Be Jeev - 12 books and stories free download online pdf in Gujarati

બે જીવ - 12

બે જીવ

ડૉ. બ્રિજેશ મુંગરા

(12)

લવ સાઈડ ઈફેકટસ

જિંદગી કયારેય વિરામ લેતી નથી. એ સતત આગળ ધપતી જાય છે. હું થોડા દિવસ ફેમીલી સાથે રહ્યો. મારી પરિસ્થિતિથી ઘરનાં તમામ સભ્યો વાકેફ હતાં અને મહદ્‌અંશે ેમારો સમય ઊંઘવામાં જ જતો હતો.

એકઝામ નજીક હતી. વધુ એક નિષ્ફળ પ્રયાસ માટે મેં મારી જાતને તૈયાર કરી. વળી, કોલેજનું એ વાતાવરણ, પ્રિતીની યાદ... મિત્રો સાથે વીતાવેલી હર એક પળ હજુ બધું જ હૈયે અકબંધ હતું.

મેં તૈયારી શરૂ કરી. પણ... એક દિવસ સાંજે હું બુકસ લઈને હોસ્ટેલથી નીકળ્યો. થોડે દુર જતાં જ અચાનક મારી બંને આંખો ખેંચાવા લાગી. મારું મુખ સહેજ ત્રાસું થયું. મેં બંને હાથોથી મારું મુખ સીધું કર્યું. પણ આ શું ?... મારા હાથ... મારા પગ... જોતજોતામાં આખું શરીર લકવા ગ્રસ્ત થઈ ગયું. મેડીકલ કોલેજમાં શીખવાયેલાં બધાં જ ડીસીઝ મારા મગજમાં ચકરાવા માંડયા. પણ શું હતું આ...

મારી મદદ કરી શકે એવું આસપાસ કોઈ ન હતું. મેં હિમ્મત કરી ચાલવાનું ફરી શરૂ કર્યું.

સામેથી વીસેક વર્ષનો એક યુવાન મેં બાઈક પર આવતા જોયો. મેં બૂમ પાડી, 'પ્લીઝ હેલ્પ મી... અત્યારે મારી હાલત સડક પરનાં ભિખારી જેવી હતી. જો મહામહેન તે મારું આઈડેન્ટીકાર્ડ કાઢી બતાવ્યું કે હું મેડીકલ સ્ટુડન્ટ છું, મેં એને મેડીસીન વોર્ડ સુધી લઈ જવા આજીજી કરી.

થોડી વિનંતીના અંતે તે માન્યો, તે યુવાન છોકરા એમને હેન્ડીકેપ્ટ સમજી મેડીસીન વોર્ડ સુધી પહોંચાડયો.

ખરેખર, આ જે હાલત દયનીય હતી. સામે મળતાં લોકોની નજર થી બચવા મેં નીચે જોઈ ચાલવા માંડયું. હવે હું પ્રેમની વાતોથી પસ્તાઈ રહ્યો હતો.

'શું થયું આદિભાઈ ' મારો જૂનિયર જે એમ.ડી. મેડીસીનમાં રેસીડેન્સ હતો તેમને જોઈ દોડતો આવ્યો.

'કંઈ નહીં, જરા આ... ઓહ બહુ જ તકલીફ થાય છે.' હું ઊભો રહેવા પણ સક્ષમ ન હતો.

'જલ્દી સિસ્ટર...ઈન્ટ્રાકેથ આપો. ઈટ ઈઝ ડિસ્ટોનિયા.' તેણે ઝડપથી મારી સારવારની તૈયારી શરૂ કરી. મહામુસીબ તે એને મારી વેઈન મળી. આમ પણ મારું વજન પહેલાં કરતાં ખાસ્સું વધી ગયું હતું. એટલીવારમાં જ મારો બેચમેટ જોશી આવી ગયો.

'શું થયું આદિ.' તેણે આશ્ચર્ય અને દુઃખ ની ભાવનાથી મારી પરિસ્થિતિ નીહાળી.

'બસ... આ થોડું... '

'તું શાંત થઈ જા... રિલેકસ...'

બીજ ક્ષણે એણે ફોન લગાડયો અને એકદમ ગુસ્સાથી વાત શરૂ કરી. હું સમ જી ગયો એ ફોન જોશી એ લગાડયો હતો... મારી નિષ્ઠુર પ્રેમિકા પ્રિતીને...

થોડી વારમાં હું ઘસઘસાટ ઊંઘી ગયો. હું ભાનમાં આવ્યો ત્યારે મારી સામે મારા પપ્પા બેઠાં હતાં.

'હવે કેવું લાગે છે, આદિ' પપ્પા વ્યગ્ર થઈ બોલ્યાં.

'સારું મેં જવાબ આપ્યો.

મારી આંખો કોઈને શોધી રહી હતી. શું મારી આ હાલત પછી પણ પ્રિતીને મારા પ્રેમ પર વિશ્વાસ નથી ? થોડે દુર નૈતિક જોશી સાથે વાત કરી રહ્યો હતો.

પપ્પા મારા માટે જ્યુશ લેવા ગયાં. મેં એક ઊંડો નિઃશ્વાસ નાંખ્યો. આજે પ્રથમવાર મેં પ્રેમને એક દુઃખદ અનુભવ તરીકે મહેસૂસ કર્યું.

આજે નૈતિક મારી સમક્ષ કંઈક સ્પષ્ટતા કરવા આવ્યો હોય એવું લાગ્યું.

'પ્રિતી કયાં છે ' મેં ભાવાવેશમાં કહ્યું...

'તારો પ્રેમ આવો છે યાર, પણ...

'પણ...'

પ્રિતી એક છોકરી છે અને તેને પરિવારનાં બંધનોએ અટકાવી છે એ પણ પ્રેશરને હિસાબે અંદરથી તુટી રહી છે. તું સમજ, આદિત્ય... '

'એ બંધન એ તોડી કેમ નથી શકતી ' હું રડમસ થઈ ગયો.

'એ શકય નથી. એ મજબૂર છે એના પરિવાર સામે ઝૂકવા. પ્રિતીને તેનાં જ પરિવારની એક વ્યકિત એ અટકાવી દીધી છે અને મારા ભાઈ... આ કોઈ બોલીવુડ સ્ટોરી નથી... રીયલ લાઈફ છે. એમાં ઘણી બધી બાબતોમાં આપણું નથી ચાલતું...' આ જે નૈતિક મારો હાથ પકડી મને સમજાવી રહ્યો હતો.

'તો પ્રિતી મને કયારેય નહીં મળે...' મેં ભારે દુઃખ સાથે બીજી તરફ નજર કરતાં કહ્યું.

'હા, આજે અને કયારેય પણ નહીં... એટલું બોલતાં નૈતિકની આંખમાં આંસુ આવી ગયાં.

બસ... એ જ ક્ષણથી પ્રિતી પ્રત્યેનાં મારા શુદ્ધ પ્રેમ પર પૂર્ણવિરામ મૂકાયું. પરંતુ મારા અંતરના ઊંડાણમાં પ્રેમનો અહેસાસ હર પળ જીવીત હતો. મેં બધી આશા છોડી દીધી હતી. હવે... મારે મારી સ્થિતિ સુધારવા ની હતી. જેમ બને તેમ જલ્દીથી ફાઈનલ પૂરું કરી આ કોલેજમાંથી નીકળી જવાનું હતું. જેથી યાદોની આ વણઝાર હંમેશ માટે બંધ થાય અને બાકીના જીવન માટે તૈયાર થવાનું હતું. હા... આમ છતાં હજુ મારી પરિસ્થિતિ હારેલો યોદ્ધો બીજી જંગની તૈયારી કરે એવી જ હતી...

૦૦૦

સમય એનું કામ કરી રહ્યો હતો અને હું મારું ઘણી બધી દવાઓ વધારે માત્રામાં ભોજન, કલાકોની ઊંઘ અને સ્થૂળકાય શરીર. બસ... એ જ મારું જીવન હતું. એ ચોથી ટ્રાયલમાં પણ રીઝલ્ટ એ જ આવ્યું 'ફેઈલ'.

જાણે કે હું એકઝામમાં નહીં, જીવનની ટ્રાયલમાં ફેઈલ થતો જતો હતો. જિંદગી નિરર્થક લાગતી હતી અને પ્રેમ પણ. મને કંઈ વિષા વાડી રહી હતી એ બાબતે હું ખુદ પણ અસંમજસ માં હતો.

એક દિવસ નકુમભાઈ મળીગયાં.

'કેમહિરો ?' એ બોલ્યાં.

'મને હિરો ન કહેશો, પ્લીઝ' મેં પ્રત્યુત્તર આપ્યો.

'આંશિક... હા... આશિક'. તેને હસતાં કહ્યું.

'હું કોઈ આશિક નથી. ક્રોનિક છું' હવે હું સ્પષ્ટ થતો જતો હતો.

'નહિ, યારક્રોનિકતો હું પણ મારી જાતને નથી માનતો તો તું શા માટે... ? તેણે સિગારેટ જલાવી અને એક મને ઓફર કરી.

'ના, મને નફરત છે પ્રેમથી... દોસ્તોથી અને...'

'કેમ્પસથી',

'હા'

'જો બીજાઓનો દોષ જોવાથી કંઈ વળતું નથી. જૂનિયર... જ્યારેએક આંગળી બીજા સામે ઉઠાવીએ ત્યારે બાકી ની ચાર આપણી તરફ હોય છે... અન્ડરસ્ટેન્ડ...

'ઠીક છે આ બધી વાતો... મારા આ હાલતો પ્રેમમાં થયા પણ તમે આ રીતે... ?' 'હા, મિત્ર, મારી સ્ટોરી પણ મહદ્‌અંશે તારા જેવી જ છે. મેં પણ મારી કેરીયર એક હસીના માટે જ બરબાદ કરી... પણ તું આમ ન કરીશ...'

'એ તો થઈ ગઈ. મારી ઘણી ડ્રગ્સ ચાલુ છે અને મને કયાંય ચેન પણ નથી...'

'થશે... સારું થશે. દરેક અંધકારમય રાત્રી પછી સૂર્ય ઉગે જ છે સમજ્યો...'

'હા પણ...'

'જો યાદ કર... જ્યારે આ બધું ઘટતું હતું ત્યાંરે તને પણ સમજાવનાર કોઈ હશે – પહેલા કે તે સમય દરમ્યાન તું જરા સ્વમૂલ્યાંકન કર...'

વીજળીનાં વેગે મને એ ૠષિ યાદ આવ્યાં. તેમની વાતો... મારા મિત્રો, પ્રિતી અને તેની કઝીન્સ. હું ભુતકાળમાં સરી પડયો.

'શું થયું ?' તેમને મને થબથબાવ્યો.

'કંઈ નહીં'

'જો હું નથી ઈચ્છતો કે આ કેમ્પસમાં બીજો કોઈ નકુમભાઈ બને... અને હજુ તારી પાસે સમય છે.' તેણે મારી પીઠ થબથબાવી.

'થેન્ક યુ યુ નકુમભાઈ, હું આ હંમેશા યાદ રાખીશ.'

મેં રજા લીધી.

મારો રૂમ બંધ કરી મેં ત્રણેક કલાક સુધી સ્વમૂલ્યાંકન કર્યું. જાણે બધી ઘટનાઓ મારી નજર સમક્ષ જ હોય એવું પ્રતીત થતું હતું.

મને પ્રિતીની મજબૂતી, ઉત્તમ અને નૈતિકની વાતોને સમજવાની કોશિશ કરી.

કાતિલ છે, આ જિંદગી. જેને મારા જેવા સેન્સીટીવ વ્યકિતને (ક્રોનિક) બનાંવી દીધો અને નકુમભાઈ જેવા માણસને માંથી સેન્સીટીવ. જેની સલાહથી આજે મારા માટે એક નવો માર્ગ ખૂલ્યો.

***