Swastik - 44 books and stories free download online pdf in Gujarati

સ્વસ્તિક (પ્રકરણ 44)

વિવેક કથાનક

હું વિલ ઓફ વિશનો ઉપયોગ કર્યા પછી બેભાન થઇ ગયો હતો. હું એ બાબત જાણતો હતો માટે જ આયુષને મારી સાથે લઈને ગયો હતો. પણ મને અંદાજ ન હતો કે વેદ પણ મારી એમાં મદદ કરશે. મારા બેભાન થયા પછી વેદ મને બહાર આયુષની ટેક્સીમાં ગોઠવી ગયો હતો અને આયુષ અમે નક્કી કર્યા મુજબની સલામત જગ્યાએ મને છોડી ગયો હતો.

હું ત્રણ દિવસ પછી હોશમાં આવ્યો હતો પણ ત્યારે આયુષ ત્યાં ન હતો. એ મને એના એક વિશ્વાસુ મિત્ર જે ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હતો એના હવાલે મુકીને ગયો હતો. મેં હોશમાં આવતા જ તેને ફોન લગાવ્યો.

“આયુષ...” ફોન ઉપાડતા જ મેં કહ્યું, “તું મને મુકીને કેમ ગાયબ થઇ ગયો?”

“હું તારી પાસે ત્યાં રહી શકું એમ નહોતો કેમકે મારા પિતાજીની તબિયત એકદમ બગડી ગઈ હતી, સોરી યાર..”

“નો સોરી યાર...” હું જાણતો હતો એના પપ્પા ખાસ સમયથી બીમાર હતા, “પપ્પાને કેવું છે હવે...?”

“હવે પપ્પાને આરામ છે...” એણે કહ્યું, “કઈ કામ હોય તો હું તારી પાસે આવું..?”

“ના, તું લાયબ્રેરી ઓફ મેજ જા...”

“એ મેં જોયું નથી...”

“તું મને એકવાર ઓલ્ડ એડમંડ સ્ટ્રીટમાં જ્યાં છોડી ગયો હતો ત્યાં એ માણસ મળશે. હજુ સાંજ થઇ છે, દિવસ છે માટે એ માણસ લાયબ્રેરી ઓફ મેજમાં નહિ હોય.. તારે જે માણસને મળવાનું છે એ બહાર નાકા પર એન્ટીક વસ્તુઓ વેચતી શોપમાં હશે.”

“એ વ્યક્તિનું નામ..?”

“વ્યોમ..”

“એને શું કહું..?”

“એને કહેજે વિવેકને ઇકવીપમેન્ટની જરૂર છે...”

“એ મને આપશે..?”

“તું કોશીસ તો કરી જો.. હું ત્યાં આવી શકું એમ નથી એ સમાચાર તેને પણ મળી જ ગયા હશે..”

“હા, એ જે સમાન આપે એ લઈને તારી પાસે આવીશ...”

“ના... હું તને બીજું સરનામું આપું છું...”

મેં એને એક ખાસ સ્થળે બોલાવ્યો અને ત્યાં મને મળવા આવતા પહેલા એક કામ સોપ્યું જે પૂરું કરી એણે મને મેં કહ્યા મુજબના સ્થળે મળવાનું હતું.

મારે અંધારું ઘેરાય એની રાહ જોવી પડી કેમકે પોલીસ મને શોધતી હશે એની મને ખાતરી હતી. એના કરતા પણ વધુ ડર મને કપિલ, નયના અને મારા પપ્પાનો હતો, હું દિવસના અજવાળામાં બહાર નીકળી શકું એમ નહોતો. અલબત્ત પેલો શ્લોક તેની સેજલ માટે મને પાગલની માફક શોધતો હશે તે પણ મેં ગણતરી કરી લીધી કારણ એ ચોકલેટી બોય ખાધો જાય તેમ ન હતો.

અંધારું ઘેરાતા જ હું આયુષના કમ્પાઉન્ડર મિત્રનો અભાર માની આયુષને કહ્યા મુંજબ એ સ્થળે પહોચી ગયો. ઇન્સ્પેકટર રૂકસાના અહમદથી બચવા માટે મારે મારો લૂક બદલવો પડ્યો હતો. હું કમ્પ્લીટ બ્લેક ડ્રેસમાં ભેડાઘાટ થઇ દૂરની પહાડીઓ પાસે પહોચી ગયો. પપ્પાનો બ્લેક કોટ મને થોડોક મોટો પડતો હતો અને હેટ મેં એ રીતે નીચે નમાવીને રાખી હતી જેથી એક નજરે મારો ચહેરો કોઈના ધ્યાનમાં ન આવે. મારા દાઢી અને મૂછના વાળ ચારેક દિવસના વધેલા હતા એ પણ મને પોતાની જાતને કોઈ બીજી વ્યક્તિ તરીકે ડીસગાઈઝ કરવામાં મદદ રૂપ થયા હતા.

હું ભેડાઘાટ પાસેના ચોસઠ જોગણી મંદિરના દરવાજામાં દાખલ થયો. એ મંદિર લગભગ ઐતિહાસિક હતું. જોકે હવે તે ખંડેર જેવું છે પણ એક સમયે નાગપુરના રાજવીઓ સુધ્ધા એ મંદિરને પોતાની શાન સમજતા હતા. એ મંદિર ૧૭૦૦ પહેલા બન્યું હતું અને ૧૮૫૭ના સંગ્રામ વેળાએ એ મંદિરને પીઢાંરાઓ અને બાગીઓ પોતાના છુપાવાના સ્થળ તરીકે વાપરતા હતા. મેં પણ આજે એને હાઈડીગ પ્લેસ બનાવ્યું.

હું રૂકસાના સામે જવા માંગતો ન હતો. એના બે કારણ હતા. એક તો એ ઈમાનદાર અને નિષ્ઠાવાન હતી અને બીજું એ મહેબુબની કઝીન હતી. અમે ઘણીવાર મહેબુબના જન્મ દિવસે ભેગા થયેલા હતા. હું એને કોઈ ચોટ પહોચાડવા માંગતો ન હતો.

હું મંદિરનો ગેટ વટાવી પ્રેમીસમાં દાખલ થયો. એક સમય હતો જયારે એ ગેટ પર દરવાનો ઉભા રહેતા. એ મંદિર કમ બેટલ પ્લેસ વધુ હતું. અંગ્રેજો સામે બગાવત કરનારા બાગીઓ પણ એ જ સ્થળે આસરો લેતા હતા. નાગપુરમાં જન્મેલા દરેક વ્યક્તિએ એ મંદિરને લઈને ઘણી બધી વાતો સાંભળેલી હોય જ. એમ મેં પણ એ મંદિર વિશે ઘણું સાંભળ્યું હતું. એ સ્થળના અંદર અને બહારના ભાગે અનેક લડાઈઓ લડાઈ હતી. પીઢાંરાઓ અને અંગ્રેજો વચ્ચે, અંગ્રેજો અને બાગીઓ વચ્ચે, બાગીઓ અને પીઢાંરાઓ વચ્ચે. એ મંદિર અનેક લડાઈઓનું જીવંત સાક્ષી હતું.

પણ હવે એ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ તરીકે જર્જરિત હાલતમાં ઉભું હતું. દાખલ થવા માટે એક સમયે વન-વે-ઇન વન-વે-આઉટ હતો પણ હવે એની દીવાલ ઠેક ઠેકાણે જર્જરિત થઈ જવાથી એની-વે-ઇન એની-વે-આઉટ જેવી સ્થિતિમાં હતું.

કદાચ હું પણ આજે કોઈ બાગીથી કમ ન હતો. હું પોલીસ માટે એક છોકરીને ગાયબ કરનાર મુઝરિમ હતો. જાદુગરોના સમાજ માટે વિલ ઓફ વિશને ટુકડાઓમાં ફેરવી નાખનાર ભાગેડુ હતો. ઈવન મારા ખાસ માણસો પણ મને મુઝરિમ સમજવા લાગ્યા હશે તેની મને ખાતરી હતી.

વેદે કઈ રીતે ચેમ્બર ઓફ સિક્રેટમાં જે થયું હતું એ બધાને સમજાવ્યું હશે. એને કઈ રીતે પોતે પણ મારી સાથે ઇન્વોલ્વ હતો એ બાબત છુપાવી હશે એ મને સમજાતું ન હતું. પણ મેં વિલ ઓફ વિશને ટુકડાઓમાં ફેરવ્યું હતું એટલે આખી જાદુગર મંડળી મારા વિરુદ્ધ થઇ ગઈ હશે એની મને ખાતરી હતી. ઈવન મારા પપ્પાએ પણ મને ચેમ્બર ઓફ સિક્રેટ માટે પ્રતિબંધિત કરવાના હુકમ પર સાઈન કરી પોતાની મરજી બતાવી દીધી હશે.

વિચારો સાથે હું દરવાજાથી આગળ જઈ જરાક અટક્યો. ત્યાં જાણે કોઈ અલગ જ હવા હતી. કદાચ એ હવામાં બગાવત ભળેલી હતી. અનેક બગીઓના લોહીથી લાલ બનેલ એ જમીન પણ બગાવતની ખુશબો ફેલાવી રહી હતી. જોકે મારે બગાવત કરવા માટે એ ખુશબોની જરૂર ન હતી. વૈશાલીનો પ્રેમ મારા માટે પુરતું પરિબળ હતો. લવ કેન મેક યુ રેબલ. પપ્પા ઘણીવાર મજાકમાં કહેતા ત્યારે મેં એવું વિચાર્યું પણ ન હતું એ મારા જીવનનો એક મેટાફોર બની રહેશે.

મેં મદિર તરફ એક નજર કરી. પ્રાચીન મદિર હજુ એના ગ્રેનાઈટના પથ્થરોને લીધે ભવ્ય લાગી રહ્યું હતું. એ મંદિર કયા વંશના રાજવીઓની દેન હતી એ મને ખબર નથી પણ એ મંદિર આજે મારા માટે આશીર્વાદ રૂપ હતું.

“વિવેક..”

મેં અવાજની દિશમાં જોયું, આયુષ મારા સુધી પહોચવા આવ્યો હતો. એણે બ્રાઉન રંગનો રોબ પહેરેલો હતો. એ મને કોઈ જાદુગર જેવો જ લાગ્યો. એના વાળ હમેશની જેમ મેસ હતા.

“હજુ સુધી બધું સલામત છે.” તેણે નજીક આવીને કહ્યું.

“તને આટલી વાર કેમ લાગી?” હું એની નજીક સરક્યો, “મને ચિંતા થતી હતી.”

“તારા ઇક્વિપમેન્ટ મેળવવામાં..” એ હસ્યો, “તે જે માણસ પાસે મને મોકલ્યો હતો એ માણસ અડધો પાગલ હતો.”

“કેમકે એ સાયન્ટીસ્ટ છે.”

“સાયન્ટીસ્ટ?”

“મતલબ જાદુગરો માટેનો સાયન્ટીસ્ટ, એ જાદુના શો કરવા માટે અલગ અલગ ઇક્વિપમેન્ટ શોધે છે. જાદુગરોની દુનિયા એને રીલીજીયસ ઇન્વેન્ટરના નામે ઓળખે છે.” મેં કહ્યું, “એ બધું જવાદે.. એણે શું આપ્યું?”

“ખાસ કાઈ નહિ એક હાથ રૂમાલની સાઈઝનો કેશરી રંગનો કાપડનો ટુકડો અને એક કોઈ અજીબ યંત્ર છે.”

“અને એમનો ઉપયોગ?”

“મેં જયારે ઉપયોગ પૂછ્યો ત્યારે એ માત્ર હસ્યો જ હતો. મેં ફરીવાર પૂછતાં એણે કહ્યું કે જયારે જરૂર પડશે ત્યારે આપોઆપ સમજાઈ જશે એનો શું ઉપયોગ છે. આ કાપડના ટુકડાને વિવેક ઓળખે છે.”

“અને યંત્ર..?”

“એનો ઉપયોગ એને પોતાને જ ખબર નથી. એણે કહ્યું એણે ઇન્વેન્ટ કરેલી એ લેટેસ્ટ વસ્તુ છે. ખબર નથી એ ચીજ શું કરી શકશે પણ એને એમ લાગ્યું કે વિવેકને એની જરૂર પડશે.”

“એ અર્ધ પાગલ જ છે.” મારાથી કહેવાઈ ગયું, જોકે અર્ધ પાગલ તો હું પોતે પણ હતો જ. કોની સામે લડવાનું છે એ જાણ્યા પછી પણ હું ઇક્વિપમેન્ટ એકઠા કરી રહ્યો હતો એ જોતા હું પાગલ જ હતો કેમકે હું કોઈ એક વ્યક્તિ નહિ પણ આખી એક ફોજ સામે લડવા જઈ રહ્યો હતો અને એ લડાઈનું પરિણામ હું જાણતો હતો કદાચ હું એમના કેટલાક લોકોને મારવામાં સફળ થઈશ પણ જીત મેળવવી અશક્ય હતી. કદાચ સેલ્ફ સેક્રીફાઈસથી વધુ કઈ થઇ શકે એમ ન હતું.

“એણે કહ્યું છે કે આપણે થોડાક રીપ્લેસમેન્ટની જરૂર પડશે...” આયુષ એ પાગલના શબ્દો યાદ કરીને બોલ્યો, “દેવતા જ્યાં સુધી લડાઈમાં ભાગ ન લે ત્યાં સુધી એ જીતવી અશકય છે. એવું કઈક એ કહી રહ્યો હતો.”

“દેવતાઓ..?” મને નવાઈ થઇ, “દેવતાઓ ક્યારેય લડાઈમાં સીધો ભાગ નથી લેતા..”

“હા, એ પણ એ જ કહેતો હતો... શેતાને લડાઈ શરુ કરી દીધી છે. જો દેવતાઓ એમાં સીધો ભાગ નહિ લે તો સારા લોકોને મરતા કોઈ નહિ બચાવી શકે.”

“હું શેતાનમાં નથી માનતો.”

“એણે એ જ કહ્યું હતું. એ કહેતો હતો કે વિવેક શેતાનમાં નહિ માને પણ એનાથી કોઈ ફરક નહિ પડે કેમકે શેતાનને એના પર વિશ્વાસ છે અને શેતાન પોતાનાથી ન થઇ શકતું કામ એની પાસે કરાવશે.. એને ફરજ પાડશે.”

આયુષના શબ્દોએ મારા મનમાં એક અલગ જ પડઘો પાડ્યો.

“મારે એ પાગલને મળવું પડશે.” મેં ઉતાવળે કહ્યું.

“હું ટેક્ષી લઈને જ આવ્યો છું.” આયુષ હસ્યો, “ટેક્ષી ભેડાના ઢાળ પાસે આપણી રાહ જોઈ રહી છે અને તારો એ પાગલ મિત્ર લાયબ્રેરી ઓફ મેજમાં મળશે એવું એણે કહ્યું હતું. કદાચ એને ખબર હતી કે આ વાત સાંભળીને તું એને મળવા ઈચ્છીશ.”

“લેટ્સ ગો.” મેં કોટ સરખો કર્યો અને હેટ જરાક નીચી નમાવી. અમે મંદિરના ગેટ બહાર નીકળ્યા.

“એ પાગલ ખરેખર એટલો મહત્વનો છે.”

“હા.”

“કેમ?”

“કેમકે એ જે જોઈ શકે છે એ કોઈ જાદુગર જોઈ શકતો નથી.” અમે ઢાળ ઉતર્યા, આયુષની ટેક્ષી સામે જ દેખાઈ રહી હતી.

“હું કઈ સમજ્યો નહિ.” આયુષને ઢાળ ઉતરવામાં તકલીફ પડતી હતી. એ જંગલના રસ્તે ચાલવા ટેવાયેલો ન હતો.

“એને લોકો પાગલ ઇન્વેનટર કહે છે કેમકે એ એવી ચીજો જોઈ શકે છે જે કોઈને દેખાતી નથી. એ ઇન્સાનમા છુપાયેલા હેવાનને જોઈ શકે છે અને ઇન્સાનના રૂપમાં દેવતાને જોઈ શકે છે. એણે દેવતાઓ આ લડાઈમાં ભાગ લેશે તો જ જીતી શકાશે એમ કહ્યું મતલબ એના શબ્દો સિમ્બોલિક હોવા જોઈએ. એનો મતલબ દેવતા જેવો કોઈ વ્યક્તિ આ લડાઈમાં ભાગ લેશે તો જ આપણી જીત થશે.”

“પણ એ માણસ કોણ હોઈ શકે?” અમે કારની નજીક પહોચ્યા ત્યારે આયુષે સવાલ કર્યો.

“એ જાણવા જ તો આપણે એની પાસે જઈ રહ્યા છીએ.” મેં કારનો ફ્રંટ ડોર ખોલ્યો.

“વુડ યુ લાઈક ટુ ડ્રાઈવ?”

“ઓફ કોર્સ.” હું ડ્રાયવર સીટ પર ગોઠવાયો. વાતાવરણમાં જરાક નમી ભળેલી હતી. મિસ્ટ ચારે તરફ ફેલાયેલી હતી. એ મિસ્ટની પેલે પારથી અમને નિહાળતી કોઈ આંખોનો પડછાયો મને દેખાયો નહિ. કદાચ એ મને ફોલો કરી રહ્યા ન હતા કે હું મંદિરમાં હતો એટલે મને ફોલો કરનાર ત્યાંથી નીકળી ગયો હતો.

કારની ચાવી ઇગ્નીશનમા જ હતી. મેં એને સેલ સ્ટાર્ટ કરી. એક રોઅર સાથે એન્જીન જીવંત બન્યું. જાણે મારા હ્રદયના ધબકારા સાથે તાલ મેળ સાધવા માંગતું હોય એમ એ ધબકવા લાગ્યું. મેં કારને ફર્સ્ટ ગિયરમાં લીધી અને અમે લાયબ્રેરી ઓફ મેજ તરફ જવા નીકળી પડ્યા.

*

મેં ટેક્ષી ઓલ્ડ એડમંડ સ્ટ્રીટ પાસે રોકી. એ સ્થળ અંગ્રેજ સલ્તનતનો જીવંત પુરાવો હતો. એ સ્ટ્રીટ હજુ પણ એ જ અંગ્રેજ ગોથિક સ્ટાઈલમાં બનેલ ઈમારતોને રજુ કરતી હતી. અહી હજુ પણ કેટલાક ખ્રિસ્તી પરિવારો રહેતા હતા. પ્રિન્સ એડમંડ ટુની યાદ રૂપે મેરી મેકલે બનાવેલ આ કોલોનીને પ્રિન્સ એડ્મંડ સ્ટ્રીટ નામ આપવામાં આવ્યું હતું જે કાળક્રમે ટૂંકું થઇ એડમંડ સ્ટ્રીટ તરીકે ઓળખાવા લાગ્યું હતું. અહીંથી લાયબ્રેરી ઓફ મેજ ખાસ દુર ન હતી.

આમ તો અમે એ મેજ સુધી કાર લઇ જઈ શકીએ તેમ હતા પણ કદાચ કોઈ અમને ફોલો કરી રહ્યું હતું એટલે મને એ ઠીક ન લાગ્યું.

જાદુગરોની મંડળીએ એ પાગલને આખી લાયબ્રેરી કેમ સોપી હશે એનો મને અંદાજ આજે આવી રહ્યો હતો. અંગેજ કાળ દરમિયાન બનેલ એ ભુલભુલામણી જેવી શેરીઓમાં એ લાયબ્રેરી એની સલામતી માટે હતી. કદાચ એટલે જ એ લાયબ્રેરીને લાયબ્રેરી ઓફ મેજ નામ આપવામાં આવ્યું હતું.

અમે એડમન્ડ સ્ટ્રીટમાં દાખલ થયા એ શેરીઓ ભુલભુલામણી જેવી જ હતી. એ સ્થળ કોઈ અજાણ્યાને સો ટકા ગૂંચવી નાખે એમ હતું કેમકે દરેક ગળીઓ સાંકડી હતી અને બધી જ ઈમારતો દેખાવમાં એક જ જેવી લાગતી.

હું પહેલા પણ લાયબ્રેરીમાં ઘણીવાર આવેલ હતો માટે મને રસ્તો શોધવામાં ખાસ મુશ્કેલી નડે એમ ન હતી. જોકે હું દરેક વખતે દિવસે જ આવ્યો હતો માટે અંધકારમાં એ સ્થળ જરાક મુશ્કેલ તો હતું જ.

હું એક પછી એક ઈમારતોને અવલોકન કરતો આગળ વધતો રહ્યો. આયુષ મારી પાછળ ચુપચાપ ચાલતો રહ્યો. એ પણ મારી જેમ જ એક એક ઈમારતને ધ્યાન પૂર્વક ઓબઝર્વ કરતો રહ્યો જેથી બહાર નીકળતી વખતે અમે ક્યાય અટવાઈ ન જઈએ. કદાચ એને એમ હશે કે એ દિવસ જેમ ફરી હું એને બેહોશીની અવસ્થમાં મળીશ તો એને જાતે જ રસ્તો યાદ કરવો પડશે. જોકે આ વખતે મારો એવો કોઈ પ્લાન ન હતો.

મેં ફરી એક વખત મારા ચહેરાના નીચેના ભાગને કવર કરતા રૂમાલને ચકાસી જોયો એ હજુ મને સિક્યોર કવર આપી રહ્યો હતો. આમ પણ મને એ ઓલ્ડ સ્ટ્રીટમાં ઓળખવાવાળું કોઈ ન હતું. જોકે એ કોઈ બીજી શેરી હોત તો મુશ્કેલી મુકાઈ ગઈ હોત. લોકો મને બ્લેક મેજીશીયનના નામે ઓળખવા લાગ્યા હતા. મેં કોલેજની ગીર્દીમાંથી એક છોકરીને કાયમ માટે ગાયબ કરી હતી અને એ પણ એ જ છોકરી જેની સાથે લોકોએ મને અનેક વખત કોફી શોપ અને ગ્રાન્ડ રેસ્ટોરન્ટમાં જોયો હતો.

થેન્ક્સ રૂકસાના સૈયદ કે હજુ શહેરમાં મારા નામના વોન્ટેડના પોસ્ટર લગાવાયા નહોતા. અલબત હું પોલીસના વોન્ટેડ લીસ્ટમાં હતો જ પણ મારા માટે શૂટ એટ સાઈટ જેવા ભયાનક ફતવા જાહેર નહોતા થયા. પોલીસ મને પકડી વૈશાલી ક્યા છે એ જાણવા માંગતી હતી અને હું અંધારી રાતે વૈશાલીની ભાળ મેળવવા નાગપુરની સડકો ખુંદી રહ્યો હતો.

પોલીસ મને ઠાર કરવાની નથી એ બાબતની મને કોઈ ખુશી ન હતી કેમકે કોઈ હતું જે એ કામ પોલીસ કરતા વધુ સારી રીતે કરી શકે એમ હતું. જે એ કામ કરવા માંગતું હતું.

અમે ઇતિહાસની વચ્ચેથી પસાર થયા. લગભગ પંદરેક મિનીટ અમે ઇતિહાસના પન્ના જેવા એ ભુલભુલામણી શેરીઓના જાળામાંથી પસાર થઇ લાયબ્રેરી ઓફ મેજ શોધી.

લાયબ્રેરી રેડ બ્રિકમાંથી બનાલેલી એવી જ કોઈ ઐતિહાસિક ઈમારત જેવી લાગતી હતી. આખી શેરીના અંત ભાગમાં એ કોઈ સેલ્ફ ઈમ્પોટન્ટ પર્શનની જેમ અડગ ઉભી હતી. મેં હેવી સવંગ ડોરને ધક્કો મારી ખોલ્યો અને અમે ચેસ બોર્ડ ફ્લોર અને પચાસેક સેલ્વ્સથી ઘેરાયેલા રીસેપ્નીસ્ટ એરિયાવાળા હોલમાં દાખલ થયા.

ત્યાં લાકડાના દરેક ટેબલ ખાલી હતા. કોઈ ટેબલ પર દિવસોથી કોઈ વ્યક્તિ બેઠું હોય એમ પણ મને લાગ્યું નહી. એ દિવસોથી કોઈ એ લાયબ્રેરીમાં દાખલ થયું હોય એવો અણસાર પણ આવતો ન હતો. જ્યાં સુધી નજર પહોચી શકે ત્યાં સુધી વુડન પોલ ઉપર લટકતી લાલટેનના અજવાળામાં માત્ર અને માત્ર ડસ્ટ નજરે ચડતી હતી. શેલ્વ્સમાં બોક્સની આસપાસ સ્પાઈડર વેબ્સ સાડીની ભાત જેમ વીંટળાયેલા હતા. સુકા ઠળિયા જેવા લાગતા પુસ્તકો જાણે કોઈ દેવતા એ આપેલ શાપ ભોગવી રહ્યા હોય એમ ડસ્ટથી ઘેરાયેલા અને ફાટેલા પેપેરને રજુ કરતા રડી રહ્યા હતા.

એમાં સચવાયેલા મંત્રો એક જાદુગર માટે પોતાના જીવન કરતા પણ કીમતી હશે પણ સામાન્ય માણસો માટે એ પુસ્તકો કોઈ કામના ન હતા. અને કદાચ જાદુગર મંડળીના કોઈ સભ્યને એ લાયબ્રેરી કે ત્યાના પુસ્તકોમાં ખાસ રસ ન હતો. એ લાયબ્રેરીને વરસોથી કોઈ ગ્રાન્ટ ન મળી હોય એમ પોતાની પેથેટીક પરિસ્થિતિ રજુ કરી રહી હતી.

દીવાલોમાં ક્રેવીસ ઇવીના રોપા અને દિવાલના બહારના ભાગેથી સાપની જેમ ડોકિયું કરતી વેલો સાથે ચંદ્રના ઝાંખા અજવાળાને પણ અંદર આવવાની પરવાનગી આપી રહ્યા હતા. એ ઝાંખા અજવાળામાં ડસ્ટના જીણા પાર્ટીકલ આમતેમ દોડાદોડી કરી રહ્યા હતા. ત્યાં સંભાળવા માટે માત્ર તમરાનો તીણો અવાજ હતો. એ સ્થળે તમારાઓ સિવાય કોઈ જીવિત વ્યક્તિ પણ રહેતું હશે એવો કોઈ અંદાજ પણ લગાવી શકે તેમ ન હતું.

એ પાગલ મને લાયબ્રેરીના કયા ભાગમાં મળશે એ હું સારી રીતે જાણતો હતો. મેં ડાબી તરફના રૂમ તરફ સ્ટેપ લેવા માંડ્યા. આયુષ મને એક્ઝેક્ટ ફોલો કરી રહ્યો હતો. લાયબ્રેરીનો દરેક ખૂણો કરોળિયા માટે અનામત હોય અને એમના જાળાઓને કોઈએ વર્ષોથી ખલેલ ન પહોચાડી હોય એમ દેખાતું હતું. અમે થીક અને કોન્ફી મરુંન રંગની કાર્પેટ પર ચાલતા બાજુના રૂમમાં દાખલ થયા. એક સમયે એ કાર્પેટ કોઈના ચાલવાના અવાજથી કોઈ વાંચકને ખલેલ ન પડે એ માટે હતી પણ હાલના સંજોગોમાં એ માત્ર તમરા અને કરોળિયાઓને ખલેલ થતી અટકાકવા માટે જ રહી ગઈ હતી.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky