અમૃતવાણી ભાગ- 8 (5) 162 674 અમૃતવાણી-ભાગ-8 ( ક્ષમા ) ( નમસ્કાર,,, વાંચક મિત્રો ,,,,તેમજ માતૃભારતી. કોમ...... આપનો ખૂબ ખૂબ ધન્યવાદ........ મને જણાંવતાં હર્ષ થાય છે કે હું અમૃતવાણી- ભાગ- 8 ( ક્ષમા ) સાથે ઉપસ્થિત થઈ શકી છું. આપને પસંદ આવશે , તેવી અપેક્ષા સહ .......આપનો આભાર.......) ક્ષમા..... ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ............ ક્ષમા એ વીરો નું આભૂષણ છે................. પ્રસ્તાવના:- કહેવાય છે કે ક્ષમા એ વીરો નું આભૂષણ છે. ખરેખર ક્ષમા આપવી એ હર કોઈ વ્યક્તિનાં વશ ની વાત નથી. તે તો શૂરવીરો નું જ કાર્ય છે. નહી તો આ દુનિયામાં બધા જ દુ:ખ દર્દ શાંત થઈ જાય. જો હરકોઈ વ્યક્તિ એકબીજાને માફ કરી દે તો કોઈ સમસ્યા જ ન રહે.કોઈ ઝઘડો જ ન રહે. સર્વત્ર શાંતિ સ્થપાઈ જાય. પરંતું વાસ્તવિક જગતમાં આનાથી ઊલ્ટું જોવા મળે છે. કોઈ એક વ્યક્તિ એ અજાણતાં જ કોઈકને કંઈક કહી દીધું હોય તો , કોઈને ભૂલથી પણ બે શબ્દ કહેવાઈ ગયા હોય તો , જ્યાં સુધી તેને ચાર શબ્દો સંભળાવી ન દે ત્યાં સુધી તેને ચેન પડતું નથી.ફલાણી વ્યક્તિ મને આમ કહી જ કેમ શકે? તેનાથી મને આમ કહેવાય જ શી રીતે ? હવે હું તેને જોઈ લઈશ,તે તેના મનમાં સમજે છે શું ? વગેરે, વગેરે,,, મહાન પુરુષો કહી ગયા છે કે “ અવેરે જ શમે વેર”,,,,, “ હણો ના પાપીને દ્વીગુણિત બનશે પાપ જગતનાં “ “ હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગેથી ઊતર્યું છે, પાપી તેમાં ડૂબકી મારી ને પુણ્યશાળી બને છે.” અર્થાત્ તાત્પર્ય એ છે કે, આ જગતમાં કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે જેણે પાપ ન કર્યુ હોય,તેથી પાપીને હણવાથી કે સજા દેવાથી આ જગતમાંથી પાપ દૂર થશે નહી, અલ્બત બમણાં થશે. પરતું તેના બદલેજે વ્યક્તિની ભૂલ હોય તેને માફ કરી દેવાથી ચોક્કસ તેને પસ્તાવો થશે અને જે તે વ્યક્તિ પોતાની ભૂલ સુધારી લેશે. પરંતું આના બદલે તેને દંડ આપવામાં કે સજા કરવામાં આવે તો ? અથવા તેના બદલામાં તેને કટુ વચનો સંભળાવવામાં આવે તો ઊલ્ટું તેનો આત્મા ઘવાશે, અને જેમણે પણ આપણી સાથે કંઈ ગલત કર્યું હશે તો પસ્તાવો થવાનાં બદલે તે બમણું ગેરવર્તન કરશે. અથવાઆપણી નિંદા કરશે, અથવા વધુ કડવા વચનો સંભળાવશે, આમ કરવાથી સંબંધોમાં એક પ્રકારની કડવાશ ઊભી થશે. અને તેનાથી બંન્ને વ્યક્તિના જીવનમાં અશાંતિ સર્જાશે. એના કરતાં વધારે સારો રસ્તો એ છે કે, આપણાંથી કોઈની સાથે કંઈ ભૂલ થઈ ગઈ હોયતો તેનીમાફી માગી લેવાથી ,વાત ત્યાં જ ખતમ થઈ જાય છે. સંબંધો બગડતાં અટકે છે. તેનીસાથે પ્રેમભાવથી સ્નેહ થી વર્તવાથી જીવન સરળ બની જાય છે. અને આ જ ખરેખર સુખપૂર્વક જીવન જીવવાની ચાવી છે. તેથી જ તો કહેવાયુંછે ને કે, “ જગતમાં સ્નેહની કડી, સર્વથી વડી. અથવા “ સબસે ઊંચી પ્રેમ સગાઈ”. આ ઉપરાંત કહેવાયું છે કે, “ હમને તો જીના શીખ લીયા, કિસીસે માફી માંગ લી ,કિસી કો માફ કર દિયા. તો અહીં હું ક્ષમાનું મહત્વ રજૂ કરવા માગું છું , કારણકે માનવ જીવન અમૂલ્ય છે, કીંમતિ છે, તેને નાહક વૃથા ઝગડામાં ગુમાવવું આપણને પાલવે તેમ નથી . તેથી તો ગાયું છે ને કે “મારો હીરો ખોવાયો કચરામાં, આમ આપણને આવો અમૂલ્ય હીરો ખોવો પોષાય તેમ નથી. તેથી ક્ષમા એ જ આપણાં માટે શ્રેષ્ઠ સાધન છે......... આપણે ક્ષમા ને સ્વીકારવી જોઈએ અને અન્યને પણ એ માર્ગે દોરવા પ્રેરવા જોઈએ. એમ મને લાગે છે. તો માનવ જીવનની ઘણી સમસ્યાઓ હળવી થઈ જાય તેમ છે. ક્ષમા નો શાબ્દિક અર્થ:- ક્ષમા નો શબ્દિક અર્થ થાય છે. ક્ષમા આપવી, માફ કરવું. અથવા ક્ષમા માંગવી, માફી માંગવી. સહિષ્ણુતા દાખવવી. ક્ષમાની વ્યાખ્યા:- કંઈક આ પ્રમાણે આપી શકાય. કોઈ બીજાએ આપણો અપરાધ કર્યો હોય તો પણ વિકાર રહિત રહેવું એટલેકે તેના પ્રત્યે કોઈ ક્રોધ,પ્રતિકાર, કે નિરાશાની લાગણી જન્મવા ન દેવી, અને તેને ભૂલી જવું. તેનું નામ ક્ષમા.બીજાના અપરાધને માફ કરી દેવો. તેનાં પ્રત્યે કોઈ જ પ્રતિકાર કે પ્રતિચાર ન દર્શાવવો. ક્ષમા એ એક હકારાત્મક અભિગમ છે. જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવવો જેથી બીજાનું પણ ભલું થાય અને આપણું પણ. આનો મતલબ સહન કરવું એવો જરા પણ થતો નથી. કેવળ સ્વીકારભાવ રાખવો. વિશાળતા દાખવવી, ઉદારતા રાખવી. નાની નાની વાતો ને મનમાં ભરી ન રાખવી.કોઈ જ રોષ ન રાખવો. બધાને ક્ષમા આપતા શીખવું. જે વર્તન કે પરિસ્થિતિને હું બદલી શકું તેમ નથી.તેનો પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરવો.ક્ષમાની અનિવાર્યતા :- મનુષ્ય જીવનમાં ડગલે ને પગલે ક્ષમા ની અનિવાર્યતા છે. તે સમજીએ. આપણો દરેક વ્ય્વહાર કોઈ ને કોઈ સંબંધો થી વણાયેલો છે.માતા-પુત્ર, પિત-પુત્ર, પતિ-પત્ની, ભાઈ-બહેન, શેઠ-નોકર, શિક્ષક-વિદ્યાર્થી,,,,,બધો વ્ય્વહાર આવા સંબંધોને આધારે જ ચાલતો હોય છે.આ બધા સંમંધો યોગ્ય રીતે સચવાય, જળવાય તો જ વ્ય્વહારમાં, માનવજીવનમાં સંવાદિતા સધાય. આ બધા જ સંબંધોમાં ક્ષમા હોય, સ્વીકારભાવ હોય તો જ સંવાદિતા, સરળતા , સફળતા શક્ય છે. આમ જીવનમાં સફળતા મેળવવા માટે પણ ક્ષમા અનિવાર્ય હોય છે. દરેક વ્યક્તિમાં ગુણ-દોષ તો હોવાના જ. કોઈમાં તેની માત્રા વધારે તો કોઈનામાંઓછી. પણ હોવાના તો ખરા જ. ઉદા. તરીકે; આપણે કોઈ મહામૂર્ખને જેટલી સરળતાથી સ્વીકારી લેતા હોઈએ છીએ તેટલી સરળતાથી આપણે આપણાં પ્રિય મિત્રનેકે નિકટનાં સ્વજનને સ્વીકારી લેતાં નથી. કોઈ મૂર્ખ કે અણઘડ માણસ ગમેતેમ બોલે કે વર્તન કરે તો તેને ચલાવી લેવાનું આપણને એટલું મુશ્કેલ લાગતું હોતું નથી, આપણને થાય કે ચાલે,હવે,એ તો બોલ્યાં કરે . એને ક્યાં કશી ગમ પડે છે ?પરતું આપણે આપણાં મિત્ર પાસે કે પત્ની પાસે અમુક ખાસ પ્રકારની અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ.તેથી તેમનાં પ્રત્યે મનદુ:ખ થવાના અનેકપ્રસંગો બનતાં હોય છે. તો આમાંથી મુક્ત થવાનો એક ઉપાય એ પણ છે કે અપેક્ષાઓ ઓછી કરવામાં આવે તો પણ વ્યવહાર એકદમ સરળ બની જશે. એમ મને લાગે છે. આ રીતે પણ આપણાં જીવનમાં ક્ષમાની આવશ્યકતા છે.આ ઉપરાંત આપણે કર્મનો સિધ્ધાંત જાણીએ છીએ જેટલું મનમાં વેર- ઝેર, રાગ-દ્વેષ, ભરી રાખીશું એટલાં કર્મો બંધંનકર્તા નીવડશે. તે આપણને અનેક જન્મનાં ચકરાવે ચડાવશે, ભટકાવશે. આ માટે પણ કર્મનાં બંન્ધનોમાંથી મુક્ત થવાનોપણ શ્રેષ્ઠ માર્ગછે. ક્ષમા...//ક્ષમા....//ક્ષમા.......... ક્ષમાનું મૂલ્ય.:- ક્ષમાનું મૂલ્ય આંકીએ તેટલું ઓછું છે. કારણકે ક્ષમા જ સુખ-શાંતિપૂર્ણ જીવન જીવવાનો આધારસ્તભ છે. જેમ જેમ ક્ષમાનું મૂલ્ય આપણે સમજીશું તેમ તેમ તેનું આચરણ સરળ બની રહેશે. ક્ષમા ન દાખવવાથી ગુમાવવાનું આપણાં પક્ષે જ આવે છે.કોઈ જ વ્યક્તિ કે તેનાંવર્તન કે પરિસ્થિતિનો આપણે સ્વીકાર ન કરીએ તો મનમાં સંઘર્ષ ઉત્પન્ન થાય છે. તેનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. જે આપણને જ નુકસાન કરે છે. કેટલીક્વાર તેમાંથી નિરાશા, હતાશા જન્મ લે છે અને તે ડીપ્રેશનમાં પરિણમે છે.ઘણી વખત ક્ષમા ન કરવાથી હિંસા ઉદ્ભવે છે. તે પણ હનિકારક જ છે. આમ ક્ષમા કરવાં કરતાં ક્ષમા ન કરવાનાં ગેરલાભ વધારે છે. તેથીમારી દ્રષ્ટીએ ક્ષમા નો મોટો ફાયદો છે. આમ જોવા જઈએ તો ક્ષમા એ અહિંસા નું જ બીજું રૂપ છે. જીવનમાં અહિંસા જેટલું જ મૂલ્ય ક્ષમા નુ છે. એ યાદ રાખવું ઘટે. તેથી જ તો જૈન ધર્મ માં ક્ષમાનું મહત્વ છે. ક્ષમા જેવો મહાન ગુણ બીજો એક્પણ નથી. ક્ષમા નામનાં શબ્દમાં દરિયા જેટલી વિશાળતાં સમાયેલી છે. આ ગુણ જીવનમાં કેળવનાર વ્યક્તિ મહાન હોય છે. તેથી તે વ્યક્તિનું જીવન તો મહાન બને જ છે. પરંતું તે પોતની આસપાસનાં લોકો અને દુનિયાને પણ તારી દે છે. ભગવદ્ ગીતા માં પણ ક્ષમાનું મૂલ્ય વર્ણવવામાં આવ્યું છે. જેમણે ક્ષમાને અપનાવી તે તે મહાનતાનાં શિખરો સર કરી ગયા.ક્ષમા અને અહિંસા મનુષ્યને સંત બનાવે છે.(1) ભગવાન મહાવીર:- ક્ષમાના અને જૈન ધર્મનાં પ્રવર્તક.........(2) ભગવાન બુધ્ધ:- તેમણે પણ પોતનું જીવન ક્ષમાને અર્પણ કર્યું...........(3) ભગવાન ઈસુ :- એ કહ્યું કે કોઈ એક ગાલે તમાચો મારે તો બીજો ગાલ ધરવો....(4) મહાત્મા ગાંધી :- એ કહ્યું કે મારા હત્યારાને ફાંસી આપશો નહીં.....ક્ષમાનાં પથ પર ચાલવું એ કાંટાનાં પથ પર ચાલવા જેવું છે. છતાં વિજયગાથા પ્રાપ્ત કરવા માટે આ જ રસ્તો શ્રેષ્ઠ છે. [ ( c ) BY: DR. BHATT DAMYANTI H. ] ........++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++ ‹ Previous Chapter અમૃતવાણી ભાગ-7 ( પ્રારબ્ધ ) Download Our App Rate & Review Send Review shekhar kharadi Idriya 3 months ago संपूर्ण आध्यात्मिक वाणी... Parul 4 months ago અધિવક્તા.જીતેન્દ્ર જોષી 4 months ago Dr.Bhatt Damaynti H. 4 months ago Spiritual and positive thinking. must read, one time. શિતલ માલાણી 5 months ago સરસ લખાણ અને સમજણ More Interesting Options Short Stories Spiritual Stories Novel Episodes Motivational Stories Classic Stories Children Stories Humour stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Social Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Dr.Bhatt Damaynti H. Follow Novel by Dr.Bhatt Damaynti H. in Gujarati Spiritual Stories Total Episodes : 8 Share You May Also Like અમૃતવાણી-ભાગ-1 by Dr.Bhatt Damaynti H. અમૃતવાણી- ભાગ-2 by Dr.Bhatt Damaynti H. અમૃતવાણી-ભાગ-3 by Dr.Bhatt Damaynti H. અમૃતવાણી ભાગ-4 by Dr.Bhatt Damaynti H. અમૃતવાણી ભાગ-5 by Dr.Bhatt Damaynti H. અમૃતવાણી ભાગ-6 by Dr.Bhatt Damaynti H. અમૃતવાણી ભાગ-7 ( પ્રારબ્ધ ) by Dr.Bhatt Damaynti H.