Vampire - 1 books and stories free download online pdf in Gujarati

વેમ્પાયર - 1

રાત્રી નો સમય હતો. કેટલાક વ્યક્તિઓ એક વૃક્ષ પર થી બીજા વૃક્ષ પર કુદમ કુદ કરી રહ્યા હતા. દેખાવે ધોળા , બે દાંત બહાર , લાલ રંગ ની તેમની આંખો આ લોકો બીજા કોઈ નહીં પીસાચો એટલે કે , વેમ્પાયર હતા.

*******

નયન વહેલી સવારે ઓફીશ જવા માટે નીકળે છે. ઓફીશે પહોંચતા તે તેના કાર્ય માં લાગી જાય છે. બપોર ના એક વાગ્યે લંચ બ્રેક પડે છે. નયન તેના ગ્રુપ સાથે બેસી ને ભોજન કરી રહ્યો હતો. તેના મિત્રો રવિ, માનસી અને રાજ આ ચારેય હંમેશા એક સાથે જ હોય. તેમના ગ્રુપ ની મેમ્બર માનસી વેમ્પાયર અંગે રિસર્ચ કરતી. નયન અને તેના અન્ય મિત્રો ને આવું બધું નવું જાણવામાં ખૂબ જ રશ હતો , માટે તેઓ માનસી ની વાતો ને ધ્યાન પૂર્વક સાંભળતા. માનસી તેની વાત મુક્તા કહે છે.

"તમને લાગતું હશે કે આ વેમ્પાયર બધા વિદેશમાં વસતા હશે , તો તમે ખોટા છો. કારણ કે આ વેમ્પાયર જેણે ભારત ના લોકો પીસાચ તરીકે ઓળખે છે , તે સૌ પ્રથમ ભારતમાં હોવાની માન્યતા છે".

"તો તારું માનવું છે કે , આ પીસાચો ભારતમાં જ જન્મ્યા છે?" નયન એ પ્રશ્ન કર્યો.

"હા ખરેખર મેં જે વાંચ્યું તે મુજબ તેઓ ભારતમાં જ જન્મ્યા હતા. અને તેમના કેટલાક પ્રકાર પણ જોવા મળે છે. પે અને પેમાકીલીર તેમાના બે પ્રકરો છે. પે નામનો પીસાચ તેના શિકાર ને મારી નાખી ને તેના માંસ ને પોતાનું ભોજન બનાવે છે. અને , પેમાકીલીર મનુષ્ય નું રક્ત પી અને જીવિત રહે છે".

"તોહ, એનો મતલબ એ છે કે , આ માત્ર માન્યતાઓ નથી?" રાજ એ પ્રશ્ન કર્યો.

"હા એવું કહી શકાય. કારણ કે , મેં વાંચ્યું એ મુજબ આ પીસાચો નો અસ્તિત્વ આજેય પણ રહેલું છે. રાક્ષસ એક સંસ્કૃત ભાષા નો શબ્દ છે. રાક્ષસ એટલે કે , શૈતાની શક્તિઓ. આજે પણ પીસાચો પાતાળ માંથી ધરતી પર શિકાર કરવા માટે આવે છે. તેવી માન્યતાઓ પણ છે. પીસાચો ની શક્તિ અમાશ ની રાત્રે બે ઘણી થઈ જાય છે".

"તોહ! એનો મતલબ એ કે , આ પીસાચો મનુષ્ય વિરુદ્ધ હોય છે?" રવિ એ પ્રશ્ન કર્યો.

"હા! અને નહીં પણ બધાજ પીસાચો એવા નથી હોતા. અમુક પીસાચો મનુષ્ય ના રક્ત વગર પણ જીવી શકે છે. ભલે તેઓ મનુષ્ય વિરુદ્ધ ના હોય , પરંતુ તેમની આપસી લડાઈઓ પણ ચાલી રહી છે. માન્યતાઓ મુજબ વેમ્પાયર ના બે પ્રકાર પાડવા માં આવ્યા છે. એક સારા અને એક ખરાબ વેમ્પાયર. ખરાબ વેમ્પાયર ધરતી પર આવી અને લોકો ને તેમના જેવા જ બનાવી તેમની લડાઈ માં શામેલ કરી રહ્યા છે."

"એટલે આ વેમ્પાયર ના બે પ્રકારો સૌ થી શક્તિશાળી અને ખતરનાક હોય છે?" નયન એ પ્રશ્ન કર્યો.

"ના એવું નથી. મેં વાંચ્યું એ મુજબ આ બંને થી અલગ એક વેતાલ નામક વેમ્પાયર પણ છે. આ જાતિ ના વેમ્પાયર ને સૌથી ખતરનાક અને શક્તિશાળી માનવામાં આવે છે. એનું કારણ એ છે કે , આ પીસાચ મૃત વ્યક્તિ ના શરીર માં જઈ અને તેના મન મુજબ તેને કંટ્રોલ કરી શકે છે. કેટલીક વાર્તાઓ માં આ પ્રકાર ના પીસાચો ને અડધુ ચામાચીડિયું અને અડધુ મનુષ્ય ના શરીર નું માનવમાં આવે છે. માટે આજ કારણે લોકો ચામાચીડિયા ને પીસાચ નો રૂપ માને છે".

આમ, વાતોમા ને વાતોમા તેમનો લંચ બ્રેક ખતમ થઈ જાય છે.આ વાતો પર થી મનમાં કેટલાક પ્રશ્નો જન્મ લે છે કે, ખરેખર શું વેમ્પાયર અસ્તિત્વ ધરાવે છે? શું ખરેખર તેમના વરચે જંગ થવાની છે? આવા કેટલાક પ્રશ્નો ના જવાબો આપણે આગળ આવનાર સમયમાં મળવા ના છે.

ક્રમશઃ