AMRUTAVANI PART -7 books and stories free download online pdf in Gujarati

અમૃતવાણી ભાગ-7 ( પ્રારબ્ધ )

( પ્રિય વાંચકમિત્રો, નમસ્કાર, આપનો ખૂબ ખૂબ આભાર...... તેમજ માતૃભારતી નો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.......અમૃતવાણી ભાગ--7( પ્રારબ્ધ ) આપની સમક્ષ રજૂ કરતાં હર્ષ ની લાગણી અનુભવું છું. આપના દ્વારા અગાઉ ખૂબ સરસ પ્રતિસાદ સાંપડ્યો છે.............. તે માટે આપની ખૂબ જ આભારી છું........... ધન્યવાદ.....................................

અમૃતવાણી ઃઃ ભાગઃઃ7 ( પ્રારબ્ધ ... )

અરે પ્રારબ્ધ તો ઘેલું ફરે, રહે તે માગે દૂર;

વણમાગ્યે દોડતું આવે,ન વિશ્વાસે કદી રહેજે...

પ્રસ્તાવના:-
પ્રારબ્ધ- નસીબ આપણે જેને કહીએ છીએ તે આખરે આપણાં કર્મોનું જ બનેલું હોય છે.કર્મો જ સંચિત થઈને જ્યારે ફળ આપે છે ત્યારે તે નસીબ બનીને સામે આવે છે. કહેવાય છે ને કે હાથમાંથી ઝૂટવી જશે, નસીબમાંથી કોઈ નહીં લઈ જાય.ઉદાહરણ તરીકે રાજા તેનાં નોકર પર ગમે તેટલો પ્રસન્ન થાય તો પણ તેનાંનસીબથી વધારે તેને આપી શકવાનો નથી. કદાચ આપશે તો પણ તેનાં હાથમાંથી સરી જશે. કારણકે સુદમાની ગરીબીનું વર્ણન આપણને ખ્યાલ જ છે,કે ત્રિલોકનાં નાથ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ તેના બાળસખા હોવા છતાં તેણે કેટલી હદ સુધી ગરીબી ઝેલી એ આપણને ખબર છે.

તે જ રીતે ત્રણસો ને પાંસઠ દિવસ અને ચોવીસ કલાક વરસાદ વરસે તો પણ પલાશ નાં છોડને માત્ર ત્રણ જ પાંદડાં ફૂટે ચોથુંના ફૂટે.વસંત ઋતુ આવે ત્યારે જગતમાં તમામ વૃક્ષોને નવાં પાન આવે પરંતું કેરડાં નાં ઝાડ ને પાન ન આવે તો તેમાં વસંતઋતુ નો દોષ નથી પણ તેનાં નસીબ નો દોષ છે.સૂરજ તો રોજ ઊગે છે, પરંતું ઘુવડ ને દિવસે ન દેખાય તો સૂરજ નો દોષ નથી.ચાતક પક્ષી , કહેવાયછે કે તે વરસાદનું ટીપુ ઝીલીને જ પાણી પીએ છે. પરતું જો વરસાદની બુંદ તેના મોઢામાં ન પડે તો તેમાં વરસાદનો શો દોષ ? એટલે મનુષ્યનાં પ્રારબ્ધમાં જે નિર્માણ થયેલું હોય તેને વિધાતા પણ ફેરવી શકે નહીં.

પ્રારબ્ધનો શાબ્દિક અર્થ :-
પ્રારબ્ધ- નસીબ, નિયત્તિ,અગાઉથી નિર્માણ થયેલું, 1. “ કહેવત છે કે કર્મે લખ્યું કથીર” એટલે કે ભગ્યમાં સારું લખાયેલું ન હોવું. 2. “મારા કર્મે પાણાં લખાયેલાં છે.” એટલે કે ખરાબ નસીબ હોવું. 3. “મારું નસીબ જાણે કાળમીંઢ પથ્થર.”એટલે કે જીવન કઠિન હોવું. 4. “નસીબનાં ફૂટેલાં હોવું.” એટલે બદ નસીબ હોવું. 5. “નસીબ આડેથી પાંદડું હટી જવું.” એટલે સારા દિવસો આવવાં.,પ્રારબ્ધવાદી- એટલે નસીબમાં માનનાર, નસીબનાં ભરોસે બેસી રહેનાર. એથી ઉલ્ટું પુરુષાર્થી અથવા પુરુષાર્થવાદી એટલે પ્રયત્નમાં માનનાર..

“પ્રારબ્ધ અને પુરુષાર્થ એક બીજાનાં વિરોધી નહીં પરંતુ એક્બીજાનાં પૂરક છે.”
પ્રારબ્ધ અને પુરુષાર્થ એક સિક્કાની બે બાજુ જેવા છે.આપણે એમ માની ને ચાલીએ કે નસીબમાં હશે તો મળી જશે અને કોઈ કંઈ જ મહેનત જ ન કરે તો ઘેર સામે ચાલીને કશું જ મળી જવાનું નથી. યુવાન ભણેલો હોય , કેટલીએ ડીગ્રીનો માલિક હોય પણ તે સારી જોબ મેળવવાં પ્રયત્ન ન કરે, ઈંટરવ્યૂ આપવા ન જાય અને વિચારે કે મને હાયસ્ટ પોસ્ટ મળી જશે, મે ભણવામાં તો ખૂબજ મહેનત કરી, હવે મારેકંઈ જ કરવાની જરૂરનથી. તો તેને સારી પોસ્ટ ન પણ મળે અને તેનાં જેવો બીજો યુવાન તે ઓછું મેરીટ ધરાવતો હોય તો પણ તેનાં જોબ શોધવાનાં પ્રયત્નો ને પરિણામે તેને પેલાં યુવાન કરતાં પણ સારી જોબ મળી જાય , આ શક્ય છે. તેથી પ્રયત્નો નો સિલ્સિલો તો જારી રાખવો જ પડે. ...
આવું જ અભ્યાસ અને પરીક્ષાની બાબતમાં પણ છે, વિદ્યાર્થી આખું વર્ષ મહેનત કરે પરંતુ છેલ્લાં દિવસોમાં કંટાળી ને એક બે મહીના અભ્યાસ છોડી દે ,વિચારે કે હવે નસીબમાં હશે તેમ થશે, નસીબમાં લખ્યાં હશે એટલાં પર્સંટેજ આવશે, તો ખેલ ખલાસ. મહેનત ત્યાં સુધીકરવી પડે જ્યાં સુધી પરિણામ સુધી પહોંચાય. પુરુષાર્થ કરનાર ને ક્યારેય નિરાશ થવાનો વખત આવતો નથી, હાં, નસીબ પર છોડનાર, ભાગ્યનાં છાયે બે હાથ જોડીબેસી રહેનાર ને નિરાશ થવું પડે છે. તેથી પુરુષાર્થવાદી બનવું સારું છે.
પુત્ર પ્રાપ્ત થવો એ નસીબ છે . પરંતું એ પુત્ર ને સારું શિક્ષણ અને સંસ્કારો આપવા માટે માતા-પિતાએ મહેનત કરવી પડે છે, તો જ તે લાયક સારો પુત્ર અને યોગ્ય વારસદાર સાબિત થાય છે.આમ પ્રારબ્ધ અને પુરુષાર્થ એક સિક્કાની બે બાજુ જેવાં છે.
કર્મ અને પ્રારબ્ધનું ચક્ર નિરંતર ચાલ્યા જ કરે છે. કારણકે આપણે જે કર્મ પુરુષાર્થ કરીએ છીએ તે જ કર્મો આપણાં સંચિત કાર્મિક એકાઉંટમાં જમાં થાય છે અને તે જ કાળક્રમે કર્મો પાકીને પ્રારબ્ધરૂપી ફળ આપે છે. આ જ પ્રારબ્ધ ભોગવવાં માટે મનુષ્યને માનવદેહ ની પ્રાપ્તિ થાય છે. એટલે ખરાં અર્થમાં તો પુરુષાર્થ જ સમય જતાં પ્રારબ્ધનાં રૂપમાં સામે આવે છે. આમ પુરુષાર્થ પછી પારબ્ધ અને ફરી પાછો પુરુષાર્થ આમ સૃષ્ટિનું ચક્ર, સાયકલ સતત ચાલ્યાં જ કરે છે. મનુષ્ય પોતાનાં વર્તમાનમાં કરેલાં કર્મોનું જે ફળ પ્રાપ્ત કરે , તે જ પ્રારબ્ધરૂપે મેળવે છે. જેમકે યુવાનીમાં સેવિંગ્ઝ કરેલી રકમ પાકીને વૃધ્ધાવસ્થામાં એફ.ડી. તરીકે ખાસ્સી મોટી રકમ મનુષ્યનાં હાથમાં આવે છે. આવું જ પ્રારબ્ધ માટે પણ સમજવાનું છે....
Man is the architect of his own destiny..........
એટલે કે મનુષ્ય પોતે જ પોતનો ભાગ્ય વિધાતાછે...સુખ અને દુ:ખ પણ આ પુરુષાર્થ અને પ્રારબ્ધનાં પાયા પર જ રચાયેલ છે. મનુષ્યનું પોતાનું કર્મ જ સુખ અને દુ:ખ નો જનક બને છે. માટે જ આપણી સંસ્કૃતિમાં, આપણો ધર્મ, આપણાં શાસ્ત્રો આપણને પોકારી પોકારી ને કહે છે, કે સત્કર્મો કરો,,,,,,,,,પુણ્યનું ભથું ભરો,,,, તે જ કામ લાગશે. અહીં અને તહીં પણ. એટલે કે આ લોકમાં અને પરલોકમાં પણ................................

ભલા કીજે ભલા હોગ, બૂરાકીજેબૂરા હોગા........................
પ્રારબ્ધ અંગે કેટલાક સુભાષિતો:-
જિંદગીની સફળતા નથી હોતી તેની હસ્તરેખામાં;
ચણેલી ઈમારત નથી હોતી તેનાં નકશામાં.........
પુરુષાર્થ થી ચોક્કસ પ્રારબ્ધને બદલી શકાય છે.
ભાગ્ય અને પુરુષાર્થ કર્મ નાં જ બે ભેદ છે.
1. ભાગ્ય અને પુરુષાર્થ – એ બેમાં જે વધુ નિર્બળ છે.તેને દૂર કરી શકનાર માનવી હંમેશા બળવાન બનતો રહે છે.સબળ- નિર્બળનું જ્ઞાન ફળપ્રાપ્તિ પર આધાર રાખે છે, અન્યથી નહીં....

2. ભાગ્ય અને પુરુષાર્થ—એબંને પર જ સમગ્ર સંસારનાં કર્યો આધાર રાખે છે. સંસારની સર્વ સિધ્ધિઓ ભગ્ય અને પુરુષાર્થ ને આધીન છે. પૂર્વ જન્મમાં કરેલાં કાર્યો એટલે ભાગ્ય. અને આ ચાલુ જન્મમાં કરાતાં કર્મ એટલે પુરુષાર્થ. કર્મના આ રીતે બે ભાગ પાડેલાં છે............

3. બુધ્ધિશાળી અને આદર્શ ચરિત્રધારી મનુષ્ય કપાળે હાથ દઈ કાંઈ ભાગ્ય ને ભરોસે બેસી રહેતો નથી , તે તો પુરુષાર્થ પાછળ સતત મંડ્યો રહે છે. જે મનુષ્ય પુરુષાર્થ કરવામાં હીણોહોય તે “ભાગ્ય-ભાગ્ય”કર્યા કરે છે...............

જયતુ ભાગ્ય દેવી........................................................................................

[ (c) Dr. Bhatt Damayanti Harilal ]