melu pachhedu - 14 books and stories free download online pdf in Gujarati

મેલું પછેડું - ભાગ ૧૪

રામભાઈ તેમને ત્યાં મૂકી પોતે લટાર મારવા નીકળી ગયા.હેલી આટલું જ ઈચ્છતી હતી. હવે તે મુક્ત રીતે વાત કરી શકે તેમ હોવાથી પિતા ને કહ્યું, ‘સોરી ડેડ ગાઇડ વોઝ વીથ અસ ધેટ્સ વાય આઇ ડીન્ટ ટોલ્ડ યુ ધેટ હી ઇઝ માય ફાધર જેસંગબાપુ’.
‘ઈટ્સ ઓકે ડીયર ડોન્ટ સે સોરી’ અજયભાઈ એ હેલી ને ટૂંકો જવાબ આપ્યો સાથે મન માં વિચાર આવ્યો ભલે અહીં કાળી ના ઘરે અમે આવ્યા તો પણ મારી હેલી ને અમારી પરવાહ છે જ . બસ ખાલી એટલી અરજ સાંભળજે પ્રભુ કે સચ્ચાઈ સામે આવ્યા બાદ આ છોકરી અમને ભૂલી ન જાય … અજયભાઈ એ ઊંડો શ્વાસ લઈ આકાશ તરફ જોયું.
ત્યાં જેસંગભાઈ બહાર આવ્યા, ‘ભાઈ આંયા ખાટલા પર ભાણું લેતા ફાવશે કે પાથરણું પાથરણું,આ દિકરી બોન બોલ્યા એટલે મેં ખાલી રોટલા બનાવ્યા થોડું ખમો તો શાક બનાવી દવ . અમે તો છાશ, મરસા, ડુંગળી કે માખણ હારે પણ રોટલા ખાય લય પણ તમને શેર ના લોક ને આવું ન ભાવે’.
‘બાપુ …….. આઇ મીન કાકા મને તો દૂધની સાથે જ રોટલો ખાવો છે’. હેલી ના આ વાક્ય થી જેસંગભાઈ બોલ્યા, ‘બુન …. બા મેડમ’ તે આગળ બોલે તે પહેલા જ અજયભાઈ બોલ્યા, ‘એને બેટા કહો ને ભાઈ તમે જ તો કહ્યું કે તમારી દિકરી ને પણ આવી રીતે રોટલો ભાવતો તો પછી સમજો તમારી દિકરી જ આવી છે’.
‘હા……. હા……. ભાઈ મારી દિકરી ને પણ દૂધ રોટલો જ ભાવતો ભલે પધાર્યા દિકરી ……… બા…’ જેસંગભાઈ એ આંખ નાં ભીના ખૂણા લૂછ્યા.
‘ક્યાં છે તમારી દિકરી ?’ રાખીબહેને જેસંગભાઈ ને પૂછ્યું ત્યાં જ રામભાઈ આવી ગયા.
‘એ હાલો ભાઈ તમે પણ થોડું ભાણું લય લો’ રામભાઈ ને ઉદ્દેશી ને જેસંગભાઈ એ કહ્યું.
‘એ ના હોં કાકા મને અતારે નય ફાવે .સવાર નું શિરામણ હજી પેટ માં હલ્યું ય નથી તમ તમારે મે’માન ને સાચવો, લાવો હું તમને મદદ કરું’ કહી રામભાઈ થાળી માં રોટલા,ઘી,દૂધ લઈ ને આવ્યા.
‘ડેડ તમને ભાવશે? મેં કહી તો દીધું પણ….’ હેલી એ ધીમે થી પિતા ને પૂછ્યું. અજયભાઈ એ હકાર માં માથું હલાવ્યું ને જમવાનું શરૂ કર્યું.
‘ભાઈ આમ તો આ અમારૂ શિરામણ હોય પણ હું એકલો જીવ એટલે આવું ઘણીવાર ખાઈ લવ’. જેસંગભાઈ અજયભાઈ ની સાથે વાત કરતા હતા.
‘તે કાકા ચ્યમ તમે એકલા ? ચ્યમ ઘર માં કોઈ વસ્તાર નથ? છોરા,છોરી કે તમારા ઘરવાળા?’ રામભાઈ એ જેસંગભાઈ ને પૂછ્યું.
‘ના …. ભાઈ હું એકલ પંડ સુ ઘરવાળી તો છોરી ના જનમ પસી ધામ માં ગઈ ને સોરી (છોરી) ……… સોરી ને તો ૧૮/૧૯ ની હઇશે તારે જંગલી જનાવરે ફાળી ખાધી વષૅો ના વાણા વીતી ગ્યા’.
જેસંગભાઈ ની વાત સાંભળતા હેલી નો કોળિયો હાથ માં જ રહી ગયો. તેને એમ થયું પિતા હમણાં પરબત નું નામ લેશે ત્યાં રાખીબહેને પૂછ્યું ‘ તો તમને કઈ રીતે ખબર પડી કે જનાવરે તેને ફાડી ખાધી’.
‘બુન ઇ તો રાત લગી પાસી ન આવી તો ગોમ ના સોરા એની ભાળ માટે નીકળા , તો સીમ માં લોયલુહાણ પડી તી’ હેલી અને તેના માં-બાપ સમજી ગયા કે કાળી ના મોત ને જૂદી રીતે રજૂ કરાયુ છે.
‘દીકરા આ તમે આંયા ના લોક નું ભણવા આયા સો તો તમને કવ કે આંયા આવું બને હોં. અમે ગીર ની પરજા આમ સાવજ જેવી પણ ક્યારેક સાવજ પણ અમ પર ભારી પડી જાય હોં, મારી દિકરી હારે પણ આવું જ થ્યુ હઇશે.
એને હું સીમ ના રસ્તે એકલી જાવાની ના કે’તો પણ……. ધણી એ એનું મોત આ રીતે લખ્યું હશે. હશે જેવી મારા વાલા ની મરજી’ જેસંગભાઈ એ હાથ જોડતા કહ્યું.
(ક્રમશઃ)