teacher - 20 books and stories free download online pdf in Gujarati

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 20

વકૃત્વ સ્પર્ધાનું પરિણામ આવી ચુક્યું હતું. આ સ્પર્ધાની વિજેતા ધારા હતી. શિક્ષણ દિવસ પૂર્ણ થયો હતો. બધા લોકોએ આ દિવસને સરસ રીતે ઉજવ્યો હતો. નવા સત્રની શરૂઆત થઇ ચૂકી હતી. નવું સત્ર ચાલી રહ્યું હતું, બધા લોકો વ્યવસ્થિત રીતે ભણી રહ્યા હતા.

અઠવાડિક પરીક્ષાઓ પણ રેગ્યુલર આપી રહ્યા હતા. ધારા, કિશન, અક્ષર અને દેવાંશી આ ચારની મિત્રતા ટોચના સ્થાને હતી, આ ચારેય લોકો જ્યાં પણ જાય ત્યાં સાથે જ હોય. હવે દેવાંશીને કોઈ જ ટેન્શન નહોતું. બસ, ક્યારેક પપ્પાની યાદ આવી જતી. એસ.વી.પી. એકેડમીમાં ઘણા બદલાવ આવ્યા હતા, આ બદલાવ લાવવા પાછળના કારણો વિદ્યાર્થીઓનો વિકાસ હતો, જો આ વસ્તુ શક્ય બની હોય તો આજના જમાનાના શિક્ષકોને કારણે.

દિવસો વીતતા રહ્યા, ડિસેમ્બર મહિનો આવી ગયો હતો. હવે એવું લાગી રહ્યું હતું કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળો એટલે 'રમતની ઋતુ'. મોટા ભાગના રમતના આયોજનો શિયાળામાં જ થતાં હોય છે. ઇન્ટર સ્કૂલ ખેલ મહોત્સવ પણ નજીક આવી રહ્યો હતો. ઘણા બધા વિદ્યાર્થીઓ આ ખેલ મહોત્સવ માટે પણ તૈયારી કરી રહ્યા હતા, આ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે અમુક વિદ્યાર્થીઓએ પોતાનું નામ નોંધાવ્યું હતું, અમિતે પોતાનું નામ લાંબી દોડ માં નોંધાવ્યું હતું, નયને પોતાનું નામ ઊંચી કુદમાં નોંધાવ્યું હતું, કિશન પહેલેથી જ વજનદાર હતો માટે કિશને પોતે રસ્સાખેચમાં જ પોતાનું બળ દેખાડવું યોગ્ય સમજ્યું. લોકો ખેલ મહોત્સવ માટે સારી તૈયારીઓ કરી રહ્યા હતા.

પ્રેક્ટિસ કરવામાં સમય પસાર થઈ ગયો હતો. હવે ખેલ મહોત્સવ બસ નજીક હતો, બધા પોતપોતાના ક્ષેત્રમાં સારું રમ્યા. કોઈ પહેલા રાઉન્ડમાં જ નીકળી ગયા તો કોઈ બે કે ત્રણ રાઉન્ડ સુધી ટક્યા, પણ કાજલનું માઈન્ડ કેરમ રમવામાં સારું ચાલે એટલે તેણે ગર્લ્સ કેરમ કેટેગરીમાં નામ નોંધાવ્યું હતું. કાજલ ધડાધડ બધા જ રાઉન્ડ પસાર કરી રહી હતી. તેણી સેમી ફાઈનલ રાઉન્ડ જીતીને ફાઇનલિસ્ટ બની ગઈ હતી. હવે તેની મેચ અમદાવાદની ટી.ડી.એસ. સ્કૂલની સાક્ષી રાણા સાથે હતી. આ ખેલાડી પણ કેરમ રમવામાં ખૂબ જ હોંશિયાર હતી. કેરમ સ્પર્ધાના ફાઇનલને એક દિવસની વાર હતી.

કાજલ ને એક ફોન આવ્યો..

"હેલો" કાજલે ફોન ઉંચકીને કહ્યું.

"હેલો, કાજલ છે?" સામેથી અવાજ આવ્યો.

"યસ, હું કાજલ જ બોલું છું. શું કામ છે તમારે?"

"હેય કાજલ, મનાલી બોલું છું."

"ઓહ! બોલને, કેમ અત્યારે કોલ કર્યો? બધુ ઠીક તો છે ને?"

"બધું જ ઠીક છે. તું જણાવ, કેવી ચાલે છે તારા મેચ ની તૈયારી?"

"બસ ચાલે છે, પણ મારી પહેલી આંગળી ખુબ જ દુખે છે. પરમ દિવસે સેમિફાઇનલ રાઉન્ડમાં મને સ્ટાઈગર વાગ્યું હતું એટલે."

"ઓહ! તો શું કરીશ તું? કાલે ફાઇનલ રમી શકીશ?"

"હા, હું ટ્રાય તો કરીશ. જો કે કોઈ પ્રોબ્લેમ નહીં થાય બી કારણકે મને બીજી આંગળીથી રમતાં પણ ફાવે છે."

"વાહ સરસ, કાલ માટે ગીવ યોર બેસ્ટ. આવજે, ફોન રાખું છું."

"બાય ડિયર, ટેક કેર."

કાજલને પહેલી આંગળીમાં થોડો વધારે દર્દ થાય છે, હવેના દિવસે ફાઇનલ મેચ છે. ઇન્ટર સ્કૂલ ખેલ મહોત્સવમાં કાજલ મેચ કઈ રીતે રમશે એ જ જોવાનું છે. કાજલએ પોતાનું મન મક્કમ કરીને પ્રેક્ટિસ શરૂ કરી. તે આજે પણ એક નવો શોર્ટ ટ્રાય કરી રહી હતી. આ શોર્ટની વારંવાર પ્રેક્ટિસ કર્યા પછી કાજલને અંતે સફળ પરિણામ મળ્યું ખરું. હવે વધારે પ્રેક્ટિસ કરશે તો આંગળીમાં ફરી દર્દ થશે. એટલે હવે તેને આવતી કાલની મેચ નસીબ પર છોડવાનું નક્કી કર્યું અને તેણી સુઈ ગઈ.

નવા દિવસે સ્કુલના હોલમાં કેરમનો સેટ ગોઠવાઈ ગયો હતો. બંને પ્લેયર્સ આવી ચૂક્યા હતા. ઇન્ટર સ્કૂલ ખેલ મહોત્સવના હોસ્ટ પણ આવી ચૂક્યા હતા. ટી.ડી.એસ. સ્કૂલ વર્સીસ એસ.વી.પી. સ્કૂલ. એક તરફ SVPના વિદ્યાર્થીઓ કાજલનો ઉત્સાહ વધારી રહ્યા હતા, તો બીજી તરફ TDSના વિદ્યાર્થીઓ સાક્ષીને ઉત્સાહિત કરી રહ્યા હતા. બંને ખેલાડીઓએ આ રમત જીતવા માટે ખૂબ જ મહેનત અને તૈયારી કરી હતી.

"નમસ્કાર મિત્રો, હું પ્રિતેશ પાલ આજનો આ કેરમ કોમ્પીટીશનનો હોસ્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું."

"આજની આ કેરમની મેચ ખૂબ જ રોમાંચક બનવાની છે. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આ ફાઇનલ મેચ ટૂંક સમયમાં શરૂ થવાની છે. આ મેચમાં રમશે આપણા પ્રથમ સેમી ફાઇનલ વિજેતા ટીડીએસ સ્કૂલ તરફથી મિસ સાક્ષી રાણા, તેમજ આપણા બીજા સેમી ફાઈનલ વિજેતા ટીડીએસ સ્કૂલ તરફથી મિસ કાજલ શાહ. તો આ મેચ હવે શરૂ થવા જઈ રહી છે ત્યારે બંને ખેલાડીઓ માટે એક વખત જોરથી તાળીઓ થઈ જાય."

મેચના હોસ્ટ દ્વારા કેરમના નિયમો સમજાવવામાં આવ્યા, રમત શરૂ કરવામાં આવી. બંને ખેલાડીઓ સારી રીતે રમી રહ્યા હતા. પ્રથમ ગેમમાં સાક્ષી ૧૮૦ પોઇન્ટ સાથે ૪૦ પોઈન્ટથી લીડ કરી રહી હતી, જ્યારે પ્રથમ રાઉન્ડમાં કાજલનો સ્કોર ૧૪૦ પોઈન્ટ હતો. બીજો રાઉન્ડ શરૂ થયો. બીજા રાઉન્ડમાં પણ બંને ખેલાડીઓ સારી રીતે રમી રહ્યા હતા, સાક્ષી ૭૦ પોઇન્ટ બનાવી ચુકી હતી કાજલ પણ ૧૦૦ પોઇન્ટ સુધી પહોંચી ગઈ હતી. કેરમમાં બે બ્લેક અને રેડ એમ કુલ ત્રણ કાંકરીઓ થઈને ૭૦ પોઇન્ટ હતા. બંને ખેલાડીઓએ અત્યાર સુધી સરખા પોઇન્ટ જમા કર્યા હતા. જે ખેલાડીના સૌથી પહેલા ૪૦ પોઈન્ટ થાય તે વિજેતા બને. સાક્ષીએ કિંગ પર શોર્ટ રમ્યો. કિંગ તો ગઈ સાથે-સાથે સ્ટાઈગર પણ ખાનામાં ડ્યુ સ્વરૂપે જતુ રહ્યુ. કેરમ બોર્ડ પર કિંગ ફરી આવી ગયું હતું. કાજલએ શોર્ટ રમ્યો અને તરત જ આંખો બંધ કરી. ટાક અવાજ આવ્યો. આંખો ખોલીને જોયું તો સ્ટાઈગર ખાનામાં હતું. આ સાથે કાજલે 30 પોઈન્ટથી ફાઇનલ રાઉન્ડ જીત્યો અને SVP અકેડમીનું નામ ઉંચુ કર્યું હતું. કાજલને એક સુંદર મજાની ચમચમતી ટ્રોફી તેમજ રૂપિયા 5,000નો ચેક મળ્યો હતો. સહયોગીઓ તરફથી પણ ઘણાં ઇનામો મળ્યાં હતાં.
એસ.વી.પી એકેડમીના વિદ્યાર્થીઓ દરેક ક્ષેત્રોમાં સારી નામના મેળવી રહ્યા હતા. આ વખતેની બેચ SVP એકેડમીમાં એક અલગ જ છાપ ધરાવતી હતી. બધું જ બરાબર ચાલી રહ્યું હતું. વિજ્ઞાન વિકાસ માર્ગદર્શન માટે પસંદગી પામેલા વિદ્યાર્થીઓને હવે વિજ્ઞાન મેળા માટે તૈયારી કરવાની હતી. 28 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન મેળાનું આયોજન થવાનું હતું. વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર સ્કૂલો પૈકી SVP અકેડમીનો પ્રોજેક્ટ સાવ સામાન્ય નજરે આવી રહ્યો હતો. બધી સ્કૂલોના પ્રોજેક્ટ ખુબ જ ખર્ચાળ હોય એવું લાગી રહ્યું હતું, પણ SVP એકેડમીનો પ્રોજેક્ટ ખર્ચાળ તેમજ સામાન્ય લાગી રહ્યો હતો. વિજ્ઞાન મેળાનું આયોજન પોલીસ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ હતું. શહેરના લોકો માટે આ વિજ્ઞાન મેળો સાંજ સુધી ખુલ્લો મુકાયો હતો. નિર્ણાયકો કોણ છે એની કોઈને ખબર નહોતી. નિર્ણાયકો સામાન્ય લોકો બનીને જ આ મેળો નિહાળી રહ્યા હતા. તેઓ વ્યવસ્થિત નિરીક્ષણ કરી રહ્યા હતા.

અક્ષર, ધારા અને અમિત પોતાના પ્રયોગના સ્ટોલની મુલાકાત લેનાર તમામ લોકોને પ્રયોગ સમજાવી રહ્યા હતા. આ પ્રયોગ હતો પવનચક્કીનો. દેખાવમાં આ પ્રયોગ સામાન્ય લાગી રહ્યો હતો, પરંતુ ત્યાં લગાવેલા પોસ્ટર, ડેકોરેશન તેમજ ધારા અને અમિતની સ્પીચ આ પ્રયોગને વધુ આકર્ષક બનાવી રહી હતી. ધારા અને અમિતે નિર્ણાયકોને પણ આ પ્રયોગ ખૂબ જ સારી રીતે સમજાવ્યો હતો. સાંજે ચાર વાગ્યા. બધા લોકો પરિણામ જાણવા માટે ઉત્સુક હતા. સાડા ચાર વાગ્યે પરિણામ જાહેર થવાનું હતું. વિજ્ઞાન વિકાસ માર્ગદર્શનનું છેલ્લું સત્ર એટલે આ વિજ્ઞાન મેળો. આયોજકોએ બધાનો આભાર માન્યો અને હવે પરિણામ જાહેર થવાનું હતું. હોસ્ટ સ્ટેજ પર આવ્યા.

"મિત્રો, સૌથી બેસ્ટ અને અસરકારક પ્રયોગના વિજેતા છે..... ચાણક્ય વિદ્યાલય, જેમને પ્રથમ ક્રમ આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. હવે બીજા ક્રમ પર આવે છે.... અર્જુન વિદ્યાલય, અને ત્રીજો ક્રમ મેળવે છે.... કોઈ ગેસ કરશે? જી હા મિત્રો, જેમનો પ્રયોગ બધા કરતા અલગ, પણ સરળ હતો, ખુબ જ ઓછો ખર્ચાળ હતો તેમજ પ્રયોગ સમજાવવાની રીત ખૂબ જ સુંદર હતી એ SVP એકેડમી."

બધા જ વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ થયા. અક્ષર, અમિત અને ધારા પણ હરખાઈ ગયા. એમની મહેનત આખરે રંગ લાવી ખરા. આ ત્રણેયને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા તેમજ સ્કૂલને ટ્રોફી પણ આપવામાં આવી. વિદ્યાર્થીઓને ઈનામ સ્વરૂપે મહાન લેખકોના પુસ્તક આપવામાં આવ્યા હતા. ઈનામ સ્વરૂપે પુસ્તક આપવાનો સુજાવ વિરેન સરે જ આપ્યો હતો. વિજ્ઞાન મેળાનો આ દિવસ પણ યાદગાર રહ્યો હતો. બધુ બરાબર ચાલી રહ્યું હતું. માર્ચ મહિનાના બીજા અઠવાડિયામાં મનાલીનું સેકન્ડ ઓડિશન હતું. જે તેને ફાઇનલ ની ટિકિટ આપવાનું હતું. પણ....

આગળ જાણવા માટે વાંચતા રહો....
*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી*

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com