Skill of Potato merchant books and stories free download online pdf in Gujarati

સ્કીલ ઓફ પોટેટો મર્ચન્ટ

“સ્કીલ ઓફ પોટેટો મર્ચન્ટ”
બટેટાવાળા ની સ્કીલ ,
એક આંત્રપ્રનર(સાહસિક) ધારે ને તો દેશની સુરત બદલાવી શકે છે . કોઈ કોલેજ /યુનિવર્સિટી ની ડિગ્રીથી આંત્રપ્રનર નથી બની શકાતું , તેના માટે વિઝન જોઈએ ! સ્કીલ જોઈએ ! ખાસ કરીને વિઝન હોય , સ્કીલ હોય પરંતુ ઇમાનદારી ન હોય તો બધુ ધૂળ બરોબર ! આવા કઈ કેટલાય વિઝનકારો , સ્કીલકારો , ઈમાનદારો દીવાલ ની પાછળ જતાં રહ્યા છે ! આગળ કોણ છે ? વાતુ ના વડા ! હું આમ , હું તેમ ના હુંકારકારો ! આ બધા ને આપણે ઓળખીએ પછી આપણે આપણું વિઝન કિલયર કરીએ ,સ્કીલ બનાવીએ અને પછી ઇમાનદારી થી મચી પડીએ ત્યારે આપણે આપણો ખરા અર્થમાં વિકાસ કરી શકીશું ,ડેફીનેટલી !
મારી પત્ની રોજ એક શોપીંગસેંટર વાળા પાસેથી વસ્તુ ખરીદે, કોઈક જ દિવસ એવો જાય કે જે દિવસે ખરીદી ન હોય બાકી કઈ ના કઈ પેલા શોપીગસેંટર વાળા પાસે થી રોકડે થી ખરીદી કરે જ કરે . પેલો દુકાનદાર પણ ભાભી આ લઈ જાવ , ભાભી આ લઈ જાવ , તમારી જ દુકાન છે ! તમારા ભાઈની જ દુકાન સમજો ! આ જુવો નવી વસ્તુ આવી છે , તમારા કામની છે વગેરે , વગેરે , વગેરે વાતો કરીને કઈ ને કઈ વસ્તુ આપે જ , મારી પત્ની પણ હસતા મોઢે આવી વસ્તુઓ તેને ત્યાંથી ખરીદે જ ! પૈસા બાકી રાખવાની તો કોઈ દિવસ વાત જ નહીં , બધુ જ રોકડેથી , હસતા મોઢે !
એક દિવસ ની વાત છે મારી પત્ની થોડા જ પૈસા લઈને માર્કેટ માં ગયેલી , પૈસા વપરાય જતાં ફ્ક્ત એક 10 ની નોટ જ બચેલી , આ 10 ની નોટ પણ થોડી ફાટેલા જેવી હશે જે નોટ તેને એક ડેરીવાળા ને આપતા પેલા ડેરીવાળા કહ્યુ – બેન આ 10 ની નોટ ફાટેલા જેવી હોય ચાલે તેમ નથી , બીજી આપો . મારી પત્ની પાસે એકજ 10 ની નોટ હોય, પેલો ડેરીવાળો અજાણ્યો હોય, મારી પત્ની પેલી નોટ પાછી લઈ ને વિચારવા લાગી હવે શું કરવું ? ત્યાં અચાનક તેને પેલો જાણીતો શોપીંગસેંટરવાળો યાદ આવ્યો અને તે તુરતજ તેની પાસે નોટ બદલાવી લેવાની આશા સાથે તેની પાસે ગઇ . પેલા શોપિંગસેંટર વાળાને કહ્યુ – ભાઈ આ એક નોટ બદલાવી દે ને , પેલા ડેરીવાળા ને મારે આપવાના છે , મારી પાસે એક જ નોટ છે , આવતા-જતાં જો નહિ ચાલે ને તો હું તને બદલી આપીશ , પેલો ડેરીવાળો અજાણ્યો છે એટલે તારી પાસે આવી છું .
પેલો શોપીગસેંટરવાળો બોલ્યો – બેન આ નોટ ફાટેલી હોય ચાલે તેમ નથી , હું નહીં બદલાવી આપું ! મારી પત્નીએ ખુબજ રિકવેસ્ટ કરવા છતાં ધરાર તેને નોટ ન બદલી આપી !
મારી પત્નીને બટેટા પણ લેવાના હોય તે ત્યાંથી બટેટાના વેપારીને ત્યાં ગઈ અને ત્યાં જઈને પેલા બટેટાવાળાને કહ્યું – ભાઇ 1 કિલો બટેટા આપશો જુવો , મારી પાસે એક જ 10 ની નોટ છે અને તે પણ ફાટેલી ! આ તો ભાઇ જો તું લઈ લે ને તો મારે બીજો ધક્કો નહીં , સાંજે એવું હશે ને તો હું નિકળીશ ને તો તને નોટ બદલાવી આપીશ ,નોટ લઈ લે તો સારું મારો ભાઈ ! મારી પત્નીની વાત સાંભળીને પેલો અજાણ્યો બટેટાવાળો બોલ્યો – અરે બેન ! શું વાત કરો છો ? લઈ જાવ બટેટા ! પૈસા પછી આપી દેજો અને તમારે બીજી કોઈ ખરીદી કરવી હોય તો આ તમારી નોટ પણ હું બદલી આપું છું , તેમાથી તમે બીજું કઈ લેવુ હોય તો લઈ લેજો , નોટ બદલી આપવાની ચિંતા ન કરશો , આ લો 10 રુપયા !
પેલા બટેટાવાળા પાસેથી 10 ની નોટ લઈ મારી પત્ની ડેરીમાથી દૂધ લઈને ઘરે આવી અને પછી તે જ દિવસે સાંજે પેલા બટેટાવાળાના 10 રૂપયા બાકી હતા તે આપી આવી તેમજ પેલી નોટ પણ બદલાવી લાવી !
થોડા દિવસો પછી એક દેશના વડા આવી રહ્યા હતા આ બટેટાવાળો ઝૂપડપટી વિસ્તારમાં રહેતો હતો તે આખી ઝૂપડપટી ની આગળ દિવાલ ચણી લેવામાં આવી ! એક મિનિસ્ટરની ત્યાંથી રેલી નીકળી આ રેલીમાં પેલો શોપીંગસેંટરવાળો આગેવાની લઈને સૂત્ર પોકારી રહ્યો હતો – દેશકે નેતા કઇશા હો ! દેશ કે નેતા અઈશા હો ! તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ ! વિકાસ હી હમારા નારા હૈ ! વિકાસ હી હમારા મકસદ હૈ !
( આ લઘુવાર્તા સત્ય ઘટનાની નજીકની પરંતુ કાલ્પનિક છે )
સંભવિત આંત્રપ્રનરો (સાહસિકો) દીવાલની પાછળ છે જેનામાં વિકાસને લગતી મુખ્ય સ્કીલ ઈમાનદારી છે , આબરૂ છે , ગ્રાહક પ્રત્યે ભરોશો છે , વિઝન છે ! જ્યારે દિવાલની આગળ આવા શોપીંગમાસ્ટરો છે , જે ક્યારે ? કોનું ? કેવી રીતે ? ‘શોપીંગ’ કરી નાખશે તે નક્કી નથી ! વિચારવાનું આપણે છે !!!
લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)