Setu - 7 books and stories free download online pdf in Gujarati

સેતુ - કુદરત નો એક અદ્દભુત ચમત્કાર - 7

ભાગ - 7

Dr.શાહે, પુરી હોસ્પિટલનાં સ્ટાફ સામે અને પોતાનાં પર જીવનમાં પહેલીવાર કરેલા ગુસ્સાથી ડૉક્ટર દીકરી દીપ્તિ, અવાક થઈ ત્યાંથી ઓફીસમાં પાછી જાય છે.દીપ્તિ ને મનમા થાય છે કંઇક તો વાત છે, પણ શુ છે ? તે સમજી શકતી નથી. અત્યારે ઓફીસમાં દીપ્તિ એકલી છે. કેમકે સેતુનાં પપ્પા Dr. શાહનાં કહ્યા મુજબ વોશરૂમમાં ફ્રેશ થવા ગયા છે. તેમજ સેતુ અને મીનાબેન વેંઇટીન્ગ રૂમમાં બેઠા છે. દીપ્તિ એકલી ઓફીસમાં બેઠા-બેઠા પપ્પાનાં ગઈકાલનાં ટેન્શન અને આજે પપ્પાએ પહેલી વાર તેનાં પર કરેલા ગુસ્સા વિશે વિચારી રહી છે. અચાનક દીપ્તિની નજર પપ્પાના ટેબલનાં અડધા ખુલ્લા ડ્રોવરમાં પડેલ પેલા કવરપર જાય છે.દીપ્તિનું મન માનતું નહીં હોવાં છતા સંજોગો ને આધીન જીવનમાં પહેલીવાર તે ડ્રોવર ખોલી કવર બહાર કાઢે છે. આ એજ કવર છે કે જે લેવા તેઓ ગઇકાલે, જે બેંક લોકર માં આ કવર પડયું હતુ ત્યાં ગયા હતાં. પપ્પાના ડૉક્ટર મિત્રએ અમેરિકાથી તેમનાં છેલ્લાં શ્વાસ લેતા-લેતા આ કવર વિશે પપ્પાને જણાવ્યું હતુ.
● એવું તે શું છે આ કવરમાં કે તેને લોકરમાં રાખવું પડયું ?
● એવું તે શુ છે આ કવરમાં કે પપ્પાના મિત્રને એનાં છેલ્લાં શ્વાસ વખતે પપ્પાને અરજન્ટ જણાવવું પડયું ?
●એવું તે શુ છે આ કવરમાં કે જેને લીધે પપ્પા ગઈકાલથી આટલા બધાં અપસેટ છે ?
● અને એવું તે શું છે આ કવરમાં કે આટલી ઉંમરમાં પહેલીવાર પપ્પાએ મારા પર ગુસ્સો કર્યો ? બધાં સવાલો નો જવાબ જાણવા મજબૂર થયેલી દીપ્તિએ કવર ખોલી વાંચવાનું ચાલુ કર્યું.

અહિયાં આપણે થોડી વધારે માહીતી Dr. શાહ અને એમની દિકરી દીપ્તિ વિશે જાણી લઇએ.
Dr. શાહની ગણતરી શહેરનાં મોટા અને સારાં ડૉક્ટર તરીકે થાય છે. તેમની હોસ્પિટલ મલ્ટીસ્પેશયાલિટી છે. જેમાં શહેર નાં નાના-મોટા અલગ-અલગ વિભાગનાં ડૉક્ટર સેવા આપતા હોય છે. શાહનો સ્વભાવ શરૂઆતથીજ સેવાભાવી અને ગરીબ દર્દીઓ પ્રત્યે પહેલેથીજ સોફ્ટ કોર્નરવાળો. આ સીવાય અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે પણ તેઓ જોડાયેલાં. પણ Dr. શાહ આટલા સારા માણસ હોવાં છતા એમનાં જીવનની વિધિની વક્રતા તો કેવી કે તેમનાં પત્ની દિકરી દીપ્તિનાં જન્મ વખતેજ મૃત્યુ પામ્યા. છતાં પ્રભુને ગમ્યું તે ખરું માની, શાહ પોતાનાં સપનાનો અંત આવ્યો હોવાં છતાં હિમ્મત રાખી સંતાનમાં એક માત્ર દિકરી હોવાથી એ દિવસ પછી તેમણે જીવનમાં બેજ મંત્રોને પોતાનુ જીવન સમર્પિત કરી દીધું.એક દીકરીની પરવરીશ અને બે સમાજસેવા.
હવે થોડુ દીપ્તિ વિશે. દીપ્તિ પણ થોડી સમજણ આવે એ ઉંમરે પહોઁચતાંજ, નાની ઉંમરથી જ પોતાની બને તેટલી જવાબદારી જાતે ઉઠાવી પપ્પાનો ભાર હળવો કરતી. આમનેઆમ દીપ્તિ ભણીગણી આજે ડૉક્ટર થઈ ગઇ. દીપ્તિની એક ઉંમરે શાહે લગ્ન વિશે દીપ્તિને પુછ્યું,પણ હમણાં નહીં એમ જણાવી વાત પુરી થઈ. એ પછી ઘણી વાર શાહ આ વિશે પૂછી ચુક્યા પણ દીપ્તિ લગ્નની વાત ટાળી દેતી. દીપ્તિની સાથે-સાથે શાહ પણ જાણતા હતાં કે હુ એકલો નાં પડી જાઉ એનાં આ બહાના છે. આમનેઆમ દીપ્તિની લગ્નની એક ઉંમર નીકળી રહી હતી. શાહે એક વાર થોડા લાગણી નાં પ્રેસર સાથે દીપ્તિ ને લગ્ન માટે વાત કરી પણ લગ્ન કરવાની દીપ્તિ ની કોઈ ઇચ્છા કે વિચાર નહીં જણાતાં છેવટે Dr. શાહે હવે લગ્ન વિશેનો ફેંસલો દીપ્તિ પર છોડી દીધો હતો. શાહ પણ હવે દીપ્તિને આ બાબતે વધારે પ્રેસર આપવા માંગતા ન હતાં.
કવર ખોલીને વાંચતી દીપ્તિનાં ચહેરાનો રંગ જેમ-જેમ ચિઠ્ઠીનો એક-એક શબ્દ એની નજર સામેથી પસાર થાય, તેમ-તેમ ઉડતો જતો હતો. દીપ્તિને મનમાં પણ નાં હતુ કે તેની જીંદગીમાં આવો પણ એક દિવસ આવશે. પોતાની દુનિયા લૂંટાઈ ગઇ હોય, જીંદગી ફના થઈ ગઇ હોય તેમ આજ પછીની જીંદગી વિશે દીપ્તિ વિચારીજ સકતી નથી.એને ખુલ્લી આંખે તેનાં ભવિષ્યનો અંધકાર દેખાઈ રહ્યો છે. એક એવો અંધકાર કે જેમાં પ્રકાશ નામની એક નાની કિરણ પણ જોવી કે દેખાવી દીપ્તિને અસકય લાગી રહી છે. પોતાનુ જીવન,આશાઓ,સપનાઓ બધુજ આજે પુરૂ થઈ ગયુ હોય એવો દીપ્તિને એહસાસ થઈ રહ્યો છે.દીપ્તિ અત્યાર સુધી પરિસ્થિતીની એક જ બાજુને જોઇ રહી હતી, પરંતું આતો ડૉક્ટર શાહની પરવરીશથી મોટી થયેલી દિકરી. સામેવાળાની નજરથી પણ પરિસ્થિતિને જોવાની કળા દીપ્તિને ડૉક્ટર શાહે તો સીખવેલી. પોતાની જાતને બાજુ પર રાખી દીપ્તિ પોતાનો દ્રષ્ટિકોણ બદલી પરિસ્થિતીની બીજી બાજુ પર અને આ પરિસ્થિતીથી સામેની વ્યક્તિને થતાં દુખ, તકલીફ, પરેશાની આ બધી બાબતે વિચારવાનું હજી ચાલુ કર્યું એની બીજી જ ક્ષણે એનામાં સત્યને સાથ આપવાની હિમ્મત આવી. કેમ કે તે પોતે જાણે છે કે આ હકીકત જાણી મને જેટલું દુખ થયુ તો પપ્પાને દુઃખ નહી થયુ હોય ? મને તો આ હકીકત જાણે હજી દસ મિનીટ નથી થઈ અને હુ આટલી ભાંગી પડી, તો પપ્પાતો, પપ્પાતો આ વાત ગઇકાલથી જાણે છે. તો પપ્પાએ એમની જાતને આટલા કલાકો કઈ રીતે સંભાળી હશે ? મારા જીવનમાં તો આ પહેલો કારમો આઘાત છે, છતાં હુ તુટી ગઇ જ્યારે પપ્પાતો મારા જન્મ વખતે થયેલ મમ્મી નાં મૃત્યુ નો કારમો આઘાત ભોગવી ચુક્યા છે. જીવનસાથીનાં રૂપમા પોતાનુ સર્વસ્વ ગુમાવી દેનાર પપ્પાએ મારા બાળપણથી અત્યાર સુધી મને મમ્મી-પપ્પા બંનેનો પ્રેમ આપી મોટી કરી, એ કોઈ રમત વાત નથી. જીગર જોઈએ. સિંહનું કાળજું જોઈએ. હા, મારા પપ્પા સિંહ છે અને એમનીજ હુ દિકરી છું. આ સંજોગોમાં પપ્પા જે નિર્ણય લેશે એ હુ માન્ય રાખીશ.મારો કોઈ નિજી સ્વાર્થ નહી રાખું. એમણે લીધેલો નિર્ણય હુ માથે ચડાવી, તલવાર ની ધારની જેમ નિભાવીશ અને તોજ એમની દિકરી હોવાંનું ઋણ હું અદા કરી સકીશ. મારા પપ્પા મારાં પૃથ્વીપરનાં ભગવાન છે. આટલુ પોતાની જાતને કહી દીપ્તિ એક હાથમા ખાલી કવર અને બીજાં હાથ મા વિસ્ફોટકથીયે ભારે તાકાતવાળા શબ્દોથી ભરેલો કાગળ લઇ માજીને જે રૂમમાં રાખ્યા છે ત્યાં આવી બહાર ની સાઈડે દરવાજા પાસે ઊભી રહે છે.
અંદર ડૉક્ટર શાહે માજીનું રૂટીન ચેકઅપ પુરુ કરી લીધુ છે. ચેકઅપ પુરુ થતાં ડૉક્ટર શાહ, સાથે આવેલ નર્સેને બહાર જવા કહે છે. મારે પેશન્ટ સાથે થોડી વાત કરવી છે હું આવુ છુ થોડીવારમાં. નર્સ નીકળી જતા દીપ્તિ દરવાજાની થોડી વધારે નજીક આવે છે અને પપ્પા બહાર આવે એની રાહ જુવે છે. દીપ્તિને હવે 95℅ લેટરથી જાણેલી વાત પપ્પા સાથે કરવી છે. અને પપ્પાનું હવે આગળનું પગલું કયુ છે તે પણ જાણવુ છે. સાથે-સાથે જે 5% હકીકત જાણવાની બાકી છે તે, જો પપ્પા જાણતા હોય તો તે પણ જેવા પપ્પા બહાર આવે તેવીજ એમને પૂછવા માંગે છે. નર્સનાં જતા Dr. શાહ રૂમમાં પડેલું સ્ટુલ માજીનાં પલંગ પાસે લાવીને બેસે છે અને વાત ચાલુ કરે છે.
Dr. શાહ : હવે તમને કેમ છે માજી ?
માજી : સારૂ છે સાહેબ.
Dr. શાહ : તમારૂં નામ શું છે ?
માજી : (થોડુ વિચારી) સાહેબ, મારૂં નામ શારદા
Dr. શાહ : મારે તમને એક વાત પૂછવી છે શારદાબેન. અત્યારે પૂછી શકુ ?
માજી : હા, પૂછો તમારે જે પૂછવું હોય એ.
Dr. શાહ : બહુ જૂની વાત છે યાદ હશે તમને ?
માજી : પૂછો સાહેબ, હમણાં સુધી તો કંઈ યાદ ન હતુ. પરંતું એક નાની બાળકીએ મને ઘણુ બધુ યાદ અપાવી દીધું છે. યાદ હશે એટલું તમને જણાવીશ.
Dr. શાહ : (સ્ટુલ થોડુ વધારે નજીક લઈ જતા ) શારદાબેન વર્ષો પહેલાં તમે એક નવજાત બાળકીને કોઈ હોસ્પિટલનાં ઓટલે મુકી ગયા હતા, યાદ છે તમને ?
માજીને હોશમાં આવતાંજ બીજો આંચકો લાગે છે. પહેલા પૂરણપોળી જોઈને તેમને તેમનો દિકરો યાદ આવી ગયો અને અત્યારે આ બીજો આંચકો. માજીને એમનો પૂરો ભૂતકાળ નજર સમક્ષ તરવરતો દેખાય છે. અત્યાર સુધી તેમનાં કપરાં સમય અને સંજોગોને લીધે તે લગભગ બધુ ભૂલી ગયા હતાં.પરંતું એક પૂરણપોળી અને ડોક્ટરે કરેલ આ સવાલથી તેમને ધીરેધીરે બધુજ યાદ આવી જાય છે.
દરવાજા પાસે ઉભેલી દીપ્તિ ને એનાં 5% બાકી વાળી હકીકત ત્યાંજ મળી જાય છે. અને તે અત્યારે જયાં ઊભી છે ત્યાંજ થોડી ઢીલી થઈ નીચે ફ્લોરપર દરવાજાને ટેકો દઇ બેસી જાય છે.
આ બાજુ માજીને કરેલા સવાલ નાં જવાબ ની રાહ જોતાં ડૉક્ટર શાહ શારદાબેન સામે જોઇ રહ્યાં છે. શારદાબેન ઊંડા વિચારો માંથી બહાર આવી એટલોજ ઊંડો નીસાશો નાખતા જવાબ આપે છે. જે જવાબ કોઈ પણ નાં હ્ર્દય સૉંસરવો નીકળવાની તાકાત ધરાવતો હતો. માજીએ શાહને એ વખતે કહેલ શબ્દો હતાં....
માજી : હા સાહેબ, "હું જ મારાં કાળજા પર પથ્થર રાખી, દવાખાનાના પથ્થર પર મારૂં દિકરી રૂપી કાળજું મુકી ગઇ હતી"
થોડી વાર ની શાંતી પછી ડોક્ટરે માજીને આમ કરવાનું કારણ પુછ્યું.
દોસ્તો અહી સુધી આપણે બે પેઢી ની વાત જાણી.
એક પેઢી સેતુ
બીજી પેઢી સેતુનાં પપ્પા રમેશભાઈ
હવે ત્રીજી પેઢી શારદાબેન વિશે. રમેશભાઈનાં મમ્મી અને સેતુનાં દાદી વિશે.
માજી પોતાની પુરી વાત ડોકટર પાસે બોલવાની ચાલુ કરે છે.
વધું આગળનાં ભાગમાં