Vampire - 2 books and stories free download online pdf in Gujarati

વેમ્પાયર - 2

ઓફીશ ના બીજા દિવસે લંચ બ્રેક માં પણ માનસી એ તેની વાત ને આગળ વધારી.

" મેં વાંચ્યું એ મુજબ પીસાચ ને કોઈ મનુષ્ય જોઈ લે તો , તેની નઉ મહિના બાદ મૃત્યુ થઈ જાય છે. અલગ અલગ સમાજ ના લોકો આ વિશે અલગ - અલગ ધારણાઓ ધરાવતા હોય છે. કેટલાક દેશો ના લોકો આ પ્રકાર ના જીવો ને જીવીત માને છે. આ પીસાચો તેમના આસપાસ રહેતા લોકો માટે કાળ સ્વરૂપ હોય છે. તેમના નજદીક આવનાર મનુષ્ય ને તેઓ તેમનું ભોજન બનાવી લે છે. પીસાચો છે એવી માન્યતા સૌ થી વધારે યુરોપિયન દેશો માં જોવા મળતી. ત્યાં ના લોકો પીસાચો પાસે થી શક્તિ મેળવવા માટે તેને ઉજાગર કરતા. ઉજાગર કરવા માટે તેઓ કબ્ર ને ખોદી ને મૃત શરીર પર કેટલીક ક્રિયાઓ કરતા. ભલે જુના સમય ના લોકો આમાં માનતા નહોતા પરંતુ , કેટલાક સમાજોમા એ માન્યતાઓ છે કે , છુપાકાબરા નામક પીસાચ આજે પણ ઉપસ્થિત છે".


"પરંતુ આ પીસાચો નો જન્મ કઈ રીતે થયો હશે?" રાજ એ પ્રશ્ન કર્યો.

" માન્યતાઓ મુજબ જે લોકો એ તેમના જીવન દરમિયાન ખરાબ કાર્યો કર્યા હોય અથવા , જેમણે સ્વયં મૃત્યુ સ્વીકાર્યો હોય તેવા લોકો જ પીસાચ બને છે. યુરોપિયન દેશોમાં પીસાચો પ્રત્યે ની માન્યતાઓ વધી જવા ના કારણે ત્યાં ના કેટલાક લોકો ને પીસાચ સમજી ને ફાંસી એ ચડાવી મૂક્યા હતા".

" મેં સાંભળ્યું છે કે , ત્યાં વિદેશમાં બિલાડી ની પણ કંઇક માન્યતાઓ છે". નયન એ કહ્યું.

"હા વિદેશ માં કેટલાક લોકો નું માનવું છે કે , જે કબ્ર પાસે થી બિલાડી અથવા કૂતરો પસાર થઈ જાય છે તે મૃત નથી હોતા. તેમાં કેટલીક શૈતાની તાકતો રહેલી હોય છે".

"હા તોહ , લોકો પીસાચ ની કબ્ર ને કઈ રીતે ઓળખતા હશે?" રાજ એ પ્રશ્ન કર્યો.

" પીસાચ ની કબ્ર ને ઓળખવા માટે ની પણ કેટલીક માન્યતાઓ છે. ત્યાં ના લોકો ના જણાવ્યા મુજબ , પીસાચ ની કબ્ર ને ઓળખવા માટે ત્યાં થી એક કુંવારા યુવાન ને ઘોડી પર બેસાડી ને કબ્ર પાસે થી પસાર કરવા માં આવતો. જો ઘોડી ત્યાંથી આગળ ન વધે અથવા જેવી તેવી હરકતો કરે તો માની લેવામાં આવતું કે , તે કબ્ર પીસાચ ની છે. ત્યાં ના લોકો એવું પણ માનતા કે , કબ્ર પર કોઈ ખાડો છે તો તે કબ્ર મા પીસાચ નો વાસ હોય છે. એના સિવાય પણ જે શવ પહેલાથી વધારે ગોળ થઈ જતો અથવા , તેનો રંગ જાંબલી થઈ જતો અને તેના પર સડો ના દેખાય તો તે પીસાચ ના કંટ્રોલમાં આવી ગયેલો શવ માનવામાં આવતો".

"તોહ, પીસાચો લોકો થી દુર રહે અથવા ઘર સુંધી ના પહોંચે તેની પણ માન્યતાઓ હશે?"

"હા ત્યાં લોકો એવું માને છે કે , પીસાચો પવિત્ર જળ અને લસણ ની ગંધ થી દૂર ભાગે છે. એના સિવાય જંગલી ગુલાબ ની ડાળકી તેમને દૂર રાખવામાં મદદરૂપ થાય છે. યુરોપિયન દેશોમાં લોકો એવું માનતા કે , સરસો ના દાળા ને છત પર આમ તેમ ઢોળવા થી પણ પીસાચો દૂર રહે છે".

"હા તોહ હવે અમાશ ની રાત ને બેજ દિવસ છે. શું તેમને જોવો શક્ય છે?" નયન એ પ્રશ્ન કર્યો.

"હા, એક વૃદ્ધ પાસે મને એ વાત જાણવા મળી કે , એક ગામ છે ત્યાં અમાશ ની રાત્રે પીસાચો આવી અને મનુષ્યને મારી નાખી તેમનું રક્ત મેળવી લે છે".

"હા તોહ, આ બધી માન્યતાઓ છે કે હકીકત? એ જાણવા માટે આપણે ત્યાં જરૂર જવુંજ જોઈએ". રાજ એ કહ્યું.

"ત્યાં જવું કોઈ બાળકો ની રમત નથી. ત્યાં જીવનું જોખમ હોય છે". માનસી એ જવાબ આપતા કહ્યું.

"પણ આપણે કોઈક એવા વ્યક્તિને સાથે લઈ ને જશું જે આ વિષે જાણકાર હોય".

"હા, એ વ્યક્તિ એજ વૃદ્ધ છે જેણે મને આ ગામ વિષે જાણકારી આપી હતી".


"તોહ! રવિ , નયન તમે લોકો પણ ચાલવા ના છો?" રાજ એ પ્રશ્ન કર્યો.

"હવે મિત્રો ને એકલા થોડી જવા દેવાય અમે પણ જરૂર ચાલશું". નયન એ જવાબ આપતા કહ્યું.

આમ, વેમ્પાયર ની તલાશ માં આ ચારેય મિત્રો એક લાંબી સફર પર નીકળવા ના હતા. પરંતુ તેઓ જાણતાં નહોતા કે, કેટલીક અડચણો તેમની રાહ જોઈ બેઠી છે.

ક્રમશઃ