Ek ajanyo sambandh - 5 books and stories free download online pdf in Gujarati

એક અજાણ્યો સંબંધ - ભાગ-૫ ભાગીદારી


“છેલ્લી મુલાકાતમાં આમ જાણીતા હોવા છતાં પણ અજાણ્યા સંબંધમાં બંધાયા બાદ ઘણી વાર અમે બંને મળ્યાં હોઈશું. એક સાથે બહાર ફરવા પણ ગયા. એક સાથે ડિનર પણ કર્યું. બંને પોતાના રોજિંદા જીવનમાં થતી દરેક પણોને એકબીજા સાથે શેર કરવાં લાગ્યાં. આ અજાણ્યા સંબંધમાં બંધાયા બાદ ક્યારે આટલા બધા નજીક થઈ ગયા કંઈ ખબર જ ના પડી. પણ હા એક વાત તો છે મજા આવે છે આ છોકરા સાથે. સાલું આ અજાણ્યા સંબંધમાં કંઈક છુપાયેલું હોય એવું લાગે છે.”અનન્યા પોતાની નવરાશની પળોમાં પોતાના બેડરૂમમાં બેડ પર બેઠા બેઠા વિચારે છે.
“હા જો યાદ આવ્યું ઘણા દિવસો થઈ ગયા સાહેબ હમણાંથી દેખાયા નથી. લાવ તો ક્યાં છે પૂછી જોવું. અને હા આજે તો આ અજાણ્યા સંબંધથી આગળ વધવાની વાત પણ કરી લઈશ.” અનન્યા પોતાનો મૂડ બનાવતા મનમાં જ વિચારે છે.

અનન્યા અયાનને ફોન કરે છે. થોડી રીંગ વાગ્યા બાદ અયાન ફોન ઉંચકે છે.
“હેલ્લો…” અયાન ફોન ઉંચકતા જ બોલ્યો.

અયાનનો આટલો અવાજ સંભળાતા અનન્યા બોલવા માંડી “ક્યાં છો સાહેબ? આજે ફ્રી હોય તો મળીએ?”

“હા હા મળીએ ચાલો.” અયાને કહ્યું.

બંને નક્કી કરેલી જગ્યાએ મળે છે. નવાઈની વાત તો એ છે કે આજે બંને નક્કી કરેલી જગ્યાએ સમયસર હાજર રહ્યા હતા.

“આજે મારે એક ખૂબ જ મહત્વની વાત કરવાની છે.”અનન્યાએ વાતની શરૂઆત કરતાં કહ્યું.

“હા બોલ. શું વાત કરવી છે…!” અયાને કહ્યું.

“પણ હા તારે પહેલા જે ઓર્ડર કરવાનો હોય એ કરી લે પછી મારી વાતમાં વિલંબ ના કરતો.” અનન્યાએ સ્પષ્ટતા કરતાં કહ્યું.

“તું શું લઈશ?” અયાને પૂછ્યું.

“કૉફી.” અનન્યાએ ઉત્તર આપતાં કહ્યું.

“બે કૉફી.” અયાને કાઉન્ટર પર ઈશારો કરી ઓર્ડર આપતાં કહ્યું.

આજે ઓર્ડર પણ તરત જ આવી ગયો.
“તું કહેતી હતી ને કે આજે મારે ખૂબ જ અગત્યની વાત કરવી છે. શું છે એવું તો અગત્યનું?” થોડીવાર પછી અયાને અનન્યાને પ્રશ્ન કરતાં કહ્યું.

“હા…હા… જો સાંભળ. પેલા દિવસે મેં સંબંધની વાત કરી. તે આ સંબંધને અજાણ્યો રાખવાનો નિર્ણય કર્યો. બરાબર… !” અનન્યાએ ધીમે ધીમે પોતાની વાત શરૂ કરતાં કહ્યું.

“હા બરાબર.” અયાને પોતાની ડોક હલાવતાં જવાબ આપ્યો.
“આ અજાણ્યા સંબંધમાંથી મારે હવે આ સંબંધને આગળ વધારવો છે.” અનન્યાએ આડકતરી રીતે પોતાની વાતને રજૂ કરતાં કહ્યું.

“એટલે… ? કંઈ ખબર ના પડી મને.” અયાને સાવ અજાણ બનતાં પ્રશ્ન કર્યો.

“સાંભળ… ચાલને એક ભાગીદારી કરીએ આપણે બે. એક જ હ્રદયમાં બંને ધબકીએ.” અનન્યાએ પોતાની વાતને સ્પષ્ટપણે પ્રપોઝલ તરીકે રજુ કરતાં કહ્યું.

“એટલે પ્રેમ?” અયાને ચોખવટ કરવા સામે પ્રશ્ન કર્યો.

“હા પ્રેમ.” અનન્યાએ પોતાની ડોક હકારાત્મક રીતે હલાવતાં જવાબ આપ્યો.

અનન્યાની આ વાત સાંભળીને અયાન ખૂબ જ ગભરાઈ ગયો. થોડીકવાર માટે ચૂપ થઈ ગયો. કંઈ જ બોલ્યો નહીં.

“જો સાંભળ. તું મને પ્રેમ કરે છે. બરાબર. તું મને પ્રેમ કરી શકે છે. તું આઝાદ છે. પણ યાર આ ભાગીદારી કરી પ્રેમની લાગણીઓના બંધનમાં બંધાવા માટે હું સહમત નથી. Sorry. આ અજાણ્યા સંબંધમાં બંધાવાનું કારણ જ એ હતું કે કોઈ બંધનમાં બંધાયા પછી લાગણીઓ અને અપેક્ષાઓનો બોજ વધી જાય છે અને સામેવાળી વ્યક્તિની અપેક્ષાઓ પર ક્યાંક કોઈ કારણોસર તમે ખરાં ના ઉતર્યા તો તે વ્યક્તિને આંતરીક ઠેસ પહોંચી શકે છે. So Please. આ સંબંધને અજાણ્યો જ રહેવા દેને.” અયાને પોતાની વાતને થોડા નાજુક સ્વરમાં અને એક સમજણથી રજૂ કરતાં ઉત્તર આપ્યો.

“હા સારું સારું.” અનન્યાએ એમ કહીને અયાનને શાંત પાડ્યો.

બંને થોડીવાર માટે કંઈજ બોલતા નથી. થોડાંક સમય બાદ…
“મારે હવે અહીંયાથી નીકળવું જોઈએ. Bye.” અનન્યા રડમસ સ્વરમાં આટલું જ બોલતાં ત્યાંથી નીકળી જાય છે.

“અરે પણ… અરે… અનન્યા સાંભળતો ખરી મારી વાત…”અયાન આટલું બોલતો જ રહી જાય છે અને અનન્યા ત્યાંથી નીકળી જાય છે.

“સાલું આ કોઈપણ બંધનમાં બંધાયા વિના અજાણ્યો સંબંધ રાખ્યો કેમ કે ક્યારેય પછતાવો, પછડાટ કે આઘાતનો સામનો ના કરવો પડે.” અયાન ત્યાં બેઠા બેઠા હતાશા સાથે મનમાં જ બોલે છે.
‘શું લાગે છે હવે આ અનન્યાને ભાગીદારી કરવામાં અયાનનો સાથ મળશે?’

‘અયાનના નકારાત્મક ઉત્તરથી નિરાશ થયેલી અનન્યા હવે અયાનનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરશે?’

‘હવે આ અજાણ્યો સંબધ કેવું રૂપ ધારણ કરશે અયાન માટે?’

આ તમામ પ્રશ્નોના નિરાકરણ સાથે મળીએ એક અજાણ્યો સંબધ ભાગ-૬ માં.
ખાસ નોંધ-
અહીં કરવામાં આવેલ વર્ણન એક કાલ્પનિક કલાકૃતિઓ દ્રારા રજૂ થયેલ છે. જેને કોઇપણ વ્યક્તિના વાસ્તવિક જીવન સાથે કોઈ નિશ્બધ નથી.મારી આ રચના દ્રારા કોઈ જાતી, ધર્મ, સમાજના સ્વાભિમાન પર પ્રશ્ર ઊભા થાય એવું કોઈ જ કૃત્ય રજૂ કરવામાં આવેલ નથી.

મારી કલમ દ્રારા લખાયેલ અન્ય રચનાઓ પણ આ માધ્યમથી ઉપલબ્ધ છે.
#નિઃસ્વાર્થ પ્રેમ
#આશાનું કિરણ
#ઉંબરો
#એક અજાણ્યો સંબંધ ભાગ-૧ ‘અધૂરી મુલાકાત’.
#એક અજાણ્યો સંબંધ ભાગ-૨ ‘ખોવાયેલું મન’.
#એક અજાણ્યો સંબંધ ભાગ-૩ ‘ઈત્તફાક’.
# એક અજાણ્યો સંબંધ ભાગ-૪ ‘સમજણ, પ્રેમ અને સમજૂતી'

અસ્તુ...

લિ. પટેલ પ્રિન્સ

Instagram ID : @_prince126

Whatapp No : 7043014445(Patel Prince)