Dil ka rishta - a love story - 20 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા A LOVE STORY - 20

( આગળ જોયું કે તેજલ પણ પૂજા ના ઘરે આવી પહોંચી છે અને ત્યાં જ રહેવાની હોવા થી રોહન ખૂબ જ ખુશ છે રશ્મિ વિચારે છે કે તે કોઈ પણ રીતે મોકો ગોતી અને રોહન ના દિલ ની વાત જાણી ને જ રહેશે તેજલ આવે છે અને એનો સમાન રૂમ માં રાખે છે અને બહાર જવા જાય ત્યાં ટાઇલ્સ લીસી હોવા થી એનો પગ લપસે છે હવે આગળ)


રોહન તેજલ ની બેગ સાઈડ માં રાખવા માં મદદ કરે છે તેજલ રોહન ને થેન્ક્સ કહે છે રોહન હસી અને વેલકમ કહે છે તેજલ- તો ચાલો જઈએ??


રોહન- હા..


તેજલ બહાર જવા જાય છે ત્યાં જ ટાઇલ્સ લીસી હોવા થી તેજલ લપસે છે અને અચાનક એનું બેલેન્સ ખોઈ બેસે છે પણ એ નીચે પટકાઈ એ પેલા જ રોહન એને પોતાની બાહો માં ઝીલી લે છે અને બન્ને જાણે રોમાન્ટિક પોઝ આપતા હોય એ રીતે એકબીજા ની આંખો માં જુવે છે રોહન તેજલ ની આંખો માં જોઈ અને મન માં શબ્દો સ્ફુરવા માંડે છે


"

તારી તો આંખો છે કે અફીણ


જ્યાર થી જોઈ છે દિલ હરપળ નશા માં છે"


તેજલ ને પણ રોહન ની આંખો માં ગજબ નું આકર્ષણ અનુભવાય છે પહેલીવાર તેજલ ની નજર પણ રોહન ની આંખો પર થી હટતી ના હતી ત્યાં પવન ના લીધે બારી જોર થી પછડાઈ છે અને બન્ને નું ધ્યાન ભંગ થાય છે રોહન તેજલ ને ધીમે થી સહારો આપે છે પણ તેજલ ના પગ માં થોડી મોચ આવી ગઈ હોવા થી તે ઉભી થવાની કોશિશ કરતા જ દર્દ ભરી ચીસ નીકળી જાય છે રોહન એને સહારો આપે છે છતાં નીચે પગ માંડતા જ ફરી એ પડતા પડતા રહી જાય છે રોહન એને ગોદ માં તેડી લે છે એ રૂમ ના બેડ પર ઘણો સામાન પડ્યો હોવા થી એ એને તેડી અને બીજા રૂમ માં જાય છે તો ત્યાં એ રૂમ પણ લોક છે એ શું કરવું એ વિચારે છે પણ તેજલ રોહન ને જોયા રાખે છે રોહન તો તેજલ ને દર્દ થતું હોવા થી પરેશાન થઈ જાય છે પણ તેજલ નું તો દર્દ જાણે રોહન નો હાથ અડતા જ ગાયબ થઈ ગયું હોય એમ એ રોહન ને જોયા રાખે છે એની રોહન પર થી નજર હટાવી શક્તિ નથી રોહન પણ તેજલ તરફ નજર નાખે છે પહેલીવાર રોહન તેજલ ની આંખો માં એના પ્રત્યે લાગણી મહેસુસ કરે છે એના તો દિલ ના તાર ઝનઝની ઉઠ્યા પણ અત્યારે તેજલ તકલીફ માં છે એ યાદ આવતા જ એ તેજલ ને હોલ માં સોફા પર બેસાડે છે અને ફર્સ્ટ એડ કીટ લઈ આવે છે એમા થી સ્પ્રે લઈ નીચે બેસી ધીમે થી લ તેજલ નો પગ પોતાના પગ પર રાખી અને સ્પ્રે છાંટે છે પોતાના માટે કોઈ આટલું કરી શકે છે એ જોઈ તેજલ ના દિલ માં પણ રોહન માટે પ્રેમ ના અંકુર ફૂટવા લાગ્યા હતા જેના થી અજાણ રોહન સ્પ્રે છાંટી અને તેજલ નો હાથ પકડી અને ઉભી કરે છે ઉભી થતા જ ફરી તેજલ બેલેન્સ ગુમાવતા રોહન ને પકડી લે છે રોહન એને ખભે થી પકડે છે તેજલ રોહન ના કમર ફરતે હાથ વીંટાળી રોહન નો સહારો લે છે એક હાથ તેજલ ના ખભે અને બીજા હાથ થી તેજલ નો હાથ પકડે છે


રોહન - ધીમે ધીમે કોશિશ કર ચાલવાની...


તેજલ રોહન નો હાથ પકડી અને ચાલવાની કોશિશ કરે છે પણ એને ડર હતો કે એના થી પગ મંડાશે કે નહીં


રોહન એ કહ્યું હજી દુખે છે ??


તેજલ- હા થોડુ થોડું...


રોહન - ચાલવાની કોશિશ કર ચિંતા નહિ કર હું છું ને..


તેજલ- હું ચિંતા નથી કરતી મને ખબર છે તું મને કંઈ જ નહીં થવા દે રાઈટ??


રોહન ની આંખો માં ચમક આવી ગઈ જે રીતે તેજલ એ કહ્યું એ પર થી એ સમજી ગયો કે દિલ ની વાત દિલ સુધી અસર તો કરી રહી છે..


રોહન- (હસતા હસતા) રાઈટ...


રોહન તેજલ નો હાથ પકડી અને બન્ને બહાર જાય છે હવે તેજલ ના પગ માં ધીમે ધીમે સારું લાગી રહ્યું હોવા થી પોતાની રીતે ચાલી રહી હતી પણ એને છતાંય રોહન નો હાથ પકડી રાખ્યો હતો


બન્ને જણા માંડવા ની વિધિ ચાલી રહી હતી ત્યાં આવ્યા એ આવ્યા ત્યાં સુધી માં વિધિ પુરી થઈ ગઈ હતી તો પૂજા અને રશ્મિ ઉઠી અને રોહન અને તેજલ તરફ આવે છે


તેજલ અને રોહન ને એકબીજા નો હાથ પકડેલા જોઈ અને રશ્મિ ના દિલ માં તો ઉકડતું તેલ રેડાયું એને તો આંખે અંધારા આવવા લાગ્યા એને સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે અને તેજલ અને રોહન ને આ રીતે હાથ પકડી ને આવેલા જોતા જ પેલા તો પૂજા ને પણ આશ્ચર્ય થયું એ સીધી તેજલ પાસે ગઈ અને કહ્યું " તમે બન્ને આખા પોરબંદર નો સમાન ગોઠવવા ગયા હતા કે શું આટલી વાર હોઈ અને આ શું બેય દુલ્હા દુલહન ની જેમ હાથ પકડી ને એન્ટ્રી કરો છો


રોહન - અરે ના આ તો તેજલ નો પગ લપસી ગયો એમાં વાર લાગી એને ચાલવા માં પણ તકલીફ થઈ રહી હતી એટલે...


એ સાંભળી રશ્મિ ને થોડીક ટાઢક વળી કે અચ્છા આ કારણ હતું એટલું સાંભળતા જ પૂજા થોડી ચિંતા માં આવી ગઈ કે શું થયું તને કેવી રીતે પગ લપસી ગયો ધ્યાન રખાય ને એને તો ચિંતાભર્યા સવાલો ના તિર છોડવા મંડ્યા


તેજલ - અરે કઈ જ નથી થયું એટલું બધું... એમ કહી એને ત્યાં બનેલી ઘટના કહી સંભળાવી


પૂજા - શુ કાઈ નથી થયું આતો સારું થયું રોહન હતો ત્યાં નહિ તો મેડમ શુ થાત


તેજલ એ રોહન તરફ પ્રેમ ભરી નજર એ જોયું રોહન એ પણ સ્મિત આપ્યુ


સારું ચાલ હું મદદ કરું તું થોડી વાર અહીંયા બેસ એટલે હમણાં સારું થઈ જશે અને સારું થઈ જ જવું જોઈએ નહિ તો રાત્રે તારા વિના ગરબા કોણ રમશે એમ કહી પૂજા તેજલ નો હાથ પકડી અને ખુરશી પર બેસાડવા જાય છે બીજી તરફ થી રશ્મિ ધરાર એનો હાથ પકડે છે કારણ કે એ હાથ રોહન એ પકડી રાખ્યો હતો એને રોહન નો હાથ છોડવો પડે એમ જ હતો તેજલ ની ઈચ્છા ના હોવા છતાંય એ રોહન નો છુટતો હાથ જોઈ રહી એને રોહન તરફ નજર નાખી જાણે બન્ને ની નજર એકબીજા થી ખેંચાતી હોઈ જાણે કહેતી હોઈ કે


હવે દૂર ના જા


પણ એને જવું પડ્યું તેજલ ને પૂજા એ ખુરશી માં બેસાડી અને રોહન ને અજય બોલાવે છે સાંજે ગરબા રમવાના હોવા થી સાંજ ની તૈયારી માટે....રોહન કમને ત્યાં થી જાય છે


જો કે

રોહન ખૂબ જ ઉત્સાહિત હતો ગરબા માટે કારણ કે જે રીતે એની અને તેજલ ની નજદીકી વધી રહી હતી અને એમાંય ગરબા એટલે તેજલ સાથે મનભરી ને ઝૂમવાની તક..... હવે એ રાહ જોઈ રહ્યો હતો એ સૂરીલી અને થનગનાટ ભરેલી સાંજ ની......


**********


TO BE CONTINUE.....


*******


(રોહન અને તેજલ ની વધતી નજદીકી નું શુ પરિણામ આવશે???? રોહન ના તેજલ નો પ્રેમ ગરબા ના તાલ સાથે કેટલો પાંગરશે ???? પૂજા ના લગ્ન ની વિધિ ઓ સાથે કઈ ઉચ્ચાઈઓ આંબશે તેજલ અને રોહન નો પ્રેમ????રશ્મિ ના પ્રેમ નો શુ અંજામ આવશે ???શુ હશે રશ્મિ રોહન અને તેજલ નું ભવિષ્ય????

શુ થશે આગળ એ તો ભવિષ્ય ના ગર્ભ માં જ છે તો એ જાણવા વાંચતા રહો

દિલ કા રિશ્તા A LOVE STORY અને આપનો કિંમતી મંતવ્ય જરૂર આપો તમને કેવી લાગી રહી છે આ લવ સ્ટોરી એ બાબત એ આપનો અમૂલ્ય મત જરૂર આપો

*મને ઈન્સ્ટા માં ફોલો કરો the_tejal_rabari_official