Adhuro Prem - 8 books and stories free download online pdf in Gujarati

અધૂરો પ્રેમ. - 8

DISCLAIMER : આ નોવેલ માં આવતા પાત્રો , જગ્યા અને બનાવ બધું જ લેખકની કલ્પના છે એને વાસ્તવિકતા સાથે સંબંધ નથી .

સિદ્ધાર્થ અને તારા ને આટલો પ્રેમ આપવા બદલ તમારો આભાર. તમારા સુંદર અને વિગતવાર ફીડબેક મને લખવા માટે પ્રોત્સાહિત કરે છે .

આપણે આગળ જોયું કે સિદ્ધાર્થ કમલેશ થી તારા ને બચાવીને એના ઘરે સલામતીપૂર્વક ઉતારી દે છે. કંઈક આવેગ માં અને કંઈક ચિંતા માં અત્યાર સુધી બાંધી રાખેલો ધીરજ નો બાંધ તૂટી પડે છે. સિદ્ધાર્થ તારા સમક્ષ પોતાની મન ની વાત કરી દે છે . એ તારા ની પ્રતિક્રિયા જાણે એ પહેલા તારા નું ઘર આવી જતા, એ ઉતરી જાય છે.

હવે આગળ.........................

તારા ઘરે પહોંચે છે. ડોર લોક હોય છે. પોતાની પાસે રહેલી ચાવી થી દરવાજો ખોલીને એ અંદર પ્રવેશે છે. આમ તો હંમેશા તારા જ પહેલા ઘરે પહોંચતી. પણ આજે એ મોડી હતી એટલે એણે ધાર્યું હતું કે નિહાર આવી ગયો હશે. અંદર પ્રવેશતા ની સાથે જ એ બેડરૂમ માં જાય છે અને બેડ પર પોતાનું પર્સ ફેંકે છે . બેડ પર ઉંધી પડી ને એ પર્સ માંથી મોબાઇલ કાઢે છે . છેલ્લા દોઢ બે કલાક માં જે થયું એમાં એને પોતાનો મોબાઇલ તો ચેક જ કર્યો ન હતો . એ નિહાર નો મેસેજ જુવે છે . નિહાર પણ મોડે સુધી કામ કરવાનો છે , એવો નિહાર નો મેસેજ વાંચ્યા પછી એ " ઓકે , but I am at home " નો વળતો જવાબ આપે છે .

એ દશ એક મિનિટ સુધી એમ જ પડી રહે છે. છેલ્લા બે એક કલાક માં બની ગયેલી ઘટનાઓ, એક પછી એક એની નજર સામેથી પસાર થઇ જાય છે . તારા સાથે આજે બે ઘટના ઘટી હતી એક ઘટના જેણે એના અસ્તિત્વ ને હચમચાવી દીધી હતી. સ્ત્રી પોતાની અસ્મિતા પર હુમલો ના સહન કરી શકે , ના એને ભૂલી શકે. એ જયારે પણ કમલેશ ને જોશે ત્યારે એણે કરેલ અપરાધ એને યાદ આવ્યા વગર નહિ રહે. ફાસ્ટ ફોર્વડ વિડિઓ ની જેમ , કમલેશ નું એને રોકાવા નું કહેવું , એનું ગંદી નજરે જોવું અને પોતાની પર તરાપ મારવું એની નજર સામે આવી જાય છે. એ આંચકા સાથે પલંગ માંથી ઉભી થઇ જાય છે ,જાણે હમણાં કમલેશ નો હાથ એના શરીર પર પહોંચી જશે. એ આંખો જોરથી બંધ કરી દે છે , જાણે સચ્ચાઈ બદલી નાખવા માંગતી હોય.

આંખો બંધ કરતા જ એની સામે સિદ્ધાર્થ આવી જાય છે. એના મજબૂત પુરુષી ખભા માં પોતે અનુભવેલી સલામતી, એને અત્યારે પણ રાહત આપે છે. સિદ્ધાર્થ ની પરિસ્થિતિ સામે લડી લેવા ની મક્કમતા અને તારા માટે અખૂટ લાગણી, જાણે એને કહી રહ્યા છે કે “હું છું ને તારા માટે , હંમેશા".

આ બીજી ઘટના તારા ને એક સુખદ પડાવ લાગી. જે પ્રેમ એણે હંમેશા ઝંખ્યો હતો, એ આજે આવી રીતે એની સામે આવ્યો. તારા જેવી સ્માર્ટ ,ઇન્ટેલીજન્ટ અને પુરુષ સમોવડી સ્ત્રી ને ઈમ્પ્રેસ કરનાર સિદ્ધાર્થ માં કંઈક વિશેષ તો હતું જ.

જે રીતે એને તારા સાથે વાત કરી અને તારા ને સંભાળી એ એટલું બધું વિશેષ અને સહજ હતું કે તારા એ પળ ની હૂંફ કાયમ યાદ રાખશે! Dusky લુક ધરાવતો સિદ્ધાર્થ ૫"૧૦ ઇંચ ઊંચો હતો. સપ્રમાણ શરીર અને ભાવવાહી આંખો એ એની ઓળખ હતી. પણ સૌથી વિશેષ હતો એનો બારિટોન અવાજ . એ ઘેરા પુરુષી અવાજ માં તારા એ સાંભળેલું વાક્ય કે " હું તને દુનિયા માં સૌથી વધારે પ્રેમ કરું છું. "તારા ના કાન માં એ અવાજ ગુંજી રહ્યો!

“ એનું મારી આખો માં ડૂબવું, મને એના માં ઓગાળી ગયું! “ બસ આજ સ્તિથિ તારા ના મન ની છે. તારા એ આની પહેલા ક્યારેય આટલું સ્પેશ્યલ અને સુંદર અનુભવ્યું ન હતું.

તારા નક્કી કરી લે છે કે એ સોમવારે સિદ્ધાર્થ ને કહેશે કે " એ પણ એને એટલોજ પ્રેમ કરે છે. એ પણ સિદ્ધાર્થ વગર એટલી જ અધૂરી છે. આમ નક્કી કરી એ ફ્રેશ થવા માટે જાય છે . એ ફ્રેશ થઇ ને આવે છે . નિહાર નો રિપ્લાય આવ્યો હોય છે કે એને આવતા મોડું થશે એટલે તારા એની ડિનર માટે રાહ ન જુવે. તારા મેડ એ બનાવી ને રાખેલું ડિનર કરી ને સૂઈ જાય છે.

સિદ્ધાર્થ ઘરે પહોંચતા જ મીરા એને મોડું થવાનું કારણ પૂછે છે. સિદ્ધાર્થ સ્ટાફ બસ માં ઓફિસ ગયો હતો અને એટલે બસ ના સમયે સિદ્ધાર્થ ઘરે ના પહોંચતા મીરા ને ચિંતા થઇ હતી !

સિદ્ધાર્થ , મીરા ને કહે છે કે એક અગત્ય નું કામ આવી પડતા એને થોડું મોડું થયું . સિદ્ધાર્થ ફ્રેશ થવા માટે જાય છે. એના મન અને મગજ માં ફક્ત તારા હોય છે. એનું ચાલે તો આજે જ કમલેશ નું અસ્તિત્વ મિટાવી દે પણ એ નક્કી કરે છે કે આને કુનેહ પૂર્વક ડીલ કરશે અને હવે ઓફિસ માં તો તારા ને આવી પરિસ્થિતિ માં નહિ જ પડવા દે . તારા નું એના આલિંગન માં આવવું અને પોતાના પર અખૂટ વિશ્વાશ મૂકવો એ એક આહલાદક અનુભવ બની રહે છે. તારા જાણે એની સામે આવી ને ઉભી રહી જાય છે. તારા માં રહેલી ખુમારી એનો આત્મવિશ્વાસ એને બાકી બધી છોકરી ઓ થી જુદી પાડતો. એના લાંબા વેવી વાળ,તામ્રવર્ણી ત્વચા, ૫"૫ ઇંચ ની ઊંચાઈ વાળી કમનીય કાઠી, તેજ બુદ્ધિ ક્ષમતા અને ખુશમિજજ સ્વભાવ એને ટોળા થી અલગ કરતો. ભલભલા પુરુષ ને જેમાં ખોવાઈ જવાનું મન થાય એવી મોટી આંખો, એની સુંદરતા માં વધારો કરતા ! આ બધા પર એનું સ્માઈલ ચાર ચાંદ લગાવતું તારા હસતી ત્યારે એની આંખો પણ હસતી. આ વાત સિદ્ધાર્થ પણ જાણતો હતો અને એટલે જ કહેતો કે "તારા તું હમેશા હસતી રહે . એ મનોમન ફરી થી પોતાના ઇષ્ટ દેવ નો તારા ને બચાવવા માટે આભાર માને છે.

તારા ની એ સ્માઈલ , તારા નું પોતાના મોં પર હાથ મૂકવું અને પોતાના પર મૂકેલો વિશ્વાશ એને અણસાર આપે છે , કે એને તારા સમક્ષ પોતાના પ્રેમ નો સ્વીકાર કરી ને એકદમ સાચું પગલું ભર્યું છે.

એને તારા ના હમેશા નાક પર રહેતા ગુસ્સા નો ડર પણ છે. એને લિફ્ટ ન આપવાની વાત પર તારા એ કરેલો ગુસ્સો યાદ આવ્યા.

કંઈક સારું જ થશે એમ વિચારતો એ વૉશ રૂમ ની બહાર આવીને ડીનર કરવા જાય છે.

શું હશે તારા નો પ્રતિભાવ ? શું એમ નો પ્રેમ પરવાન ચડશે? વાંચો આગળ ના ભાગ માં.