Kabir - rajniti na ranma - 5 books and stories free download online pdf in Gujarati

કબીર : રાજનીતિ ના રણમાં - 5

આગળ જોયું એમ કબીર મુખ્યમંત્રી પદના શપથ લે છે.ગુજરાત રાજ્ય ની કમાન પોતાના હાથ માં લે છે.પોતાના રાજ્ય ના અધિકારીઓ સાથે ની મિટિંગ માં ધ્યાન માં આવે છે કે નાણાં ની પરિસ્થિતિ , પાણી ની સમસ્યા , બેરોજગારી , જાતિવાદ , સરકારી બાબુઓની કામચોરી બધું વારસા માં મળ્યું હોય છે કબીર ને એક એક કરીને બધું સમસ્યા ના સમાધાન શોધવાના હોય છે.કબીર ની ખરી કસોટી હવે ચાલુ થાય છે.

કબીર ગામે-ગામ તળાવ બનાવે છે અને જ્યાં વધારે વરસાદ પડે ત્યાં મોટો ડેમ બનાવી ને વીજળી ઉત્પન્ન કરવા નો પ્લાન બનાવે છે અને એને મંજૂરી પણ મળી જાય છે.જો આ ડેમ નો પ્રોજેક્ટ સફળ થાય તો પોતાના રાજ્ય નો વિકાસ બમણો થઇ જશે એવા રિપોર્ટ પણ મળે છે.

કબીર ડેમ બનાવ માટે જમીન સંપાદન કરવા કરવા નું કામ ચાલુ કરે છે.પણ આદિવાસી વિસ્તાર માં લોકો આનો વિરોધ કરે છે.એ લોકો પોતાની જમીન આપવાની ના પડી દે છે.તાપસ કરતા ખબર પડે છે કે વિપક્ષ આદિવાસી લોકો ને ઉશ્કેરે છે.આદિવાસી લોકો રોડ-રસ્તા બંધ કરે છે.બસો સળગાવે છે.ટ્રેન વ્યવહાર રોકે છે.આમ રાજ્ય સરકાર સામે હવે મુશ્કેલી આવી જાય છે.

કબીર એ વિસ્તાર ના ધારા સભ્યો ને ત્યાંના આદિવાસી સમાજ ના લોકો ને સમજાવા મોકલે છે પણ કઈ ખાસ ફાયદો થતો નથી.કબીર પોતે પણ સમજાવે છે એમને જમીંન ના બદલે પૈસા મળશે.રહેવા માટે પાક્કું મકાન મળશે.આ પ્રોજેક્ટ થી આખા રાજ્ય નો વિકાસ મળશે.ત્યાં નો વિકાસ થશે.પણ કોઈ માનવ તૈયાર થતું નથી.વિપક્ષ ને તો મુદ્દો મળી જાય છે.

કબીર હવે પોતે હવે મેદાન માં આવી જાય છે.કબીર વિરોધ ગ્રુપ માં સામેલ અમુક લોકો ને અંગત રીતે મળવા બોલાવે છે.દરેક ને 3-3 લાખ રૂપિયા રોકડા આપે છે અને વિરોધ માંથી હતી જવા કહે છે.

મુખ્ય ચેહરાને વિધાનસભા ની ટિકિટ આપવા વાયદો કરે છે.આમ આંદોલન ની તસ્વીર એક જ રાત માં બદલાઈ જાય છે.આગળ દિવસે જે લોકો વિરોધ કરતા એ બીજા દિવસે સવારે સમર્થન કરે છે.આમ આંદોલન 7 દિવસ માં સમેટાઈ જાય છે.પ્રોજેક્ટ હવે હકારત્મક દિશા માં આગળ વધે છે.

કબીર 3 મહિના ની અંદર અંદર દરેક આદિવાસી ભાઈ-બહેનો ને રેહવા માટે ઘર , ડેમ ના પ્રોજેક્ટ માં નોકરી , અને જમીન ના રૂપિયા આપી ને પોતાનો વાયદો નિભાવે છે.આમ કબીર પોતાના રાજ્યની પીવાના પાણી અને વીજળી માટે ની સમસ્યાના સમાધાન માટે આગળ વધે છે.

આમ ને આમ 1 વર્ષ જેટલો સમય વીતી જાય છે.વિપક્ષ ના નેતાઓ પણ બહુ જ અનુભવી હોય છે.એમને પણ કયું મોહરું ક્યાં રમવું એની પુરી સમાજ હોય છે.વિપક્ષ હવે રાજ્યમાં બેરોજગારી ના મુદ્દા ને જાતિવાદ સાથે જોડી ને પોતાનું તીર છોડે છે.સરળ ભાસા માં કહું તો બેરોજગારી ને આરક્ષણ જોડે ચોંટાડી દે છે.

આ આરક્ષણ નો મુદ્દો એટલે કેટલી સરકારો બની !!!
કેટલીયે પડી ગઈ !!!

જે લોકો ને આરક્ષણ નો લાભ મળતો નથી એ જાતિઓ પોતાને આરક્ષણ માં સમાવવા ની વાતો કરે છે , જયારે સામે બાજુ જેમને આરક્ષણ મળે છે એ જાતિઓ બીજી જાતિઓ ને આરક્ષણ માં સમાવવા ના પડે છે.
આમ આખું રાજ્ય ભડકે બળે છે ...
લોકો ના ઘર પાર હુમલા થાય છે ...
કેટલાય યુવાનો ના મૃત્યુ થાય છે !!!
કાયદો વ્યવસ્થા ભાગી પડે છે.

કબીર ની પાર્ટી માં 2 ફાંટા પડી જાય છે. વિપક્ષ સરકાર ના રાજીનામાં ની વાતો કરે છે.આખા દેશ-દુનિયા માં કબીર અને એની સરકાર ની બદનામી થાય છે.કબીર પાસે સમય નથી હોતો એને ખુબ ઝડપી નિર્ણય લેવાનો હોય છે.
કબીર રાજ્ય માં T.V , Internet સેવા બંધ કરે છે.તોફાનો શાંત પાડવા આર્મી બોલાવે છે.

માંડ-માંડ 7 દિવસ પછી તોફાન ઓછા થાય છે. વિવિધ સમાજ ના આગેવાનો અને ધર્મ ગુરુઓ ને બોલાવી ને પ્રજા વચ્ચે શાંતિ ની ઓઈલ કરાવે છે.પણ લોકો જાતિવાદ ના ઝેર માં ડૂબી ગયા હોય છે.

શું કબીર ની સરકાર જશે ??? કે પછી આઝાદ ભારત સૌથી મોટા પ્રસ્ન નો ઉકેલ શોધસે ???


લેખક નું નામ : વેદ ચંદ્રકાન્તભાઈ પટેલ
24,ગોકુલ સોસાયટી , કડી, ગુજરાત
મોબાઈલ નંબર - 9723989893