Pret ni chelli icchha books and stories free download online pdf in Gujarati

પ્રેત ની છેલ્લી ઇચ્છા

વિશાલભાઈ એક શહેર માં રહેવા માટે મકાન શોધી રહ્યા હતા. એક બ્રોકર ની મુલાકાત લીધી. તેણે ઘણા મકાન બતાવ્યા પણ વિશાલભાઈને કોઈ મકાન ધ્યાન માં ન આવે એટલે છેલ્લે પ્લોટ લઈ મકાન બનાવવાનું નક્કી કર્યું. પ્લોટ પણ સીટી ની બહાર મળતો હતો એટલે તેણે પ્લોટ નું માંડી વાળ્યું. અને ઘરે આવતા રહ્યા.

થોડા દિવસ થયા એટલે બ્રોકર નો ફોન આવ્યો એક મકાન છે તમે જોઈ જાવ. વિશાલભાઈ બ્રોકર સાથે શહેર ની વચ્ચે મકાન જોયું. મકાન ખુબ જર્જરીત હાલત હતું. વિશાલ ભાઈ ને ગમ્યું નહીં. બ્રોકરે કહ્યું સાવ સસ્તું મળે છે તમે લઈ લો અને તેને પાડી નવું મકાન બનાવી નાખો. મકાન નો સોદો કરી મકાન વિશાલભાઈએ તેમના નામે કર્યું.

જૂનું મકાન પાડી ને પાયા નું કામ સાલી રહ્યું હતું. ત્યાં પાયા માંથી કોઈ સ્ત્રી ના વસ્ત્રો મળ્યા બહું જૂના હતા એટલે તેને સળગાવી દીધા. પછી મકાન નું કામ પુરજોશમાં ઉપાડયુ જોત જોતામાં ચાર મહિના મા મકાન ત્યાર થઈ ગયું.

ખુબ સરસ અને આબેહૂબ મકાન ત્યાર થયા પછી વિશાલભાઈ તેના પત્ની રાધિકાબેન તેનો પુત્ર રવિ અને તેની વહુ સોનલ રહેવા લાગ્યા. રહેવા આવ્યા ત્યારે કોઈ વીંધી કે વાસ્તુ કર્યું નહી. થોડા દિવસ સરસ રીતે પસાર થયા પછી તે મકાન મા ધીરે ધીરે અશાંતિ આવવા લાગી. વિશાલભાઈ ના પરિવાર મા થોડી બોલીસાલી થવા લાગી. 

એક રાત રવિ અને સોનલ પોતાના રૂમમાં સૂતા હતા. મોડી રાત થઈ સોનલ ના કોઈ પગ ખેંચી રહ્યું હોય તેવો અહેસાસ થયો તે ઝબકી ને જાગી ગઈ તેણે રવિ ને જગાડી વાત કરી રવિ તારો વેમ હસે કહી સોનલ ને સૂઈ જવાનું કહ્યું.

બીજી મધરાત થઈ બીજા રૂમમાં વિશાલભાઈ અને રાધિકાબેન સુતા હતા. રાધિકાબેન ની બાજુમાંથી કોઈ ઝાંઝરી નો અવાજ આવ્યો. તે જાગ્યા જોયું તો કોઈ હતું નહીં. તે હિંમત વાળા એટલે વેમ સમજી સુઈ ગયા.

ફરી રાત ફરી બન્નેના રૂમમાં આવો અહેસાન થયો. થોડા ડર્યા એટલે નક્કી કર્યું આપણે થોડાં દિવસ એક સાથે બધાં હોલ માં સુઈએ. બધા સૂઈ ગયા હતા. ધીરે ધીરે ઝાંઝરી અવાજ આવવા લાગ્યો બધાં જાગી ગયા. લાઈટ કરી જોયું તો કોઈ હતું નહીં. બારી માંથી પવન ની લહેર આવી દીવાલે લગાવેલી ઘડિયાળ નીચે પડી. થોડો ડર લાગ્યો પણ વિશાલભાઈ એ કહ્યુ કઈ નથી જો પવનની લહેર હતી.

થોડીક વાર થઈ તો ઝુમર હલવા લાગ્યો. પડદા હલવા લાગ્યા,કોઈ ચાલતું હોય તેવો અવાજ આવવા લાગ્યો. એક બીજા સામે જોવા લાગ્યા મોં મા કઈ નથી એવા શબ્દો નીકળ્યાં. ત્યાં કોઈ છોકરું રડી રહ્યું હોય તેવો અવાજ આવ્યો. દરવાજા પાસે એક પ્રકાશ થયો બધાં ઊભા થયા. ડર થી બધા ધ્રૂજી રહ્યા હતા.

વિશાલભાઈએ હિંમત કરી અવાજ કર્યો કોણ છે તું ??
ફરી અવાજ કર્યો
તું જે હોય સામે આવ ??

હવે પ્રકાશ થોડો વધી ગયો. રવિ અને સોનલ વિશાલભાઈ ની પાછળ સંતાઈ ગયા. તે વધારે ડરી ગયા હતા.

વિશાલભાઈ બાજુમાં પડેલ લાકડી લઈ સામે ઉગારી ફરી બોલ્યા.
તું જે હોય તે સામે આવ નહીંતર આજે તારો વારો.

થોડો પ્રકાશ સમી ગયો વિશાલભાઈએ રવિ અને સોનલ ને બાજુના રૂમમાં જવાનું કહ્યું તે બાજુના રૂમમાં જતા રહ્યા. રવિ થોડો દરવાજો ખુલ્લો રાખી જોઈ રહ્યો હતો.

વિશાલભાઈ નો અવાજ સંભાળી સામેથી થી અવાજ આવ્યો હું એક ભટકતી આત્મા છું. મારી ઇચ્છા અધૂરી રહી ગઈ છે. હું મારા બાળક સાથે ભટકી રહી છું.

વિશાલભાઈએ અવાજ ની સામે બોલ્યા 
તું કોણ છે??
તુ અમને સુકામ હેરાન કરે છે અમે તારું છું બગાડયુ છે તું બોલ.... 

નેવું વરસ પહેલાં હું એક દીકરી હતી અને અહીં પેલા જે મકાન હતું તેમાં હું અને મારુ ફેમીલી સાથે રહેતા. બહુ સુખી કુટુંબ હતું અમારું ગામના અમે મોભી હતા. પાપા સરપંચ હતા. એક દિવસ વહેલી પાણી ભરવા નદી કિનારે જતી હતી ત્યાં લૂંટારા ઓ આવી મને મારી આબરુ લૂંટી જતાં રહ્યાં. હું ઘરે આવી પણ મેં કોઇને કીધું નહીં. આમ ચાર મહિના થયા મારા પરિવાર ને ખબર પડી. મેં બહુ સમજાવ્યા પણ માન્યા નહીં. ઘર ની લાજ બચાવવા મને મારી નાખી ને અહીં દાટી દીધી. મારા પેટમાં ચાર મહિના નું બાળક હતું. હું લાચાર હતી એટલે કઈ કરી ન શકી.

મર્યા પછી હું પ્રેત થઈ પહેલા તો મારી ઈજ્જત લીધી હતી તેને મેં મારી નાખ્યા. મારો પરિવાર પણ કમોતે મરી ગયો. હવે હું મારી ઇચ્છા કોની પાસે માંગું. મારી આ જગ્યા હતી એટલે હું તમારી પાસે આવી છું.

વિશાલભાઈ બોલ્યા હે પ્રેત.. તારી ઈચ્છા અમે પુરી કરીશું તો તું બદલા માં છું આપીશ. તારો હક તો ન કહેવાય અમારી પાસે માંગવાનો પણ હું પૂરી કરીશ તારી ઈચ્છા.

પ્રેત બોલી તમે માંગો તે હું આપીશ બોલો છું જોઈ છે.

વિશાલભાઈ બોલ્યા મારા દીકરા ની ઘરે સંતાન થાય એટલે હું તારી ઇચ્છા પૂરી કરીશ.

તમે તે માંગો છો તે હું આપીશ. પણ જો જો ભૂલી ન જતાં નહીંતર..... કહી પ્રેત અદ્રશ્ય થઈ ગયું.

પછી ઘર મા શાંતિ આવવા લાગી. થોડા મહિના થયા એટલે સોનલ ને સારા દિવસો થયા. મહીના ઓ પસાર થયા ને સોનલે એક દીકરા નો જન્મ થયો. બધા ખુબ ખુશ થયા. વિશાલભાઈ ને બધું યાદ હતું.

દિકરો સવા મહિના નો થયો એટલે પ્રેત વિશાલભાઈ ના સપના માં આવી. કહ્યુ તમારો બોલ પાળવા નો સમય હવે થઈ ગયો છે. સપના માં વિશાલભાઈ કહ્યું કાલે હું તારું કાર્ય કરીશ.

સવારે વહેલા વિશાલભાઈ જાગ્યા ને બ્રાહ્મણ પાસે જઈ વાત કરી બ્રાહ્મણ વીંધી કરવી પડશે તેમ કહ્યું. વિશાલભાઈ તેને આજે કરવા નું કહ્યું બ્રાહ્મણ હા પાડે છે. બે કલાક પછી નદી કિનારે બધાં આવી જાવ તેવું કહ્યું.

બધા નદી કિનારે આવી ગયા બ્રાહ્મણે વિધિ 
સાલું કરી. ત્યાં પ્રેત સોનલ ના શરીર મા પ્રવેશ કર્યો. તેણે તેની ઇચ્છા કહી હું લગ્ન કરવા માંગુ છું. બ્રાહ્મણ તેને યોગ્ય વિધિ થી તેના લગ્ન કરાવ્યા. તે બધાને આશીર્વાદ આપી ત્યાં થી હમેશા માટે જતી રહી.

વિશાલભાઈ તે પ્રેત નો ખૂબ આભાર માને છે. તેના પૌત્ર ને જોવે છે ત્યારે તે પ્રેત યાદ આવી જાય છે. વિશાલભાઈ સરસ મજાનું કામ કર્યુ હવે તે ઘર મા સુખી થી રહેવા લાગ્યા.

જીત ગજ્જર