Siddhsant Shree Fakkdanathbapa - 2 books and stories free download online pdf in Gujarati

સિધ્ધસંત શ્રી ફક્કડાનાથબાપા - 2

જમરાળા ની જાજરમાન જગ્યામાં આજે પૂજ્ય જયદેવદાસ બાપા બિરાજી રહ્યા છે .
અને ભૂખ્યા દુખિયાને ભોજન અને આશ્વાસન આપી રહ્યા છે, એવી વર્ષો જૂની આ જગ્યાનો ઇતિહાસ રચનાર એવા સિદ્ધ સંત શ્રી ફકડાનાથ બાપા ના જીવન ચરિત્રને જોઈએ ,
આવો જાણીએ શ્રી ફકડાનાથ બાપા નો ઇતિહાસ, પુર્વ જીવન અને સિદ્ધ સંત તરીકેનું જીવન.
રંગપુર ગામને પાદર માં આચ્છા નીરથી વહી જતી ભાદર નદીના કાંઠે પ્રાતઃકાળમાં એક સદગૃહસ્થ હાથમા લોટી લઈને આવ્યા, દંડવત પ્રણામ કર્યા પછી નદીના શિતળ નિરમા સ્નાન કર્યું ,સૂર્યદેવને જળ અર્પણ કર્યું પવિત્ર વસ્ત્ર પહેરીને નદીના કાંઠે પ્રભુ પ્રાર્થના કરી , એટલામાં ભગવાન સૂર્યનારાયણે પોતાના સોનેરી કિરણો રુપી હાથને તેમના માથા ઉપર ધરિયા, નિત્યનિયમના કર્મથી પરવારીને એ ગૃહસ્થ ઘેર આવ્યા ,આવી રીતે હંમેશા તે મહાપુરુષ પ્રાતઃકાળ નદીએ જય સ્નાન કરતા , નદીમાં નીર ના હોય ત્યારે તળાવમાં કે કૂવા પર જઈને સ્નાન ધ્યાન કરી આવતા, પછી ગામમાં મંદિરેજઇને શિવજીને જળ અભિષેક ચડાવતા, ઘેર ગયા પછી પણ પોતાના ઇષ્ટ દેવનું ઘરે સ્થાપન કરેલું ત્યાં થોડી વર બેસીને ધૂપ દીપ અને ગીતાજીના પાઠ કરતા. આવી રીતે પ્રભુભક્તિ કરનાર તે મહાપુરુષ સાધારણ સ્થિતિવાળા નોહતા, પણ તે ઝાલા કુળ માં અવતરેલા દરબાર ભીમસિંહજી નામે ગરાસદાર લીમડી રાજ્યના ભાયાત હતા.
આ ભીમસિંહ એક વખત દ્વારકાની યાત્રાએ નીકળ્યા સાથે 50 માણસનો સંઘ ને ગયેલા,
ત્યાં દ્વારકામાં સવારે ગોમતી નદીના ઘાટ પર સ્નાન કરી ભાગવત ગીતા નો પાઠ કર્યો, નિત્ય નિયમ મુજબ પૂજાપાઠ કરી ભીમસિંહજી દ્વારકાધીશના દર્શન કરવા માટે પોતાના પડાવમાંથી બહાર નીકળ્યા, ત્યાં સામેથી એક સાધુને આવતા જોયા, અલૌકિક અલગારી સાધુનો વેશ જોઈને અનાયાસે સાધુ ની સામે ચાલીને પગે પડીને નમસ્કાર કર્યા! સાધુ અવધૂત દશામા હતા તે એકદમ દરબાર ને પગમાં પડેલા જોઈ ને પૂછવા લાગ્યા તમારે શું કામ છે? શા માટે આમ કરો છો? દરબારે જવાબ આપ્યો 'આપના દર્શન થયા એ જ મારા પૂર્વ જન્મનું પુણ્ય સમજુ છું ,આપની અંદર મને કોઈ અલૌકિક અનુભૂતિ થઈ રહી છે'. આપ મારા ઉતારે પધારો ભોજન પ્રસાદ ગ્રહણ કરીને મને ધન્ય બનાવો,' મહારાજે કહ્યું 'મારે જમવાની ઇચ્છા નથી',
તો દરબારેકહ્યું કોઈ વસ્તુ જોઈતી હોય તો કહો અથવા ગાંજા સૂખા માટે પૈસા જોઈએ તો પણ આપુ,
મહારાજ કહે મારે વસ્ત્ર ની જરૂર નથી તેમજ કોઇ વસ્તુની જરૂર નથી અને પૈસા પણ જોઈતા નથી
તો દરબારે કહ્યું હું આપની શું સેવા કરું? મને કોઈપણ સેવાનો લાભ આપો મહારાજ થોડીવાર શાંત બેસી અને પછી બોલ્યા, 'તારી ખુબ જ ભાવના છે ,ખૂબ જ ઇચ્છા છે તો અહી યાત્રા કરવા આવ્યો છે ત્યારે ભગવાનના દર્શન કરીને કોઈ એક નિયમ જીવનમાં ધારણ કરતો જા જે'. દરબારે કહ્યું આપ જ કોઇ નિયમ આપો, એ મારા માટે માન્ય છે
પરંતુ તે સાધુએ કહ્યું તુ પાડી શકે કે ન પાડી શકે તો મારું વચન મિથ્યા જાય , માટે તારાથી પાળી શકાય એવો નિયમ તુ તારી મરજી થી લેજે
,
દરબાર ભીમસિંહ જીએ વિચાર કર્યો કે સંત જમ્યા નથી અને ભગવાને મને ઘણું આપ્યું છે તો સાધુ-સંતો અને જમાડવામાં હું વાપરુ તો કાંઈ ખોટું નથી, આવો મનમાં સંકલ્પ થવાથી તરત જ બોલી ઊઠયાં પ્રભુ આજથી મારી ઘેરે જે સંત સાધુ પધારશે તેને જમાડીને જ મોકલીશ,
મહારાજ કહે સાધુ ને જમાડ એ તો ઠીક ભગવાને તને આપ્યું હશે તો વાપરીશ , પણ સાધુને સાચવવા અને સમજવા બહુ જ દુર્લભ છે.
દરબાર કહે પ્રભુ સાધુ ને જમાડવા સાથે સત્યતા -દીનતા -આધિનતા પણ રાખીશ અને તેમનુ વર્તન પણ સહન કરીશ ,
ઘેર આવે એને તો હું જમાડીશજ પણ બહારગામ જાવ અને ત્યાં મહેમાન તરીકે ગયો હોવ અને ત્યાં કોઈ સંત મળે તો ત્યાં હું સંતને બે હાથ જોડી પગે પડી પાસે કંઈક હશે એમને ભેટ મુકીશ .
આટલું પાળીશ .
મહારાજ કહે છે કે કીધા પછી જોજે ચૂકી ન જવાય , કોઈપણ વ્યક્તિ પહેલા તો આવેગા બોલી જાય છે અને પાછળથી નહીં પાળી શકવાથી પસ્તાવો કરે છે . એવું ન થાય એ ધ્યાન રાખજે ,
દરબાર કહે આપની દયા હશે તો પાડી શકીશ હુંતો એક પામર પ્રાણી છું.
થોડીવાર તે સાધુ પાસે બેસી અને ચાલ્યા ગયા.
ત્યારબાદ એક દિવસ ચોમાસાના સમય હતો અને આ દરબારને કોઈ કોર્ટ-કચેરી ના કામ થી લીમડી જવાનું થયું અને વળતા લીમડી માં જ સૂર્યાસ્ત થઈ ગયો , ચોમાસાનો દિવસ હતો તેથી થોડી વારમાં જોતજોતામાં આકાશ વાદળોથી છવાઇ ગયું ને પાવન જપાટાબંધ સૂસવાટા નાખવા લાગ્યો , સંધ્ય વખત થઈ ગયો ત્યાં ઘોડી બોરાણા ગામની નજીક આવી ગઈ , અને ગામના તળાવની પાળ પાસે થી ઘોડી નીકળી ત્યાં ભીમદેવ સિંહે જોયું , તળાવની પાળે એક મહાત્મા બેઠા છે, આગળ ધૂણીજલીરહી છે ધૂણી મા લોઢાનો ચીપ્યો ઉભો ખોડે લો છે, અને બેઠા-બેઠા ખલતામાંથી કંઈક કાઢી રહ્યા છે, ભીમજીયે જોયું કે સાધુ છે,
તેથી તેમને પગે લાગવું જોઈએ, આમ વિચાર કરી અને ઘોડી ઉભી રાખી ઘોડી ઉપરથી ઉતરી ગયા , ઘોડીને પાસેના એક છોડ સાથે બાંધી અને મહાત્મા બેઠા હતા તેમની સામે જઈને બેસી ગયા.
મહાત્મા થેલામાંથી ગાંજો કાઢી રહ્યા હતા બાજુમાં ચલમ પડી હતી ત્યાં એક પ્યાલામાં પાણી ભરેલું હતું . પોતે ગાંજા નીકળ્યો કાઢીને એક હાથમાં લઈ બીજા હાથથી ભાંગી રહ્યા હતા. એવા મા ભીમજી દરબારે આવી અને બે હાથ જોડી માથું નમાવી નમસ્કાર કર્યા . એટલે તે મહાત્માને તેમના સામું જોયુ પોતાનું મસ્તક નમાવી આશીર્વાદ રૂપે એક હાથ ઊંચો કર્યો. પાછા ગાંજો ભાંગી તેમાં પાણી રેડવા લાગ્યા અને બંને હાથથી ચોળીને તે મિલાવવા લાગ્યા, દરબાર આઠ દસ મિનિટ સુધી બેઠા પણ તે મહાત્માયે તેના ઉપર બીજી વાર દ્રષ્ટિ કરી નહીં.
અને કંઈ બોલ્યા પણ નહિ મહાત્મા પોતાના કામમાં મશગૂલ હોય તેમ એક ધ્યાનથી ગાંજો ચોળવામાં લાગી રહ્યા. દરબારે વિચાર કર્યો કે નમસ્કાર કર્યા તેમણે માથું હલાવી અને નમસ્કાર જીલીલીધા એટલે મારું કામ પતી ગયું , વળી મહાત્મા પોતાના કામમાં લાગે છે એટલે એમને વધારે ખલેલ ન કરાય, જો કદાચ તે બોલ્યા હોત તો થોડી વાર બેસીને સત્સંગ કરત. વળી ઘર પણ ઘણું જ દૂર છે એટલે અહીં આગતાસ્વાગતા પણ થઇ ન શકે. અને અધૂરામાં પૂરું મોડું વધતુ જાય છે, આમ વિચારીને ઊઠે ઘોડીએ સવાર થઈને ચાલી નીકળ્યા , નીકળ્યા બીજું ગામ આવતા તળાવની પાળ ઉપર પ્રકાશ જોયો છેક નજીક આવતા આગળ કોઈ મહાત્મા બેઠા હોય એમ જાણવામાઆવ્યું,
જ્યાં તળાવની પાળ ના પેટાળનાભાગમાં આવી ઘોડી ઉભી રાખી જોયુતો તે જ સંત આગળના ગામમાં જોયા હતા એ જ!!
મનમાં વિચાર થયો કે કોઈ બે ભાઈ એક જ ચેહરા ના હોય અને એક આ ગામમાં અને બીજા સામેના ગામમાં ઉતર્યા હોય , આવુ બને અને અથવા મહાત્મા ભલે એક જ હોય પણ સ્થાનતો બદલી ગયુ છે,
તેથી બીજીવાર નમન કરવા જોઈએ આમ વિચારી ઘોડી ઉપરથી ઉતરી અને નમસ્કાર કર્યા, સામે જઈને બેઠા.
વધુ આવતા અંકે
(પુરણ સાધુ -માલપરા ભાલ)