traveling with guardian books and stories free download online pdf in Gujarati

રક્ષક સાથે સફર

વિર સાથે સ્નેહની સફર

રાષ્ટ્રના દિલ સમી આર્થિક રાજધાની મુંબઇ ધંધાકિય કામ પુરુ કરીને વી.ટી. સ્ટેશનના એક બેંચ પર સુરતની ટ્રેનની રાહ જોઇને બેઠો હતો. મુંબઇ શહેરની એ ભવ્યતા નવી મુંબઇની એ રોનક હજી મારી નજરે તરતી હતી. રેલ્વે સ્ટેશન પર નહિવત ભીડ હતી પણ થોડિ જ વારમાં અહિ પગ મુકવાની જગ્યા નહિ હોય.

થોડિવારમાં પ્લેટફોર્મ પરની ડિસ્પ્લેમાં કોચ નંબર દેખાયા એટલે હુ ત્યા જઈ ઉભો રહિ ગયો. ત્યા ટ્રેન પણ આવી ગઈ એટલે હુ વી.ટી.સ્ટેશન થી મારા રિઝર્વેશન કરેલી સીટ પર બેસી ગયો.

હજુ તો સાંજ પડવાને ઘણી વાર હતી પણ આખો દિવસના કામને કારણે થાકી ગયો હતો એટલે મારી આંખ બંધ થઇ ગઇ. ટ્રેન પણ ચાલવા લાગી હતી એટલે હુ આરામથી સુઇ જ ગયો હતો. અચાનક જ જ્યારે મારી આંખ ખુલી તો મોં ધોવા બેસીન પાસે ગયો.

મે જોયુ દરવાજા પાસે એક આર્મિનો જવાન તેની બેગનુ ઓશીકુ બનાવીને સુતો હતો. મને આર્મિ પ્રત્યે પહેલેથી અપાર સન્માન અને લાગણી એટલે મને તો મારુ અપમાન થતુ હોય એવુ લાગતુ હતુ. એ પણ મારી જેમ થાકિ ગયા હશે. ઘસઘસાટ ઉંઘમાં હતા. તેમની સાથે મોટી બેગ, બે મોટા થેલા એક નાનો થેલો એમ ઘણો સામાન હતો. એ પરથી એવુ લાગતુ હતુ કે તેને સરહદ પર જવાનુ હશે.

હુ ગેટ પાસે ઉભો રહ્યો અને ગેટમાં આવતો ઠંડો પવન મને વધુ આકર્ષિ રહ્યો હતો. એવામાં એની ઉંઘ પણ ઉડી એટલે એમણે મારી સામે જોઇ સ્માઇલ કરી.

આખો દિવસ કામને લીધે હજુ માથુ ભારે ભારે લાગતુ હતુ અને ઠંડિનો ચમકારો પણ હતો. એક સ્ટેશન આવ્યુ ગાડિ ઉભી રહિ. ત્યા બનતી ગરમા ગરમા ચા જોઇને હુ મારી જાતને ન રોકિ શક્યો. એટલે હુ નીચે ઉતર્યો અને બે કપ ચા લીધી. પૈસા આપી ને અંદર આવ્યો મારા બન્ને હાથમાં ચા ના કપ હતા.

મે એમની સામે એક કપ લંબાવ્યો અને કહ્યુ સર ચા પીવો

મને પહેલા તો ના કહ્યુ

સર એ તમારા માટે એક કપ લીધી છે અને આજે ઠંડિ પણ છે.

ઓકે થેન્ક્સ કહિ ને મારા હાથમાંથી એક કપ લીધો.હુ એમની બાજુમાં જ નીચે બેસી ગયો હતો. જેથી હુ એમની સાથે વાત કરી શકું.

સર સરહદ પર જાઓ છો? ક્યા ડ્યુટી છે ? મે પુછ્યુ

હા કરછના રણમાં છે.

ઓહ તો તો ઠંડિ અને ગરમી બન્ને સહન કરવાની સહનશક્તિ પુરી થઈ જાય, મે કહ્યુ

હા સૌથી ત્રાસદાયક સરહદ છે. એમણે કહ્યુ

કેમ ત્રાસ દાયક? મે પુછ્યુ

આમ પણ કરછના રણમાં પાકિસ્તાની રંજાડ ઓછી પણ ત્યાની વિષમ ભૌગોલિક પરીસ્થિતી ભયંકર હોય. ઉનાળામાં ભયંકર ગરમીમાં તો રણની રેતી પર પાપડ પણ શેકી શકાય અને દલદલ વાળો વિસ્તાર પણ ખરો

પણ અમે તો દરેક પરિસ્થિતીને પહોચી વળવા સક્ષમ છીએ, એમણે હસતા હસતા કહ્યુ.

મારી પાસે વધુ કોઇ પોઇન્ટ ન હતો એટલે મે પુછ્યુ કે તમારા પરિવારમાં કોણ કોણ છે?

મારા કુટૂંબમાં સવા સો કરોડ ભારતીય છે, પહેલા જેવી જ મુસ્કુરાહટ સાથે જવાબ આપ્યો.

વાહ સર તમે હમણા મારી પાસેથી ચા પીવાની ના પાડતા હતા. અમે તમારો તો પરિવાર છીએ. મે કહ્યુ

હા અમે જે વિસ્તારમાં જઇએ એ અમારો પરિવાર બાકિ અમારા પોતાના વ્યક્તિ પાસેથી એકવાર નિકળીએ પછી તો એની મનોસ્થિતિ કેવી હશે એ એને જ ખબર

હા સર એ તો છે જ

સાહેબ હુ ક્યારેક ઘરે એક કલાક મોડો પહોચ્યો હોવ તો ઘરે થી ૧૦ ફોન આવી જાય.

આપ તો ઘરેથી નીકળ્યા પછી. પાછા આવશો કે નહિ એ પણ નથી ખબર.

પણ અમારી વિદાય દર વખતે અંતિમ વિદાય જેવી જ હોય છે. જ્યારે ન્યુઝ માં સરહદના સમાચાર આવતા હોય ત્યારે મારા ઘરના દરેક સદસ્યોમાં ડરના માહોલથી જોવે. મારી માં તો એમ કેય કે બેટા ફોનની ઘંટડી વાગે એટલે મારો હ્યદય નો ધબકારો પલવાર માટે ચુકિ જાય છે.

હા સર એ માતા ને વંદન કરવા નુ મન થાય કે પોતાના દિકરાને માતૃભુમી રક્ષા માટે જીવના જોખમે પણ વિદાય આપે.

વાત વાતમાં રાતના ૧૨ વાગી ગયા હતા તો, મે કિધુ ચાલો સર હવે સુઇ જાઇએ તમારી સાથે વાતો કરવાની તો મજા આવે છે પણ તમારે પણ આરામ કરવો હશે.

આર્મિ ઓફિસર એ કહ્યુ, ના એવુ તો કહિ નથી પણ અમને મન મળી જાય એવા માણસો ક્યારેક જ મળે પણ એકાદ કલાક ઉંઘ ખેચી લઈએ. જાઓ તમે તમારી સીટ પર અને હુ અહિ જ લંબાવુ.

મે કિધુ ના સર તમારે એ શીટ પર સુવાનુ છે. હુ અહિ બેસી જઇશ.

એમણે કહ્યુ ભાઇ એ સીટ તમારી છે. અમારી તો રોજની ટૅવ છે.

સર તમારે જવુ જ પડશે. જાઓ ત્યા આરામથી સુઇ જાઓ. અમે તો ઘરે જઇ ને આરામ કરીશુ. તમે આરામ કરો.

પણ દોસ્ત તમને હુ આવી રીતે હેરાન ન કરી શકુ. પ્લીઝ તમે સુઇ જાઓ.

જો સર તમે સવા સો કરોડ ભારતવાસીને તમારો પરિવાર માનતા હોવ તો હુ પણ એમાનો જ આપનો પરિવારજન છું.

મારા આ વાક્યથી તેઓ પીગળી ગયા હશે, સારુ પણ એક કલાક જ સુઇશ પછી તમે આવતા રહેજો.

ઓફિસર ત્યા જઇ ને સુઇ જાય છે. થાકના કારણે એ સુઇ ગયા હતા. હુ એને ઉઠાડાવા પણ માંગતો ન હતો.

રાત્રે 3 વાગ્યા હતા. સુરત આવવાની તૈયારી હતી.

હુ ઉતરવાનો હતો. એટલે મારી બેગ ત્યા મુકેલી હતી. એ સીટ નીચેથી કાઢતો હતો.

આર્મિ ઓફિસર જાગી ગયા અને મને જોઇ ઉભા થઈ ગયા. કૃતધ્નતા ભરી નજરે મારી સામે જોઇ ને કહે છે કે તમારો ખુબ આભાર

મે કહ્યુ સર મને પાપ માં ન નાખો. તમે મારા દેશ માટે જાન દેવા હમેશા તૈયાર હોવ અને હુ તમને એક શીટ સુવા માટે ન દઈ શકુ ?

આર્મિ ઓફિસર ભાવુક થઇ ને બોલ્યા તમારા જેવા દેશના દરેક નાગરીક હોય તો અમે આતંકવાદી તો શુ મંદિરમાંથી ચપ્પલ પણ ચોરિ ન થવા દઇએ.

એ નીચે ઉતરીને મને ગળે મળ્યા.

દોસ્ત તમારી સાથે ખુબ મજા આવી

હુ હસવા લાગ્યો. પછી એક સેલ્યુટ કરી ને જય હિન્દ કહિને સામાન લઇ દરવાજા પાસે ગયો.

મને એવુ લાગ્યુ કે કઈક સારૂ કર્યુ.

હુ ગાડીમાંથી નીચે ઉતરીને પ્લેટ ફોર્મની બહાર નિકળવા જતો હતો તો જ્યા સુધી હુ તેમને દેખાયો ત્યા સુધી મારી સામે જોઇ હાથ ઉચો કરતા હતા.

મને સુરત રેલ્વે સ્ટેશન પર લહેરાતો વિરાટ રાષ્ટ્ર ધ્વજ દેખાયો.

આપણા સૈનિકો દરેક સંજોગને પહોચી વળવાની તાકાત ધરાવે છે પોતાના પ્રાણ દાવ પર લગાવીને પણ આપણી રક્ષા કરશે. સરહદ પર આપણી માટે લડનાર યોધ્ધાઓને દેશવાસીઓના સ્નેહ અને હુંફની જરૂર છે.

જય હિન્દ

લેખક; વિજય ખુંટ “અલગારી”