broken heart books and stories free download online pdf in Gujarati

ભગ્ન હૃદય..

માનસી એક મધ્યમવર્ગીય પરિવાર માંથી ઉછરેલી મોર્ડન યુવતી હમણાંજ કોલેજ પુરી કરીને જોબ શોધવા માં વ્યસ્ત ...રોજ ન્યૂઝપેપર માં નવી નવી જાહેરાત જોવી યોગ્ય લાગે એના ફોટોસ ક્લિક કરી જરૂર લાગેતો ફોન થી માહિતી મેળવી લેતી
કોમર્સ સાથે માસ્ટર કરેલું ને ઈચ્છા ન હોવા છતાં પિતા એ એડમિશન બીએડ માં કરાવેલું એટલે જાણે હોય એ વિષય કરતા એકદમ અલગ જ પેપર આપી દીધું હોય એમ એને અહેસાસ થતો. છતાંય હોશિયાર તો હતી, એટલે કોમર્સ માં એકાઉન્ટ ને મેનેજમેન્ટના પાઠ ભણેલી માનસી બીએડ માં સાહિત્ય ને શિક્ષણ ના પાઠ ભણવાની જવાબદારી પણ બખૂબી નિભાવી ને કોલેજ મા બીજો નમ્બર લાવી હતી. એની જાણ પણ એના પાપા એ એને કરેલી પાપા ને પોતાની દીકરી પર ગર્વ હતો કે મારી દીકરી ક્યાંય પણ પાછી પડે એમ નથી.
એકાઉન્ટ ના કોયડા ને ગણિત ઝડપથી ઉકેલી લેતી માનસી જિંદગી ના કોયડા પણ બહોશી થિ ઉકેલી લેશે એમ માનતા ,પણ કોણ જાણયુ કાળે કાલે સવારે શુ થવાનું?
વાત વિસ્તારમાં કહું તો માનસી બોલકી ખરી પણ છોકરાઓ સાથે મિત્રતા માં જરા સંકોચશીલ . કોઈ છોકરો પરાણે બોલે તોય માત્ર હાય હેલો કહીને જતી રહેતી .કોલેજ માં ખાસ કોઈ મિત્રતા ના થયી એનું કરણ એનો આ સ્વભાવ તેમજ છોકરીઓ નું એક મોટું ગ્રુપ એના ફર્ડસર્કલ માં હતું એટલે એ હમેશા છોકરીઓ ના ટોળા માં હોય એટલે કોઈ છોકરો પણ એની સાથે વાત કરવાની માંડ હિંમત કરતો હાલ તે જોબ શોધવામાં ને રૂટિન કામ માં દિવસો પસાર કરતી.

એક દિવસ ની વાત છે. એક જાણીતા ન્યુઝપેપર માં આપેલી જાહેરાત ના સંદર્ભે એ એનું resume લઈને એક મલ્ટીનેશનલ કમ્પની માં સેક્રેટરી ની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપવા ready થતી હતી હળવા મેકઅપ ને ઓફિશિયલ લીલસ્ટિક ને ફોર્મલ કપડાં સાથે સ્યુટ થાય એવા મેચિંગ એઅરિંગ પહેર્યા , બે ત્રણ વાર આયના માં રીહલર્સસ પણ કર્યું .પછી મમી-પપ્પાને વંદન કરીને એક્ટિવા લઈને નીકળી પડી

રિંગરોડ પર એક ઇન્સ્યોરન્સ કમ્પની આગળ જઈને તેણે એક્ટિવા પાર્ક કર્યું. બહારથી કમ્પની નો વૈભવ ને ઠાઠ જોઈ થોડી ઇનસિક્યોર ફિલ કર્યું પણ મનમાં "યહોમ કરીને કુદો ફતહેછે આગે " સ્વસ્થ થતા બોલી ને અંદર પ્રવેશી.

કોનું કામ છે મેડમ? રિસેપ્સનિસ્ટ એ અટકાવી ને પૂછ્યું;
ઇન્ટરવ્યૂ ના રિલેટેડ મારુ રિસ્યુમ સબમિટ .... ઓકે મેડમ અંદર બેસો સર હજુ આવ્યા નથી. વચ્ચે અટકાવીને રિસેપ્સનિસ્ટ બોલી

થેન્ક્સ. કહીને તે સીટ પટ ગોઠવાઈ ગયી. અંદર પણ કોઈ ફિલ્મો માં જોઈ હોય એવી વૈભવી ઓફીસ હતી. ક્ષણભર તો એ જોઈને દંગ રહી ગયી. કેવો હશે આવડી મોટી કંપની નો બોસ? નક્કી ખડુંસ હશે .. મારે શું મારે મારુ કામ થી મતલબ.

બરાબર 20 મિનિટ પછી એક ખડતલ બાંધા નો બ્લેક ફ્રેમ ના ચશ્મા લાઈટ બ્લૂ શર્ટ અને બ્લેક પેન્ટ પેહરેલો કપડાં થી ડિસેન્ટ પર્સનાલીટી લાગતો યુવક અંદર પ્રવેશ્યો. રિસેપ્સનિસ્ટ ઉભા થતા મોર્નિંગ સર નું સંબોધન કરી પછી બેસી ગયી.માનસી એને જોઇજ રહી લગભગ 25 -26 વર્ષ આસપાસ લાગતો યુવક પણ આટલી મોટી પોસ્ટ પર હોઈ શકે છે એ જોઈ એ અચંબામાં પડી ગયી. એ યુવકે માનસી સામે ત્રાસી નજરે જોયુ .માનસી સ્માઈલ કરવા ગયી પણ એને નઝર ફેરવી ને અંદર કેબીન માં પ્રેવશયો.

કેવો ખડુંસ છે ! સ્માઈલ પણ ના આપી. હુહ..
થોડીવાર માં રિસેપસનિસ્ટ ના લેન્ડલાઇન પર કોલ આવ્યો ને પછી એણે માનસી ને અંદર જવા ઈશારો કર્યો.

માનસી વાળ ને સરખા કરી પર્સમાં મુકેલ આયના માં એક વાર પોતાને નિહાળી ને ઉભી થયી એ અંદર ગયી.

મેં આઈ કમ ઇન સર? .. સામું જોયા વગર જ યુવકે હા પાડી.
હુહ .!! એટીત્યુડ તો જો ખડુંસ નો? મન માં બબડી .
બેસો ..

થેંક્યું સર ..માનસી બોલી ને બેસી ને ફાઇલ આગળ ધરતા બોલી ગુડમોર્નિંગ સર.!

મોર્નિંગ ..યુવકે ફાઇલ ચેક કરતા કરતા રીપ્લાય આપ્યો.
ઓયે ખડુંસ ની ઓલાદ ! આટલી મસ્ત છોકરી તારી સામે છે ને તું છે કે ફાઇલ માં માથું નાખી ને બેસી રહ્યો છે. માનસી મન માં બબડી .
તો તમે એચ એલ. માં એમ.કોમ કર્યું?
હા, માનસી બોલી.

કોઈ વર્ક એક્સપિરીયન્સ નથી મેડમ?

જી, હજુ હમણાંજ કોલેજ પુરી કરી ને આ મારું ફર્સ્ટ ઇન્ટરવ્યૂ છે તમે ચાન્સ આપશો તો વર્ક એક્સપિરીયન્સ પણ થયી જશે પછી.

ઓહ , સ્માર્ટ આન્સર .મેડમ.

થેંક્યું સર.
બીજું ઘણું પૂછ્યું ફેમિલી બેકગ્રાઉન્ડ, એબીલીટીસ વગેરે.લગભગ 10 મિનિટ ઈન્ટરવ્યુ ચાલ્યું ,પછી ઓકે મેડમ અમે તમને જાણ કરશું.

થેંક્યું સર કહી ને માનસી એ વિદાય લીધી.
કેબીન ની બહાર નીકળતા જ એને દીર્ઘ શ્વાસ લીધો જાણે કોઈએ શ્વાસ રોકી રાખ્યો હોય એમ ગૂંગનામણ એણે કેબીન માં અનુભવ્યું.

ઘેર પાપા એ પૂછ્યું બધી વિગત કહી. ઓકે બેટા કાઈ વાંધો નય તને અનુભવ મળ્યો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ નો એ બોવ છે. હજુ તો જીંદગી માં ઘણા ઇન્ટરવ્યૂ છે તુતો મારી બહાદુર બેટી છે પ્રયત્ન કરતી રહીશ એ મને ખાતરી છે.
હા પાપા આર્મી ની દીકરી છું એમ કાઈ ગિવઅપ નય કરું.

2 દિવસ વીત્યા .અચાનક માનસી નો ફોન રણક્યો અજાણ્યો નમ્બર હતો .

હેલો . માનસી બોલી

મિસ. માનસી. હિયર? સામે છેડે છોકરી નો અવાજ આવ્યો
હા, તમે? માનસી બોલી

તમે અમારી ક.પની માં ઇન્ટરવ્યૂ આપેલું ને? હું ત્યાંની રિસેપ્સનિસ્ટ બોલું છું

ઓહ મેડમ ! બોલો

તમે સિલેકટ થયા છો તો કાલે સવારે ફોર્મલાઈટી માટે ડોક્યુમેન્ટ સાથે હાજર રહેજો. એ યુવતી બોલી
ઑકે . માનસી એ ફોન કટ કર્યો

માનસી ખુશ થઈ ઉછળી પડી જઈને પપ્પા મમી ને ગુડ ન્યુઝ આપ્યા બધા ખુશ હતા એ દિવસે રાતે મમી એ મન્ચુરિયન બનાવી ત્રણે એ નાની પાર્ટી કરી

સવારે બરાબર 10 વાગે એ ઓફીસ માં પહોંચી ગયી ડોક્યુમેન્ટ કાઉન્ટર પર જમા કરાવી ને પોતાનો નમ્બર આવે એની વેઇટ કરવા લાગી થોડી જ વાર માં રિસેપ્સનિસ્ટ એ અંદર જવા ઈશારો કર્યો

મેં આઈ કમ ઇન સર? માનસી બોલી
યસ કમ ઇન. યુવકે ડોક્યુમેન્ટ ફાઇલ તપાસતા નીચે જોઈને જ આવકારી

ખડુંસ (મન માં માનસી બબડી) તે અંદર આવી ને સીટ પર બેસી

વેલકમટુ અવર કમ્પની
માય નેમ ઈસ મલ્હાર દોશી

થેંક્યું સર!

તો મેડમ માનસી તમને એસ આ સેક્રેટરી અમે અપોઇન્ટ કર્યા છે આજથી તમારી જોબ સ્ટાર્ટ આઈ હોપ યુ ડુ ઇટ વેલ ? પ્રશ્નાર્થ નજરે યુવકે માનસી સામે જોઉં

ઓફકોર્સ સર આઈ ડું ઇટ એન્ડ આઈ એમ ટ્રાઈંગ મય બેસ્ટ. માનસી એ કહ્યું

ઓકે સો ઓલ ધ બેસ્ટ!

થેંક્યું સર.
( માનસી થોડા જ દિવસો માં સ્ટાફ સાથે હળીમળી ગયી એનો કામ પણ લગન થી કરતી હતી .મલ્હાર પણ હવે એ બધું જોઈ રહ્યા હતાં. એમને પણ ધીરે ધીરે માનસી ગમવા લાગી હતી એ કોઈને કોઈ બહાને માનસી ને કેબીન માં બોલાવી લેતો ને કામ ન બહાને એને તિરસી નજરે જોઈ લેતો એના રૂપ ની લાલિમા ને લોલુપ નજરે તાકી રહેતો ને એક તક ની જ રાહ જોતો )

બીજી તરફ માનસી ને એના આ ઈરાદા ની ખબર નહોતી એ એના પાપા નું નામ રોશન કરવા માંગતી એટલે મોસ્ટ ઓફ સમય કામ માં પસાર કરતી અથાગ મહેનત કરતી એને કામ ની ધગશ ને લીધે જલ્દી એને પ્રમોશન પણ મળી ગયું પણ આજ પ્રમોશન જ એની જીંદગી માં મોટો યુ ટર્ન લાવવાનો હતો એ બાબત થી અજાણ હતી

એક દિવસ કમ્પની ને મોટો ઓર્ડર મળ્યો કામ ના સિલસીલામાં બોસ મલ્હાર ને દિલ્લી જવાનું હતું એને એક પ્લાન બનાવ્યો

એને માનસી ને સાથે જવા લેટર કરાવ્યો માનસી તો એને મળેલી આ તક ગુમાવવા નહોતી માંગતી પ્રોમોશન પછી આ પેલી વાર એની જાત ને સાબિત કરવાની તક ગુમાવવા નહોતી માંગતી એણે તરત તૈયારીઓ કરવા લાગી આગલી રાતે એને પ્રોજેકટ પર વર્ક કર્યું

4 વાગે એને ફ્લાઇટ પકડવાની હતી બીજા દિવસે રેડી થયી બેગ માં 2 જોડી કપડાં ને જરૂરી સમાન લઈને નીકળી મલ્હાર તેની રાહ જોતો હતો એણે માનસી ના હાથ માંથી બેગ લઇ લીધી

માનસી ને આશ્ચર્ય થયું પણ એને લેટ થતું હોવાથી એ પણ સાથે અંદર જવા નીકળી બન્ને ફ્લાઇટ માં અજુબાજુ ની સીટ પર ગોઠવાયા પ્રોજેકટ ને લઈને બન્ને વચ્ચે થોડી વાતચીત થયી માનસી બોવ એકસાઇટેડ હતી એકસાઈટમેન્ટ માં વાત કરતા કરતા એને મલ્હાર નો હાથ બે ત્રણ વખત પકડી લીધો મલ્હાર પણ જાણે તક ની રાહ જોતો હતો એમ એને પણ વારંવાર માનસી ના ખભે ને પછી કમર પર હાથ મુક્યો જાણે ભૂલથી મુક્યો એમ સોરી કહ્યું

માનસી એ ઇટ્સ ઓકે કહ્યું

કલાક માં દિલ્લી પહોંચ્યા ને હોટેલ બુક કરેલી ત્યાં ગયા ત્યાં અગાઉથી જ મલ્હારના પ્લાન મુજબ મેનેજરે બધા રૂમ બુક કરેલા એક જ રૂમ અવાઇલેબલ રાખેલો .

મલ્હારે રૂમ ઇનકવાયરી કરી ત્યાં એકજ રૂમ હોવાનું જણાવ્યું. મલ્હારે માનસી સામે જોયુ ને પછી બીજા રૂમ માટે રિકવેસ્ટ કરવાની એક્ટિંગ કરી .પણ મેનેજરે પણ પ્લાન મુજબ ના પાડી બન્ને એ પછી એડજસ્ટ કરવાનું નક્કી કર્યું.

બંન્ને એક રૂમ માં નીકળ્યા માનસી ફ્રેશ થવા ગયી મલ્હાર એના કપડાં ને બધું ગોઠવી દીધું પછી તે પણ ફ્રેશ થયો માનસી પ્રોજેકટ વિશે મલ્હારને સમજવા લાગી મલ્હારે એનો હાથ પકડી લેતા કહ્યું ઓહ કમોન માનસી જસ્ટ ચીલ! આ બધું કાલે ડિસ્કસ કરશું અત્યારે તું રેસ્ટ કર ને એને માનસી ને બેડ પર ને પોતે બીજો બેડ મેનેજર જોડે અરેન્જ કરાવ્યો
આ જોઈ માનસી ખુશ થયી છોકરો છે તો સંસ્કારી (મનમાં બબડી)

બીજા દિવસે મહેમાન જોડે પ્રોજેકટ ડિસ્કસ કરીને બન્ને મિટિંગ પણ સરસ યોજયી ગયી બન્ને ખુશ હતા કે બન્ને નું કામ પાર પડ્યું

માનસી ને વધુ ખુશી હતી એ તેનો પહેલો પ્રોજેકટ હતો ને સક્સેસ ગયો બન્ને એ પાર્ટી કરી મલ્હારે વાતવાતમાં માનસી ને હગ કરી દીધું ને કિસ કરી લીધી માનસી તો ડઘાયી ગયી પણ પછી મલ્હારર સોરી એક્સાઈન્ટમેટ માં ખ્યાલ જ ન રહ્યો આમેય એટલા વર્ષો એકલા રહીને કામ કરેલું છે તો આજ તારા જેવી સ્માર્ટ ને સુંદર કમ્પની મળે એટલે ભૂલ થઈ ગયી આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી!!

માંનસી એ દૂર થતા કહ્યું : ઇટ્સ ઓકે

બન્ને દિલ્લી થી રિટર્ન થતા માનસી માં પણ અજીબ પરિવર્તન આવ્યું એને મલ્હાર જોડે હવે ગમવા લાગ્યું એને પણ મલ્હાર જોડે રહેવાના ઓફીસ માં બહાના શોધવા લાગી

મલ્હાર ને તો ફાવતું ને વૈદે કીધું એને માનસી ના પરીવર્તન ને પિછાણી લીધું ને એને પણ માનસી જોડે રહેવાની તક શોધી જ લેતો
એક દિવસ કમ્પની ટુર પર જવાનું થયું બધા ટ્રાવેસલ માં ગોઠવાયા મલ્હારે જાણીજોઈને માનસી ની બાજુ માં બુકીંગ કરાવ્યું ને પછી બંને એ આખા રસ્તે ખૂબ વાતો કરી વચ્ચે વચ્ચે બન્ને ના હાથ એકબીજા ને ટચ કરી જતા ને માનસી મલકાતી એ જોઈ મલ્હાર ને હિંમત આવી

બધા જેસલમેર પહોંચ્યા ફ્રેશ થયી, જમ્યા ને પછી બાર હળવું મ્યુઝિક ને માસ્ક પેરીને ડાન્સ નો આનંદ લઇ રહ્યા હતા એવામાં મલ્હાર પણ માનસી ની નજીક આવ્યો ને શેલ વી ડાન્સ કહીને વિનંતી કરી

ઓહ સ્યોર કહીને માનસી પણ હા બોલી

શાંત ધીમું સંગીત વાગતું હતું બન્ને કપલ ડાન્સ કરતા હતા એવામાં મલ્હારે માનસી ની કમર પર હાથ મુક્યો ને એને પોતાની તરફ ખેંચી ને કસીને પકડી .માનસી પણ રોમાંચિત થયી ઊઠી એને એવો અનુભવ ક્યારેય નહોતો કરેલો .કોલેજ માં તો છોકરા થી દુર જ હતી .એ તેનો પ્રથમ અનુભવ હતો એને પણ મલ્હાર ને શરણ થવું ગમ્યું.

બન્ને એ જાણે મૌન પ્રેમ નો એકરાર કર્યો એમ આંખો થી જ ફક્ત વાત કરી મલ્હાર ધીરે ધીરે એના અન્ય અંગો પર પણ હાથ ફેરવતો ગયો ને રોમેંટિક માહોલ માં બન્ને ખોવાય ગયા એ દિવસ હતો માનસી ની પડતી નો પણ એ બિચારી ભોળી પુરુષ ના સ્પર્શ ને ઓળખી ના શકી .

પછી તો મલ્હાર નો રોજ નો ક્રમ થયી ગયો એ માનસી ના ભોળપણ નો ફાયદો ઉઠાવવા લાગ્યો .રોજ બન્ને કેબીન માં આ રિતે અંગત પળો માણી લેતા.

એક દિવસ મલ્હારે માનસી ને કહ્યું મારે તારી સાથે એક આખો દિવસ વિતાવવો છે એટલે તું ઘેર કૈક જુગાડ કરીને આવજે મમી ને સમજાવી ને માનસી પણ ખુશ હતી ને ઓકે કહીને બીજા દિવસે બન્ને લોન્ગ ડ્રાઇવ પર નીકળી ગયા

મલ્હારે એક સ્પર્શ નો ખેલ ગાડીમાં ચાલુ રાખ્યો માનસી પણ પોતાને ખુશનસીબ સમજતી કે આટલી મોટી કમ્પની નો મેનેજર એને આટલું ચાહે છે એ મનોમન એને પતિ માની ચુકી હતી .
મલ્હારે તેને ગાડી માંજ આઈ લવ યુ કહ્યું ને માનસી ખુશી ની ઉછળી પડી . એને પણ માથું હલાવી હા પાડ્યું. ને મલ્હારે ચાલુ ગાડી માંજ ચૂમી લીધી એ દિવસ માનસી માટે યાદગાર હતો ક્યારેય ન ભુલાય એવો

માનસી બેટા માનસી ...?ક્યાં ખોવાય ગયી? મમી એ વિચારો માં ખોવાય ગયેલી માનસી ને ઢંઢોળી ક્યાંય નય મમી ઓફીસ નું ટેનસન
અરે બેટા કામ તો આખી જિંદગી રહેવાનું એમા ટેનશન ના કરાય ચાલ જમીલે

હા મમી એમ કહી એ રૂમ માં ગઈ માનસી થી રડી પડાયું
એક અઠવાડિયા પહેલા ની વાત હતી .માનસી ને મલ્હાર કેબીન માં પ્રણય ફરમાવી રહયા હતા એ વાત આખી ઓફીસ માં ફેલાય ગયી હતી માનસી ની ખાસ ફ્રેન્ડ મીતા એ માનસી ને બોલાવી ને સમજાવવાનો પ્રયત્ન કર્યો મલ્હાર થી દુર રહેજે એના ઈરાદા સારા નથી

માનસી કેમ તને મારી ઈર્ષ્યા આવે છે એટલી મોટી કમ્પની નો મેનેજર મને પ્રેમ કરે છે?એમ તને જલન થાય?

મીતા અરે ગાંડી એવું નથી પણ હું મલ્હાર ને સારી રીતે ઓળખું છું એને તારા જેવી કેટલીય છોકરીઓ ને પ્રેમજાળમાં ફસાવીને તરછોડી દીધી છે આજે એ બધી જોબ છોડી ને એમની ઈજ્જત ખાતર બીજે લગ્ન કરી ઠરીઠામ થયી
ગયી છે મલ્હાર તો પહેલેથી જ પરિણિત છે એ તારો ઉપયોગ કરીને તને પણ....

બસ મીતા તું શું બોલે તને ભાન છે.મલ્હાર વિશે હું એકપણ શબ્દ નહિ સાંભળું.

મારી ફરજ હતી તને સમજાવવાની તું મારી સારી ફ્રેન્ડ છે ને એક સ્ત્રી તરીકે મારી યાર માટે લાગણી છે એટલે યાર તું જેટલી જલ્દી સમજે એટલું સારું ને એવું જ હોય તો કાલ તું એને મેરેજ માટે વાત કર એનું સાચું રૂપ આવી જશે .મીતા એ કહ્યું.

આગલા દિવસે માનસી એ મીતા ના પ્લાન મુજબ મલ્હાર ને મેરેજ માટે પ્રેશર કર્યું મલ્હાર ને શુ કહેવું સમજ ન પડી એ વખતે વાત ટાળીને કેબિન માંથી સડસડાટ નીકળી ગયો.
મીતા એ આવીને માનસી ને કહ્યું જો માનસી એણે કોઈ જવાબ ન આપ્યો તું ફરી એને પૂછજો

મલ્હારે હવે કોઈને કોઈ બહાને માંનસી થી દુર રહેવાનું પસંદ કર્યું માનસી થી હવે રહેવાતું નહિ એને પણ મલ્હાર ને પકડી ને કડકાઇથી પૂછી લીધું ને ઓફીસ માં બધા એના વિશે જે કહે એ પણ કીધું મલ્હારે પણ તોછડાયું વર્તન કર્યું ને માનસી ને દૂર હડસેલી બોલ્યો હા એ લોકો સાચું જ કે છે હું તને પણ ....
એનાથી આગળ બોલે એ પહેલાં માનસી એ એક જોરદાર થપ્પડ લગાવી દીધી

યુ બીચ.મલ્હારે પણ એનો હાથ પકડી મચકોડી દીધો ને બોલ્યો હા તારા જેવી હજાર જોઈ તું પણ એમાની એક છે મારું પોતાનું પરિવાર છે પત્ની બાળકો શુ તું એટલું ન જાણી શકી મારા વિશે એટલું કોઈ અબોધ કેમ હોય ? ને રહી વાત ફીઝીકલ થવાની , એમાં તારી મરજી પણ હતી .

માનસી ચીસ પાડી ઉઠી ..હલકટ તારું રૂપ તે બતાવ્યું મારા ફ્રેન્ડ્સ સાચું જ કહેતા હુંજ ગાંડી હતી કે તારી પર આંધળો વિશ્વાસ ...તું ક્યારેય ખુશ નય રહે તેને મારા જેવી કેટલીય છોકરીઓ ની હાય લાગશે જોજે મલ્હાર તું ...

shut up you slut

માનસી એ જોરદાર તમાચો ઝીંકી દીધો મલ્હાર ત્યાંથી જતો રહ્યો ને માનસી ત્યાંજ ફસદાયી પડી ને ધ્રુસકે ઘૃસ્કે રડી પડી ને મનોમન રાજીનામુ આપવાનો નિર્ણય કરી ને ટેબલપર ગોઠવાઈ લેટર ટાઈપ કરીને ડેસ્ક પર મૂકી ત્યાંથી નીકળી ગયી

રાતે મલ્હાર નો કોલ આવેલો જો માનસી બધું પુર્વવત રહેશે અપડી વચ્ચે તું બસ તારું મોહ બંદ રાખજે તને મારી રાણી બનાવીને રાખીશ પ્રમોશન પણ કરાવી દઈશ તું રિજાઈન ના કરીશ આઈ એમ સોરી હું તને ચાહું છું

થું છે તારા પાર મલ્હાર ,તું તો કંચીંડા ને પણ શરમાંવે એટલી જલ્દી રંગ બદલે છે .શુ સમજે છે તારી જાતને હવે પછી મને કોલ મેસેજ કોઈપણ રીતે કોન્ટેકટ ના કરતો નયતો પોલીસ કંમ્પ્લેઇન કરીશ. અસંખ્ય ગાળો પણ બોલે છે ત્યારે ગુસ્સો શાંત થાય છે ફોન કટ કરે છે

(પણ એનું ભગ્ન હૃદય તો હજુ પણ મલ્હાર ને ચાહે છે હજારો પ્રયત્નો છતાં એ એના શ્વાસ ને આવાજ ને સાથે માણેલી પળો ને ભૂલી નથી શકતી)

એવામાં કમ્પની ના માલીક જીંદાલ સર નો મેસેજ આવે છે meet me tomorrow at sharp 10 am regarding તો know your reason for regine

ok માનસી reply આપીને સુઈ જય છે બીજા દિવસે સર ને ઓફીસ માં મળે છે કેબીન માં જાય છે ત્યાંથી મલ્હાર ને નીકળતો જોઈ માનસી ને સમજાયી જાય છે કંઈક ખાસ કારણ છે સર બોલાવે છે .

મેં આઈ કમ ઇન સર?માનસી અનુમતી માંગે

અરે આવ બેટા આવ, સર ઉંમરલાયક હતા એટલે બધો કારોબાર મલ્હાર ને સોંપેલો એમના દીકરા તો વિદેશ સ્થાયી થયા હતા એટલે મલ્હાર ને જ દીકરો માનેલ

માનસી જરા અચકાતા અંદર ગયી

નિઃસંકોચ થયીને કહે તારે જે કહેવું હોય તું મારી દીકરી સમાન છે તને શું પ્રોબ્લમ છે બેટા કેમ જોબ છોડે છે? તું આટલી હોશિયાર તારા આવ્યા પછી તો વિદેશી કમ્પનીઓ પણ આપડને પ્રોજેક્ટ આપે છે હવે અમને મઝધાર માં મૂકી જવાનું કારણ થોડી તો મને ગંધ છે પણ તારા મોઢે સાંભળવું છે

અને માનસી એ બધું વિસ્તારમાં કહી દીધું ને રડી પડી
શાંત થા બેટા. મને એના કારસ્તાનની હવે ખબર પડી ગયી છે એટલે મેં એને મેનેજર ના પદ પરથી બરખાસ્ત કરયો છે બસ હવે આપડા નવા મેનેજર છે મિસ .માનસી શાહ

માનસી તો શું કહેવું એજ સમજ નહોતી પડતી થોડી વાર તો એ દીર્ધl માં રહી ને પછી સ્વસ્થ થઈ બોલી અરે સર હું આટલી મોટી જવાબદારી નહિ સ્વિકારી શકું પણ સર એકના બે ન થયા ને માનસીનો નવી જન્મ થયો

એક ઇન્ડિપેન્ડન્ટ intelignt અતિ લાગણીશીલ માનસી હવે એક જવાબદાર બોસ બની ચુકી હતી એને સ્વતંત્ર નિર્ણય લેવાને બદલે દરેક ની સલાહ ને સૂચનો લેતી જોતજોતામાં કંપની ને ટોચ પર પહોંચાડી સર પણ ખુશ થયી ને એને ભાગીદાર બનાવી દીધી હતી

આજે એ ખૂબ પૈસાદાર તેમજ એની મોભો મરતબો સમાજ માં આગળ પડતો હતો જ્યારે સામે મલ્હાર ને તેની પત્ની પણ ડિવોર્સ આપી દે છે ને એ એકલો ને લાચાર થઇ જાય છે સમય ચક્ર એની અસર કરે છે એના ગુનાહિત ઇતિહાસ જ એના માટે કારણભૂત હતો

જ્યારે માનસી પ્રસિદ્ધ બિઝનેસવુમેન બની ચુકી હતી બધુજ હતું એની પાસે પણ કશુંક ખૂટતું હતું એક એવું જે ફક્ત એનું જ હોય એની લાગણીઓ સમજે એના પૈસા શરીર કે મોભાને નહિ એને પ્રેમ કરે સાચે 5 વર્ષો થી એ ભગ્ન હૃદય માં જે તિરાડ પડી હતી આજ દિન સુધી પુરાયી નહોતી.

આ બાજુ મલ્હાર ને માનસી ની યશ કીર્તિની ખબર પડે છે એ એની પાસે આવે છે માંફી માંગે છે સઘળી હકીકત જણાવે છે ને પછતાંવો કરે છે ને એને ફરી એની પાસે આવી જવા કહે છે.

ઓહ મિસ્ટર મલ્હાર .. ધી મોસ્ટ લૂસર કમ મેનેજર જેને ફક્ત હવસ ખાતર મારા જેવી કેટલીય નિર્દોષ છોકરીઓ ની લાઈફ બરબાદ કરી તને કયી રીતે માફ કરી શકાય તું મારી સામે આવવાની હિંમત જ કેમ કરી શકે.? જતો રહે દૂર મારી નજરો થી મને નફરત થઈ ગયી છે તારથી હવે પછી આવતો નય તું એને જ લાયક છે ચાલ ફૂટ..

અને મલ્હાર ત્યાંથી નીકળી જાય છે માનસી એને જતા જોઇ રહે છે આખરે એતો એની પ્રથમ ને છેલ્લો પ્રેમ હતો એના ગયા પછી ભલે પોતાને કામ માં વ્યસ્ત રાખી પન એની યાદ તો દિવસ - રાત કોરી ખાતી ને બીજા કોઈન અપનાવી ન શકી તું મલ્હાર તું પણ આજથી મારી જિંદગી જીવ .

જા મલ્હાર તું પણ એક ભગ્ન હૃદય ના ભાર સાથે વિતાવ જે જિંદગી તને પણ હવે અહેસાસ થશે કે કોઈ પ્રેમ ને ઠોકર મારે ને તો કેટલું દર્દ સહન કરવું પડે શુ વીતે છે એ નાજુક દિલ પર એ કલ્પના જ ધ્રુજાવી જય જ્યારે હુતો એ 5 વર્ષથી વેદના જીવું છું...એક ભગ્ન હૃદય ની હાય લાગે ત્યારે તારા જેવા પાપી નો અંત આવે છે.
ભાવના ગ. જાદવ(ભાવુ)