Adhuro Prem - 7 books and stories free download online pdf in Gujarati

અધૂરો પ્રેમ - ૭

DISCLAIMER : આ નોવેલ માં આવતા પાત્રો , જગ્યા અને બનાવ બધું જ લેખકની કલ્પના છે અને વાસ્તવિકતા સાથે એને સંબંધ નથી .

ભાગ-૬ માં આપણે જોયું કે સિદ્ધાર્થ ઓફિસે પહોંચી જાય છે અને તારા સાથે અઘટિત થતું રોકી લે છે . હવે તારા સિદ્ધાર્થ ની સાથે છે . કમલેશ હજી ઓફિસ માં જ છે . સિદ્ધાર્થ આજે પોતાના પ્રેમ ને સ્વીકારશે ? શું તારા પોતાના પ્રેમ ને સ્વીકારશે ?

ચાલો ત્યારે વાંચીએ ..............

સિદ્ધાર્થ કમલેશ જેવો ન હતો . એ દરેક સ્ત્રી ને આદર આપનાર એક સમજુ પુરુષ હતો . પોતે પુરુષ હોવાથી સ્ત્રી ની આગળ છે અને સ્ત્રી ને જયારે ઈચ્છે ત્યારે દબાવી શકે છે એવી એની માનસીકતા ન હતી . તારા , જે એનું સર્વસ્વ હતી એની સાથે કમલેશ નું આવું વર્તન સિદ્ધાર્થ માટે અસહનીય હતું પણ કદાચ અત્યારે કમલેશ ને પાઠ ભણવાનો સમય ન હતો . હાલ ના સમય અને સંજોગો માં તારા ની સલામતી સિવાય અગત્યનું બીજું કંઈ જ ન હતું સિદ્ધાર્થ માટે . કમલેશ પણ આટલા વખત થી સિદ્ધાર્થ ને જાણતો હતો . એને ખબર હતી કે જો સિદ્ધાર્થ તારા ના પક્ષ માં હશે તો એનો ખરાબ સમય હવે શરૂ થઇ ચુક્યો છે !

પોતાની જગ્યા પર પહોંચતા જ તારા રડવા લાગે છે પણ સિધાર્થ એને ખભા થી પકડી એની જગ્યા પર બેસાડે છે અને તારા ની બાજુ માં એવી રીતે ઉભો રહે છે કે કમલેશ તારા ને ના જોઈ શકે . જયારે તારા PC બંધ કરતી હોય છે ત્યારે સિધાર્થ કમલેશ ને એવી રીતે જુવે છે કે જાણે ચેતવણી આપતો હોય કે તારા ની સામે જોતા પણ વિચારજે .

સિદ્ધાર્થ તારા ને લઈને ઓફિસ ની બહાર નીકળે છે . એની પાસે કાર તો નથી એટલે એ cab બુક કરે છે . કંપની ની ઓફિસ દૂર હોવાથી કેબ ને આવતા પણ વાર લાગે અને એટલે જ જેને કામ માટે રોકવા નું હોય એ પોતે કાર લઈને આવતા . પણ આજે તો એ શક્ય ન હતું . cab માટે રાહ તો જોવી પડે એમજ હતું પણ હવે સિદ્ધાર્થ તારા ને આ બિલ્ડીંગ થી દૂર લઇ જવા માંગતો હતો . એ વિચારે છે કે main gate પાસે pick up point પર પહોંચી જાય . ખુલ્લી હવા માં તારા ને પણ સારું લાગશે .

ઘણી corproates હવે શહેર થી દૂર પોતાની ઓફિસ પસંદ કરતી હોય છે . શહેર ની દૂર હોવાથી ઘણી મોટી જગ્યા નજીવી કિંમત માં મળે. શહેર થી દૂર હોવાથી કર્મચારી એ પણ સ્ટાફ બસ નો ઉપયોગ કરવો પડે એટલે સમયસર ઓફિસે માં પહોંચી જવાય . કર્મચારી ઓ ના રહેઠાણ શહેર માં હોય એટલે એમને ઓફિસ પહોંચવા માટે સ્ટાફ બસ વાપરવી પડે . બધા કર્મચારી એક જ સમયે ઓફિસ પહોંચે . ઓફિસ દૂર નિર્જન સ્થળે હોવાથી બપોર ના સમય એ પોતાનું વ્યક્તિગત કામ પતાવા જવાનું કારણ પણ ના રહે .વળી આવી જગ્યાએ આજુ બાજુ બીજું કંઈ ના હોય , નિર્જન વગડા જેવું જ હોય એટલે lunch ના fix સમય પછી પોતાના કામ પતાવવા ઓફિસ ના કલાકો વાપરવાનું નું પણ શક્ય ના બને.

થોડો નિર્જન વિસ્તાર હોવાથી સિદ્ધાર્થ તારા ની સલામતી ને લઈને એકદમ સજાગ હોય છે . એ તારા નો હાથ પકડી જ રાખે છે . ત્યાં એક બીજી વ્યક્તિ જેને એ લોકો જાણતા નથી હોતા એ ત્યાં આવી ને ઉભી રહે છે અને તારા ને જુવે છે . તારા થોડી conscious થઇ જાય છે . આ વાત સિદ્ધાર્થ notice કરે છે અને એ તારા ની આગળ એવી રીતે ઉભો રહી જાય છે કે પેલો માણસ તારા ને ના જોઈ શકે . ત્યાંજ કેબ આવી જાય છે .


સિદ્ધાર્થ તારા ની જોડે પાછળ ની સીટ પર જ વચ્ચે જગ્યા રાખી ને બેસે છે . એના હાથ માં હજી પણ તારા નો હાથ છે . cab તારા ના ઘર તરફ જવા માંડે છે . તારા ને એના હાથ પર થોડું ભીનું લાગે છે . એ સિદ્ધાર્થ સામે જુવે છે . સિદ્ધાર્થ એની સામે જ જોતો હોય છે આંસુ ભરી આંખો એ . એ સિદ્ધાર્થ નું આંસુ જ હતું જે તારા ના હાથ ને ભીંજવી ગયું . એ તારા ને કહે છે કે જો તારા ને કંઈ થયું હોત તો એ પોતાને માફ ના કરી શકત .તારા સિદ્ધાર્થ ની આંખો માં પોતાના માટે એ પ્રેમ જુવે છે , જેને એ શોધતી હતી . એને જે ખૂટતું હતું એ આજ હતું .

"મારા માં ખૂટતું કૈક ,
તારા માં જડી આવશે ,
તું જોને , તારા માં ખૂટતું એ કંઈક,
મારા કોઈ ખૂણા માં મળી જ આવશે "

તારા સિદ્ધાર્થ ને પૂછે છે કે કેમ ? એને જવાબ ખબર જ છે પણ એને સિદ્ધાર્થ ના મોઢે સાંભળવું છે . હવે એના થી રાહ જોવાય એમ નથી .સિદ્ધાર્થ તારા ને કહે છે " I LOVE YOU , હા આ દુનિયા માં સૌથી વધારે પ્રેમ કરું છુ તને અને કરતો રહીશ . તારી હંમેશા રક્ષા કરીશ . તારા ના હૃદય ના ધબકારા વધી જાય છે આ સાંભળીને . એ સમજી જ નથી શકતી કે એ કેવી રીતે react કરે . કદાચ સિદ્ધાર્થ ને પણ એના ધબકારા સંભળાતા હોય છે. એ તારા ના ખૂબ જ પ્રેમ થઇ પૂછે છે કે તું બરાબર છે ને ?

સિદ્ધાર્થ તારા ને કહે છે કે એ આ વિષય પર ના વિચારે . એને કોઈ જ વિશેષ અપેક્ષા ઓ નથી . એ તારા ની પરિસ્થિતિ થી વાકેફ છે . એને સમજે પણ છે . એ પોતાના પ્રેમ ના બદલામાં કંઈજ નથી ઈચ્છતો તારા પાસે થી . એ કહે છે કે એને બહુ પ્રયત્ન કર્યો તારા સામે આ વાત ના લાવવાનો પણ એ મજબૂર છે પોતાના પ્રેમ થી અને એ તારા ને કહ્યા વગર મરવા નથી માંગતો . તારા એના મોઢા પર હાથ મૂકી દે છે . તારા કંઈ બોલે એ પેહલા સિદ્ધાર્થ ના મોબાઈલ માં ફોન આવે છે .

તારા આ મન માં વિચારો ના ચક્રવ્યૂ ચાલતા હોય છે . એ હવે જાણે છે કે સિદ્ધાર્થ એના માટે શું વિચારે છે . એ ખુશ છે કે એ સાચી હતી સિદ્ધાર્થ ની પોતાના માટે ની લાગણી ને લઈને . એ ખુશ છે કે એને હવે એનો રાજકુમાર મળી ગયો છે . પોતાના હાથ માં રહેલો સિદ્ધાર્થ નો હાથ એને દુનિયા માં સર્વસ્વ પામી લીધું હોય એવું અભિભૂત કરાવતું હોય છે . ત્યાંજ કાર રોકાય છે . સિદ્ધાર્થ નો ફોન પતે અને એ તારા સાથે વાત કરે એ પેહલા તારા નું ઘર આવી જાય છે . એ તારા સાથે વાત નથી કરી શકતો .

તારા ઉતરવા જતી હોય છે તો સિદ્ધાર્થે પકડેલો એનો હાથ ખેંચાય છે . બંને ફરી એક વાર એક બીજા સામે જુવે છે અને તારા પોતાના ઘર તરફ જાય છે . જ્યાં સુધી એ દેખાતી બંધ નથી થતી ત્યાં સુધી સિદ્ધાર્થ ત્યાંજ રાહ જુવે છે .

હવે કેબ સિદ્ધાર્થ ના ઘર તરફ જાય છે.

સિદ્ધાર્થ એમ વિચારે છે કે એને કદાચ તારા ને પોતાની લાગણી વ્યક્ત નોહતી કરવાની . એ પણ કદાચ આ રીતે . એ ને પોતાના પર ગુસ્સા આવે છે . તારા ને જોવા માટે અને એની સાથે વાત કરવા માટે હવે સોમવાર સુધી રાહ જોવી પડશે એ વિચારતા જ એ બેચેન થઇ જાય છે .

શું તારા પણ પોતાના પ્રેમ નો સ્વીકાર કરશે ? વાંચો આગળ શુક્રવારે /