yuhin koi mil gaya tha sare rah chalte chalte...... books and stories free download online pdf in Gujarati

યુંહીં કોઈ મિલ ગયા થા, સરે રાહ ચલતે ચલતે............

પ્રેમ કોઈ વ્યક્તિ કે વ્યક્તિ સાથે ના સબંધ નો મોહતાજ નથી

HUG GIFT કે KISS જેવા DAYS મનાવા પૂરતો સસ્તો નથી

ના હું આ VALENTINES DAY જેવા તહેવારો ની વિરુદ્ધ નથી, બસ આ તહેવારો ના આડે જે પવિત્ર પ્રેમ ની અવગણના થાય છે એને વિરુદ્ધ છું. શું છે આ પ્રેમ? કદાચ મને ખબર નથી. કારણ આજ દિવસ સુધી મેં ક્યારેય BOY FRIEND બનાવ્યો નથી કે ના કોઈ હું રિલેશનશીપ માં વિશ્વાસ કરું છું.

પણ, એનો અર્થ એ નથી કે હું પ્રેમ માં નથી માનતી.

ગઈ કાલે તારીખ ૧૨.૦૨.૨૦૨૦ ના રોજે ગુજરાત સમાચાર ના ફ્રોન્ટ પેજ ની ન્યૂઝ વાંચી ને દિલ ગુસ્સા માં બળી ઉઠ્યું. "હિંગણઘાટ માં એક તરફી પ્રેમ માં યુવકે પેટ્રોલ છાંટી ને સળગાવી હતી" મન માં સતત એક જ વિચાર ભમ્યા કરવા લાગ્યો, કઈ તરફ આપનો આ સમાજ જઈ રહ્યો છે, પ્રેમ ના નામ પર આ હવસ વાસના અને ગુના ઓ ને અંજામ આપવા માં આવે છે. બસ "પ્રેમ" ની પરિભાષા હવે એટલી જ રહી ગઈ છે, કે એક યુવાન છોકરો અને એક યુવાન છોકરી, એમની વચ્ચે પ્રોપોઝ, chocolate, ગિફ્ટ, ટેડી, promise અને કિસ that’s it?

હું તો આ પરિભાષા ને નથી માનતી અને ખુબ જ વિશ્વાસ થી કહી શકું છું કે ભલે પ્રેમ ક્યારેય નથી થયો. પણ ખાતરી છે કે ફકત આજ પ્રેમ તો નથી જ, એટલે જ કદાચ હું એમ કહી શકું છું કે મને થાય જ કેમ પ્રેમ?

પણ મારા આ અભિપ્રાય કે આ દ્રષ્ટાંત ને લોકો ને સમજાવો કઈ રીતે? ફકત ન્યૂઝ પેપર ની ન્યૂઝ પણ whatsapp પર share કરતા રિપ્લાય આવ્યા કે "નેગેટિવિટી" share ના કરવી, જયારે એ એક હકીકત માં ઘટેલી ઘટના હતી.

આજે આ વિચારો માં હું ખોવાયેલી જ હતી. ૫ - ૧૦ મીન માટે કદાચિત હું આ દુનિયા ને પણ ભૂલી ગઈ. બસ સતત એક જ વિચાર શું છે સાચો પ્રેમ? છે કે ખોવાઈ ગયો છે expensive ગિફ્ટ અને ROSES ના કાંટા ઓ માં,કે ત્યાંજ મને એક અવાજ સંભળાયો ,

"એ એ એ ".

અવાજ એ મારા વિચારો પર વાર કર્યો અને મને ભાન થયું કે હું કૈંક ખોવાઈ ગઈ હતી. વિચારો માંથી બહાર આવી ને એ આવતા અવાજ તરફ નજર કરી તો એક નાનો અમથો હાથ મારી સામે જુલા ખાતો હતો.

એ નાના હાથ ને જોયું તો એક ટેબલ ની પાછળ થી મસ્તી ભરી આંખો દેખાઈ. મારી આંખો માં જોતા જરાક બહાર આવતા એનો હસતો ચહેરો દેખાયો. જેમાં સખત મસ્તી હતી અને આંખો માંથી નિખાલસતા વરસી રહી હતી, એક ૫ વર્ષ નું નાનું બાળક. મારી સામે ટકોર ટકોર જોવા લાગ્યો અને હાથ હલાવવા લાગ્યો.

એને જોવા હું ૧ મીન એ cafe ની સામે ઉભી રહી ગઈ. અને હસી ને એને જવાબ માં મેં પણ હાથ હલાવ્યો. મારા જવાબ થી એ હજી વધારે ખુશ થયો અને મને પોતાની તરફ બોલાવી. કદાચ એને બોલતા હજી વ્યવસ્થિત આવડતું નહોતું. ફકત "એ એ" ના નારા ઓ જ લગાડી ઈશારા ઓ થી પોતાની વાત સમજાવા ના પ્રયત્નો કરતો હતો.

એ પોતાની પાસે બોલાવી રહ્યો હતો. એટલે એ ક્યુટ બાળક ને વ્હાલ કરવા હું પણ ઉતાવળી એની પાસે ગઈ, કે એને તરત જ પોતાની નાની આંગળી ઓ થી મારા ખુલા ધીમી હવા માં ઉડતા વાળ ને પકડ્યા. અને મસ્તી થી હસવા લાગ્યો. આ જોતા જ એની માં જે એ કૅફે ની માલકીન હતી એ દોડતી આવી. અને એના હાથ માંથી મારા વાળ છોડાવ્યા. અને મને કહ્યું "સોરી દીદી, ઇસકો તો સબકે લંબે બાલ પકડને કો અચ્છે લાગતે હૈ, મેરે બી બાલ પુરા દિન ખીંચતા રહેતા હે"

અને એ તો જાણે પોતાને કોઈ AWARD મળી રહ્યો હોય અને એ સંદર્ભ માં એના વખાણ થતા હોય એમ ઉછળી પડ્યો. અને ખડખડાટ હસવા લાગ્યો.

"કોઈ બાત નહીં aunty, યે હૈ હી ઇતના ક્યુટ" કહી ને હું પણ હસવા લાગી.

એની માં પણ એના દીકરા ના પરાક્રમ અને એ પરાક્રમ કર્યા બાદ ના એના એ મલકાહટ પર હસવા લાગી.

હું ત્યાંથી જવા લાગી, એને વળી પાછું મને "એ એ એ" કહી ને પોકાર્યું , મેં પાછળ વળી ને જોયું તો એનું આખું મોઢું હસી ના ફુવારા થી ફૂટી રહ્યું હતું અને એ મને એના નાના હાથ થી બાય બાય કરી રહ્યો હતો. અને આખો હાથ મોઢા પાસે રાખી મારી તરફ છૂટો કરતો રહ્યો, જે એનો FLYING KISS કરવાનો એક નિષ્ફળ પ્રયાસ હતો. જે એને કરતા વ્યવસ્થિત આવડતું નહોતું. પણ એનો એ પ્રયત્ન એટલો સફળ હતો કે મને બે મિનટ માટે "પ્રેમ" માં પાડી દીધો.

બાળક ના મુખ પર એવા હાવ ભાવ હતા જાણે એને કોઈ બહુજ મોટું તીર માર્યું હોય.

જોકે, હા એણે કામ તો કૈંક કર્યું જ હતું, એની નિખાલસતા એ મને અને એની વ્યસ્ત માં ને ૨ પળ ની હસી આપી હતી. એક પવિત્ર પ્રેમ આપ્યો હતો.નિખાલસ પ્રેમ , જ્યાં બાળક હોવા છતાંય કોઈ chocolate ની એને લાલચ નહોતી, હું સામે એને રિપ્લાય આપીશ કે નહિ એવી કોઈ અપેક્ષા નહોતી, કોઈ પરીક્ષા નહોતી, કોઈ પ્રેમ ના PROMISE નહોતા, પણ છતાંય એક વાસ્વિક અને સત્ય "પ્રેમ" તો હતોજ.

અને હું પણ ક્યાંક ખુશી થી મલકાતાં ગીત ગુનગુનાવા લાગી, "યુંહીં કોઈ મિલ ગયા થા, યુંહી કોઈ મિલ ગયા થા, સરે રાહ ચલતે ચલતે...."

નામ? ખબર નથી....... એની એ નિખાલસ પ્રેમ ભરી આંખો જ કાફી છે એને યાદ રાખવા જે valentines વીક ની એ મનમોહક સાંજ માં મને જોઈને આવકારી રહી હતી.