Can-tin ma prem books and stories free download online pdf in Gujarati

કેન્ટિન માં પ્રેમ

કૉલેજ ની કેન્ટિન માં મીત અને હેત નાસ્તો કરતા કરતા વાતો કરી રહ્યા હતા.
યાર આપણે કૉલેજ માં આવ્યા તેના ઘણા દિવસો થઈ ગયા પણ આપણે એક પણ ગર્લફ્રેંડ ન કરી શક્યા. મીત હેત ને કહ્યું વાત તો તારી સાચી છે પણ મને તે ન ગમે મારે ફક્ત સ્ટડી મા ધ્યાન આપવું છે. તું ટ્રાય કર. યાર મીત તને તો ખબર છે મારી પાસે છોકરી સાથે વાત કરવાની હિંમત નથી તો હું કેમ કરી કોઈ ગર્લફ્રેંડ બનાવી શકું. પ્લીઝ તું મદદ કરીશ ને મારી. ઓકે બાબા પેલા કોઈ છોકરી ગમે તો કે જે. હું તારી મદદ કરવા ત્યાર છું. નાસ્તો પૂરો થયો બંને નિકળી ગયા.

એક દિવસ હેત કેન્ટિન ના કાઉન્ટર પર નાસ્તા નો ઓર્ડર કરી રહ્યો હતો ત્યાં તેની બાજુમાં એક છોકરી આવી ને ઓર્ડર કરવા લાગી. 
ભાઈ.. પહેલાં મને.. પહેલા મને.

હેતે તેની સામે જોયું તો થોડી વાર તો તેને જોઈ રહ્યા. પછી નાસ્તો કાઉન્ટર આવતા તે લઈ મીત પાસે ગયો ને કહ્યું યાર મને એક છોકરી ગમી છે પ્લીઝ તેની સાથે મિત્રતા કરાવી આપ ને. મીત બોલ્યો કઈ હેત.

જો પેલી લાલ ડ્રેસ વાળી. કેટલી મસ્ત છે, તેની બોલી પણ બહુ મસ્ત છે. મારે તેનો ફ્રેન્ડ થવું છે. 
ઓકે આજે જવા દે કાલે આપણે તેની સાથે વાત કરીશું બસ. ઓકે ડન.

બીજે દિવસે કેન્ટિન માં બેસીને પેલી લાલ ડ્રેસ વાળી છોકરી ની બંને રાહ જોઈ રહ્યા હતા. થોડી વાર પછી તે છોકરી કાઉન્ટર પર આવી એટલે મીત ત્યાં ગયો નાસ્તા નો ઓર્ડર કરી પેલી છોકરી ને કીધું તમને કોઈ પ્રોબ્લેમ ન હોય તો અમારું ટેબલ જોઈન કરી શકો છો. તે છોકરી એકદમ  નિખાલસ હતી એટલે તેણે હા પાડી ને ટેબલ જોઇન કર્યું. હવે મીત તેની સાથે ધીરે ધીરે વાત શરૂ કરી. તેણે તેનું નામ પાયલ કહ્યું. પછી નિખાલસ ભાવ થી પાયલ ને કહી દીધું આ મારો ફ્રેન્ડ હેત તમારી સાથે દોસ્તી કરવા માંગે છે તમે કરશો.

પાયલ : હા કરીશ પણ તમારે દોસ્તી નથી કરવી.
મીત : ના મને ન ગમે આતો મારો ફ્રેન્ડ ના કારણે તમારી પાસે બેઠો છું.
પાયલ : ઓકે તો તો હેત સાથે દોસ્તી કરવી રહી. કેમ બરોબર ને હેત
હેત તો મન મા હસવા લાગ્યો.. હા હા...

ફરી કેન્ટિન માં મીત અને હેત બેઠા હતા ત્યાં પાયલ આવી ટેબલ જોઇન કર્યું. એટલે તરત મીત ઊભો થયો ને કહ્યું તમે બંને વાતો કરો હું જાવ છું. પાયલ મીત નો હાથ પકડી કહ્યું તું નહીં બેસે તો હું નહીં બેસુ. ન છુટકે મીત બેસી ગયો. હેત પાસે છોકરી સાથે વાત કરવાની હિંમત નહીં એટલે મીત ને ઈશારો કર્યો તું વાત કર. મીત અને પાયલ વાતો કરવા લાગ્યા ને હેત પાયલ સામુ જોયા કરે. આવું ઘણા દિવસ ચાલ્યું.

એક દિવસ મીત હેત ને કહી દે છે તારે પાયલ ને મળવું હોય તો મળ મારે નથી મળવું આમ પણ પાયલ તારી છે તો તું સંભાળ. હેત એકલો પાયલ ને મળવા ગયો. પાયલ કેન્ટિન માં બેઠી હતી હેત ને આવતા જોઈ કહ્યું મીત ક્યાં છે. મારે મીત સાથે વાત કરવી છે તારી સાથે નહીં. હેત પાયલ ને કહ્યું હું તને પ્રેમ કરું છું. એટલે હવે હું તારી સાથે રહીશ. 

પાયલ ગુચ્છા માં આવી ગઈ. તને એમ કે હું તને પ્રેમ કરું છું તો સંભાળ હું મીત ને પ્રેમ કરું છું તને નહીં. કહી દે જે મીત ને મને કાલે પ્રપોઝ કરે હું એક વર્ષ માટે બહાર કોર્સ કરવા જાવ છું.

પાયલ તો એક વર્ષ માટે બહાર જતી રહી. મીત તેના અભ્યાસ મા મહેનત કરવા લાગ્યો. હેત ને એક સારી છોકરી સાથે લવ થઈ ગયો તે બહુ ખુશ રહેવા લાગ્યો હતો. મીત પણ ક્યારેક ટાઇમ મળે એટલે ખુબ સારી વાતો કરતો, બંને એક બીજા ફ્રેન્ડલી વાતો કરતા આમ એક વર્ષ પૂરું થઈ ગયું. પાયલ ઘરે આવી ગઈ હતી.

બીજે દિવસ મીત ફ્રી હતો એટલે હેત અને તેની ફ્રેન્ડ ત્રણેય પેલી કેન્ટિન માં નાસ્તો કરી રહ્યા હતા. મીત ની એકદમ નજીકમાં હેત ની ફ્રેન્ડ બેઠી હતી. ત્યાં પાયલ તે ટેબલ પર આવે છે તે આ દ્રશ્ય જોઈ તેના હોશ ઉડી ગયા. એટલે વગર પૂછયે મીત ને ધમકાવા લાગી. તારા થી એક વર્ષ રાહ જોવાતી નહોતી, આમ તો પ્રેમ થી દૂર ભાગતો હતો આ શું છે. બનાવી લીધી ને નવી ગર્લફ્રેંડ.

મીત ઊભો થયો ને બોલ્યો. પતી ગયું પાયલ તારું. જો આ છે મારો દોસ્ત હેત ની ગર્લફ્રેંડ અને જલ્દી તે લગ્ન કરવા જઈ રહ્યા છે. તો હવે બોલ....

કઈ બોલી ન શકી પાયલ ને આઇ લવ યુ કહી મીત ને ગળે વળગી ગઈ.

જીત ગજ્જર