nafrat se bani ek kahani pyar ki - 13 books and stories free download online pdf in Gujarati

નફરત સે બની એક કહાની પ્યાર કી - 13

આગળ ના પાર્ટ માં જોયું કે સમર ની ઓફિસ માં થોડી પ્રૉબ્લેમ થાય છે....અને એના લીધે તે ગુસ્સા માં હોય છે....અને આ કારણે એ ફરી એક વાર પાંખી પર ગુસ્સે થાય છે.... હવે આગળ....


પાંખી સમર ના વર્તન થી થોડી દુઃખી થતી ધરે જતી હોય છે... ત્યાં જ તે રસ્તા માં મોલ પાસે એક લેડી ને જોવે છે જેને ચક્કર આવતા હોય છે અને તે બસ પડવા ના જ હોય છે.....ત્યાં જ પાંખી પોતાના એકટીવા પર થી ઉતરી ને તેને પડતા બચાવે છે....


એ લેડી બીજું કોઈ નહીં પણ સમર ના મમ્મી એટલે કે સવિતા બેન હોય છે....પાંખી તેમને પકડી ને બેસાડે છે...અને કહે છે....


"આંટી શું થયું તમને? આંટી તમે એકલા જ છો કોઈ સાથે નથી....?"

"સવિતા બેન: અરે બેટા કાંઈ નહીં બસ થોડાં ચકકર આવી ગયા હતા...અને બેટા હું એકલી નથી...ડ્રાઈવર સાથે છે પણ એ કાર રિપેર કરવા માટે ગયો છે...હમણાં આવતો જ હશે...."



"પાંખી:ચલો આંટી હું તમને મૂકી જાવ જ્યાં જવું હોય ત્યાં....તમે એડ્રેસ કહો ત્યાં મૂકી જાવ....'



"સવિતા બેન:અરે ના બેટા હું ચાલી જઈશ...હમણાં ડ્રાઈવર આવશે જ...તું શું કામ તકલીફ લે છે..."


"પાંખી: ના આંટી હું મૂકી જાવ છું ચાલો....."



એમ કહી ને પાંખી સવિતા બેન ને એકટીવા પર બેસાડે છે...પછી તે સવિતા બેન ને મુકવા જાય છે....ઘરે પહોંચતા જ પાંખી તો ઘર જોતી જ રહી જાય છે...સમર નું ઘર ખૂબ જ સરસ હોય છે...જાણે કોઈ બંગલો જ માની લ્યો....ગેટ ની અંદર જતા જ બને બાજુ ગાર્ડન અને વચ્ચે નાનો એવો રસ્તો એન્ટર થવા માટે હોય છે......અંદર જતા પણ બધું ખૂબ જ વ્યવસ્થિત અને સુંદર રીતે સજાવેલું હોય છે....



આ જોઇ ને પાંખી ને સમર યાદ આવી જાય છે... કેમ કે આટલું વ્યવસ્થિત તો સમર સિવાય કોઈ હોય જ ના શકે....પાંખી અને સવિતા બેન ઘર માં પ્રવેશે છે....પાંખી બધું જ ખૂબ જ વ્યવસ્થિત રીતે નિરીક્ષણ કરી ને જોતી હોય છે....



સવિતા બેન એને drawing room માં લઇ જાય છે....અને બેસવા માટે કહે છે....પાંખી અંદર જાય છે અને એની નજર દીવાલ પર જાય છે....રૂમ ની બધી જ દીવાલ સમર ના નાનપણ ના ફોટા થી સજાવેલી હોય છે....એ જોઈ ને પાંખી ને એવું લાગે છે કે જાણે એને આ વ્યક્તિ ને ક્યાંક જોયો હોય.....પાંખી એક પછી એક ફોટા જોતી જાય છે....અને સવિતા બેન ને પૂછે છે કે...



"આંટી આ કોણ છે??"



"સવિતા બેન:આ મારો છોકરો છે...."



"પાંખી:ઓહ આંટી તમે ફેમિલી માં કેટલા લોકો છો??"



"સવિતા બેન થોડા ઉદાસ સ્વરે કહે છે.....બસ હું ને મારો દીકરો....."


"ત્યાં જ પાંખી કહે છે કે...આંટી તમારા husband....?"



"ત્યાં જ સવિતા બેન ઉદાસ થતા કહે છે કે એ ઘણા વર્ષો પહેલા અમને બંને ને મૂકી ને આ દુનિયા છોડી ચાલ્યા ગયા છે....બસ હવે તો હું અને...."



સવિતા બેન સમર નું હજી નામ બોલવા જતા જ હોય છે....ત્યાં જ પાંખી ની નજર એક દીવાલ પર જાય છે અને એ ચોંકી ને કહે છે....



"આંટી આ તો....."



"ત્યાં જ સવિતા બેન કહે છે.... આ જ તો છે મારો છોકરો સમર....પાંખી થોડી વાર ચોંકી જ જાય છે...ત્યાં જ સવિતા બેન કહે છે??"



"શું તું ઓળખે છે સમર ને??"



"પાંખી:હા આંટી આ તો અમારા બોસ જ છે...હું એની જ કંપની માં કામ કરું છું...."



"સવિતા બેન:ઓહ શુ નામ કહ્યું તે તારું...."



"પાંખી:આંટી પાંખી....પાંખી નામ છે મારું...."



"સવિતા બેન:ઓહ તો તું છે પાંખી જેના વિશે સમર વાતો કરતો હોય છે...."


"પાંખી અચરજ પામતા કહે છે...આંટી સમર સર મારા વિશે તમને વાતો કરે છે....?"



"સવિતા બેન:હા પાંખી સમર મને ઓફિસ ની બધી વાતો શેર કરે...ઘણી વાર તારા વિશે પણ કહેતો હોય..."



"પાંખી:આંટી એક વાત પૂછું??"



"સવિતા બેન:હા બોલ ને પાંખી...."



"પાંખી:આંટી સમર સર કેમ આવા છે??મતલબ કે હમેંશા ગુસ્સા માં જ રહે છે...કોઈ ને કાઈ શેર નથી કરતા....અને બસ પોતાના માં જ ખોવાયેલા હોય છે...."



"સવિતા બેન:હા પાંખી સાચી વાત....પણ પાંખી એ એવો થઈ ગયો છે....પહેલા નહોતો... બસ ભૂતકાળ ના અમુક જખ્મ એવા છે કે એ એમા થી બહાર જ નથી નીકળી શકતો....."



"પાંખી:આંટી શું હું જાણી શકું કે શું છે સમર સર નો ભૂતકાળ??જો મારા થી કાઈ મદદ થઈ શકે તો હું મદદ કરવા માગું છું.....તમે જણાવશો ને મને સમર સર નો ભૂતકાળ??"


વધુ આવતા અંકે.......


શું છે સમર નો ભૂતકાળ???


પાંખી જાણી શકશે સમર નો ભૂતકાળ??


જાણવા માટે વાંચતા રહો....."નફરત સે બની એક કહાની પ્યાર કી".....દર મંગળવારે.......