melu pachhedu - 13 books and stories free download online pdf in Gujarati

મેલું પછેડું - ભાગ ૧૩

જે ઘર માં હેલી પ્રવેશી હતી ત્યાં બધું નિરિક્ષણ કરતી હેલી ને પાછળ થી કોઈ અવાજ, ‘કુણ સે ન્યા? કોઈ મે’માન સે કે સાવજ જોવા નિકળેલા મુસાફર?’
હેલી અને તેના પિતા એ તરત જ તે અવાજ તરફ ડો ઘુમાવી ..... લગભગ ૭૦/૭૫ વષૅ ના એક વૃધ્ધ માણસ ધીમે – ધીમે આવતા હતા. હેલી તેમને જોતી જ રહી ગઈ. આંખ માંથી આંસુ નીકળવાની તૈયારી માં જ હતા પણ તેને કાબુ રાખ્યો.
હેલી તેના પૂવૅ જન્મ ના પિતા ને જીવિત જોઈ ને ખુશખુશાલ થઈ ગઈ.તેને દોડી ને પિતા ને બાથ ભરવાનું મન થયું પણ તે એવું ન કરી શકી .
જેસંગભાઇ એ પૂછ્યું, ‘કુણ સો ભાઇ આ ડેલા માં ચ્યમ આઇવા ? ભૂલા પડ્યા સો ભાઇ? તો પધારો રોટલા જમો ને પસી તમારા ઠેકાણે મેલી જઇશ’.
‘એ ના........ ના દાદા આ તો લાગે સે આ બુન ને ગોમ નું ખોરડું જોવું લાગે સે એટલે અંદર આવી ગ્યા .આ હેલી બુન સે ઇ ગીર ના ગામડાં ના લોકો નું ભણવા આયા સે એટલે ઘર જોવા આવી ગ્યા માફ કરજો હોં દાદા’. રામભાઇ એ હેલી નો બચાવ કરતા બોલ્યા.
‘ના ભાઇ ઇ માં માફી ચ્યમ માંગવાની હવે ઘર માં આઇવા જ સો તો મે’માનગતિ માણી ને જ જાવ . એકલો માણા સુ તો કંઇ નવુ તો નય બનાવી શકુ પણ રોટલા ને શાક બનાવતા આવડે સે હમણાં ભાણું તૈયાર કરી દઇશ’.જેસંગભાઈ બોલ્યા.
‘ ના.... ના.... ભાઈ બીજી વાર તમારે ત્યાં જમીશું. અત્યારે રજા આપો. આ દિકરી ગીર ના ગામો નું ભણવા ફરી તમારા ઘર તરફ આવશે ત્યારે તમારે ત્યાં જમવા આવીશું’ . અજયભાઈ એ જવાબ આપ્યો.
‘ચ્યાં થી આઇવા સો ભાઇ, આમ તો દેખાવ થી કોઈ મોટા શેર ના લાગો સો , તો તો ભાઇ તમને અમારૂ ભાણું સૂકું લાગે હોં’.જેસંગભાઇ એ અજયભાઈ ને ઉદ્દેશી ને કહ્યું.
‘ના ના ભાઇ એવું નથી અમને શહેર માં ગામડાં જેવું ચોખ્ખું અન્ન અને મન ક્યાં મળે ?પણ તમે એકલા છો તમે જ બોલ્યા પછી તમને હેરાન કેમ કરાય?’ અજયભાઈ ને બદલે રાખીબહેને જ કહ્યું.
‘બાપુ અમે લંડન થી આવ્યા છીએ, તમે પેલો ફૂલી ને કડક પણ થાય એવો રોટલો ને એમાં ખાડો કરી ઘી પૂરી ને દૂધની સાથે કરી આપશો ?’હેલી બધા ની વાત કાપતા બોલી.
જેસંગભાઈ હેલી ને આંખો ફાડી ને જોતા રહી ગયા પછી રઘવાટ માં બોલ્યા, ‘હા.....હા.......... દિકરી..... બોન .... ખવડાવીશ . હું એવો જ રોટલો બનાવી ને ખવડાવીશ’. બોલતા બોલતા તેમની આંખો ભરાઈ આવી.
અજયભાઈ અને રાખીબહેન હવે સમજ્યા કે તેઓ કાળી ના જ ઘરે પહોંચ્યા છે. હેલી આગળ ચાલતા આ ઘર માં પ્રવેશી ત્યારે તેમને થોડો શક તો થયો પણ તેઓ સામે ઉભેલા વ્યક્તિ ના નામ થી પરિચિત ન હતા, અને હવે પરિચય ની જરૂર ન હતી.
‘તમે મારાથી બવ નાના સો એટલે બોન કીધા હોં મેડમ તમે માઠું ન લગાડતા , મારે તમારા જેવડી જ દિકરી હતી એ હોત તો અતારે એને ન્યા તમારા જેવડું સોકરું હોત..... કેટલા વાણા વીતી ગયા પણ એને તમે કીધું ને એવો જ મારા હાથ નો રોટલો બવ ભાવતો. આજ મારી સોરી મને યાદ આવી ગય બુન ....મેડમ’ આંસુ લૂછતા રોટલા કરવા ગયા.
હેલી નું મન પણ તેના બાપુ ની પાછળ અંદર ગયું . જાણે એક ક્ષણ પણ તે પિતા ને દૂર થવા નહોતી ઇચ્છતી. પણ તે ઉતાવળ કરી બધું બગાડવા ઇચ્છતી ન હતી.
(ક્રમશઃ)