Ek ajanyo sambandh - 6 - last part books and stories free download online pdf in Gujarati

એક અજાણ્યો સંબંધ - ભાગ-૬ - સફરનો અંત


૪ મહિના પછી...

આ માનવજીવનની ભાગદોડથી અને ઓફિસના કામકાજથી કંટાળીને થાકેલો અયાન પોતાના મન અને મગજને શાંત કરવા અને આરામ આપવા એ પુસ્તકાલયમાં આવીને એક ખૂણામાં બેઠો છે અને સંજોગો વસાત અનન્યા પણ અહીંયાથી લઈ ગયેલ એક પુસ્તક પરત આપવાં અને બીજું પુસ્તક લેવા માટે આવે છે. અનન્યા અહીં આવતા જ પુસ્તક પરત કરે છે અને બીજું પુસ્તક શોધે છે.

આ પુસ્તકની શોધમાંને શોધમાં અનન્યા અયાન જ્યાં બેઠો હતો ત્યાં પહોંચે છે. ત્યાં આવતાં જ અયાનની નજર અનન્યા પર અને અનન્યાની નજર અયાન પર પડે છે. અનન્યા અયાન સામે જોઈને હળવું સ્મિત આપે છે. આ સ્મિત આપતા જ અયાને અનન્યાને પોતાની બાજુમાં બેસવા માટે આગ્રહ કર્યો. થોડુંક અચકાતા અનન્યા અયાનના આગ્રહનું માન જાણવવા તેની બાજુમાં જઈને બેઠી. અયાનની બાજુમાં બેઠા બાદ બંને થોડાંક સમય માટે મૌન રહે છે.

“સાંભળ અનન્યા. મારે તને એક વાત કરવી છે.” અયાને ખૂબ જ નાજુક સ્વરમાં વાતની શરૂઆત કરતાં કહ્યું.

“હમ્મ...” અનન્યા પોતાનું માથું નીચું રાખી હકારાત્મક વલણ દાખવતાં કહ્યું.

“પણ અહીંયા મને વાત કરવી યોગ્ય લાગતી નથી તો આપણે જ્યાં મળતાં હતાં ત્યાં જઈને વાત કરીશું તો સારું રહેશે.” અયાને અનન્યાને સમજાવતાં કહ્યું.

“હમ્મ...” અનન્યાએ પોતાનું માથું હલાવતાં કહ્યું.

બંને પહેલા જ્યાં મળતાં હતાં ત્યાં જાય છે.
થોડીવાર પછી...
“તારે કેમ આજે વાત કરવી છે...! તું તો ખુશ જ છે આ અજાણ્યા સંબંધથી. વ્યક્તિ સાથે અજાણ્યો સંબંધ રાખીને આ દુનિયા અને કુદરતથી દૂર જ ભાગવું છે ને તારે.” અનન્યા અયાનની વાત કરવાની રજૂઆત પર તીક્ષ્ણ સ્વરમાં બોલે છે.

“અનન્યા એવું કંઈ જ નથી યાર...” અયાને અનન્યાના તીક્ષ્ણ સ્વરોનો ઉત્તર આપતાં કહ્યું.

“શું એવું કંઈ જ નથી... પેલા દિવસે મારી ભાગીદારીની વાત કર્યા બાદ ના મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તે. ના કોઈ ફોન કે ના કોઈ મેસેજ. મળવાનું પણ બંધ કરી દીધું તે. આ અજાણ્યા સંબંધને આટલી હદ સુધી અજાણ્યો કરી દીધો તે...!” અનન્યાએ પોતાના મનમાં રહેલી દરેક વાતને ઠાલવતાં રડમસ સ્વરમાં કહ્યું.

થોડીકવાર બાદ અનન્યા શાંત થતાં અયાને કહ્યું “જો સાંભળ. હું એજ વાત કરવાં માટે અહીંયા આવ્યો છું તારી સાથે.”

“હા બોલ.” અનન્યાએ કહ્યું.

“પેલા દિવસે તે ભાગીદારીની વાત કરીને હું ગભરાઈ ગ્યો. મને એમ થયું કે આ ફરી પાછો દગો દઈ દેશે. મારા જીવનની એક ખૂબ જ મોટી પછડાટ અને આઘાતોમાંથી બહાર આવ્યા બાદ હું ફરી પાછો એમાં ધકેલાવા ન્હોતો માંગતો.” અયાને દરેક વાતને સમજાવતાં રજૂ કરતાં કહ્યું.

“દગો દઈ દેશે એટલે? બસ આટલો જ વિશ્વાસ અયાન?” અનન્યા અયાનની વાત સાંભળી વચ્ચે જ બોલી ઉઠી.

“ના યાર... તારા પર વિશ્વાસ છે ને એટલે જ આજે તારી સાથે વાત કરવાં માટે અહીંયા આવ્યો છું. હા હું માનું છું કે મારી જ ભૂલ હતી. મને બધું જ સમજાઈ ગયું. હું આજે જે વાત કરવાં જઈ રહ્યો છું એ વાત મારે ત્યારે જ કરવી જોઈતી હતી અને જો હું એ વાત આજે પણ નહીં કરું તો...” અયાનની આંખમાંથી આંસુ આવી ગયા અને આટલું જ બોલતાં અટક્યો.

અનન્યા પણ રડમસ અવાજમાં બોલવા લાગી “તને કંઈ આઈડિયા પણ છે આ ત્રણ-ત્રણ મહિના સુધી તારી કેટલી રાહ જોઈ છે મેં. રોજ અહીંયા આવતી તારી રાહ જોતી. બસ તકલીફ માત્ર એટલી જ હતી કે આ સામે જગ્યા ખાલી રહેતી હતી. હવે એનાથી આગળ તો શું કહું તને.”

અયાન પોતાના મનને શાંત પાડી અનન્યાનો હાથ પકડીને બોલી ઉઠે છે “હવે તું, હું અને મારી આ કલમ Forever.”
અયાનનું આટલું બોલતાં જ બંને જગ્યા પરથી ઊભા થઈ એકબીજાને ભેટી પડ્યાં.

લો મળી ગયા અયાન અને અનન્યા. હવે આ અજાણ્યો સંબંધ પણ ક્યારે પોતાનો થઇ ગયો ખબર જ ના પડી. પણ હા મજા આવી આ અજાણ્યા સંબંધની સફરમાં.

મારી આ રચના પ્રત્યેનો તમારો પ્રતિભાવ તમે મને મારા Whatapp Number,Instagram id પર આપી શકો છો અને નીચે Comment Box માં પણ લખી શકો છો.

ખાસ નોંધ-
અહીં કરવામાં આવેલ વર્ણન એક કાલ્પનિક કલાકૃતિઓ દ્રારા રજૂ થયેલ છે. જેને કોઇપણ વ્યક્તિના વાસ્તવિક જીવન સાથે કોઈ નિશ્બધ નથી.મારી આ રચના દ્રારા કોઈ જાતી, ધર્મ, સમાજના સ્વાભિમાન પર પ્રશ્ર ઊભા થાય એવું કોઈ જ કૃત્ય રજૂ કરવામાં આવેલ નથી.

મારી કલમ દ્રારા લખાયેલ અન્ય રચનાઓ પણ આ માધ્યમથી ઉપલબ્ધ છે.
#નિઃસ્વાર્થ પ્રેમ
#આશાનું કિરણ
#ઉંબરો
#એક અજાણ્યો સંબંધ ભાગ-૧ ‘અધૂરી મુલાકાત’.
#એક અજાણ્યો સંબંધ ભાગ-૨ ‘ખોવાયેલું મન’.
#એક અજાણ્યો સંબંધ ભાગ-૩ ‘ઈત્તફાક’.
# એક અજાણ્યો સંબંધ ભાગ-૪ ‘સમજણ, પ્રેમ અને સમજૂતી'.
# એક અજાણ્યો સંબંધ ભાગ-૫ ‘ભાગીદારી’.

અસ્તુ...

લિ. પટેલ પ્રિન્સ

Instagram ID : @_prince126

Whatapp No : 7043014445(Patel Prince)