Jivan no path books and stories free download online pdf in Gujarati

જીવન નો પાઠ

થોડાક દિવસો પહેલા હું વડોદરા ગયો હતો ત્યાં મારૂં કામ પતાવીને સંગમ ચારરસ્તા આગળ મારી નાનકડી છોકરી ને ઊંચકીને ઊભો હતો ત્યાં એક નાનકડો છોકરો ફુગ્ગા લઈને આવ્યો. તેની ઊંમર લગભગ 10 થી 12 વર્ષ ની વચ્ચે ની હશે. તે મારી પાસે આવીને તેનો એક ફુગ્ગો લેવાનો આગ્રહ કરવા લાગ્યો. એનો ફુગ્ગો ફક્ત 10 રુપિયા નો હતો. તે વારંવાર આગ્રહ કરતો હતો કે સાહેબ ખાલી 10 રુપિયા નો ફુગ્ગો છે લઈ લો. થોડીક ક્ષણ માટે હું એને દેખી રહ્યો. એનું વર્ણન કરવા જાઉ તો રંગે ઉજળો શરીર ભરાવદાર અને ગોળ ભરાવદાર મોઢું અને એક કાને બુટ્ટી પહેરી હતી. સતત મને દેખી ને એનો ફુગ્ગો લેવા આગ્રહ કરતો હતો. મેં ફુગ્ગો લેવાનો ઇનકાર કરતાં થોડો હતાશ થઈને ત્યાં થી ચાલ્યો ગયો.

મને છોકરા સાથે કોઈ નિસ્બત નથી કે કોઈ લગાવ પણ નથી. પણ છોકરો એની એટલી ઊંમર માં જે કંઈ પણ કરી રહ્યો હતો મેં મારી આટલી ઊંમર માં નહોતું કર્યું સંઘર્ષ. એને મને જીવન ના એક અગત્ય ના પાસા નો પરીચય કરાવ્યો.

અત્યાર સુધી મારા માતા-પિતા બહુ સમજાવતા હતા કે મહેનત કરો અને પોતાના પગે ઊભા થાઓ અને સક્ષમ બનો પણ સાચું કહું તો વાત ની અસર બહુ બહુ તો પાંચ થી દિવસ રહેતી પછી પાછા હતા એવાને એવા .

પણ જ્યારે છોકરા ને એનું અને એના ઘર નું ગુજરાન ચલાવતાં દેખ્યો તો સાહેબ સાચે મને મારી જાત એનાથી નાની દેખાવા લાગી. મારા દિલ માં અફરાતફરી મચી ગઈ.એને મને જે અનુભવ કરાવ્યો છે કદાચ શબ્દો માં તમને સમજાવી શકું. અને જે મારા માતા-પિતા સમજાવી શક્યા વાત નો એને મને આજીવન યાદ રહે એવો અનુભવ કરાવી દિધો.એને કદાચ મારી માં મારી આંખો ઉપર ના પાટા ને હટાવા મોકલ્યો હશે એમ હું માનું છું.

તમારા મન માં બે વાત ઉદ્દભવશે એક તો કે આપણી દુનિયામાં ઘણા બધા એવા નાના છોકરાઓ છે કે જે આવી રીતે સંઘર્ષ, મહેનત કરી ને જીવે છે તો એમાં છોકરા માં શું ખુબી છે કે એની ઉપર આટલું લખાણ કર્યું? તો સાહેબ હું તમને એનો જવાબ આપું કે બધા છોકરાઓ કે જે પણ આવી રીતે મહેનત અને સંઘર્ષ કરી ને પોતાનું અને પોતાના પરિવાર નું ગુજરાન કરતાં હોય તો પહેલાં તો હું તેમને હ્રદય થી નમન કરૂં છું.પણ છોકરા ની વાત મારા હ્રદય ને સ્પર્શી કે મેં તો ફુગ્ગો લેવાનો ઇનકાર કરતાં બીજે ગયો ને એને ત્યાં એક ભાઈ ફુગ્ગો ખરીદ્યો અને જે ફુગ્ગા ની રકમ આવી તે બધી રકમ તેના માતા પિતા ને આપી દીધી. તમને થતું હશે કે શું બધા છોકરાઓ આવું નહીં કરતા હોય? હા, જરૂર કરતાં હશે પણ જો તમે વાત ને થોડી બીજી રીત થી વિચારશો તો તમને એમાં રહેલું તથ્ય તમારી સામે આપોઆપ આવશે. વાત મને પણ એકદમ સમજ માં ના આવી પણ મનોમન મંથન કરતાં એક વાત નજરે પડી કે છોકરો ગમે તેટલું કમાણી કરે પણ તેની કમાણી પર પહેલો અધિકાર એના માતા પિતા નો હોય છે. છોકરા મારા મત મુજબ બધી રકમ એના માતા પિતા ને આપી હશે ને એની આંખો થી એના માતા પિતા ને એમ કહ્યું હશે કે મેં મારી ફરજ પુરી કરીને મારી કમાણી ને તમારા હાથ માં મુકી હવે તમારી ફરજ માં આવે છે કે મારું અને આપણા પરીવાર નું ગુજરાન કરો.

અને હા તમને સ્વાભાવિક એમ પણ થતું હશે કે આટલું બધું છોકરા વિશે લખ્યું આટલી બધી વાર એનું અવલોકન કર્યું તો મેં એની જોડેથી ફુગ્ગો કેમ ખરીદ્યો? તો સાહેબ એમાં વાત એમ છે કે એને મહેનત કરી કમાતો દેખતાં મારા પર્સ માં પડેલા પપ્પા મમ્મી ના આપેલાં બે થી ત્રણ હજાર રૂપિયા કાઢવાની મારી હિમ્મત ના ચાલી. અને મને સમજાયું કે એનાથી વધારે ગરીબ હું છું. કમસેકમ પોતે કમાઈ ને ઘર માં પૈસા આપે છે અને હું ઘર માંથી હજુ પૈસા લઉં છું.

અંતે એટલું કહીશ કે જ્યારે પણ હું જીવન માં પાછો પડીશ ત્યારે છોકરો મને યાદ આવશે ને મારી હિમ્મત વધારશે. એનુ જ્યારે જ્યારે વર્ણન કરીશ ત્યારે ત્યારે દ્રશ્ય આંખ સામે તાજા થશે અને એનો અવાજ કાન માં ગુંજતો રહેશે.


-અજ્ઞેય(નિકુંજ પરમાર)