અવંતી - 7 ( મૈત્રીનો અંત ) in Gujarati Novel Episodes by Ayushiba Jadeja books and stories Free | અવંતી - 7 ( મૈત્રીનો અંત )

અવંતી - 7 ( મૈત્રીનો અંત )

પ્રકરણ :-6                  મૈત્રીનો અંત

           કાળી મેઘલી રાતે દરવાજા પર ટકોર થઇ અને સમાચાર મળ્યા મહારાજ શિવદત્તના આગમનના. તરત જ યોજનાઓ થવા લાગી .યોજના મુજબ બધું જ બની રહ્યું છે એટલે આંનદ પણ હતો.

        સુરજના પહેલા કિરણની સાથે જ મહારાજ સફાળા ઉઠી ગયા.અવંતિ જવાની એમની ઉતાવળે ફરી વેગ પકડ્યો. અવંતિ બસ હવે 17 જોજન દૂર હતું . અને ત્યાંજ શિવદત્ત સાથેના પહેલા 5 સૈનિકોના ઘોડાના પગમાં એક દોરી સાથે પથ્થર નખાયો  અને પહેલા 5 ઘોડેસવાર નીચે પડ્યા અને  તેમના સૈનિકોને  59 લોકો જેમના મોઢા પૂર્ણપણે ઢંકાયેલા હતા ફક્ત કાળી આંજેલી આંખો દેખાતી હતી એ લોકોએ ઘેરી લીધું. તેમાંથી એક બોલ્યો

" કોણ છે તું ? અને અવંતિ તરફ ક્યાં હેતુથી જવા ઈચ્છે છે ? " - પ્રધાન

" સુલતાનના સૈનિકો ! મારો માર્ગ અટકાવવાનો પ્રયત્ન કરશો તો વીંધાઈ જસો ! " - મહારાજ શિવદત્ત મ્યાનમાંથી તલવાર કાઢતા બોલ્યા .

            મહારાજે તલવાર કાઢી એ સાથે એમના સૈનિકો એ પણ ફટાફટ તલવાર કાઢી ને બોલ્યા .." હર હર મહાદેવ "

બધા જ સૈનિકો નવાઈ પામ્યા આ ને કેમ ખબર ?

" હાથમાં બીજાને ધૂળ ઝોંકવાની ચપળતા અને આંખોમાં કાયરતા એવા કામ અવંતિના હોય જ ના સકે ! એ સુલતાનના જ હોય ! ચાલો હવે જવાદો  ! " - મહારાજ શિવદત્ત

               આવો સાહસ જોઈને બધા જ સૈનિકોને  માર્ગ આપવો નહોતો પણ અપાઈ ગયો .અને મહારાજે ફરી વેગ પકડ્યો .

                ભવ્યમહેલના ઝરૂખે રહેલા શુલમણિને દૂરબીનથી નઝર કરતા જ ચોકોર ધૂળની ડમરી ઉડાડતા અને ધડબડ ધડબડ ધરતી ધ્રુજવતા ઘોડા પર સવાર થયેલા રાજા  શિવદત્તના સૈનિકો નઝરે પડ્યા . ત્યાં જ પવનને પણ વીંધી નાખે એવી ઝડપે મહારાજા શિવદત્ત નઝરે ચડ્યા. શુલમણિને એ વેળાએ  શિવદત્તના સાહસનો સહજ અંદાજ આવી ગયો.તરત જ તાળી સાથે જ મહેલના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા. અને ત્યારબાદ શુલમણિ સભાગૃહમાં આવ્યો.

         થોડીજવારમાં મહારાજા શિવદત્ત પોતાના 30 સૈનિકો સાથે અવંતિની ભુધરા પર પગ પડ્યા.પગ પડતાની સાથે હંમેશા જેવી જ ખુશી ને આનંદ મળતો એવો આ વખતે નોહ્તો શાયદ વિચારો ...!  અને ત્યાં જ આ મહારાજ શિવદત્ત છે એ બાબતથી તદ્દન અજાણ એક બાળકી બોલી ....

" મહારાજ અવંતિમાં પગ મેલ્યો છે તો ભોજન પાણી ...? " - 15 વર્ષની અજાણ બાળકી  બોલી

            આવકાર મળતા જ મહારાજની ગતિ થોડીક ધીમી પડી.મહારાજ નિખાલસતા પૂર્વક બાળકીને જોઈ રહ્યા.

" તમારો ખુબ આભાર  દીકરી ! પણ હમણાં નહિ ...! " - મહારાજ શિવદત્ત

" ભલે મહારાજ " - બાળકી

              મહારાજ મહેલને દરવાજે  પહોંચ્યાં મહેલના દરવાજા બંધ હોવાથી સૈનિક સાથે સંદેશો મોકલ્યો મહારાજ શિવદત્ત પધાર્યા છે .

" મહારાજની જય હો ! મહારાજ મહેલના દ્વારે મહારાજ શિવદત્ત પધાર્યા છે ! " - સૈનિક

             સૈનિકે એ સમાચાર સભાગૃહમાં બેઠેલા અને નગરચર્ચા કરી રહેલા મહારાજા મેઘવત્સને આપ્યા.

" ભલે  તેમને માન સાથે અંદર લઇ આવો !"- મહારાજા મેઘવત્સ

" જો આજ્ઞા મહારાજ ! " - સૈનિક

              મહારાજના કહ્યા પ્રમાણે મહારાજ શિવદત્તને માન - સમ્માન થી મહેલની અંદર પ્રવેશ કર્યો.મહારાજને બેસવા માટેની વ્યવસ્થા કરી.

" પધારો પધારો મહારાજ શિવદત્ત પધારો ..સ્વાગત થયું ને બરાબર .! " - મહારાજ મેઘવત્સ

" આભાર મહારાજ મેઘવત્સ !"- મહારાજ શિવદત્ત

" શું ? મહારાજ બધું જ હેમખેમ છે ને ! " - મહારાજ મેઘવત્સ

" હા હો મહારાજ ! તમેં કહો ! ક્યાં છે અમારી પુત્રી ? " મહારાજ શિવદત્ત

" બસ તે મહારાણી અંશુયા સાથે ગયા છે .! પણ તમે અચાનક આમ ? આવવાની જાણ પણ ના કરી ? કંઈ વિશેષ કાર્ય ? " - મહારાજ મેઘવત્સ

" હા  મિત્ર ..! તમેં સુલતાન મુઝફર સાથે મૈત્રી કેમ સ્વીકારી ?" - મહારાજ શિવદત્ત 

"કેમ ? એમાં ખોટું છે શું ? " - શુલમણિ

" એ સારો માણસ નથી ..! " - મહારાજ શિવદત્ત

" સુલતાન મુઝફરે અમારી ઘણી સહાયતા કરી છે .અને જે એમને ભૂલ કરી હતી એના પર એમને પસ્તાવો છે ." - મહારાજ મેઘવત્સ 

" મહારાજ  સહાયતા ...? સહાયતા ક્યારે કરી ? અને તમે તો એના કર્યોથી સારી રીતે જાણકાર છો ! એ  વિશ્વાસને પાત્ર નથી મહારાજ .તમેં એમની સાથે મૈત્રી ના કરશો .!  .." -  મહારાજ શિવદત્ત

" મહારાજ ..! આ અવંતિની  અંગદ બાબત છે . અવંતિએ  કોની સાથે મૈત્રી કરવી કોની સાથે નહિ ..એ કહેવાવાળા  તમે કોણ ? " - મહારાજ મેઘવસ્ત

" મહારાજ મિત્ર ..!  અને હું તો તમારા સારા માટે જ કહું છું કે ..." - મહારાજ શિવદત્ત

" હા ,હું પણ એજ કહું છું મહારાજ શિવદત્ત કે અવંતિ એ સુલતાનગઢ સાથે વેર ભૂલીને  મૈત્રી સ્વીકારી છે . મૈત્રી મૈત્રીના સ્થાને અને વેર  વેરના ..! "-મહારાજ મેઘવત્સ

" તમારા કહેવાનો અર્થ ...! "-

" મિત્ર ....અ...હ...! મહારાજના  કહેવાનો અર્થ એ કે તમને સંદેશ મળ્યો જ હશે કે જો તમેં સુલતાન મુઝફર સાથે મૈત્રી સ્વીકારશો તોજ અવંતિ...! " - શુલમણિ

" વાહ ...મહારાજ વાહ ....! ખરી મિત્રતા નિભાવી તમે ! " મહારાજ શિવદત્ત તાળી પાડતા ઉભા થતા બોલે છે .

" હું તો અહીં અવંતિનો મિત્ર બનીને આવ્યો હતો .પણ તમેં વેરની સોગાત આપી દીધી . અને હા તમે  પણ સાંભળીલો મહારાજ અવંતિ ભલે સુલતાનગઢ સાથે મૈત્રી સ્વીકારે પણ શિવિકા નગરી ક્યારેય નહિ ...!" - મહારાજ શિવદત્ત

" જેવી તમારી ઈચ્છા મહારાજ ! પણ હા હવે અવંતિ અને શિવિકાને કોઈ જ સબંધ રહ્યો નથી ! " મહારાજ મેઘવત્સ

"  અને સંબંધ છે તો પણ એ વેર નો ..  મિત્રતાનો અંત ! " - મહારાજ શિવદત્ત

" ભલે મહારાજ શિવિકાને પણ યુદ્ધ સ્વીકાર્ય છે .! " - મહારાજ શિવદત્ત

" મળીયે તો રણમેદાનમાં ! " મહારાજ મેઘવસ્ત

" ભલે ત્યારે ! હર હર મહાદેવ  " મહારાજ શિવદત્ત

             મહારાજ શિવદત્ત ત્યાંથી નીકળી ગયા. માર્ગમાં જતા જતા વિચારતા હતા આજે ખરો અંત આવી જ ગયો મિત્રતાનો. રાત્રીનો સમય થયો એટલે નાની શિબિર બંધાઈ ગઈ.અને સૌ આરામ ફરમાવિ રહ્યા હતા.

...............