teacher - 21 in Gujarati Novel Episodes by Davda Kishan books and stories PDF | ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 21

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 21

કેરમ ટુર્નામેન્ટ અને વિજ્ઞાન મેળો પૂર્ણ થયા હતા. માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં મનાલીનું વોઇસ ઓફ ગુજરાતનું ઓડિશન પણ હતું, આ ઓડિશન રાઉન્ડ તેણીને ફાઇનલમાં પ્રવેશવાની ટિકિટ આપવાનું હતું. મનાલી ધ વોઇસ ઓફ ગુજરાત બનવા માટે સખત મહેનત કરી રહી હતી. પોતાના ગળા ની સોફ્ટનેસ જાળવી રાખવા માટે પણ પ્રયત્નો કરી રહી હતી. એક તરફ ફેબ્રુઆરી માસની શરૂઆતમાં લેવાનાર નવમાસિક પરીક્ષાનું પરિણામ પણ આવી ગયું હતું, આ પરીક્ષામાં પણ વિદ્યાર્થીઓ સારા ગુણથી પાસ થયા હતા. દેવાંશી હવે બધા સાથે ભળી ગઈ હતી. સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ દેવાંશીના મિત્રો બની ગયા હતા.

આ તરફ મનાલી પોતાના ઓડિશન માટે દિવસ-રાત એક કરીને કરી રહી હતી. તેણીના સપનાઓ હવે પૂર્ણ થવાના હતા, પોતાના સમ્રાટ પર કોઈને કોઈ નવું જ મ્યુઝિક વગાડતી રહેતી. હતી. ઓડિશન રાઉન્ડમાં પસંદગી પામવા માટે મનાલી એ પોતાના ગિટાર સમ્રાટ સાથે સોંગ ગાવાનું નક્કી કર્યું હતું. મનાલીને સમ્રાટ પ્રત્યે ખૂબ જ લગાવ હતો. તેણે સમ્રાટને જીવની જેમ સાચવતી. ઓડિશન રાઉન્ડને બે દિવસની વાર હતી. મનાલી પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે સમ્રાટનો એક તાર તૂટી ગયો. મનાલીનું આખું મ્યુઝિક વિખેરાઇ ગયું. તેણી ખૂબ જ રડવા માંડી, ખૂબ જ ઉદાસ થઈ ગઈ. સમ્રાટ કોઈ સામાન્ય ગિટાર નહોતું, પણ સ્પેશિયલ ઈમ્પોર્ટેડ ગિટાર હતું. સમ્રાટના બગડી જવાથી મનાલીનો સ્વભાવ એકદમ ચીડિયો બની ગયો હતો. બીજે દિવસે શાળાએ બધા સાથે અનુચિત વર્તન કર્યું. જે બધા લોકોને અજીબ લાગ્યું.

"હેય મનાલી, આજે કેમ તારો મૂડ આટલો ખરાબ છે? શું થયું?" કિશને તેણીને પૂછ્યું.

"તું અહીંથી જા, મારે કોઈ વાત નથી કરવી."

"પણ બોલ તો ખરી, શું થયું?" ફરીથી કિશને પૂછ્યું.

"મેં કહ્યું ને તને, મારે કોઈ જ વાત નથી કરવી."

"ઓકે ઓકે, જાઉં છું."

કિશન ત્યાંથી નીકળીને પોતાના મિત્રો પાસે ક્લાસમાં ગયો.

"યાર, તમને લોકોને આ મનાલીનું વર્તન આજ થોડું અજીબ નથી લાગી રહ્યું!" કિશને અક્ષર અને ધારાને પૂછ્યું.

"કેમ શું કર્યું એણે?" ધારાએ પૂછ્યું.

"અરે મે એના હાલ ચાલ પૂછયા તો મારા ઉપર જ્વાળામુખી બનીને ફાટી."

ઓહ! તે જ એને ભડકાવી હશે."

"અરે ના ના, મેં તો એને પૂછ્યું હતું કે એનો મૂડ આજ અજીબ કેમ. તો મને કહે કે તારી જોડે વાત નહીં કરવી."

"ઓકે, સમજાયું. મને લાગે છે કે તેણીએ નયન સાથે ઝઘડો કર્યો છે."

"અરે ના ના, મને તો એવું નથી લાગતું." અક્ષરે વચ્ચે ડપકું મૂકતાં કહ્યું.

"તો શું લાગે છે મિસ્ટર અક્ષર તમને?"

"એક્ચ્યુલી આ કેસ થોડો વધારે જ વિચિત્ર છે, ના ના, અતિ વધારે વિચિત્ર છે. એક કામ કરીએ આપણે એને જ પૂછી લઈએ."

"એ ડોફા... આ મનાલી કિશન પર તો જ્વાળામુખી બનીને ફાટી, પણ તારા પર અણુબોમ્બ બનીને ફાટશે હો."

"ના ના, તું જો ખાલી, હું કેટલી પ્રેમથી વાત કરું છું એની સાથે."

"ઓય મનાલી.."

"બોલ, શું પૂછવા આવ્યો છે?"

"આજે તારો મૂડ કેમ ખરાબ છે? કંઈ થયું છે કે શું?"

"ના, કંઈ નથી થયું. મારા મૂડ પર કોઈએ લીંબુ નીચોવી દીધું છે, એટલે ફાટ્યો છે. હવે કાંઈ જાણવું છે?"

"જો. આ ફાટી" ધારાએ કિશનના હાથમાં તાળી આપતાં કહ્યું.

"હા હા હા..."

"અરે હું તો જસ્ટ એમ જ પૂછુ છું,ફ્રેન્ડ છું યાર તારો."

"યાર પ્લીઝ મને નહીં બોલાવ અત્યારે."

"ઓ.કે"

સ્કૂલના બધા લોકો સાથે આજે મનાલીએ ખરાબ વર્તન કર્યું હતું. આજે મનાલી ખૂબ જ ચિડાઈ ગઈ હતી. મનાલીએ ઘરે આવીને પોતાના દફતરને ઘા કર્યું. તેણી જોર જોર થી રડવા માંડી. તેણીએ બપોરે પણ સરખું ના જમ્યું અને સુઈ ગઈ. વળી સાંજ થઈ એટલે ટીવી જોયું, તેમાં પણ મન ના લાગ્યું. આજે મનાલીનું મન ક્યાંય નથી લાગી રહ્યું. તેણીએ સતત રડવાનું ચાલું રાખ્યું. રાત્રે પણ એવું સરખું જમી .

થોડીવાર પછી તેના મમ્મી એના રૂમમાં આવ્યા.

"શું થયું છે મારી પ્રિન્સેસને?"

"તમે અહીંથી જાવ. મારે તમારી સાથે વાત નથી કરવી."

"અરે બેટા, તારી મમ્મી છું. તને કશું તો થયું લાગે છે. બોલ શું થયું?"

"મારા સમ્રાટનો એક તાર ટુટી ગયો મમ્મા." ભીની આંખો સાથે પોતાનું માથું માનાં ખોળામાં ઢાળતા કહ્યું.

"બસ એટલી જ વાત, પરમ દિવસે તારા ચાચુને કહીશ. એ સરખું કરાવી લાવશે."

"પણ પરમ દિવસે મારે ઓડિશન આપવા જવાનું છે. મે સમ્રાટ સાથે એક સોંગ તૈયાર કર્યું હતું. મારા બધા સપનાઓ પર પાણી ફરી ગયું. હવે હું ધી વોઇસ ઓફ ગુજરાત નહીં બની શકું. મેં કેટલા સપના જોયા હતાં, તમને ખબર છે ને."

"અરે, ડોન્ટ વરી બેટા. તું સમ્રાટ વિના જ કોઈ સોંગ પર્ફોર્મ કરી લેજે ને. તને તો ઘણા બધા સોંગ્સ રેડી છે."

"પણ આ મારું ફેવરીટ સોંગ મે સમ્રાટ સાથે તૈયાર કર્યું હતું, અને મારે કોઈ બીજું સોંગ ત્યાં નથી કરવું, બસ."

"એક કામ કર, અત્યારે બદામ વાળું દૂધ પી લે. અને અત્યારે શાંતિથી સુઈ જા. પરમ દિવસે જે થશે એ જોયું જશે, અને હા સમ્રાટના નામની માળા ના જપતી. એ થઈ જશે સરખું. ગુડ નાઈટ."

મનાલી બીજા દિવસે સ્કૂલે ગઈ, આજે પણ તેનો મૂડ ઠીક નહોતો. વીરેન સરે પૂછ્યું..

"શું થયું બેટા? કાલથી તારા સ્વભાવમાં થોડો બદલાવ લાગે છે. વાત શું છે એ તો જણાવ?"

"સર, આવતીકાલે મારે વોઇસ ઓફ ગુજરાતનું ઓડિશન આપવા જવાનું છે, અને એના માટે મેં મારા ગિટાર સાથે એક સોંગ તૈયાર કર્યું હતું, પણ એ ગિતારનો એક તાર તૂટી ગયો. એટલે હવે હું એ સોંગ પરફોર્મ નહીં કરી શકું. મારા બધા જ સપનાઓ પર પાણી ફરી ગયું, મારા તમામ સપના ચકનાચૂર થઈ ગયા. હવે હું વોઇસ ઓફ ગુજરાત નહીં બની શકું. તમે જ કહો સર, મારો મૂડ કેમ નો સારો હોય?"

"ઓહ, તો આ વાત છે, જો મનાલી, આપણા જીવનમાં હંમેશા કોઈને કોઈ મુશ્કેલીઓ તો આવે જ છે. આપણે હંમેશા તે મુશ્કેલીનો સામનો કરવો જોઈએ. ઘણી વખત આપણે જે જોઈતું હોય છે તે આપણે નથી મળતું. અમુક વખત પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો પણ કરવો પડે છે, અને તારી આ પરિસ્થિતિ તો સાવ સામાન્ય છે. તારી પાસે તો મસ્ત વોઇસ છે. તારું ગળું પણ ખૂબ જ સોફ્ટ છે. તું તો કોઈપણ ગીત આસાનીથી ગાઈ શકે છે. હા, હું જાણું છું કે તને તારું ગિટાર જીવથી પણ વહાલું છે. પણ બેટા, ક્યારેક ગમતી વસ્તુ પણ છોડવી પડે ને. ચાલ મને કહે કે તે આઠમા ધોરણમાં સમાજીક વિજ્ઞાન ભણ્યું છે?"

"હા.."

"આજ તને એકલવ્ય નું ચેપ્ટર યાદ હશે. એકલવ્યને પોતાનો અંગુઠો સૌથી પ્રિય હતો, એ પણ એક કળામાં નિપુણ હતો. તે ધનુર્વિદ્યામાં નિપુણ હતો. જે હાથે તેને આટલું માન અપાવ્યું હતું, ગુરુ દ્રોણે ગુરુ દક્ષિણા સ્વરૂપે એ હાથનો જ અંગુઠો માંગ્યો. એકલવ્યએ ખુશીથી તેમને ભેટ આપ્યો. આ રીતે એકલવ્યએ હાર ના માની, તેના બીજા હાથ વડે વિદ્યા શીખી અને તેમાં પણ કુશળ બન્યો, અને અહીંયા તારા તો ગિટારનો એક તાર તૂટ્યો છે, તો શું તું આવી સામાન્ય ઘટના માટે આવતીકાલે ભાગ નહીં લે? શું તું ઇચ્છે છે કે, તારું સપનું ચકનાચૂર થઈ જાય? શું તને એવું લાગે છે કે, આવતીકાલે તારે પરફોર્મ ના કરવું જોઈએ? આ પ્રશ્નનોના જવાબ તું મને નહીં આપીશ તો ચાલશે. પણ તારી જાતને આપ. નિર્ણય તારો છે. નક્કી તારે કરવાનું છે. આવતીકાલે તું ઓડિશન આપવા જઈશ તો અમને ગમશે." વિરેન સરે મોટીવેશનલ સ્પીચ આપી અને જતાં રહ્યા.
શું હશે મનાલી નો નિર્ણય?

આગળ જાણવા માટે વાંચતા રહો....

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com