padyu panu books and stories free download online pdf in Gujarati

પડયું પાનું


સવારના પાંચ વાગ્યે માનવી ઊઠીને હાથપગ ને મોં ધોઈને ચાલવા નકળી ત્યાં જ નીતી બોલી ઊઠી કે, "મમ્મી આજે રહેવા દો."

માનવી બોલી કે, "ના,બેટા આજે શું કામ?હું કે આપણે કોઈના માટે કે કારણસર બદલાવવું જોઈએ?"

માનવી એ નીતી ને કહી તો દીધું.પણ તેનું મન જ કયાં તૈયાર હતું? ને શું કામ થાય? એના પર જે વ્રજઘાત થયો હતો તે એના એકલી પર જ કયાં પણ નીતી પર થયો જ હતો ને.આજ સુધી તેના દરેક બલિદાન કે ત્યાગ નો બદલો મળ્યો જ શું? એને મળ્યા ફકત આવાં શબ્દો. આમ તો આજ ની સવાર ખુશનુમા હતી.પણ એના માટે આ સવાર ના થઈ હોત તો સારું. પણ સમય કયાં કોઈના માટે રોકાય છે. એ તો ફકત ચાલ્યાં જ કરે છે,સમય ને કયાં છે કોઈ પ્રત્યે લગાવ કે લાગણી.બસ એના માટે એની ઘરેડ જ. સૂરજ ઊગે કે આથમે, ચંદ્ર ઊગે કે આથમે તેને કંઈજ પડી નથી. આમ તો માનવી એ કેટલાય સમાજ તરફ થી મળેલા આઘાત સહન કર્યા પણ તે કયારેય આટલી નિરાશ નહોતી થઇ જેટલી આજે થઈ.એનું મન કે દિલ કહેતું હતું કે પોક મૂકી ને રડે, ફરિયાદ કરે પણ કોની આગળ. હજી પણ ગઈકાલ ની રાત યાદ કરે છે તો તેના મન, શરીર માં ભય ની લહેર આવી જાય છે. ગઈકાલે રાત્રે માનવી એ જયારે પોતાના દીકરા રાહુલને પુછયુ તેના અફૅયર વિશે પુછયું, "તારે નૈના જોડે શું પ્રેમસંબંધ છે?"

રાહુલ કહયું કે "હા મમ્મી."

માનવી બોલી કે, "પણ કેમ બેટા,તે નીતી ને દગો આપ્યો.તારી પત્ની છે. નાનકડી પરીની મા છે. તો પછી શા માટે? શુ તમારા બંનેનો મનમેળ નહોતો? તે તારુ કેટલું ધ્યાન રાખે છે? તારુ જ શું કામ? મારુ પણ કેટલું ધ્યાન રાખે છે? તો પછી આવુ શું કામ કર્યું. અરે શું ખૂટતુ હતુ તેનામાં?"

રાહુલે કહ્યુ કે, "હા ,મા તે મારું ધ્યાન રાખે છે.તને માન આપે છે.પરી ની મા છે. તે ભણેલીગણેલી છે. સુલઝેલી, સંસ્કારી છે.પણ છતાંય તે ફકત વહુ,પત્ની,મા જ છે. પણ તે મારી પ્રેયસી કે પ્રેમિકા નથી.મે ના તો પહેલાં પણ પ્રેમ કર્યો કે હવે કરું છું. હું તો આ લગ્ન પહેલાં પણ નહોતો કરવા માગતો.એ તો હું પપ્પા ની ધાકધમકી આગળ ઝુકી ગયો.મને મારી પત્ની માં જે જોઈએ છે. તે આની પાસે કયાંય નથી.હું હવે આ બંધન નો બોજો ઉઠવવા નથી માગતો.

માનવી બોલી કે, "પણ એમાં નીતી નો કે પરી નો શું વાક. પરી તો તારું લોહી છે. પ્રેમ લગ્ન પહેલાં થાય એ જરૂરી તો નથી ને લગ્ન પછી પણ થાય.આટલા બધાં ગુણો નીતી ના દેખાયા ફકત તારી વ્યાખ્યા માં બંધબસેતી નથી તે દેખાયું. હું આવું મારા ઘરમાં નહી ચલાવું."

ત્યાં જ રાહુલ બોલ્યો કે, "મા હુ તને નથી પૂછતો પણ જણાવું છું. તું કેમ નહી ચલાવે તે તો પપ્પા નો ઍફયર ચલાવી લીધુ જ નહીં માફ પણ કર્યા જ ને.પપ્પા એ સ્ત્રી સાથે જ રહેતા હતાં. એ બધુ ચલાવી ફકત પ્રોપર્ટી માટે જ ને. કેમ એ વખતે આ ફિલોસૉફી યાદ આવી અને હું નીતી ને કે પરી ને કયાં આવું જીવન જીવવા મજબૂર કરુ છું. હું ડીવોર્સ આપવા તૈયાર છું, પણ હું તેની સાથે નહી રહી શકું. અને તું મને કંઈજ કહી ના શકે. કારણ કે તે પપ્પા નુ આવું વર્તન ચલાવે તો મારુ પણ ચાલે.જો નીતી ને મારુ ઍફયર મંજૂર હોય તો રહે નહીંતર એ એના પપ્પા ના ઘરે જાય.હું હવે આ ટૉપિક પર વાત નથી કરવા માગતો." રાહુલ ગુસ્સાથી બોલ્યો.

" હા મમ્મી, હું તને જેમ કહું તેમ રેહવાનુ.તું કહે તેમ હું નહી રહું.તારે જોઈએ પણ શુ દીકરો રાખે છે તો ખરો."

માનવી આ સાભળી ને કાઈ જ ના કહી શકી.નીતી ને પણ શું કહે કે તે શું કરે કે શું ના કરે? એ પોતે જ આ શબ્દોનો વ્રજઘાત સહન ના થાય એવો હતો. આમ ને આમ રાત પુરી થઈ. એની આખ માં આસું પડી રહ્યા હતા.એને પોતાનો એ સમય યાદ આવ્યો અત્યારે ભજવાયેલુ દ્રશ્ય આજથી 25વર્ષ પહેલાં તેની સાથે આવું જ બન્યું હતું.આજે પણ એ વાત માટે પોતાના મનમા એક ટીસ રહી ગઈ છે. એ વખતે પણ આવા જ વાક્યો સાભળવા મળ્યા હતાં. તેણે પણ પોતાના સાસુ-સસરા ને કહ્યું હતું કે, "તે તેમના પુત્ર ને સમજાવે કે આ રીતે એની જીદંગી ના બરબાદ ના કરે."

ત્યારે એમણે કહ્યું કે, "પત્ની માં આવડત હોવી જોઇએ કે તેનો પતિ બહાર ના જાય. એવી સ્ત્રી શું કામની જે પતિને કાબૂમાં ના રાખી શકે. તારા કરેલા તું જ ભોગવ.તે જ તારા પતિ ને બહુ છૂટ આપી હતી. માટે પડયુ પાનું નિભાવ કા તો મા-બાપ ના ઘરે જા."

જયારે આ વાત પોતાના માતા-પિતા ને કરી તો એમણે પણ આવું જ કહ્યુ. વધારા મા કહે કે, " તને પરણાવી અમારી જવાબદારી પૂરી."

પાછા એમ કહી દીધું કે "આવુ તો ચાલ્યા કરે. જમાઇ તો તેમના માતા-પિતા નો એક નો એક દિકરા છે. સમાજ માં જીવવા માટે મિલકત-પૈસા જોઈજ.આ બધુ તારે નામે કરાવી લેશુ આ વાત નો ઉપયોગ કરી ને.અને જો સમાજ માં વાત બહાર પડી જશે તો તને મિલકતમા થી કંઈજ નહી મળે.એટલે જ પડયુ પાનું નિભાવી લે."

ઘણી માથાકૂટ કાકલૂદી કરી પણ કોઈએ તેને સાથ ના આપ્યો.ને આ બધી વાત રાહુલ કયાં નહોતો જાણતો.એની બધી જ વેદના કયા નહોતો જાણતો.છતાંય તેણે ફરી એ જ કર્યુ.આમ ને આમ તે ચાલી જતી હતી.

ત્યા જ એક ઝઘડો સાભળ્યો.આજુબાજુ જોયુ તો તે ગરીબો ની ઝુંપડપટ્ટી બાજુ હતી, ત્યાં એક ઝઘડો ચાલુ હતો.તે જોવો ઊભી રહી ગઈ એને તો ઊભું નહોતું રહેવુ તો પણ. એક મા પોતાના પીધેલા દીકરા નો ઊધડો લેતા હતા અને કહેતા હતા કે, "તું આ ઘરમા કેમ પી ને આવ્યો.ખબરદાર જો આ ઘરમા આવ્યો છે તો, આ મારુ ઘર ખાલી ઘર નહી પણ મંદિર છે.અને મારી વહુ એ આ મંદિર ની લક્ષ્મી છે.એને તે હાથ જ કેમ અડાડયો.અને યાદ રાખજે હુ તને તારા પપ્પા જેવો તો નહી જ થવા દઉ.મે જે વેદના સહન કરી છે તે મારી વહુ શું કામ સહન કરે.હું એને સહન પણ નહી કરવા દઉ.સમજયો તું ચાલ્યો જા મારા ઘર માં થી." આ બધી આવી લમણાઝીક સાભળી ને લાગ્યુ કે આ બધુ તેને જ લાગુ પડે છે.

આ વાત સાભળી ને તેના મનમા ઝબકારો થયો કે તે પણ નીતી ને બીજી માનવી નહી થવા દે. અને તે પાછી વૉક પરથી આવી.નીતી રસોડામા હતી.રાહુલ સૂતો હતો. ઘરમા આવી ને નીતી ને કહ્યુ કે, "રાહુલ નો સામાન પેક કરી દે."

રાહુલ જેવો ઉઠયો તેવુ જ તેનો સામાન બતાવી ને કહ્યુ કે, "તે અહી થી ચાલ્યો જાય."

રાહુલે કહ્યુ કે, "હું શુ કામ આ ઘર મારુ છે?"

માનવી બોલી કે, "આ ઘર તારૂ નહી પણ મારૂ છે. અને સાભળી લે બેટા મે જયારે તારા પપ્પા નો અફૅયર ચલાવ્યો કારણ મિલકત કે પૈસા નહોતો. પણ મને કોઈએ સપોર્ટ નહોતો કર્યો. ના મારા માતા-પિતા કે સાસુ-સસરા.બધા એ મને કહ્યુ કે પડયુ પાનુ નિભાવી લે.સાસરી મા સુખ મળે કે દુ:ખ મળે તે નિભાવવુ જ પડે."

" નીતી ના માતા-પિતા ની વાત પછી એ પહેલા હુ જ સપોર્ટ કરીશ. એને એવુ નહી કહુ. અને જે મિલકત કે પૈસા નો રોફ તને છે. તે તો બેટા તારા પપ્પા પછી આ મિલકત મારા નામ પર છે. આ બધી વાતો મા નીતી કે પરી નો કોઈ વાક નથી.મને મારા માતા-પિતા કે સાસુ-સસરા એ પડયુ પાનુ નિભાવવા નુ કહ્યુ હતુ.પણ હુ એ નીતી ને નહી કહુ કે તે પડયુ પાનુ નિભાવી લે.એ સ્વમાન થી જ જીવશે સમાજમા .અને હા દીકરા, આ મિલકત પર તારો નહી પણ એનો અને પરી નો જ હક છે. એ મારી દીકરી બનીને રહેશે. મા બનીને બીજી જગ્યા એ વળાવીશ.નહી ઈચ્છે તો આખી જિંદગી મા- દિકરી બનીને રહીશુ. આ મિલકત એની છે ને હું તને મારી મિલકત ને મને અગ્નિદાહ આપવા માંથી તારો હક કે ફરજ માથી તને મુકત કરુ છું. માટે તુ ચાલ્યો જા.આ મારો છેલ્લો આદેશ છે."

રાહુલ ચૂપચાપ ગરમાથી પોતાનો સામાન લઈને નીકળી ગયો.

નીતી ને આજે લાગ્યુ કે, "આજે તેને મા મળી ગઈ."

માનવી ના મનમા થી દર વખત ની ટીશ હતી તે દૂર થઈ. માનવી અને નીતી ના મનમા એક જ પડઘો પડયો કે હવે નહી નિભાવવુ પડે "પડયુ પાનું".

નમસ્કાર, આ મારી પ્રથમ વાર્તા છે. જો તમને ગમે તો કોમેન્ટ અને શેર કરજો.
મને ફોલો જરૂર કરજો.