી જિંદગી પ્રત્યે શ્રુતિ નો અભિગમ સાવ જ પલટાઈ ગયો. જિંદગી ની એક એક પળને તે માણી લેવા માગતી હતી.

          નોકરી ના સ્થળે તે અગ્રેસર થવા લાગી. કોઈપણ બાબતે એનો પોઞિટીવ અપ્રોચ સૌને સ્પર્શી જતો .થોડા જ સમયમાં એનું નિખાલસ નેચર સૌને ભાવી ગયું. પરિણામે, એને અદુભૂત મિત્રો મળ્યા. શાનદાર સખીઓ મળી.

         રોજ સવારે ઉઠીને ચાય નાશ્તો કરી ત્રણ ગોળી ખાઈને એ નોકરી એ જવા નીકળી પડતી.રાત્રે ત્રણ ગોળી ખાઈ એ સૂઈ જતી. આ સિસ્ટમ એણે આજીવન ફોલો અપ કરવાની હતી. આમ છતાં, એના બિહેવર પરથી કોઈને ખબર ન પડતી કે આ લુપુસ ની પેશન્ટ છે..

           *      *      *      *      *
    
    એક દિવસ શ્રુતિ ની મુલાકાત એક યુવાન થી થાય છે.
એક મેરેજ ફંક્શનમાં તેઓ મળે છે અને બેય એકબીજા ના પ્રેમ મા પડે છે. શ્રુતિ એ યુવાન ને બધું જ જણાવી દે છે કે હું આવી બિમારી ની પેશન્ટ છુ. જયાં સુધી મારા ડોક્ટર મને રજા નહીં આપે ત્યાં સુધી હું મેરેજ પણ નહિ કરી શકું.

             પેલો યુવાન અતિશય સમજદાર તેમજ સંસ્કાર ને વરેલો હોય છે. એ શ્રુતિ સામે રજુઆત કરે છે કે હું ફક્ત તને જ પરણીશ.. તું મને પસંદ છે.તારી ખૂબીઓ અને ખામીઓ બન્ને હવે મારી જિંદગી નો એક ભાગ છે..

          શ્રુતિ આવો અનહદ પ્રેમ પામી ધન્ય થઈ જાય છે.

  પેલો યુવાન રાત્રે મોડા સુધી ઉજાગરા કરી ગુગલ ઉપર સર્ચ કરે છે અને સતત શ્રુતિ ને સલાહો આપ્યા કરે છે...

       જો...તારે રોજ સવારે ઉઠીને સૂર્યનમસ્કાર કરવા.

        આ પ્રકારની દેશી વસ્તુઓ નું સેવન કરવાથી ફાયદા થાય.... વગેરે...વગેરે.. ્

       શ્રુતિ જોકે આ બાબતે થોડી લેઞી હોય છે.

   એ કશાય નું પાલન નથી કરતી.. સતત હસીમજાક કરતી રહે છે. શ્રુતિ નો આત્મવિશ્વાસ અતિશય બુલંદ બની જાય છે. એણે જિંદગી ને ધરાઈને માણવી છે.એ પેલા યુવાન સાથે પોતાના ભાવિ જીવન ના સપનાં જોઈ રહી છે ત્યાં કુદરત એની સાથે બીજી ગેઈમ રમે છે.

        જે યુવાન સાથે એ રોજ વાતો કરે છે એની સાથે મેરેજ કરવા માટે શ્રુતિ ના સગાવહાલા તૈયાર નથી. એક જબરદસ્ત વિરોધ ઉભો થાય છે. આ બધાં વચ્ચે શ્રુતિ પીસાય છે.એની મમ્મી સાથે એ ઞઘડો કરે છે...

        " મમ્મી... આ મારી જિંદગી છે...તું આખા ગામ નું કેમ સાભળે છે.." 

        " કેમ કે મારે સૌને સાથે લયીને ચાલવા છે. "

         " પણ,જયારે એ છોકરા સાથે મે વાત ચાલુ કરી ત્યારે તને પુછ્યું હતું... તે મને ના પાડી હોત તો હું વાત ન કરત.." 

         " એ વખતે મારી ઉપર કોઈ દબાણ નહોતું.." 

         " પણ,આપણી જિંદગી નો ફેસલો બીજાં કોઈ શા માટે કરે...? આપણો કોઈ અધિકાર નહીં..? " 

          " મારા મા બાપે મને અહીં મોકલી તો હુ આવી ને.." 

          " તમારો જમાનો અલગ હતો.. મમ્મી " 

          " બહું હોશિયારી ન કર.. તારો સંબંધ ત્યાં નહિ થઈ શકે ...મારે સૌને સાથે લયીને ચાલવું છે.." 

       આ પ્રકારે બેય વચ્ચે ઞઘડો થાય છે.

        ગુસ્સામાં ને ગુસ્સામાં શ્રુતિ જોબ પર જાય છે. પેલા યુવાન ને ફોન કરે છે. પેલો યુવાન એને સમજાવે છે... જો.આવું ન કરાય... એ લોકો ની.ઈચ્છા નહીં હોય તો આપણે સંબંધ નહીં કરીએ.. પણ, તું ફોન કરી મમ્મી ની માફી માગી લે..

        શ્રુતિ એની મમ્મી ને ફોન કરે છે... સોરી..

    રેખાબેન ની આખમા આસું છલકાય છે.પોતાની દીકરી ની ઈચ્છા છે ત્યાં તેઓ નથી પરણાવી શકતાં એનો એમને ગમ છે પરંતુ, સામાન્ય લોકો ના જીવન ઉપર સોસાયટી ની પકકડ મજબૂત હોય છે...

        આખરે, શ્રુતિ નક્કી કરે છે કે હવે પછી સંબંધ બાબતે કોઈથી ચર્ચા કરવી નહીં... ફક્ત ને ફક્ત કેરિયર ઉપર ફોકસ કરવું...

    અને, શ્રુતિ મચી પડે છે... પોતાના લક્ષ્ય તરફ...

એક પછી એક પડાવો પાર કરી એ સપના નું આકાશ સર કરે છે... એ જિંદગી ને ભરપુર રીતે માણે છે કેમ કે એ જીવન નુ મૂલ્ય જાણે છે.

      એ પોતાના મિત્રો સાથે રોજ રાત્રે મસ્ત બાકડા ઉપર બેસીને ચાય પીવે છે. શિયાળામાં કડકડતી ઠંડીમાં એ રજાઈ ઓઢીને પેલાં યુવાન ની યાદ મા સૂઈ રહે છે ત્યારે સ્મૃતિઓ ના ઉપવનમાં સ્નાન કરે છે.. ચોમાસામાં, રીમઝીમ વરસાદ મા એ પોતાના દોસ્તો સાથે દાળવડા ની જયાફત માણે છે. હવે એ શરદીથી ડરતી નથી.. વરસતાં વરસાદ મા એ છત્રી વગર આવે છે અને જાય છે... એ વરસાદ ના એક એક ટીપાં ને પોતાના અસ્તિત્વ ઉપર ઝીલી લે છે. ઉનાળાની આકરી ગરમીમાં એ ઠંડી લસ્સી ની મજા લેતી વખતે પણ પેલા યુવાન ને મેસેજ કરે છે....

      હવે એ કોઈ ને ફરિયાદ નથી કરતી.

  એણે જિંદગી ને અલગ સ્વરૂપે જોઈ છે.

એ આ પૃથ્વી પરના દરેક વૈભવ ને મનભરીને માણવા માગે છે.

   એ માને છે કે પ્રેમ, દોસ્તી આ બધાં જ જીવન ના અણમોલ રંગ છે.તમારા પ્રેમ મા કે દોસ્તી મા કોઈ ભાગ નથી પડાવી શકતું. માત્ર સાથે જીવન ગુજારવુ એ જરૂરી નથી... સંસ્મરણો નુ સરોવર જયારે છલકાય છે ત્યારે વાસ્તવિક જગત ની કોઈ જ વિસાત નથી રહેતી...

        સો,લાઈફ ની એવરી મૂવમેન્ટ એન્જોય કરો...

   
                          લેખક : શૈલેષ પંચાલ, રાફુ..