LETTER TO LOVER VILLAGE -2099 PART 2 books and stories free download online pdf in Gujarati

લેટર TO લવર વિલેજ-2099 - ભાગ 2

જાહેરાત પણ,માહીના અંજાન પંછી જેવી અજીબને દુનિયાની હરેક વ્યક્તિ માટે અંજાન હતી.બીજા દિવસે સંદેશ,ગુજરાત ને દિવ્યભાસ્કરથી માંડીને નાના-મોટા હરેક અખબારમાં બે પેઈજ ભરીને જાહેરાત છપાઈ.એ જાહેરાત જે જેને વાંચી તેને પોતાના ફ્રેન્ડસર્કલમાં આવતા કે લવ સર્કલમાં આવતા દરેકને તે ફોર્મ ભરવા કહ્યું.પાછી તે ઝેરોક્ષ કે અન્ય કોઈ રીતે ભરી શકાય તેવી જાહેરાત નહોતી.ફક્ત છાપામાં આવેલી જાહેરાતને કટીંગ કરીને ભરેલ હશે તોજ ફોર્મ માન્ય રહેશે તેવી સૂચના હોવાથી દરેક માટે છાપુ ખરીદવું અનિવાર્ય બની ગયું.મોટાભાગના લોકો તે ફોર્મ ભરવા માટેની કેટેગરીમાં ના આવતા હોવા છતાં ખરીદયું....કારણ કે આવી જાહેરાત કદી આવી નહોતી કે કદાચ પછી ક્યારે આવશે નહીં તેવી વિચારણાએ એક શોખ ખાતર કે ભાવિ પેઢીને બતાવવા ખાતર કે એક અજાયબી પોતાની પાસે હોવાનો જસ લેવા ખાતર છાપા ખરીદયા.છાપાની નકલો ખૂટી જવાને આવી હોય તેવું કદાચ અખબારના ઇતિહાસમાં પહેલીવાર બન્યું.છાપાવાળાઓએ પણ એક પેજના 30000ની જગ્યાએ દસ હજારનો ભાવ લઈને કુલ વીસ હજારની કિંમતમાં જાહેરાત છાપી આપી.આથી માહીને જાહેરાત પાછળ ફક્ત એસી હજાર જેટલો ખર્ચ કરવો પડ્યો અને છાપાવાળોને તો છાપા બહુ વેચાવાથી ઘણો ફાયદો થયો અને અખબાર ઇતિહાસમાં પહેલીવાર એમણે આટલી કમાણી થઇ હતી.એટલુંજ નહીં આ જાહેરાતથી શેરબજારમાં પણ તેજી આવી ગઈ.મોબાઇલ કંપનીઓને પણ અઢળક ફાયદો થયો.લોકો એક બીજાને ફોન તથા મેસેજ દ્વારા માહિતી આપવા અને ખુશી વ્યક્ત કરવા લાગ્યા.
ચારે દિશામાં બસ આ જાહેરાતની ઘેલછા છવાઈ ગઈ.લોકો હોંશે હોંશે તેમાં રસ લેવા લાગ્યા.લોકોના હોઠેથી બસ વારે ઘડીએ તેનીજ વાત આવી જતી.સમગ્ર ગુજરાતમાં તેની વાત પ્રસરાઈ ગઈ.જ્યાં છાપાની સગવડ નહોતી તેવા વિસ્તારોમાં લોકોએ કોઈપણ રિલેશન કે ઓળખાણ પીંછાણ વિના ટપાલ કે ફોન-મેસેજ દ્વારા જાણ કરી દીધી.ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે કોઈ જાહેરાતના કારણે ફક્ત અખબાર જગતનેજ નહીં શેરબજાર,ટપાલખાતા,ટેલીફોન ને મોબાઈલ કંપની વગેરેને ફાયદો થયો હોય એટલુંજ નહીં મીડિયા તથા ટીવી ચેનલ જગતમાં પણ તેની જ ચર્ચા આખો દિવસ ચાલુ રહી.નેતાઓએ પણ તેના પ્રમાંણોમાં લાગવગ સાધવા પ્રયત્નો શરુ કરી દીધા.ફોર્મ ટપાલથી મોકલવાના હોવાથી લોકોએ સ્પીડ પોસ્ટ કર્યા આથી ટપાલ ખાતાને તો બહુ જ ફાયદો થયો.ગ્રુપની તથા ફોર્મની વિસ્તૃત માહિતી ઇન્ટરનેટ પર જોઈ શકાતી હોવાથી લોકો કોમ્પ્યુટર પર આખો દિવસ લાગી રહ્યા.કોમ્પ્યુટર તથા સાયબર કાફે ચક્કાજામ થઈ ગયા.માહીની વેબસાઇટ વિશ્વમાં એક દિવસમાં જ નહીં એક કલાકમાં સૌથી વધુ વખત સર્ચ થનાર બની ગઈ.અંદાજે કલાકમાં બે કરોડ લોકોએ તે વેબસાઈટ સર્ચ કરી.જેનો રેકોર્ડ કદાચ આગામી દિવસોમાં કે ભવિષ્યમાં પણ કોઈ નહિ તોડી શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ.એક દિવસમાંજ માહી સેકન્ડોની ગણતરીમાં તો સ્ટાર થઈ ગયો.
માહીએ પોતાની કોઈ માહિતી... ફક્ત સરનામાં સિવાય.... તેમાંએ નવા સરનામાં સિવાય કોઈપણ માહિતી ઈન્ટરનેટ પર મૂકી ન હોવાથી લોકો નિરાશ થયા છતાં આટલું જાણીને પણ લોકોએ સંતોષ માન્યો.માહીએ પોતાનો ફોટો પણ ના મૂક્યો હોવાથી લોકો તેને જોવા માટે આતુર બની ગયા.સાયબર કાફે તથા પર્સનલ કોમ્પ્યુટર વાળા લોકોએ કલાકની જગ્યાએ મિનિટ પ્રમાણે ભાવ કરી દીધા.15 મિનિટના 50 રૂપિયા કરી નાખ્યા છતાં લોકો મોં માંગ્યા ભાવ દઈને પણ માહિતી મેળવવા લાગ્યા.જેમણે કોમ્પ્યુટર પર જગ્યા ના મળી તેમને મોબાઇલની ટચુકડી સ્ક્રીન પર સર્ચ કરી માહિતી મેળવી.ઘણા લોકોએ આઉટ સ્ટેટ કે ફોરેન રહેતા પોતાના ઓળખીતા તથા સંબંધી લોકોને પણ જાહેરાત વિશે જાણ કરી દીધી.તથા જેટલાએ વેબસાઇટ પર જોયું તેઓ પણ અચંબામાં પડી ગયા અને ગુજરાત ભણી આવવા દોટ મૂકી. ફોરેન ગયેલાને ગુજરાતનું નાગરિકત્વ ધરાવતા લોકો તો તે દિવસે ને તે દિવસેજ વિઝા મેળવી ગુજરાત આવવા રવાના થઇ ગયા.જેઓ ગુજરાતનું નાગરિકત્વ ગુમાવી બેઠયાતા તથા નહોતા ધરાવતા તેઓને પસ્તાવાનો પાર ના રહ્યો.જાહેરાતનું ફોર્મ ભરવા માટે ગુજરાતનું નાગરિકત્વ જરૂરી હતું તથા ફોર્મ ભરવાની અવધી પણ ત્રણ દિવસનીજ હોવાથી લોકોએ ફટાફટ કામગીરી ચાલુ કરી દીધી.ટપાલ ખાતાને પણ દોડધામમાં ધસારો પડયો.પણ ક્યાંય બે નંબરનું કે ભ્રષ્ટાચારનું નામ ના આવ્યું.જાણે કોઈ સરકારી નિયમો પ્રમાણે ચુસ્ત રીતે પ્રક્રિયા ચાલતી હોય તેવું આયોજન થયું.
અખબાર જગતને પછી જાહેરાત છાપવાણો પ્રતિબંધ હોવાથી તે દિવસનું છાપું મેળવવા અખબાર કેન્દ્ર પર હજારોની ભીડ ને લાઈન લાગી ગઈ.આ ગ્રુપમાં ઘણો ફાયદો થવાની આશાએ અખબાર જગતએ,ફાઇનાન્સ કંપની, મોબાઈલ કંપની તથા અન્ય પેઢીઓ તથા નાની મોટી કંપનીઓ તથા શેરબજારે તેમાં જોડાવાની માહી પાસે ઓનલાઇન માગણી રજૂ કરી.સાંજ સુધીમાં તો હજાર ઉપર કંપની તથા અન્ય પેઢીઓએ રોકાણ કરવાની રજૂઆત કરી.
રોકાણની વાત માહીએ ઓનલાઈન જોઈ એટલે તેને પોતાનું થોડું લખાણ વેબસાઇટ પર મૂક્યું જે તેમાં ફોર્મ ભરનારને બહુ ગમ્યુ.....જેમાં લખ્યુંતું...”મારે કોઈ કંપની કે પેઢીનું રોકાણ નથી જોઈતું.બસ હુતો ફોર્મ ભરનારને ગ્રુપમાં સભ્ય થનારના સાથ સહકારથીજ આ કરવા માગું છું.
આ વાંચીને રોકાણની ઈચ્છાવાળા નિરાશ થયા જ્યારે સભ્યો ખુશ થયા.નેતાઓએ પણ લાગવગની વાતો રજૂ કરીને જેનો માહીએ ઉત્તર આપ્યો....હું મારા ગ્રૂપમાં રાજકારણ તથા ભ્રષ્ટાચારના મૂળિયાં નથી ઈચ્છતો..માહીના પ્રતિભાવ વાંચી લોકો ખુશ થયા.માહીની ખાલી પડેલી વેબસાઈટ જોઈને જે નિરાશ થયા હતા.તેઓ આ વાંચી માહી વિશે થોડું જાણી શક્યાંનો સંતોષ વ્યક્ત કરવા લાગ્યા.માહીનું દિલ પણ ખુશ થઈ ગયું હતું.માહીની વેબસાઈટ પર થોડું લખાણ આવ્યું છે તે વાત વાયુવેગે સમગ્ર પંથકમાં પ્રસરી જતા લોકો ફરીથી ઈન્ટરનેટમાં ખોવાઈ ગયા.
ખુદના ગામમાં પણ લેટરના માધ્યમથીજ થોડા દિવસો પહેલા જાણીતા થયેલ માહીએ સપનામાં પણ ક્યારેય નહોતું વિચાર્યું કે તે આટલો બધો પ્રખ્યાત સેલિબ્રિટી બની જશે.રાતોરાત તે દરેક યુવા હૈયાનોજ નહીં સમગ્ર માટે સ્ટાર બની ગયો હતો.
તારીખ ૦૭/૦૯/૨૦૯૯ ના રોજ અખબારોના પહેલા પાના પર કંઈક અલગજ જોવા મળ્યું. ...જાહેરાતનું મથાળું પણ અલગજ હતું.ના વાંચવાનું મન હોય છતાં ઘડીક નહીં અડધો કલાક વાંચીને રસ લેવાનું મન થાય તેવું તે જાહેરાતનું શીર્ષક હતું.સરસ રંગીન કલરોથી આછા લાઇટિંગમાં કાપડ પર જાહેરાત છપાઈ હતી.....

‘આવો એક અલગજ દુનિયામાં વસી તમારા યુવા દિલને ખીલવો.....!
નીચેનું પાનું કટિંગ્સ કરી તેની સંપૂર્ણ વિગતો ભરી સભ્ય બનો અને તમારા જીવનમાં વિસરાઈ ગયેલ યુવા હૈયાની હવાને ખીલવો...
નામ : ઉપનામ : ઉંમર : જન્મતારીખ : અભ્યાસ : શોખ :
ઈચ્છા (આકાંક્ષાઓ) : પ્રિય ગીત : પ્રિય ફિલ્મ : પ્રિય હીરો : પ્રિય હીરોઇન : વિશ્વાસ :
પ્રિય રંગ : પ્રિય ફૂડ : પ્રિય ભોજન : પ્રિય પીણું : પ્રિય ભગવાન : પ્રિય સીરીયલ :
પ્રિય આલ્બમ : પ્રિય ગાયક-ગાયિકા : પ્રિય વિદેશી ગાયક ગાયિકા : પ્રિય હોલીવુડ હીરો હીરોઇન :
પ્રિય ટેલીવુડ હિરો હિરોઈન : પ્રિય ફળ : પ્રિય ફૂલ : પ્રિય દોસ્ત : પ્રિય નેતા : પ્રિય સ્થળ :
પ્રિય મંદિર : પ્રિય પક્ષ : પ્રિય વ્યક્તિ : પ્રિય ખેલાડી : પ્રિય રમત : પ્રિય ક્રિકેટર :
પ્રિય દેશ : પ્રિય ઉદ્યોગપતિ : પ્રિય વૃક્ષ : પ્રિય પ્રાણી : પ્રિય પક્ષી : પ્રિય પુસ્તક :
પ્રિય લેખક-લેખિકા : પ્રિય કવિ કવિયિત્રી : પ્રિય સ્ટોરી : પ્રિય નવલકથા : પ્રિય ગઝલ :
પ્રિય ડાન્સર :
તમને 16 વર્ષના થવું ગમે કે ૨૧ વર્ષના ? શા માટે ? ...........
પુરુષની કઈ બાબત આકર્ષે છે ?...................
સ્ત્રીની કઈ બાબત આકર્ષે છે ? .........
કઈ ફિલ્મો વારંવાર જોવી ગમે છે ? ....................ગુસ્સે થાવ ત્યારે?....................
બાળપણની વિશેષ યાદ........!............
સવારે ઊઠીને જુઓ નારી/નર બની ગયા છો ત્યારે...!.............
કોને જોતા હૃદયની ધડકન વધી જાય છે ?.............
કયા ભગવાનને પ્રાર્થના કરો છો ?...........................છેલ્લે ક્યારે વેકેશન માણ્યું હતું ?.............
જીવનની શ્રેષ્ઠ બાબત.........મનપસંદ પરફ્યુમ..........મનપસંદ ક્રીમ..........પાવડર.........ટુથપેસ્ટ.....
તમારો પાર્ટનર તમારી સાથે દગો કરે તો ?...............
છેલ્લા બે વર્ષમાં કયા ફેરફાર તમારા જીવનમાં થયા?............................ મનપસંદ રેસ્ટોરન્ટ........
અત્યાર સુધીના લવ.........
કઈ ત્રણ ઈચ્છા પૂરી થાય તેવું ઈચ્છો છો...........૧.........................૨.......................૩....................
મનપસંદ આઉટડોર રમત.............. શું નથી ગમતું ?..........સામેની વ્યક્તિમાં શું નથી ગમતું ?...
ખુદમાં શું પરિવર્તન લાવવું છે ?...........
બેસ્ટ ફ્રેન્ડ .....................................ચેલેન્જ શું છે ?...............
પોતાના વિશે શું માનો છો ?............તમારા મતે લગ્ન શું છે? .............
તમારા મતે પ્રેમ લાગણી શું છે ? સૌથી વધારે ખુશ ક્યારે હોવ છો ?.......
સૌથી વધારે ગુસ્સે ક્યારે થાવ છો?.............
.મારા વિશે અભિપ્રાય.............................
સૌથી વધારે શું ગમે છે ?..................જીવન વિશે શું કહેવું ?..............
મારા આ નવા વિચાર વિશે શું કહેવું ?...................... ગ્રુપમાં જોડાઈ તમે શું કરશો ?.........
મને મળીને શું કહેશો ?..............નીચેની શરતો યોગ્ય છે કે નહીં ?.............
શરતો નહીં પણ તેને પ્રમાણનું નામ ગણવું..............
પ્રમાણ ૧ ..... આપણા “લેટર ટુ લવર વિલેજ” ગ્રુપમાં ફક્ત અપરણિત ૧૨ વર્ષથી માંડીને ૩૫ વર્ષની ઉંમર ધરાવતા યુવક યુવતીઓજ જોડાઇ શકશે.

પ્રમાણ ૨...... ગ્રુપમાં જોડાયા પછી કોઈ પણ વ્યક્તિએ ઓછામાં ઓછાં 5 વર્ષ સુધી ગ્રુપમાં જોડાયેલા રહેવું પડશે....અમુક સંજોગોમાં જ નિયમોમાં ફેરફાર થશે..

પ્રમાણ ૩ ........ એક અલગજ ગામ વસાવાનું હોવાથી સભ્ય ફી 10000 ભરવી પડશે.જે ઓનલાઇન...
Mahidil.99@gmail.com પર અથવા “માહી દિલ ૯૯ ,લેટર ટુ લવર વિલેજ ના સરનામે મનીઓર્ડર કે ડ્રાફ્ટથી મોકલવી.

પ્રમાણ ૪...........દરેક વ્યક્તિએ અગાઉથી પોતાનું નામ નોંધાવી દેવુ.જો પાર્ટનર સાથે હોય તો પાર્ટનરનું ફોર્મ અલગ ભરાવવું. કેમ કે દરેકને અલગ અલગ ક્વાર્ટરમાં રહેવાનું છે..

પ્રમાણ ૫.......... અહીં રહે ત્યાં સુધી દરેક વ્યક્તિએ લવ ઇન રિલેશનશિપથી રહેવું તથા તેમાં જોડે રહેવા નહીં મળે....

પ્રમાણ ૬....... કોઈ પણ વ્યક્તિ આ ગ્રુપમાં જોયા પછી પાછી ફી મેળવી શકશે નહીં કે દરેકે ધ્યાન આપવું.

પ્રમાણ ૭............. ગ્રુપમાં જોઈન્ટ થનાર દરેક વ્યક્તિએ પખવાડિયામાં ઓછામાં ઓછું ત્રણવાર માહી જોડે લેટર લખવવોજ પડશે.........

પ્રમાણ....૮......કોઇપણ વ્યક્તિએ પોતાના દિલની વાત માહીને બેધડક કહેવી પડશે તથા માહીની સૂચનાને અનુસરવું પડશે.

પ્રમાણ..૯....ગ્રુપમાં જોડાયા પછી કોઈ સુધારો કે વધારો તમે પણ ઈચ્છતા હોવ અને તમારા એ વિચારને બહુમતી મળે તો “ લેટર ટુ લવર વિલેજ “ માટે માન્ય રહેશે જે સર્વે માટે આનંદદાયક હશે.

પ્રમાણ...૧૦..... ગ્રુપનું નામ “લેટર ટુ લવર વિલેજ.”જ રહેશે.જે ના તો કોઈ ગામ, તાલુકો, કે જીલ્લો ધરાવશે.બસ તે ફક્ત લવરોના લેટર માટે તો નેસડો તથા કબીલોજ બની રહેશે.

પ્રમાણ ૧૧ ......ગ્રુપ માં જોડાનાર વ્યક્તિએ પોતાનું અલગજ નામ રાખવું પડશે.નામની પસંદગી માટે નીચે લખેલ નામમાંથી પસંદગી કરવી અથવા તો પોતાની જાતે નામ પસંદ કરી ફોર્મમાં લખવું.જો તમે રાખેલ નામ માહીને તમારા ચહેરા પ્રમાણે સેટ થતું નહી લાગે તો, માહી જાતે તમારું નામ રાખશે.

પ્રમાણ ૧૨ .......આવેલ ફોર્મના આધારે જે બે વ્યક્તિની વિગત 50% મેચ થતી હશે તેમની જોડી બનાવવામાં આવશે.જો તેમને પસંદ ન હોય તો પોતાની રીતે પસંદ કરી શકશે તથા અન મેચ્યુલ રહેનારે પોતાની જાતે પોતાના પસંદગીના પાત્રને મનાવીને પાર્ટનર બનાવવા પડશે.

પ્રમાણ ૧૩.......પાર્ટનરનો પસંદગી મેળો તથા ફોર્મથી મેચ્યુલ થયેલની યાદીની જાહેરાત તારીખ ૧૧/૯/૨૦૯૯ ના દિવસે રાખવામાં આવશે.

પ્રમાણ ૧૪....... કોઈપણ લવ નાગરિકે પોતાનો પાર્ટનર બદલવો હોય તો તે માટે અરજી ગૃપના સરનામે આપવી. ત્યારબાદ સામેવાળા પાર્ટનરની ઈચ્છા હોય તો તે અન્યથા વોટિંગ કે ગૃપ મેનેજરની પસંદગી દ્વારા પસંદ થયેલ પાર્ટનરની સ્વીકૃતિ કરવી પડશે.

પ્રમાણ ૧૫......કોઈપણ લવ નાગરિક ગુજરાતનો નાગરિક હોવો જોઈએ તથા કોઇપણ લવ નાગરિક દર ત્રણ માસ પછીજ પોતાનો પાર્ટનર બદલી શકશે.

પ્રમાણ ૧૬........પોતાની પાર્ટનર પ્રેગ્નેટ ન બને તેની કાળજી સાથી પાર્ટનર પોતાએજ રાખવી પડશે.જો પ્રેગનેટનો કેસ બહાર આવશે તો તે બંનેને ગ્રુપમાંથી 9999નો દંડ લઈને કાઢી મુકવામાં આવશે.

પ્રમાણ ૧૭ .......પ્રેગ્નેન્સી રોકવાની સંપૂર્ણ દવાઓ ગ્રુપ મેડિકલ “માહીમન સાંઈ “માંથી મળી રહેશે તથા તે માટેની માહિતી પણ સ્પેશિયાલિટ દ્વારા મળી રહેશે.

પ્રમાણ ૧૮.......લવ નેસડામાં મોટી બજાર પણ ઊભી કરવામાં આવશે.જેમાં દરેક વ્યક્તિને જીવન જરૂરિયાતથી માંડીને તેમણે જોઈતી કોઈપણ એક્સ-વાય-ઝેડ સામગ્રી મળી રહેશે.ટૂંકમાં ટોટલ ચીજવસ્તુઓ તથા સુવિધાઓ મળી રહેશે.

પ્રમાણ ૧૯.........ગ્રુપમાં રહેનારા કોઈપણ વ્યક્તિ ક્યારેય ગ્રુપ એરિયાની બહાર ફરવા જઈ શકશે નહીં કે બહારની કોઈપણ વ્યક્તિ જોડે કોઈપણ પ્રકારનો સંબંધ રાખી શકશે નહીં.

પ્રમાણ ૨૦.........લવ નેસડામાં હોસ્પિટલ, દુકાનો, કટલેરી સ્ટોર, કોલેજ ,સ્કૂલ ,હાઈસ્કુલ, પોસ્ટ ઓફિસથી માંડીને અન્ય ટોટલ સુવિધાઓ ગ્રુપ બની ગયા પછી ઊભી કરવામાં આવશે.

પ્રમાણ ૨૧....... ગૃપ મેનેજર કે નવી બનાવેલ સમિતિ આગળ જતાં જે નવા નિયમોકે પ્રમનો બનાવે તે દરેકે માનવા પડશે.

પ્રમાણ ૨૨....... લવ નગર વસી ગયા પછી ઇલેક્શન દ્વારા “માહી ગૃપ સમિતિ” બનાવવામાં આવશે.જેમાં જીતેલ ઉમેદવારને કામગીરી સોંપવામાં આવશે.

પ્રમાણ ૨૩ ....... આટલું મોટું આયોજનની યોજના તથા વિચારણા મેં એટલે કે માહી એકલાએ કરી છે તો તેને જેને, મારા પાર્ટનર તરીકે જોડાવું હોય તેને પણ આ ફોર્મ ભરવું.ઉપરોક્ત પ્રમાણો તથા વિગતોને આધારે ગમે તે બે વ્યક્તિની પસંદગી કરવામાં આવશે.પાર્ટનર તરીકે મેલ/ફીમેલ કોઈપણ ફોર્મ ભરી શકશે.

પ્રમાણ ૨૪....... ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૯/૯/૨૦૯૯ રહેશે.

પ્રમાણ ૨૫..... હું તમારો નેતા કે લીડર બની રહેવા નથી માગતો પણ સંપૂર્ણ આયોજન તથા વિચારણા મેં કરી હોવાથી મારા સપનાને , આયોજનને અને મારી લાગણીઓની વિચારણાને સાથ સહકાર આપવા વિનંતી.

પ્રમાણ ૨૬.....બસ હું પણ તમારી જેમ પાર્ટનર બનીનેજ મારી લાઈફ વિતાવવા માંગું છું .બસ તમારો સાથ સહકાર ને અન્ય નવીન પ્રેરણા એજ મારું સપનું ,એજ મારી લાગણી ને એજ મારી ખ્વાબોની દુનિયા ને હકીકતમાં ફેરવતી યોજના.ફક્ત મારાજ નહી તમારા વિચારોને પણ અહી ખીલવા મળશે.

પ્રમાણ ૨૭......અધૂરી વિગતો સાથેનું ફોર્મ માન્ય રહેશે નહી.

પ્રમાણ ૨૮......ફોર્મ સાથે તમારા પાસપોર્ટ સાઇઝન ૯ ફોટા તથા આખી કોપીમાં ૯ અલગ અલગ સ્ટાઈલના ફોટા મોકલવા વિનંતી.

પ્રમાણ ૨૯.....મારી સાથે રૂબરૂ મુલાકાત ૧૧/૯/૨૦૯૯ ના દિવસેજ થશે.. માટે કોઈએ તે પેહલા પ્રયત્ન કરવો નહી.

નામોની યાદી :-

આર્વી,યુગ,વંશ ,મન,જીત,ઉર્વ,પ્રિન્સ,જાય,દીપ,મીત,મિતિ,પ્રેમ,નીલ,અંશ,વર્ધી,વિશ્વ,રીતુ,નીતુ,કિવ,ખુશી,ક્રિસ,યામી,વિશ્વા,હેત,અનુ,શિવ,વાસુ,દેવ,દિલ,ધ્રુવ,ચાંદ,શ્રેય,દિશા,દિપા,મેઘા,ધારા,શ્રદ્ધા,પ્રભુ,પ્રભા,દિવ્ય,ઝીલ,શ્રેયા,અમી,રવિ,વીર,ચાર્મી,શિખા,પ્રીતિ,પૂજા,શાલુ,લાસુ,લાજુ,લવ,હર્ષ,ધૈર્ય,ધીરુ,આશુ,રાહી,.......
લિ..બસ એજ તમારા સાથ સહકારની આશા સહ તમારો ઇંતઝાર કરનાર લાગણીશીલ માહી......
સરનામું ....માહી દિલ ૯૯
લેટર TO લવર વિલેજ
પીન....૯૯૯૯૯૯
મોબાઈલ.....૮૪૬૯૯૧૦૩૮૯ ( જે લવ નગરી વસી ગયા પછીજ લાગશે...)
ઈ મેઈલ... mahidil.99@mahimail.com...

( મિત્રો આગળ શું થાય છે આ કરોડો દિલોની ધડકન માહીની લવ નગરીનું તે જાણવા માટે ...રવિવાર ચુકતા નહી....)
આપના પ્રતિભાવ મને ૮૪૬૯૯૧૦૩૮૯ મારા વોટ્સએપ પર પણ આપી શકો છો....આપના સહકારની રાહ જોતો માહી.....ઓહ....સોરી...આશુમન સાંઈ યોગી રાવળદેવ....