231 - John Tonin books and stories free download online pdf in Gujarati

૨૩૧ - જ્હોન ટોનિન 

સંત.આંદ્રેસ ઘરડાઘર માં રહેતા એક મહાન વ્યક્તિવ નાં કરુણ અંત ની વાત આપણે છેલ્લી વાર્તા ૨૨૬-મિસ્ટર લિસ માં જોઈ. સંત.આંદ્રેસ ઘરડાઘર એની રીત નું અજાયબ ઘરડાઘર છે, એ ઇમારત નો ખુદ નો એક ભવ્ય ઇતિહાસ છે. ઈસવીસન ૧૮૬૨ માં ચાર્લ્સ નામક એક ધનિક શેઠ હતો ને એની એક પત્ની ને બે સંતાનો હતી. ૧૮૭૦ ની આસપાસ ચાર્લ્સ નું અચાનક અકાળે મૃત્યુ થયું ને એની યાદ માં એના સુપુત્ર અને પત્નીએ ૩ માળ નું એક વિશાળ અને આલીશાન મહેલ જેવું એક મકાન બંધાવ્યું, જેમાં ૧૬ બારણાં ને ૭૮ બારીઓ સાથે બે બગીચા હતા. ૧૯૦૦ માં ચાર્લ્સ ના પુત્ર નું મુર્ત્યું થયા બાદ, ઘર સરકાર ને દાન કરી દેવાયું ને સરકારે એનો સદુપયોગ કરી એને ઘરડાઘર માં ફેરવી દીધું.

આ ઘરડાઘર ની એક ખાસિયત એ હતી કે અહીં દરેક ઓરડા માં એક વાર્તા વસે છે, દરેક વૃદ્ધ ના પોતાની મહાનતા ને એના આગવા અંત ના કિસ્સાઓ છે. એ પછી રોજર્સ નામક દ્વિતીય વિશ્વયુદ્ધ ના સિપાહી ની વાતો હોય કે પછી મેલ્વિન નામક હોકિ પ્લેયર ની, કેનેડા ના પ્રથમ મિકેનિક નો સંઘર્ષ હોય કે ફ્રેડ નામક એક બાહોશ પોલીસ ઓફિસર ના કિસ્સા. અહીં નો દરેક વૃદ્ધ એક ભવ્ય ભૂતકાળ ની યાદ માં જ જીવતો હતો એવું મને હંમેશા લાગતું ને હું બસ પોહચી જતો એ ખજાનો માંથી મોતી કાઢવા.

આજે મારે વાત કરવી છે જ્હોન ટોનિન ની, શરૂઆત ના થોડાક દિવસો માં મને એ માણસ જરા અજીબ લાગ્યા. એમના માથા પર એક વિચિત્ર ટોપી એટલે કે હેલ્મેટ જેવું હતું, એ હેલ્મેટ એમના માથા,ગરદન ને કાન ને ઢાંકી દેતું. જ્હોન પણ અજીબ હતા, બસ આખો દિવસ ચાલ્યા જ કરે..સવાર હોય કે સાંજ બસ ચાલવાનું જ, માંડ પાંચ મિનિટ બેસે ને પાછા ઉભા....! જ્હોન દિવસ માં ઓછા માં ઓછા ૩૦-૩૨ રાઉન્ડ ચક્કર લગાવી દેતા.

એના થી વિષેશ એમની ચાલવાની ઢબ હતી બસ સીધા સીધા ચાલ્યા કરવાનું ને દીવાલ આવે એટલે ઉભા રહી જવાનું, પણ પગ તો હજુ ઉપ્પર-નીચે થતા જ હોય, પાછું કોઈ આવે ને જ્હોન નું બાવડું પકડી એમને ગોળ ફેરવી દે એટલે ગાડી પછી નીકળી પડે સફર પર. હું આ બધું રોજ નીરખ્યા કરતો હું વિચારતો કે આ માણસ થાકતો નથી બસ ચાલ -ચાલ કાર્ય કરે છે અધૂરા માં પૂરું કઈ બોલતો નથી.

અચાનક એક દિવસે એ મારી બાજુ ચડી આવ્યા, હું ખુરસી માં બેઠો હતો. જ્હોન આવી ને ઉભા રહી ગયા , એજ એમની મસ્તી માં પગ એમના ૧-૨ ૧-૨ ૧-૨ થયા જ કરે...

મેં પૂછ્યું " તમારું નામ જ્હોન છે ને?" પણ કશો જવાબ મળ્યો નઈ.

મેં ફરી પ્રયત્ન કર્યો "તમારે ક્યાં જવું છે?" પણ ફરી થી જ્હોન મૌન હતા.

મેં કીધું "તમારો રૂમ આગળ જઈ ને સીધા છે" આ વખતે જવાબ મળ્યો " હી..હી..હી.." હવે મને સમજાતું નતું કે જ્હોન ને શુ કરવું છે!! તો હું ઉભો થયો, એમને એમના રૂમ સુધી લઇ જવા માટે. જેવો હું ઉભો થયો એ મારી ખુરસી પર બેસવા આગળ વધ્યા પછી મને સમજાયું કે હવે આરામ કરવાનો સમય થયો લાગે છે. પણ ગાંધીજી પ્રમાણે "આરામ હરામ હૈ".

જ્હોનએ મારી મુસીબત ને મારા ધબકારા બેય વધારી દીધાં....

જ્હોન નું મોહ ખુરસી તરફ હતું ને પીઠ વિરૃદ્ધ દિશા માં, એટલે કે તેઓ બેસવા માટે ઊંધા ફર્યા ન્હોતા, એવા માં જ એ ધડામ કરતા જમીન પર પડ્યા ને માથા માં ઇજા થઇ.. હું બે મિનિટ ઘબરાઈ ગયો. પછી મને યાદ આવ્યું કે અગર કોઈ પડે તો એને ઉભા કરવાની અહીં મનાઈ હતી...એમને ઉભા કરવા અલગ સાધન હતું... એ લાવવા માં આવતું, હું નર્સ ને બોલાવી આયો, નર્સે આખો રિપોર્ટ લખ્યો ને જ્હોન ને તપસ્યા. જ્હોન ના માથા માં હેલ્મેટ હોવા છતા ધારી વાગવા થી લોહી નીકળતું હતું એમને તાબડતોડ હોસ્પિટલ લઇ ગયા ને મને મેનેજર પાસે. મને એમ કે આજે મારી નોકરી ગઈ ....મારી ભૂલ ના લીધે આજે જ્હોન હોસ્પિટલ માં છે એટલે એ ચોક્કસ મને કાઢી મુકશે.

પણ મેનેજર સજ્જન માણસ હતો એને બધી વિગત જાણી ને નિર્ણય લીધો કે મને એક અઠવાડિયું જ્હોન જોડે ડ્યૂટી આપવા માં આવશે જેથી હું તેમના વર્તન ને જાણી શકું. બીજા દિવસ સવારે જ્હોન સાથે મારુ પણ રખડવાનું ચાલુ, જ્હોન ગમે તેના રૂમ માં ચાલ્યા જાય કોઈ પણ સમાન ઉપાડી લે, આપણા માટે તો એ સામાજિક મર્યાદા છે પણ આવા ખાસ વ્યક્તિઓ માટે શુ મર્યાદા ને શુ બંધન.

આખા દિવસ ના ચાલ્યા બાદ હું બપોરે જ્હોન ને રૂમ લઇ ગયો..... ને બસ અહીં દરેક રૂમ ખુદ માં જ એક કિસ્સો છે. જ્હોન ના રૂમ માં એક સિડી પ્લેયર હતું એમાં ધીમા અવાજે ગીતો વાગતા હતા, એક ઇલેક્ટ્રિક ગિટાર દીવાલ પર લટકાવેલું હતું મને એમ કે કોઈ આ ભેંટ આપી હશે....પણ આ બધા વચ્ચે મારા મગજ ના તારા હલાવવા માટે એમના ટબેલ પર પડેલી નટરાજ ની નાની મૂર્તિ જ કાફી હતી...પછી મારાથી ના રહેવાયું ને મેં રૂમ માં આમતેમ નજર ફેરવવાની સારું કરી...

દીવાલ પર જ્હોન નું ફેમિલી આલ્બમ ખુબ સરસ રીતે લાગવા માં આવ્યું હતું..જાણે કોઈ સુમધુર સંગીત ના રાગ ફેલાતા હોય એમ...એમાં એક ફોટા માં જ્હોન ની દીકરી સાથે એમનો ફોટો હતો એમાં એમન જટાધારી શંકર વળી ટી-શર્ટ પેહરી હતી મને જ્હોન ને હિન્દૂ ધર્મ નું આ અનોખું સંગમ સમજાતું નોહ્તું...

એવા માં મારી નજર એક ફોટા પર પડી ને એ ફોટો બીજો એક સવાલ આપી ગયો.."રેડીમ્પશેર".... નામક એક બેન્ડ ના લીડ ગિટારિસ્ટ તરીકે એક બંકો, દેખાવડો ને આકર્ષક જ્હોન ટોનિન ને એ જ ગિટાર દીવાલ પર લગાયેલુ હતું...બસ પછી ગૂગલ બાબા ને સવાલ કરવા માં આવ્યો કે રેડીમ્પશેર બેન્ડ વિષે જણાવો...ગૂગલ બાબા એ કીધું કે.... ૧૯૨૦ ના દાયકા નો કેનેડા નો આ પ્રખ્યાત બેન્ડ....ને કીચેનેર-વોટરલૂ માં આ બેન્ડ ના ખુબ શૉ થાત.... બેન્ડ ના મલિક ને સંસ્થાપક નું નામ " જ્હોન ટોનિન"

એમાં એક યુ-ટ્યૂબે વિડિઓ હતો જેમાં જ્હોન ગિટાર વગાડતો હતો...જાણે ગિટાર એની વાત સમજાતું હોય ને બોલવા માટે આતુર હોય એમ લાગતું..જ્હોન ની મૉટી લચકદાર આંગળીઓ ગિટાર પર તૂટીપડી હતી ને પ્રેક્ષકો પોતાનું તમામ જોર કાઢી ને નાચી રહ્યા હતા...

એક પછી એક મેં એમના ગીતો મુકવાના સારું કાર્ય....આશ્ચર્ય સાથે જ્હોન એમના ગિટાર સામે ઉભા રહી ગયા જાણે કંઈક યાદ કરતા હોય એમ....ધીમે ધીમે જ્હોન ની આંગળીઓ પણ થનગનવા લાગી પણ અચાનક જ્હોન ફરી ને પાછા ખુરસી પર બેસી ગયા...

એવા માં જ પાછળ થી અવાજ આયો.." મને ખબર છે જોહ્ની બોય....તારા ગિટાર વગર તું કેટલો અધૂરો છે!!" મેં પાછળ ફરી ને જોયું તો એક વૃદ્ધ માણસ આંખ માં ઝળહળીયા લઇ ને ઉભો હતો..મને લાગ્યું કે અમને ક્યાંક જોયા છે.

એમને સામે થી જ કીધું "તે મને પેલા ફોટા માં જોયો હશે હું ને જ્હોન એક સાથે બેન્ડ માં ગિટાર વગાડતા હતા...મારુ નામ સેમ છે" એટલું કહી ને એ જ્હોન પાસે ગયા ને પ્રેમ થી હાથ પકડી ને કીધું "દોસ્ત યાદ છે એ દિવસો જયારે આપડા નામ ના ડંકા વાગતા હતા ને પછી...ખેર જવાદે....સારું છે તને બઉ વાગ્યું નથી, મને કાલે સવારે ફોને આવ્યો તો કે તું પડી ગયો છે તો આજે હું તને જોવા આવી ગયો."

મેં સેમ ને પૂછ્યું " જ્હોન ના પરિવાર ને મેં આજ સુધી જોયા નથી ક્યાં છે એ લોકો"

સેમ એ કીધું "એક દિવસ અમારો કાર્યક્રમ પતાવી ને અમે ઘરે જઈ રહ્યા હતા...તયારે ખુબ બરફ પડાવ ના લીધે રસ્તા લપસણા થયા હતા ને જ્હોન ગાડી ચાલવી રહ્યો હતો...અચાનક ગાડી લપસવા ના લીધે અમારો અકસિડેન્ટ થઇ ગયો....ની જ્હોન ની આવી હાલત થઇ ગઈ...પણ મારા દોસ્તે મારો જીવ બચાવી લીધો....ગાડી ની એક બાજુ થી ખાટારો અવીરહ્યો હતો ને બીજી બાજુ ડિવાઈડર હતું...મારો જીવ બચવા એના ગાડી જાણી જોઈ ને ડિવાઈડર ને અથડાઈ..હું બચી ગયો પણ જ્હોન આજીવન મૂંગો થઇ ગયો."

"જ્હોન ની આવી હાલત થતા.... એના ઘરવાળા એને અહીં મૂકી ગયા..... એ ખાલી ૬ મહિને એક વાર મળી જાય છે કારણકે કે જ્હોન કઈ બોલી શકતો નથી ને એમને લાગે છે કે સમય વ્યર્થ કરવાનો કોઈઉ મતલબ નથી..પણ મારા દોસ્ત તને વાયદો આપું છું કે તું જીવીશ ત્યાં સુધી હું તારી જોડે છું!!"

મેં પૂછ્યું કે " જ્હોન હિન્દૂ ધર્મ માં મને છે?"

સેમ " હા અમે વર્ષો પેહેલા ઇન્ડિયા ફરવા ગયા તા ને ત્યાં એક લોકલ બેન્ડ(ભજન મંડળી) બવ સરસ ગાતું હતું એ જોઈ ને જ્હોન ખુબ પ્રભાવિત થઇ ગયો ને એને મારી સાથે મળી ને બેન્ડ બનાવની યોજના ઘડી નાખી હતી..એ દિવસ થી જ્હોન પ્રેરણા માટે આ મૂર્તિ એમની જોડે જ રાખે છે."

બસ એટલું કહી ને સેમ એ જ્હોન નો હાથ પકડ્યો....બીજા હાથ માં એમના જુના ગીતો ચાલુ કાર્ય ને ચાલવા લાગ્યા...સેમ વારંવાર જ્હોન ને કિસ્સાઓ યાદ કરવાય કરતો જ્હોન એમની સામે જોઈ ને હસી લેતા "હી...હી..હી.." એ દિવસે બંને ખુબ ચાલ્યા...ખુબ જુના દિવસો વાગોળ્યા ને ત્યારે મને સમજાયું કે જ્હોન હંમેશા એમની યાદો ના સફર માં ચાલતા હોય છે...કદાચ રોજ એમના મિત્ર ને યાદ કરતા હશે....

સલામ છે આ મિત્રતા ને જે સમજાવી જાય છે કે દોસ્તી એટલે મોત સુધી ને એના પછી પણ જોડે રેહવાની કસમ...

તો આ હતી જ્હોન ટોનિન ની મિત્રતા ની વાત....આવતા અંકે અપડે જઈસુ દ્વિતીય વિશ્વયદ્ધ માં, રોજર્સ ઇવન સાથે.....