Laav tara hath ma mehandi thi naam lakhu maru books and stories free download online pdf in Gujarati

લાવ તારા હાથમાં મહેંદી થી નામ લખું મારૂ



લાવ તારા હાથમાં મહેંદી થી નામ લખું મારૂ ,
બંધ કરી મુઠ્ઠીમાં એને સાચવી લેવાનું કામ તારૂ ,

લાવ તારી આંખો માં સ્નેહ ના સવાલ ભરી આપું ,
એ સ્નેહના સવાલો ને
આંંખોમા બંધ કરી એના ઉત્તર દેવાનું કામ તારૂ ,

લાવ તારા હૈૈયામાં મારા પ્રેમનું સંગીત હું રેલાવુ ,
એ પ્રેમ ના સંગીત મા
તારા ધબકાર થકી સુર પરોવવાનુ કામ તારૂ ,

લાવ તારા જીવન મા વ્હાલ નો વરસાદ હુું વરસાવુ ,
એ વ્હાલ ના વરસાદ માં
હાથ મારો પકડી ને મારી સંગે ભીંજાવાનુ કામ તારૂ ,

લાવ તારી યાદમાં સોનેરી સ્મરણો હું સજાવુ ,
એ સોનેરી સ્મરણો ને
યાદોમાં કેદ કરી વાગોળવા નું કામ તારૂ ,

લાવ હું આજ તારો શ્યામ બની વનરાવનમાં રાસ રચાવું ,
તું મારી રાધા બન
અને મારી સંગ વનરાવન માંં રાસે રમવા નું કામ તારૂ ,

લાવ તારી ઓઢણી ને સપ્તરંગી રંગે હું રંગાવુ ,
મારાં પ્રેમ તણી
ઓઢણી ના રંગ મા રંગાઈ નેે એને ઓઢવાનુ કામ તારૂ

લાવ આજે કૃષ્ણ બની જગત ને "ગીતા" હું સંભળાવું ,
મારો અર્જુન બની
એ "ગીતા" ના જ્ઞાન ને જીવનમાં ઉતારવા નું કામ તારૂ

લાવ ફરી એ યમુના ના તીરે મીઠી વાંસળી હુું વગાડું ,
એ સુર માં તણાઈને
વ્રજ ની ગોપી બની પનઘટ પર પાણી ભરવાનું કામ તારૂ..


✍️ ગીતા પરમાર


"મને પસંદ છે"


મારાં સપના માં આવીને તારૂ આમ સતાવવુ , અને તારી
સંગે વાત કરતાં જ પસાર થઈ જતી એ રાત મને પસંદ છે ,

મને ગુમાવવા ની બીક તને પણ છે કઈક ઉંડે ઉંડે , અને તારૂ
એ ગભરાઈ જઈને પકડી લે છે જે રીતે મારો હાથ મને પસંદ છે ,

મારાં ચહેરા પર ઉડતી એ અલક લટને તારૂ સવારવુ ,
મારૂ રિસાવવુ અને તારૂ મને હસી ને મનાવવુ મને પસંદ છે..

દુનિયા ની બીક તો તને પણ નથી અને મને પણ નહીં ,
છતાંય ચોરી ચોરી થતી એ મુલાકાત મને પસંદ છે..

મારાં મોડા આવવા પર તારૂ એ ખોટું ખોટું ગુસ્સે થવું
અને તારો એ પ્રેમ ભર્યો ઠપકો સાંભળવું મને પસંદ છે..

*****

"કૃષ્ણ "


હું નિરાધાર નથી મારો આધાર કૃષ્ણ છે ,
મારી જીંદગી નો એકમાત્ર સાર કૃષ્ણ છે ,

આ સમસ્ત જગત તણો વિસ્તાર કૃષ્ણ છે ,
મારી ડૂબતી નૈયા નો તારણહાર કૃષ્ણ છે ,

રાધા નો તો પૂરેપૂરો સંસાર કૃષ્ણ છે ,
મીરાં ની ભક્તિ અને તેનો પ્યાર કૃષ્ણ છે ,

સંપુર્ણ " ગીતા "નો એકમાત્ર સાર કૃષ્ણ છે ,
મારી આંખોમાં વસ્યા અનરાધાર કૃષ્ણ છે ,

ગાયોનો રખેવાળ ગોકુળ નો ગોપાલ કૃષ્ણ છે ,
નંદજી નો દુલાર યશોદાજી નો લાલ કૃષ્ણ છે ,

વ્રજ ની ગોપીઓ નો તો જીવન પ્રાણ કૃષ્ણ છે ,
જેના નામ થકી ખુલે છે મોક્ષના દ્વાર કૃષ્ણ છે..!!

*****

" બાકી છે"

અંતર ની વાત તો ઘણી કરી પરંતુ
અંતર કાપવું હજુ સુધી બાકી છે ,

વાતો તો ઘણીબધી કરી આપણે
પરંતુ આપણી એ વાત હજુ બાકી છે ,

પ્રણય તો કરી લીધો તારી સાથે પરંતુ
એ પ્રણય ની રજૂઆત હજુ બાકી છે ,

ભીડ વચ્ચે તો ઘણું ફરી તું "ગીતા"
પરંતુ તારા માં એકાંત હજુ બાકી છે ,

અધૂરો રહી ગયો છે પ્રેમ એવું તું કહે છે પરંતુ
આપણી વચ્ચે હજુ પણ કંઈક તો બાકી છે..!!


****** સમાપ્ત ******


નમસ્તે મિત્રો આપ સૌને મારી આ રચનાઓ કેવી લાગી એ જરૂરથી જણાવશો તમારો કિમતી અભિપ્રાય મને આગળ નવું લખવાની પ્રેરણા આપશે... ધન્યવાદ


આપની મિત્ર
- ગીતા પરમાર...