Jiva aek paheli books and stories free download online pdf in Gujarati

જીવન એક પહેલી માઈક્રો ફિક્શન વાર્તા સંગ્રહ

" જીવન એક પહેલી " માઈક્રો ફિક્શન વાર્તા સંગ્રહ.............(૧) પેન્શન "........ કમર થી વળી ગયેલો એક વૃદ્ધ લાકડી ના ટેકે ધીમે ધીમે સરકારી પેન્શન ઓફિસ માં દાખલ થયો. પેન્શન ક્લાર્ક ના ટેબલે હાંફતો હાંફતો આવ્યો.અને ધીમે થી બોલ્યો.," સાહેબ....મા..રૂ ... પેન્શન....?." ક્લાર્ક બોલ્યો," નામ.." " અમર ભાઇ જોઈતા રામ...." આ સાંભળી ને ક્લાર્ક બોલ્યો," એક મહિના પહેલાં પેન્શન બંધ કર્યું છે.તેમના પુત્ર તેમનું મૃત્યુ પ્રમાણપત્ર આપી ગયા હતા."..આ સાંભળી ને વૃદ્ધ ધીમે થી હસ્યો.. અને ધીમે ધીમે પેન્શન ઓફિસ ની બહાર જવા લાગ્યો.અને બબડ્યો...હાશ.હવે પેન્શન બંધ થયું...સાત વર્ષ થી જીવ અવગતે હતો... આજે ટાઢક થઈ.......-@ કૌશિક દવે........(૨) વિસ્મૃતિ ?"... " બેટા જગદીશ, તું ઓફિસ જાય છે?" " હા બાપુજી ".. સીત્તેર વર્ષ ના વૃદ્ધ જગન્નાથ ખાંસી ખાતા ખાતા પોતાના પુત્ર જગદીશ ને કહે છે." બેટા,બાજુ ના ઓરડા માં તારી બા સુતા સુતા કણસે છે.તેના માટે પાણી મુકી ને જજે.અને તારી બા નાં આશિર્વાદ લેતો જજે.". " હા બાપુજી" એમ બોલી ને પુત્ર જગદીશ બાજુ ના ઓરડા માં ગયો.ઓરડા માં આવેલ મંદિર માં ભગવાન ના દર્શન કરી ને પોતાની " બા " ના ફોટા ને ફુલ ચઢાવી ને પગે લાગ્યો.અને મનોમન " જય શ્રી કૃષ્ણ" બોલી ને બાપુજી પાસે આવ્યો." બેટા તારી બા નાં આશિર્વાદ લીધા? આ તારી બા આખી રાત ખાંસી ખાય છે.અને મારી ઉંઘ બગડે છે.જો બેટા ખાંસી ની દવા ખલાસ થઈ ગયી છે તો લેતો આવજે." ખાંસી ખાતા ખાતા જગન્નાથ બોલ્યા. " હા બાપુજી , ચોક્કસ ખાંસી ની દવા સાંજે લેતો આવીશ.જય શ્રી કૃષ્ણ" એમ બોલી ને જગદીશ પોતાના બાપુજી ને પગે લાગી ને દરરોજ ની જેમ ઓફિસ જવા નિકળ્યો..........@ કૌશિક દવે.... (૩)" ગાંડો ??"........ અને અચાનક આબાદનગરના શાકમાર્કેટમાં ભાગભભાગી થઈ.એક બાઈક વાળાએ એક ગાયને ટક્કર મારતાં ગાય મારકણી થઈ. ગાય લોકો ને મારવા દોડતી હતી લોકો સહીસલામત જગ્યા શોધવા માંડ્યા...એ વખતે એક નાની ચાર વર્ષની બેબી એકલી રસ્તા વચ્ચે હતી અને...જોર થી રડવા લાગી.ગાય શિંગડા ઉલાળતી ઉલાળતી નાની બેબી તરફ ધસી આવતી હતી............. બેબી ની મમ્મી નજીકની સહીસલામત જગ્યા એ હતી.. અને બચાવો... બચાવો.. મારી બેબી ને બચાવો... ......પણ મદદ કરવા કોઈ આવ્યું નહીં....... મારકણી ગાય બેબી તરફ ધસી આવતા જોઈ ને બધા ના જીવ અધ્ધર થઈ ગયા.જેવી ગાય નજીક આવી.....એ વખતે એક લઘરવઘર ,દાઢી વાળો માણસ દોડતો આવ્યો... અને બેબી ને ઝડપ થી લઈ લીધી ને દોડ્યો...... લોકો આ જોઈ ને બોલ્યા...આ તો... ગાંડો..છે.. બેબી ને...મારશે...તો...???....લોકો ના આશ્ચર્ય વચ્ચે એ માણસ બેબી ને લઈ ને બેબી ની મમ્મી પાસે આવ્યો.. અને કહ્યું," આ તમારી ઢીંગલી સાચવો...મારી ઢીંગલી ની જેમ તમે ગુમાવશો નહીં.!!! .......@ કૌશિક દવે.. (૪) મહત્વકાંક્ષા " ....... ફક્ત બાર વિડિયો Tik tok પર બનાવી ને અનામિકા પ્રખ્યાત થઈ ગઈ.......્અનામિકા એક નાના નગર માં રહેતી હતી.... અનામિકા ને નાનપણ થી હિરોઈન બનવાની મહત્વાકાંક્ષા હતી...એ મહત્વકાંક્ષા પુરી કરવા Tik tok પર બીજા વિડિયો બનાવવા લાગી.... ધીરે ધીરે અનામિકા બહુ પ્રખ્યાત થઈ ગઈ..એના ફેન્સ અને ફોલોઅર વધતા ગયા......... અને એક દિવસ મુંબઈ થી એક Director નો ફોન અનામિકા પર આવ્યો... એણે અનામિકા ને તેના નવા Film માં હીરોઇન નો રોલ ઓફર કર્યો... અનામિકા એ ઘર માં મા-બાપ ને વાત કરી પરંતુ તેઓ એ મના કરી દીધી.અને ......એક દિવસ અનામિકા ઘર માં થી દાગીના અને રોકડ રકમ લઈને ઘર માં કોઈ ને કહ્યા વગર મુંબઈ જતી રહી.............એ વાત ને એક વર્ષ થયાં... અનામિકા આરબ અમીરાત માં એક શેખ ના મહેલમાં દાસી તરીકે રહેતી...હતી.. અને.... આંસુ સારતી... પોતાના જુના Tik tok વિડિયો જોઈ ને .. પસ્તાવો કરતી હતી.......@ કૌશિક દવે