Shaheed Udham Singh books and stories free download online pdf in Gujarati

શહીદ ઉધમ સિંહ

ઉધમ સિંહ નો જન્મ 26 ડિસેમ્બર 1899 ના રોજ પંજાબના સંગરૂર જિલ્લાના સુનામ ગામમાં થયો હતો. તેમની માતાનું અવસાન 1901 માં અને પિતાને 8 વર્ષની વયે ગુમાવ્યા હતા. માત્ર 8 વર્ષની વયે ઉધમ સિંહ અનાથ થઈ ગયા.તેમના ભાઈ મુક્તા સિંહ અને ઉધમ સિંહ અનાથ આશ્રમમાં મોટા થયા. તેમનું નાનપણ નું નામ શેર સિંહ હતું.અનાથ આશ્રમમાં શિક્ષા પ્રાપ્તિ બાદ ઉધમ સિંહ નામ આપવામાં આવ્યું.
ઈતિહાસકાર માલતી મલિક ના કહ્યા મુજબ ઉધમ દિનહ સર્વધર્મના પ્રતીક સમાન હતા.તેમણે પોતાનું નામ બદલી ને "રામ મોહમદ સિંહ આઝાદ"રાખ્યું હતું.જે ભારતનાં પ્રમુખ ધર્મોના પ્રતીક છે.
સન 1971ના રોજ ભાઈ મિકતા સિંહ નું અવસાન થયું.ઉધમ સિંહ ફરી એકવાર અનાથ થઈ ગયા.ભાઈ ના અવસાનબાદ ઉધમ સિંહે અનાથ આશ્રમ છોડી દીધું.ભારતના વીર કાંતિકારી સાથે ભારતમાતાની આઝાદીની ચળવળ માં જોડાય ગયા.
રોલેટ એક્ટ ના વિરોધમાં 30 માર્ચથી 6 અપ્રિલ 1919 ના રોજ પંજાબમાં હડતાળ પડી.13 એપ્રિલ 1919 વૈશાખી ને દિવસે 4:30 વાગ્યે જલિયાંવાલા બાગમાં શહીદો ને શ્રદ્ધાંજલિ અને બધાના પ્યારા નેતા ડૉ. કિચલું અને સત્યપાલની ધરપકડનો વિરોધ કરવા સભાનું આયોજન કર્યું. આ સભામાં ઉધમ સિંહ લોકો ને પાણી પીવડાવતા હતા.
પંજાબ ગવર્નર માઈકલ ઓ ડાયરને જાણ થતાં જ અંગ્રેજ સૈનિકો ને સભમાં અંધાધૂંધ ફાયરીંગ નો આદેશ આપ્યો.બહાર નીકળવા માટેનો માત્ર સડા ત્રણ ફુટ નો જ દરવાજો હતો.ત્યાં પણ ડાયરે તોપ રાખી હતી. ત્યાંથી નીકળતા લોકો ને તોપ થી ઉડાડી દેવામાં આવતા હતા. અંગ્રેજ સૈનિક સતત 20 મિનિટ સુધી ફાયરિંગ કરી ભારતીયો ને મોતની નિદ સુવડાવી દીધા.લોકો પોતાનો જીવ બચવા પાસેના કુવામાં કૂદવા લાગ્યા.પરંતુ,
જીવ બચવાને બદલે લાશોની હારમાળા લાગી ગઈ.ઉધમ સિંહે આ ઘટના પ્રત્યક્ષ નિહાળી.માત્ર 20 વર્ષની ઉંમરે સંકલ્પ કર્યો,જેણે મારા નિર્દોષ ભારતીયોને મોત ની નીંદ સુવડાવ્યા છે,તેનો બદલો હું જનરલ ડાયરને મારીને જ લઈશ.
1924 ના રોજ gather party માં જોડાયા,ભગત સિંહ ના પગલે ચાલવા લાગ્યા.પૈસા ભેગા કરી હથિયાર ખરીદ્યા.અવેધ હથિયાર રાખવાના બદલામાં જેલ ની સજા થઈ.
ઉધમ સિંહ 1934 માં લંડન ગયા.ત્યાં તેઓ નાના મોટા હથિયારો ભેગા કરવા માંડ્યા.તેમણે 6 ગોળી વાળી એક બંદુક ખરીદી.
6 વર્ષમાં ઉધમ સિંહ પાસે જનરલ ડાયરને આસાનીથી મારવા માટે ઘણા મોકા હતાં. તેમનો સંકલ્પ હતો કે મારા નિર્દોષ ભારતીયોને ભરી સભા માં માર્યા હતા તો હું પણ એને ભરી સભામાં જ એને સજા આપીશ.
આખરે 21 વર્ષના લાંબા સમય પછી એ સુનહેરો મોકો આવી ગયો,જેના માટે ઉધમ સિંહ શ્વાસ લેતા હતા.13 માર્ચ 1940 ના રોજ લંડનની રોયલ એશિયન સોસાયટીમાં સભા નું આયોજન કરવા આવ્યું.જેમાં ડાયર વક્તાઓમાનો એક હતો.ઉધમ સિંહ પણ ત્યાં પોહ્યા.ઉધમ સિંહ બંદૂકને પુસ્તકમાં છૂપાવીને આવ્યા હતા,જે પુસ્તકના પાના બંદૂક ના આકાર માં કાપેલા હતા.
જનરલ ડાયરનું વક્તવ્ય શરૂ થયું.થોડીવાર પછી ઉધમ સિંહે સ્ટેજ પાસે જઈ 2 ગોળીઓ મારી જનરલ ડાયરને મારી પોતાની પ્રતિજ્ઞા પુરી કરી.ઉધમ સિંહે ગોળી મારીને સરેન્ડર કરી દીધું.કેસ લંડન કોર્ટમાં ચાલ્યો.
કોર્ટમાં જજ દ્વારા પૂછાયેલા સવાલ.
1. તું આસાનીથી ભાગી શકતો હતો તો કેમ સરેન્ડર કર્યું.?
હું જે હિન્દુસ્તાની માટીમાં જન્મ્યો છું એ માટીના લોકો પીઠ બતાવી ભાગતાં નથી,જરૂર પડે તો સામી છાતીએ ગોળી ખાવા પણ તૈયાર રહે છે
2. તું હિન્દુસ્તાન જઈ ને તારા જેવા કેટલાંય ઉધમ સિંહ પેદા કરી શકત?
કોઈ ગેરસમજમાં ન રહેતા જજ સાહબ મને જે દિવસે ફાંસી આપવામાં આવશે તયારે મારા હિન્દુસ્તાનમાં લાખો ઉધમ સિંહ જન્મ લેશે.
જજ જવાબ સાભળીને અચંબિત થઈ ગયા.ઉધમ સિંહને ફાંસી નો ઓર્ડર આપતા જજના હાથ પણ ધ્રુજતા હતા.
4 જૂન 1940 ના રોજ ફાંસીનો ઓર્ડર આપ્યો.31 જુલાઈ 1940 ના રોજ પેન્ટનલ વિલે જેલમાં તેમને ફાંસી આપવામાં આવી.

"દુશ્મનના ઘરમાં ઘૂસીને મારવાં એ તો હિન્દુસ્તાની સિપાહી ના વારસામાં અને ખૂનમાં ભળેલું છે."