Half panting - 4 books and stories free download online pdf in Gujarati

હાલ્ફ પેન્ટીગ - 4

તમે અત્યાર સુધીમા વાંચ્યું . અનન્યા ની પુસ્તક હાલ્ફ પેન્ટીગ આજ કાલ ખુબ ચર્ચા મા હતી. એના માટે સેફાલી ઈન્ટરવ્યુ લેવા માટે આવી હોય છે. સેફાલી હાલ્ફ પેન્ટીગ નુ સાચુ રહસ્ય જાણવા ની કોસીસ કરતી હોય છે. અનન્યા એના બર્થડે પાર્ટીની વાત કરતી હોય છે.‌ રેહાન કંઈક સરપ્રાઈઝ આપવા નો હોય છે. હવે આગળ .......



@@@@@@@@@@@@@@@@@@@@@@

અનન્યા કહે છે સેફાલી ને .

" તમારી જેમ મને ભી જાણવા ની ઈચ્છા થતી હતી. કે રેહાન મને એવુતે શું ગીફ્ટ આપવા નો છે ? "
હું ડિ-જે ક્લબ મા પહોંચી ગય હતી . મારા પહેલા મારા બધાજ મિત્રો ડિ-જે ક્લબ મા પહોંચી ગયા હતા. જેવી હું ડિ-જે ક્લબ મા પગ મુકું છું. મારા બધાજ મિત્રો એક સાથે ખુબજ જોરથી આવાજ કરી મને જન્મ દિવસ ની શુભેચ્છાઓ આપે છે.બધ્ધા મારા વખાણ કરતા હતા. કે તું આજે સુંદર લાગે છે. મારી ખુશી નો પાર નતો પણ મારી નજર તો રેહાન ને સોધ્ધતી હતી. ત્યા અચાનક પાછળથી જોરથી અવાજ આવે છે.
" જન્મ દિવસ ની બોવ બધ્ધી શુભેચ્છા "

એ અવાજે મારા જન્મ દિવસ ની ખુશી બમણી કરી નાખી. એ બીજા કોઈ નો નહીં પણ રેહાન નો અવાજ ‌હતો. હું એ આવાજ સાંભળી જેવી ફરું છુ. રેહાન મને જોરથી ગળે મળે છે. ને હું ગુસ્સામાં બોલું છુ.

"તું ક્યાં હતો અત્યાર સુધી ? "

રેહાન જવાબ આપતા કહે છે.

" માંરી ખાસ મિત્ર નો આજ જન્મ દિવસ છે. તો એના માટે ઘણા સમય થી ખાસ ગીફ્ટ સાચવી ને રાખ્યું હતું. એજ ઘરમાં સોધતો તો"

આ સાંભળતાજ. મારી માટે એવું તે શું ગીફ્ટ હશે . એ જાણવા ઉત્સુકતા બમણી થય ગય.ને મારા થી રહેવાયું નહિ. ને મે તરતજ પુછીલીધુ .

" ક્યા છે મારૂ ગીફ્ટ ? તું મને જલ્દી આપ ."

આ સાંભળતાજ રેહાન મારો હાથ પકડે છે. ને જ્યા કોઇ નહતું એવી એકાંત જગ્યા પર લય જાય છે. ને આજુ બાજુ મા જોવે છે કોય એ બન્ને ને જોતુ નહતું ને . ને પછી ધીમે થી પોતા ના ખીચ્ચા મા હાથ નાંખે છે. બંધ મુઠ્ઠી ધીમે થી ખીચ્ચા ની બહાર કાઢે છે. એ બંધ મુઠ્ઠી મારા હાથમાં રાખી ને બંધ મુઠ્ઠી ખોલે છે. ને ફટાફટ મને પાકીટમાં મુકવા નું કહે છે. મે જોયા વગર જલ્દી જલ્દી બંધ્ધ મુઠ્ઠી એ પાકીટમાં મુકી દિધું. રેહાને મને વધુ મુંજવણ મા ગુંચવી દિધી હતી. રેહાન આ રીતે ડરી ને મને ગીફ્ટ કેમ આપે છે. અનેક સવાલ‌ મનમાં ઉભા થઇ રહ્યા હતા. હવે મારાથી રહેવાયું નહિ. મે રેહાન ના કાન માં જય પુછી લીધુ.

" એવું તે શું છે આ મા ? જે તારે આરીતે સંતાઈ સંતાઇ ને આપવું પડે છે. "

રેહાને કોઇ સાભડે નહીં એમ ધીમે અવાજે કહ્યું.

" મેજીક મસરુમ"

(ઈન્ટરવ્યુ ના સમય મા)

અમીત,મમ્મી, અને સેફાલી એક સાથે પુછે છે.

શું છે આ મેજીક મસરુમ ?

આ પ્રશ્ર્ન સામભડી અનન્યા કહે છે.

એક પ્રકાર નો નસીલો વનસ્પતી . પણ‌ આ કુદરતી છે તો આખાવા થી કંઇ નુક્સાન થતું નથી. ખાલી ૩ કલ્લાક અસર રેછે. આની અસર અલગ વ્યક્તિ ને અલગ અલગ રીતે થતી હોય છે. મેજીક મસરુમ ને આપણે વરસાદ ની રૂતુમા થતા બિલાડીના ટોપ તરી કે આપણે અહિયાં ઓળખવામા આવે છે.પણ એ ખાવા થી કોય નશો થતો નથી. પણ‌ આ મેજીક મસરુમ ઉત્તર ભારત માં જોવા મળે છે. અને આ મેજીક મસરુમ ની ઓડખ બોવ ઓછા લોકો ને હોય છે. આ મેજીક મસરુમ ખાલી ઉત્તર ભારત ના પૂર્વજ લોકોજ ઓડખી સકે છે. ને ક્યારેક તો મેજીક મસરુમ સમજી ખાય છે પણ અસર ભી નથી થતી . રેહાન ને એના દાદા એ બે મસરુમ ગોતી આપ્યા હતા જેમાં થી એક મને એને આપ્યું.

અમીત પુછે છે અનન્યા ને.

તમે ખાધું તો તમને શું અસર થય ?

અમીત ના આ પ્રશ્ર્ન એ ફરીથી અનન્યા ને ઊંડાં વિચાર મા પરોવી દિધી . તે પોતાના જન્મ દિવસ વાત આગળ વધારે છે.

અનન્યા કહે છે.

હું ને મારા મીત્રૌ પાર્ટી ખતમ કરી પોત પોતાના ઘરે પાછા જય રહીયા હતા. બધા એ પાર્ટી મા બવજ મજા આવી હતી. બધા ખુબજ નષા મા હતા......

પાર્ટી નો સમય બોવ જલ્દી પસાર થય ગયો. બધા પાર્ટી ખતમ‌ કરી પોત પોતા ના ઘરે જવા નીકળે છે. જતી વખતે બધા એક બીજા ને બાઈ બાઈ કહે તા હતા. ધીમ-ધીમે બધા ધરે જવા નીકડે છે. છેવટે ડી-જે હોલમા હું ને રેહાન વધ્યા હતા. મે રેહાન નેભી જવા નું કિધુ. ને હુભી નીકળ ના ની તયારીયો કરું છુ. રેહાન નીકળતી વખતે મને કહે છે .

" મેજીક મસરુમ ખાઈ ને કેજે શું થાય છે ? "

રેહાન એના ઘરે જવા નીકળે છે. મને દુરથી હાથ ઊંચો કરી બાઈ બાઈ કહે છે. હું પણ મારી ટેક્સી મા બેસી ને ધરે જવા નીકળું છું......

અડધા રસ્તા માં ટેક્સી ખરાબ થય જાય છે. ને બારે બરફ નો વરસાદ ચાલુ થાય છે. ગાડી બંધ્ધ થતા ટેક્સી ડ્રાઈવર પર ગુસ્સો બહુ આવતો હતો. પણ એમાં એનો કોઈ વાંક નહતો. એ તો ઊતરી ગાડી ચાલુ કરવા નો પ્રયત્ન કરતો હતો. પણ બર્ફીલા વરસાદ ને કારણે ડ્રાઈવર ને થંડિ વધારે લાગતી હતી. જેના કારણે ડ્રાઈવર વધુ સમય ગાડી બાર પસાર કરવો મુશ્કેલ પડતો હતો. તો એ ગાડી ફરી ચાલુ કરવા ના પ્રયાસો મા નીસફળ જય રહીયો હતા. ને અંદર આવી મને કહે છે.

" સોરી મેડમ. થંડિ ના કારણે હું ગાડિ ચાલુ નથી કરી સકતો. મારા હાથ મા લોહી જામી જાય છે. તો ગાડી મા બેસી રહેવા સીવાય બીજો કોઈ રસ્તો નથી આપડી પાસે "

એટલા મા એક પોલીસ ની ગાડી ત્યાંથી પસાર થાય છે. અમારી ગાડી રસ્તામા બંધ પડેલી જોય. પોલીસ વાળા પોતાની ગાડી ઊભી રાખે છે. આમને ગાડી માથી બહાર કાઠે છે. ઠંડી વધારે હોવા ના લિધે એ મને નજીક મા નજીક જે પણ હોટલ મલી ત્યાં જલ્દી જલ્દી પહોંચાડે છે. ને પોલીસ ઓફીસર જાતી વખતે મને કહે છે.
" વરસાદ વધારે આવા નો છે તો બનેતો વરસાદ બંધ થાય પછી નીકળ જો. ને મે હોટલ ના માલીક સાથે વાત કરી દિધી છે. એ ની પાસે રૂમ તો ખાલી નથી પણ તમને મેન હોલ મા ખાલી સોફા પર તમને સુવા માટે ની વ્યવસ્થા કરી આપસે . "

આટલું કહી ને એ પોલીસ ઓફીસર નીકડી ગયો. એ અજાણીયા પોલીસ ઓફીસરે મારી ખુબજ સહાય કરી હતી..મારા મનમા એ ઓફીસર માટે કંઈક અલગ રીસ્પેકટ જાગી ઊઠી હતી મારા મનમાં.

હોટલ નાની એવી હતી પણ બહુજ સુંદર હતી. પણ સવથી વઘારે સુંદર મને કંઇ લાગ્યું હોટલમા તો‌ એ છે દિવાલ પર લાગેલ એ હાલ્ફ પેન્ટીગ. હાલ્ફ પેન્ટીગ ની ચમક કંઇક અલગજ હતી. ને હાલ્ફ પેન્ટીગ ને પહેલી વાર જોય મારા મોઢા માંથી એકજ સબ્દ નીકળ છે "ખુબજ સુંદર" એક નદી કિનારા પર બાકડા પર બેઠેલા બે પ્રેમી પંખીડા . પણ‌ આ ચિત્ર અધુરૂ છે એવું મને લાગતુ હતુ. છતાં બોવજ સુંદર છે આ હાલ્ફ પેન્ટીગ. પેન્ટીગ મા ખાલી છોકરી જ દેખાય છે પણ છોકરા નો ખાલી હાથ જ દેખાય છે પેન્ટીગ મા. એવુ લાગે છે બાકીનો ભાગ ગાયબ છે પેન્ટીગ મા. મને એ હાલ્ફ પેન્ટીગ સામે ઊભી જોય ને હોટલ નો માલીક કેહે છે.

" તમને પણ બીજા ની જેમ આ હાલ્ફ પેન્ટીગ ની સુંદરતા એ એક વાર હાલ્ફ પેન્ટીગ ની સામે ઊભા રાખી જ દિધા."

આ સાંભળતાજ મારૂ અને હાલ્ફ પેન્ટીગ બન્ને વચ્ચે નું ધ્યાન ભંગ થાયછે. ને હું મારૂં ધ્યાન હોટલ ના માલીક તરફ વડે છે. એ દેખાવ માં મોટી ઉંમરનો લાગ્યો. પણ એ દેખાવ માં એકદમ રૂપાળો ને સાદા કપડા પહેરી રાખ્યા હતા. મે જવાબ આપતા કહ્યું.

"છેજ એટલી સુંદર પેન્ટીગ તો નજર તો ચોંટી જવાની જ હતી."

આ સાંભળી હોટેલ માલિક હસવા લાગે છે. ને કહે છે.

" આ તારા માટે ઓઢવા માટે રજાઇ છે. સોફા પર રાખું છું સુતી વખતે લય લેજે."

આ સાંભળતાજ મે મોઢા પર સ્માઈલ આપતાં આભાર વ્યક્ત કર્યો. ને પુછ્યુ

ક્યાથી ખરીદી આટલી સુંદર આ હાલ્ફ પેન્ટીગ ?

હોટલ નો માલીક મારા સામું જોય કહે છે.

" આ મે ખરીદિ નથી. પણ અજાણતા કોઈ સાચવવા માટે આપી ને ગયું છે."

મને આ વાત જાણી ખુબજ નવાઇ લાગી. મારા થી ના રહેવાયું તો મેં પુછ્યુ.

" સાચવવા માટે !
કંઈ સમજાયું નહિ મને."

કંઈ રીતે ? "

હોટલ નો માલીક મારી ઉત્સુકતા જોય મારા સામું જોય હસે છે. ને કહે છે.

" છ મહીના પહેલા ની વાત છે. કોઈ કાનન કરી છોકરી નું નામ હતુ. એ ભારત દેશ થી પેહલી વાર યુરોપ આવી હતી. યુરોપ આવતાજ એ રહેવા માટે મકાન શોધતી હતી. જેટલા દિવસ મકાન ના મલે રહેવા માટે. એટલા દિવસ અહીં રૂમ રાખી રહેવા‌ નું વિચાર્યું હતું એને . બોવ હસતી ને બધા ને હસાવતી જેટલા દિવસ અહીંયા રય આ નાનકડિ હોટલ ને ખુસી થી ભરી દેતી હતી. પણ હંમેસા. વધારે હસ્તા ચહેરા ને નજર લાગીજ જતી હોય છે. આવતાજ થોડાક દિવસમાં એમનું પાકિટ ચોરાય ગયું. જેમા એના એટીએમ કાર્ડ, પાસપોર્ટ , વિઝા અને અંન્ય અગત્યના કાગડિયા હતા. જે ખોવાય જતા એની પાસે વધારે રુપિયા પણ નહતા. એ પોલીસ સ્ટેશન પર ગય તો હતી પણ પાછી ના આવી. એને રેફ્યુજી કેમ્પમાં રાખી દિધી. એની આ હાલ્ફ પેન્ટીગ આહીયાજ રહી ગય. પણ એ હંમેસા આ હાલ્ફ પેન્ટીગ ઊઠતી વખતે એક વાર જોતી હતી ને એક વાર રોતી હતી. જાણે એનો આ પેન્ટીગ મા જીવ અટવાયો હોય. એ એક વાર જરૂર આ પેન્ટીગ લેવા આવસે એવું મને લાગે છે."

મારા મનમા‌ ધણાં બધા સવાલ હતા . પણ હું જાણતી એના જવાબ આ હોટલ ના માલીક પાસે નય હોય. એટલે વધુ કંઈ પુછવા ના બદલે મેં હોટલ ના માલીક નો આભાર વ્યક્ત કર્યો. એને આજ મને બરફના વરસાદ માં આસરો જે આપીયો હતો.
એ હોટલ ના માલીકે જતા જતા મને કહે છે.

" અમે ઉપર ના રુમમાં સુતાં છીએ. કંઇ મદદ ની જરૂર પડે તો કહેજો અમને .
"મે એનો આભાર વ્યક્ત કરતા ગુડ નાઈટ કહ્યું.

હું આખી હોટલ‌ ના હોલમાં એકલી હતી. બારે બરફનો વરસાદ પડતો હતો. ને એકદમ થંડિનુ માહોલ હતું. હું ધીમે ધીમે સોફા તરફ ગય. ને જય ને સોફા પર સુઇ ગય હતી. પણ મારા મનમાં વારંવાર અનેક સવાલો ઉઠી રહ્યો હતો. કોને બનાવી છે આ હાલ્ફ પેન્ટીગ ? કેમ કાનન ને જીવ થી ભી વધારે વાલી છે? આવાજ સવાલો મા હું ગુંચવાયેલ હતી. એ સમયે વિચાર મા ને વિચાર મા મારો હાથ ભુલથી‌ મારા પાકીટ ને અડીજાય છે ને એ પાકિટ સોફા ની નીચે પડી જાય છે. પાકીટ મા રહેલો બધ્ધોજ સામાન જમીન પર ફેલાય જાય છે. આ પાકીટ પડવા ના આવાજ થી હું ખોવાયેલ વીચારો થી હું બહાર આવી જાવ છુ. હું સોફા ઉપર થી ઉભી થઇ ને બધો સામાન ભરવા લાગુ છુ. અચાનક સામાન ભરતા ભરતા હું બે સેકન્ડ માટે ચોંટી ગઈ હતી.‌ રેહાને આપેલ એ મેજીક મસરુમ જોય ને. ધીમે ધીમે મારા હાથ એ મેજીક મસરુમ તરફ જાય છે. જાણે એ મેજીક મસરુમ મારા હાથ ને ખેંચતા હોય. જેવું જ હું એ મેજીક મસરુમ હાથમાં ઊઠાવુ છુ. જાણે મેજીક મસરુમ મને કહીં રહીયુ હોય કે જલ્દી મને ખાયલે. હું મેજીક મસરુમ ને હાથમાં લયને સોફા પર પાછી બેસી જાવ છુ. હોટલ ના હોલ મા મારા સીવાય કોયજ નહતું. એકદમ સાન્ત વાતાવરણ હતું. હવે મારા જીવ ને અસાન્તી હતી . તો મેં મારા જીવને શાંત કરવા એ મેજીક મસરુમ ખય લીધુ. મને જાણવું હતું આનો નશો કેવો થાય છે. મેજીક મસરુમ નો સ્વાદ કંઇ ખાસ એવો હતો નથી. સુકવેલી કેરી ની ગોટલી જવો લાગે છે. આખા મોઢા સ્વાદ ખરાબ થય જાય છે. છતાં હું એ મેજીક મસરુમ જેમ તેમ કરી ખાઇ લવ છુ.

હૂં આંખ બંધ્ધ કરી રાહ જોવ છુ. કે એ મેજીક મસરુમ ખાવા થી નશો કેવો ચડે છે. પણ મને કોઈ જ અસર નતી થાતી. થોડા સમય સુધી કોઈ અસર ના થતાં. મે વીચાર્યું સાયદ મા મેજીક મસરુમ નય હોય. રેહાન ના કહેવા મુજબ આ મેજીક મસરુમ ના ભી હોય શકે.

થોડો વધુ સમય પસાર થતા. અચાનક એ હોટલ ના હોલમાં કોઈ ગુજરાતી ગીત ગાતું હોય એવું સંભળાય છે. મને નવાઈ લાગતી હતી. કે યુરોપમાં કોન વળી ગુજરાતી ગીત ગાય છે. ગીત ના સ્વર તાલ એકદમ પરફેક્ટ હતા. "નયન ને બંધ રાખીને મે જ્યારે " આટલું સુંદર ગીત આયા કોન ગય છે. મારી બંધ્ધ આંખ ખુલી જાય છે. ને જેવી મારી આંખ ખુલે છે. તો મારી આંખ ખુલ્લી ને ખુલ્લી રહી જાય છે. મરા મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી જાય છે. સરીર ધ્રુજવા લાગ્યું છે. ઠંડા વાતાવરણમાં પરસેવો મને લાગવા માડ્યો છે.

(ઈન્ટરવ્યુ ના સમયે )

સેફાલી પુછે છે મને .

કોન ગાય રહીયુ હતું યુરોપ મા એ ગુજરાતી ગીત?

આંખ ખોલતા એવું તે શું જોયું તે કે તારી આંખો ખુલ્લી જ રહી ગઈ હતી?

કાનન એ હાલ્ફ પેન્ટીગ પાછી લેવા આવસે?
કેમ કાનન ને જીવ થી ભી વધારે વાલી હતી આ પેન્ટીગ?




@@@@@@@@@@@@@@@@@@@@@@

સેફાલી ની જેમ તમને ભી આવાજ દિમાગ મા સવાલ આવતાજ હસે. તમારી આતુરતા હુભી સમજું છુ. જાણવાં માટે વાંચતા રહેજો આવનારાં ભાગ.

અત્યા સુંધી ના બધાંજ ભાગ વાંચવા બદલ આભાર. તમને આ નોવેલ કેવી લાગી એ રેટીગ આપી ને જણાવી સકો છો.