nafrat se bani ek kahani pyar ki - 24 books and stories free download online pdf in Gujarati

નફરત સે બની એક કહાની પ્યાર કી - 24

આગળ ના પાર્ટ માં જોયું કે 6 મહિના માં બધા ની જિંદગી બદલાઈ ગઈ છે....છેલ્લા છ મહિના થી સમર મુંબઈ રહેવા ચાલ્યો ગયો હતો....પણ સવિતા બેન ની તબિયત ખરાબ થતા સમર છ મહિના પછી અમદાવાદ આવે છે....અને હોસ્પિટલ જાય છે....અને ત્યાં અચાનક એ પાર્થ ને કોઈ ગર્લ સાથે જોવે છે અને ખૂબ જ દુઃખી થઈ જાય છે....હવે આગળ.....

સમર પાર્થ ને કોઈ ગર્લ ને હગ કરેલો જોઈ ત્યાં થી અંદર આવતો રહે છે....તેની આંખ માંથી થોડા આંશુ પણ વહેવા લાગે છે....ત્યાં જ પાછળ થી પાર્થ આવે છે....અને એ સમર ને જોવે છે....સમર પાછળ ફરી ને ઉભો હોઈ છે....પાર્થ આવતા જ જોર થી સમર ને રાડ પાડે છે...."સમર"

સમર પાછળ ફરી ને જોવે છે ત્યાં જ પાર્થ જલ્દી દોડતા આવી ને સમર ને હગ કરી લિયે છે.....અને કહેવા લાગે છે કે...."યાર ક્યાં વયો ગયો હતો??આવું કોણ કરે યાર??છ મહિના થી એક વાર પણ વાત નથી કરી મારી સાથે??તું તો મને ભાઈ માનતો ને અને મને જ ભૂલી ગયો??શું વાંક હતો યાર મારો તો તું આમ અચાનક બધા ને મૂકી ને વયો ગયો??આન્ટી તારા વગર ખૂબ જ એકલા પડી ગયા હતા??સમર તે કેમ આવું કર્યું???આમ પાર્થ એક સાથે ઘણા પ્રશ્ન પૂછી લે છે....

સમર તો હજી કાઈ જવાબ જ નથી આપતો....બંને ના આંખ માંથી આંશુ વહેતા હોય છે.....અને હજી બંને એ હગ કરેલું જ હોય છે....થોડી વાર માટે બંને ચૂપ જ રહે છે....પછી બંને એક બીજા થી દુર થાય છે....અને સમર કહે છે કે,...."સોરી યાર કામ જ એવું હતું કે જવું પડે એમ હતું....મને ખબર છે તું ખૂબ જ ગુસ્સે હશે અને મમ્મી ની તબિયત પણ મારા લીધે ખરાબ થઈ ગઈ....પણ સોરી યાર ભૂલ થઈ ગઈ"...

સમર આગળ કઈ જ બોલી શકતો નથી....બસ મન માં જ વિચારે છે કે....."સોરી ભાઈ માફ કરી દે પણ આ બધું મેં તારી ખુશી માટે જ કર્યું છે....જો હું અહી થી ન ગયો હોત તો કદાચ આજે તું ખુશ ન હોત...."

ત્યાં જ ડોક્ટર આવે છે....અને કહે છે કે,...."મિસ્ટર સમર તમારા મમ્મી એક દમ ઠીક છે અને તમે એને કાલે સાંજે ઘરે લઈ જઈ શકો છો....કાલ સુધી હજી હોસ્પિટલમાં રહેવું જોઈશે....અને હા હવે થોડા દિવસ એમને ક્યાંય એકલા ન મુકતા... એને ફેમિલી ની અત્યારે ખૂબ જ જરૂર છે..."

સમર કહે છે..."હા ડોક્ટર હવે હું એને એકલા ક્યારેય નહીં મુકું....હું એમનું પૂરેપૂરું ધ્યાન રાખીશ....થેન્કયુ ડોક્ટર...."

ડોક્ટર સમર ને સમજાવીને ચાલ્યા જાય છે.... એમના જતા જ પાર્થ કહે છે....."યાર સમર પ્લીઝ હવે આન્ટી ને એકલો ન મુકતો...."

સમર પાર્થ ને "હા"કહે છે....અને પછી ધીમે થી પાર્થ ને ન સમજાય એમ કહે છે કે,...."હવે હું મમ્મી ને અહીં થી લઈને હમેંશા માટે ચાલ્યો જઈશ....કેમ કે જો અહીં રહ્યો તો તું ખુશ નહીં રહી શકે...."

પાર્થ ને સમર ની વાત તો ન સંભળાય પણ એવું લાગ્યું જાણે સમર એ કંઈક કહ્યું હોય તો એને તરત જ પૂછ્યું...."સમર તે કઈ કહ્યું...."

સમર એ વાત બદલતા કહ્યું કે,....."અરે કંઈ જ નહીં પાર્થ હું તો એમ કહેતો હતો કે હવે તું ઘરે જઈ ને આરામ કર.... હું અહી છું... તું થાકી ગયો હશે....એમ કામ કર અત્યારે ચાલ્યો જા....સવારે આવતો રહેજે...."

પાર્થ એ સમર ને ના કહી દીધી....પણ પછી સમર ની જીદ ને લીધે પાર્થ એ હા કહી અને પાર્થ ઘરે જવા માટે નીકળ્યો....

સવાર થતા જ પાર્થ પાછો હોસ્પિટલ આવી ગયો....આજે પાર્થ સાથે પાંખી નહતી આવી....પાર્થ આવી ને સીધો જ સવિતા બેન ને મળવા ગયો....સમર પણ ત્યાં જ હતો.... સવિતા બેન હવે એક દમ ઠીક થઈ ગયા હતા....એટલે એ અને સમર વાતો કરતા હતા....ત્યાં જ પાર્થ ને જોઈને સવિતા બેન પાર્થ ને પોતાની પાસે બોલાવે છે અને પાર્થ ના સમર પાસે ખૂબ જ વખાણ કરે છે અને કહે છે કે...."સમર તારા ગયા પછી પાર્થ અને પાંખી એ મળી ને મારું ખૂબ ધ્યાન રાખ્યું...."

સમર ના તો પાંખી નું નામ સાંભળીને જ દિલ ના ધબકારા વધવા લાગ્યા....એને છ મહિના પહેલા ના બધા દિવસો યાદ આવવા લાગ્યા...એ પાંખી ને એક વાર જોવા માંગતો હતો....પણ એને ડર પણ સતાવતો હતો....જેના કારણે એ બની શકે એટલો પાંખી થી દુર જ રહેવા માંગતો હતો....ત્યાં જ પાર્થ એ સવિતા બેન ને કહ્યું કે,...."પાંખી હમણાં જ તમને મળવા આવે છે....."

આ સાંભળીને તો સમર ની હાલત કફોડી બની ગઈ... તે પાર્થ ની વાત સાંભળીને સીધો જ ઉભો થઇ ગયો....અને સવિતા બેન ને કહ્યું કે,...."મમ્મી હું ઘરે જાવ છું....થોડી વાર માં આવું છું.....પાર્થ મમ્મી નું ધ્યાન રાખજે હું હમણાં આવું....મારે થોડું કામ છે...."એમ કહીને સમર ઘરે ચાલ્યો ગયો....

સમર ના જતા જ સવિતા બેન એ પાર્થ ને કહ્યું કે...."પાર્થ સમર મને એની સાથે મુંબઈ લઈ જવા ઈચ્છે છે....ખબર નહિ પાર્થ સમર ને શું થયું છે એ હવે અહીં બિલકુલ રહેવા નથી માંગતો....મને મુંબઈ જવા ની બિલકુલ ઈચ્છા નથી પણ સમર ની ખુશી માટે હું કંઈ પણ કરી શકું છું.....અને અત્યારે સમર મારી બધી પેકીંગ કરવા માટે જ ઘરે ગયો છે....."

આ સાંભળતા જ પાર્થ ને ખૂબ જ દુઃખ થયું....એક તો કેટલા દિવસ પછી સમર આવ્યો અને હવે પાછો એ અહીં થી ચાલ્યો જશે એ પણ હમેંશા માટે....પાર્થ ખૂબ જ દુઃખી થઈ ગયો....પણ એને જ્યારથી સમર ને જોયો ત્યાર થી મનોમન જ વિચારી લીધું હતું કે હવે ગમે તે થાય તે સમર ને પાછો નહીં જવા દે....એટલે એને સવિતા બેન ને ભરોસો અપાવતા કહ્યું કે,..."આન્ટી તમે ચિંતા ન કરો....હું સમર સાથે વાત કરીશ... અને હવે હું એને પાછો મુંબઈ નહીં જવા દવ... આપણે હવે બધા સાથે જ રહીશું...."

ત્યાં જ પાંખી આવે છે....પાંખી આવીને સવિતા બેન ને તેના હાલ પૂછે છે...પાંખી ના આવતા જ પાર્થ પાંખી ને સવિતા બેન સાથે રહેવા નું કહી ને સમર પાસે જાય છે....

સમર ઘરે જઈને સવિતા બેન ના કપડા અને બીજો જરૂરી સમાન પેક કરે છે...હજી તો એ બધો સામાન પેક કરતો હોય છે ત્યાં જ ત્યાં પાર્થ આવે છે....અને સમર ને બધું પેક કરતા જોઈ ને કહે છે કે,....."સમર આ બધું શું છે??તું આન્ટી નો સામાન કેમ પેક કરે છે?આન્ટી ને ક્યાં લઈ જાય છે?સમર કંઈક તો બોલ શું વાત છે??યાર સમર તને થયું છે શું??કેમ આમ વર્તન કરે જાણે અમે તારા કાઈ છીએ જ નહીં??આ છ મહિના તને કેટલો યાદ કર્યો ખબર તને??યાર કેટલી જરૂર હતી મારે મારા મિત્ર ની....મારી પાસે થી તો ભગવાન એ આ છ મહિના માં મારા મિત્ર ને પણ દૂર કરી દીધો અને મારા પહેલા પ્રેમ ને પણ...."આટલું બોલતા જ પાર્થ થોડી વાર અટકી ગયો???

આ સાંભળતા જ જાણે સમર ને તો વિશ્વાસ જ ન આવ્યો....અને એને પાર્થ ને પૂછ્યું...."શું તારા પહેલા પ્રેમ ને??

હજી સમર આગળ બોલવા જ જતો હતો ત્યાં જ પાર્થ બોલ્યો...."હા સમર મારો પહેલો પ્રેમ...પાંખી.....આ જ વાત તે દિવસે પાંખી ના જન્મદિવસ ના દિવસે હું તને કહેવા નો હતો.....પણ એ પહેલાં જ તું કંઈ પણ કહ્યા વગર અમને મૂકીને ચાલ્યો ગયો....અને એ દિવસ મારા માટે ખૂબ જ ખરાબ સાબિત થયો.....પણ તને એ વિશે કાઈ જ જાણ નહીં હોય ખબર છે મને....પણ આજે હું તને બધું જણાવીશ કે તે દિવસે શું થયું....."

વધુ આવતા અંકે......

શું થયું હતું તે દિવસે??

પાર્થ અને પાંખી તો સાથે છે જ નહીં તો એ છોકરી કોણ હતી જે પાર્થ સાથે હતી??

જો પાર્થ અને પાંખી વચ્ચે કાઈ હતું જ નહીં તો સમર શું જોઈને આ છ મહિના બધા થી દુર રહ્યો??

જાણવા માટે વાંચતા રહો....."નફરત સે બની એક કહાની પ્યાર કી".....આવતા મંગળવારે છેલ્લો પાર્ટ.......

પ્રિય વાચક મિત્રો,આવતા મંગળવારે મારી આ નોવેલ નો અંતિમ પાર્ટ છે....તો વાંચવાનું ન ભૂલતા.....અને તમારા મંતવ્યો જરૂર જણાવજો કે તમે આ નોવેલ નો અંત કેવો જોવા માંગો......આ સાથે તમામ વાંચક મિત્રો મારી આ સફર માં સાથે રહેવા બદલ ખુબ જ આભાર.......