Shivarudra .. - 22 books and stories free download online pdf in Gujarati

શિવરુદ્રા.. - 22

22.

(શિવરુદ્રા, આકાશ અને શ્લોકા તેઓની નજર સમક્ષ રહેલાં બાર દરવાજા પાછળ છુપાયેલ કોયડો કે રહસ્ય ઉકેલવા માટે પ્રયત્નો કરતાં હોય છે, ત્યારબાદ તે લોકોને ખ્યાલ આવે છે કે આ દરેક દરવાજા એક - એક એમ બારે બાર રાશીઓનાં પ્રતિક સમાન છે, બરાબર એ જ વખતે એક ધડાકા સાથે મેષ રાશીનાં દરવાજામાંથી એક ખૂબ જ ડરમણો અને ભયંકર દાનવ બહાર આવે છે, આથી શિવરુદ્રા પોતાની આગવી સૂઝને કારણે પેલાં દાનવને હરાવવામાં સફળ રહે છે, ત્યારબાદ આકાશ તેમને સિંહ રાશીવાળો દરવાજો કેવી રીતે ખોલાવો તે બાબતે પોતાનો અભિપ્રાય જણાવે છે. જ્યારે શિવરુદ્રા એ જ પ્રમાણે કરે છે, એવામાં તેઓનાં કાને “કરડડ - કરડડ” - એવો અવાજ સંબ સંભળાય છે. જોત - જોતમાં પેલો સિંહ રાશિવાળો દરવાજો આપોઆપ ખૂલી જાય છે, આથી તે બધાં ખુશ થતાં થતાં તે સિંહ રાશીવાળા દરવાજાની અંદર પ્રવેશે છે. આમ તે બધાં પોતાની આગવી સૂઝબૂઝને લીધે તેઓનાં રસ્તામાં આવી પડેલ આફત અને પડાવને ખૂબ જ સારી રીતે ઉકેલવામાં સફળ રહે છે.

શિવરુદ્રા, આકાશ અને શ્લોકા પેલાં સિંહ રાશીવાળા દરવાજાની અંદર પ્રવેશે છે, હાલ તે બધાં ખૂબ જ ખુશ હતાં, કારણ કે તેઓ મહામુસીબતે આવી પડેલ આફતમાંથી હેમખેમ આબાદ બચી ગયેલાં હતાં, પરંતુ તે બધાં જ આવનાર નવી મુશ્કેલીઓથી એકદમ અજાણ જ હતાં. દરવાજામાં પ્રવેશતા સાથે જ પેલો દરવાજો આપમેળે જ બંધ થઈ જવાને કારણે અચરજ સાથે તે લોકોની આંખો પહોળી થઈ ગઈ, ત્યારબાદ તે લોકો આગળ ચાલવા માંડયા. થોડું આગળ ચાલતાની સાથે જ તે બધાંનાં આગળ વધતાં પગલાઓ એકાએક અટકી ગયાં, કારણ કે દરવાજાથી માંડ અડધો કિ.મી જેટલી જ જમીન હતી, આ જમીનની આગળ શું હશે ? એ જાણવાં માટે તે બધાં ઉત્સુકતાથી ઝડપથી ચાલવા માંડયાં. આગળ જઈને તેઓએ જે જોયું એ જોઈને પળવાર માટે તો હોશ જ ઊડી ગયાં.

આ જમીન જે જગ્યાએ પૂરી થતી હતી તેની બરાબર નીચે એક મોટી અને ઊંડી ખીણ આવેલ હતી, આ ખીણની ચારેબાજુએ લીલોતરી છવાયેલી હતી.આ ખીણની નીચે એક વિશાળ નદી ખળ - ખળ કરીને વહેતી હતી. આ નદીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે જેનાં પાણીનાં પ્રવાહનો અવાજ છેક ઉપર સુધી સ્પષ્ટપણે સાંભળી શકાતો હતો. આ સ્થળ એટલું ઊંચે આવેલ હતું કે આ લોકો જે સ્થળે ઉભેલાં હતાં, ત્યાં તેમની નજીકથી વાદળો પસાર થઈ રહ્યાં હતાં. સામેની તરફ દૂર દૂર સુધી કઈ જ દ્રશ્યમાન નહોતું થઈ રહ્યું માત્ર વાદળો જ દેખાય રહ્યાં હતાં.

“ લો ! કર લો બાત ! ઇસકો કેહતે “આસમાન સે ગીર કર ખજૂર પે અટકનાં !” - શ્લોકા પોતાનાં કપાળ પર હાથ ફેરવતાં ફેરવતાં બોલે છે.

“યસ ! મેડમ ! આપણે જેવાં એક આફતમાંથી બહાર નીકળીએ છીએ એ સાથે જ કોઈ નવી આફતો આપણને આવકારવા માટે તૈયાર જ હોય છે.” આકાશ શ્લોકાની વાતમાં સૂર પુરાવતાં બોલે છે.

“ડોન્ટ વરી ! ગાયઝ ! આપણે જેવી રીતે અગાવ આવેલી તમામ મુશ્કેલીઓ કે આફતોનો એકબીજાની મદદ અને સૂઝબૂઝથી સામનો કર્યો, તેવી જ રીતે હાલ આવી પડેલ આફતનો પણ ભેગા મળીને સામનો કરીશું !” શિવરુદ્રા આકાશ અને શ્લોકને હિમ્મત આપતાં બોલે છે.

“સર ! પણ, અત્યાર સુધી આપણાં રસ્તામાં જેટલી આફતો આવી એ બધી જ આફતો પોતાની સાથે તે આફતોનો સામનો કેવી રીતે કરવો એ બાબતનો કોઈને કોઈ સંકેત લઈને જ આવેલ હતી.” આકાશ સ્પષ્ટતાં કરતાં જણાવે છે.

“હા ! આકાશ તારી વાત સાચી છે, અહી તો માત્ર અડધાં કિલોમીટર જેટલી જમીન, તેની આગળ ઊંડી ખીણ, અને તેમાં ધોધમાર વહેતી નદી, દૂર દૂર સુધી માત્રને માત્ર વાદળો, અને આપણે જે દરવાજા દ્વારા આવ્યાં એ બંધ દરવાજો…એ સિવાય કઈ જ નથી !” શ્લોકા પોતાનાં મનમાં રહેલ મૂંઝવણ જણાવતાં બોલે છે.

“ગાયઝ ! તમે આવી રીતે હિંમત ના હારો, પ્લીઝ ! જો ઈશ્વરે આપણને અહી સુધી પહોંચાડેલ છે, તો અહીથી આગળ જવાં માટેનો કોઈને કોઈ રસ્તો પણ ચોક્કસથી બતાવશે જ તે !” શિવરુદ્રા સાંત્વના આપતાં બોલે છે.

“યસ ! મિ. શિવા ! હું તમે જે રસ્તા વિશે વાત કરી રહ્યાં છો.. એ જ રસ્તા વિશે હું વાત કરી રહી છું ! ક્યાં છે એ રસ્તો ?” શ્લોકા થોડા ગુસ્સા સાથે શિવરુદ્રાને પૂછે છે.

“વેલ ! હાલ તો મારા મનમાં પણ એ જ પ્રશ્ન ઘૂમી રહ્યો છે કે, આપણે અહીથી આગળ જવાં માટેનો રસ્તો કેવી રીતે શોધીશું ?” શિવરુદ્રા લાચારી ભરેલાં અવાજે જણાવે છે.

“સર ! શું એવું બને ? કે રસ્તો કદાચ આપણી આસપાસ જ ક્યાંક હોય અને હાલ આપણને દેખાતો નાં હોય ?” થોડું વિચાર્યા બાદ આકાશ શિવરુદ્રાને પૂછે છે.

“એવું પણ બની શકે.. આકાશ ! એ તો આપણને સમય જતાં જ ખ્યાલ આવશે !” શિવરુદ્રા આકાશની વાતમાં હા ભણતા બોલે છે.

“તો ! આપણે હાલ રાહ શેની જોઈ રહ્યાં છીએ ? રસ્તો આપણી સામે ચાલીને આવે એની ?” શ્લોકા થોડા ચિડાયેલા અવાજે ગુસ્સા સાથે બોલે છે.

“યાર ! શ્લોકા ! તું ગુસ્સામાં વધુ આકર્ષક અને મોહક લાગે છો !” શિવરુદ્રા શ્લોકાનો ગુસ્સો શાંત પડવાં બોળે છે.

“યસ ! સર એન્ડ મેડમ ! તો હવે આપણે રસ્તો શોધીશું ?” આકાશ બંનેની સામે જોઈને બોલે છે.

“યા ! ઓફકોર્સ ! એ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી !” શ્લોકા મોઢું ચડાવતાં બોલે છે.

“હા ! ચાલો !” શિવરુદ્રા આજુબાજુમાં જોતાં - જોતાં બોલે છે.

ત્યારબાદ તે બધાં કોઈ રસ્તો મળી જશે ! એ આશા અને વિશ્વાસ સાથે અલગ - અલગ વહેચાય જાય છે અને આજુબાજુમાં ફાંફાં મારવાં લાગે છે, પોતાની આજુબાજુમાં રહેલ દરેક સ્થળનું બારીકીથી અવલોકન કરવાં માંડે છે. તે બધાં લગભગ અડધી કલાક સુધી પોત પોતાની આજુબાજુમાં શોધખોળ કરે છે, પરતું અફસોસ કે તે કોઈને કઈ રસ્તો મળતો નથી. બરાબર એ જ સમયે આકાશ.. શિવરુદ્રા અને શ્લોકાને બૂમ પાડીને પોતાની તરફ ઝડપથી બોલાવે છે. આથી તે બંને દોડીને આકાશ પાસે આવી પહોંચે છે.

“શું થયું આકાશ ?” શ્લોકા આકાશની નજીક જઈને ગભરાતાં અવાજે પૂછે છે.

“મેડમ ! અહી જુઓ !” આકાશ પોતાની નજીક રહેલ જમીનનાં કિનારા તરફ ઈશારો કરતાં બોલે છે.

“ત્યાં શું છે ! આકાશ ?” શિવરુદ્રા આકાશની સામે જોઈને પૂછે છે.

“સર ! હું જ્યારે આ સ્થળનું અવલોકન કરી રહ્યો હતો, બરાબર એ જ સમયે મારુ ધ્યાન જમીનમાં ખૂંચેલા આ ધાતુનાં ટુકડા પર પડયું, જે જોઈને મને એવું લાગી રહ્યું છે કે આ કોઈ પુલનાં અવશેષો હોય, મે આ ટુકડાથી થોડે દૂર રહેલ જમીન ખોદી, તો મને તેની સામેની તરફ પણ આવો જ એક ધાતુનો ટુકડો મળ્યો !” આકાશ સ્પષ્ટતા કરતાં જણાવે છે.

“તો ! એનો શું મતલબ ?” શ્લોકા આકાશની સામે જોઈને પૂછે છે.

“મેડમ ! હાલ ! તમે થોડા ગુસ્સામાં છો.. હું તમને વધુ પરેશાન કરવાં નથી માંગતો.. પણ હું સાચું કહું છું કે આવી રીતે સામ સામે ગોઠવાયેલાં બે ધાતુનાં ટુકડા મળવા તે એ બાબતની ચાડી ખાય રહ્યાં છે કે આ ધાતુ બીજું કઈ નહીં પણ કોઈ પુલનાં છેવાડે બનાવવામાં આવતાં થાંભલાનાં હોય !” આકાશ હળવાં અવાજે પોતાની વાત સમજાવતા બોળે છે.

“સર ! આ બાબતે તમારો શું એક્સપર્ટ ઓપીનીયન શું છે ?” આકાશ શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“યસ ! આકાશ ! તારી વાતમાં લોજીક તો છે, અને હું એવું માનું છું કે હજારો વર્ષો પહેલાં અહી કોઈ પુલ આવેલો હોય, જે સમયની સાથોસાથ નાશ પામેલો હોય એવું પણ બની શકે અથવા ત્યાં કોઈ અદ્રશ્ય પુલ આવેલો હોય, પરંતુ તે હાલ આપણને ના દેખાતો હોય તેવું પણ બની શકે !” શિવરુદ્રા પોતાનો એક્સપર્ટ ઓપીનીયન આપતાં જણાવે છે.

“તો હવે આપણે શું કરીશું ?” આકાશ શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“બસ ! હાલ આપણી કોઈ મદદ કરી શકે એમ હોય તો તે છે અઘોરીબાબા એ આપેલ પેલુ પૌરાણિક પુસ્તક.” શિવરુદ્રા બેગમાંથી પુસ્તક બહાર કાઢતાં બોલે છે.

આથી શિવરુદ્રા, આકાશ અને શ્લોકા કોઈ રસ્તો મળી જશે એ આશા સાથે પેલું પૌરાણિક પુસ્તકનાં પેઇઝ પલટાવવા માંડે છે, પેઇઝ પલટાવતાં - પલટાવતાં શિવરુદ્રાનાં હાથ એકાએક અટકી જાય છે.

“ગાયઝ ! અહી જુઓ !” બધાનું ધ્યાન પેલાં પેઇઝ પર દોરતાં શિવરુદ્રા બોલે છે.

“આ પેઇઝ પર એક મોટા પર્વતની ચોટીની આકૃતિ દોરેલ છે, જે વાસ્તવમાં કોઈ દાનવનાં મુખ સમાન છે. જેની આજુબાજુમાં વાદળો છવાયેલાં છે. તેની સામેની તરફ લાકડાં અને દોરડાની મદદથી બનેલો એક મજબૂત પૌરાણિક પુલ આવેલો છે, અને આ પુલની બરાબર બીજા છેડે એક વેરાન ખુલ્લા મેદાન જેવુ કાંઇક આવેલ છે.” શિવરુદ્રા બુકમાં રહેલ આકૃતિ જોઈને બોલે છે.

“ઓહ ! માય ગોડ ! યુ આર રાઇટ.. શિવા !” શ્લોકા અચાનક ડરેલાં અવાજે ગભરાયને બોલે છે.

“શું ! થયું.. શ્લોકા ?” શિવરુદ્રા શ્લોકાનાં ડરેલાં ચહેરા સામે જોઈને પૂછે છે.

“ઉપર જુઓ !” શ્લોકા તેઓ હાલ જે જગ્યાએ ઉભેલાં હતાં બરાબર તેની પાછળની તરફ ઈશારો કરતાં - કરતાં બોલે છે.

“ઓહ ! માય ગોડ ! ડેવીલ માઉથ !” આકાશ અચરજ પામતાં બોલી ઉઠે છે.

“એનો અર્થ એ થયો કે હાલ આપણે એ જ દાનવનાં મુખમાં આવીને ઉભેલાં છીએ, કે જે દાનવની આકૃતિ પેલાં અઘોરીબાબાએ આપલે પૌરાણિક પુસ્તકમાં દોરેલ હતી.” શિવરુદ્રા પરિસ્થિતિનો તાગ મેળવતાં બોલે છે.

“યસ ! ગાયઝ ! જો આ પુસ્તકમાં રહેલ આકૃતિ પ્રમાણે જોવાં જોઈએ તો જેમ આ દાનવનું મુખ વાસ્તવિકતામાં છે, તેવી જ રીતે આ દાનવનાં મુખની સામે પુલ પણ હોવો જોઈએ !” શ્લોકા થોડું વિચાર્યા બાદ શિવરુદ્રા અને આકાશની સામે જોઈને બોલે છે.

“યસ ! શ્લોકા ! યુ આર રાઇટ !” શ્લોકની વાત સાથે સહમત થતાં શિવરુદ્રા બોલે છે.

ત્યારબાદ તેઓ ફરી પેલાં પુસ્તકમાં રહેલ આકૃતિ ધ્યાનપુર્વક નિહાળવા માંડે છે. જેમાં આ દાનવનાં મુખ અને પેલાં પુલ વચ્ચે રહેલ ખાલી જગ્યામાં લખેલ હતું.

“છે બધી વાસ્તવિકતા જે છે હાલ તારી ફરતે, 

જોડી દે તું એ બંને લકીરોને મારા આભૂષણથી, 

ઉડાવ તું વહેતી ખુલ્લી હવાઓમાં મારા શૃંગારને, 

વાત કર તું આ વહેતી હવાઓ સાથે વિશ્વાસ રાખીને, 

પછી જો તું આ વહેતી હવાઓ પણ તારા માટે રસ્તો

બનાવી આપશે..!”

“ઓહ ! માય ગોડ ! ફરી પાછો એક કોયડો ?” શ્લોકા હેરાની ભરેલાં અવાજે પૂછે છે.

“યસ ! શ્લોકા તું મને અહીથી બહાર નીકળવા માટેનાં રસ્તા વિશે પૂછી રહી હતીને.. તારા એ પ્રશ્નનો ઉત્તર આ જ કોયડામાં છુપાયેલો છે, અને આ કોયડો હું માનું ત્યાં સુધી એટલો બધો અઘરો નથી, આપણે સાથે મળીને આ કોયડાને સરળતાથી ઉકેલી શકીશું !” શિવરુદ્રા શ્લોકાની સામે જોઈને વિશ્વાસ સાથે બોલે છે.

“હા ! સર ! યુ આર રાઇટ !” આકાશ માનસિક રીતે તૈયારી દર્શવતાં બોલે છે.

“યસ ! ગાયઝ ! જુઓ ! આ કોયડામાં મુખ્યત્વે અમુક અમુક બાબતો જેવી કે “વાસ્તવિકતા”, “આભૂષણ”, “શૃંગાર”, “વહેતી હવાઓ સાથે વાતો” અને “રસ્તો” - એમ કુલ પાંચ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, હવે આપણે માત્ર આ શબ્દો પાછળ છુપાયેલ તથ્ય જ શોધવાનાં છે.” શિવરુદ્રા કોયડાનો સારાંશ સમજાવતાં બોલે છે.

“તો ! શિવા અહી આભૂષણ અને શૃંગારની વાતો તો કરવામાં આવી છે...પણ કોનાં આભૂષણ કે કોનો શૃંગાર એ બાબતની કોઈ જ સ્પષ્ટતા કરવામાં નથી આવેલ !” શ્લોકા પોતાનું મગજ દોડાવતાં બોલે છે.

“યસ ! એકઝેટલી ! જો માત્ર તારા પ્રશ્નનો જ ઉત્તર મળી જાય, તો આ કોયડો આપમેળે જ ઉકેલાય જશે !” શીવરુદ્રા શ્લોકાને સમજાવતાં બોલે છે.

“સર ! શું આ કોયડામાં દેવોનાં દેવ મહાદેવનાં આભૂષણ કે શૃંગારની તો વાત નથી કરવામાં આવીને ?” આકાશ એક ચમકારા સાથે શિવરુદ્રાની સામે જોઈને પૂછે છે.

“એ.. તું કેવી રીતે કહી શકે..?” શિવરુદ્રા હેરાની ભરેલાં અવાજે આકાશને પૂછે છે.

“સર ! અત્યાર સુધી આપણાં પર આવી પડેલ તમામ આફતો માંથી આપણો ચમત્કારી બચાવ થયો, તેમાં બે બાબતોનો સિંહ ફાળો છે, એક પેલાં ત્રિશુળ રૂપી “સુપર નેચરલ પાવર” અને અઘોરીબાબાએ તમને આપેલ પેલી પૌરાણિક વસ્તુઓ આ જોતાં મને એવું લાગી રહ્યું છે કે, “દેવોનાં દેવ એવાં મહાદેવ” આપણને દરવખતે બચાવી લે છે, જ્યારે બધાં બધાં દેવી દેવતાઓનાં શસ્ત્રોમાંથી “ત્રિશુળ” ને ભગવાન શિવનું શસ્ત્ર કે ચિન્હ ગણવામાં આવે છે.” આકાશ વધુ માહિતી જણાવતાં બોલે છે.

“તો આ કોયડા મુજબ આપણે વિચારીએ તો ભગવાન શિવનાં “આભૂષણ” એટલે “રુદ્રાક્ષ”, જ્યારે ભગવાન શિવનો “શૃંગાર” એટલે “સ્મશાનની ભસ્મ” એવો અર્થ થાય !” શિવરુદ્રા ખુશ થતાં થતાં બોલે છે.

“તો ! ગાયઝ ! ચાલો તમારી આ યુક્તિ પણ આપણે અજમાવી જોઈએ.” શ્લોકા તૈયારી દર્શાવતા બોલે છે.

“યસ ! ગાયઝ ! આ કોયડાનો ઉકેલ મને મળી ગયો.!” શિવરુદ્રા ખુશ થતાં થતાં બોલે છે.

ત્યારબાદ શિવરુદ્રા જમીનનાં કિનારે જે જગ્યાએ આકાશને ધાતુનાં થાંભલાનાં અવશેષો મળેલ હતાં ત્યાં જાય છે, અને એ બંને ધાતુનાં ટુકડાને તેનાં થેલામાં રહેલ મોટી રુદ્રાક્ષની માળા દ્વારા જોડી દે છે, ત્યારબાદ પેલાં અઘોરીબાબા પોતાને જ્યારે બીજી વખત ટ્રેનમાં મળ્યાં હતાં, ત્યારે ભસ્મ ભરેલી થેલી આપતાં કહ્યું હતું કે, “આ ભસ્મ તારી મુશ્કેલ સમયમાં મદદ કે રક્ષા કરશે !” - એ ભસ્મ બહાર કાઢે છે અને પેલાં ધાતુનાં થાંભલા પાસે ઊભા રહીને બળપૂર્વક ખુલ્લી હવામાં ઉડાડે છે, અને હવામાં મોટેથી બોલે છે, “અમને અહીથી બહાર જવાં માટેનો કોઈ રસ્તો બતાવવાં હું “દેવોનાં દેવ એવા મહાદેવ અને તેઓની સુપર નેચરલ પાવરને પ્રાર્થના કરું છું..!” શિવરુદ્રા પોતાનાં બંને હાથ જોડીને શ્રધ્ધા સાથે શીશ ઝુકાવતાં - ઝુકાવતા બોલે છે, આ જોઈ શ્લોકા અને આકાશ પણ પોત - પોતાનું મસ્તક ઝુકાવીને નમન કરે છે.

શિવરુદ્રા આટલું બોલ્યો એ સાથે જ જમીનમાં જાણે ભૂકંપ આવ્યો હોય, તેવી રીતે એક અલગ જ પ્રકારની ધ્રુજારીઓ આવવાં માંડી, પૂરેપૂરી જમીન ધૂણી રહી હોય તેવું લાગી રહ્યું હતું, તેઓની નજર સમક્ષ આકાશમાં રહેલાં પેલાં વાદળો આપમેળે જ ખસી ગયાં, આથી તેઓની સામેનો છેડો હવે એકદમ સ્પસ્ટ રીતે જોઈ શકાતો હતો, આ પુલની સામેની તરફ ખુલ્લુ વિશાળ મેદાન આવેલ હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું હતું, બરાબર એ જ સમયે જે જગ્યાએ શિવરુદ્રાએ પેલી રુદ્રાક્ષની માળા બાંધેલ હતી, તે જગ્યાએથી જોત - જોતમાં લાકડાંનો એક પુલ બહાર આવ્યો જે પુલ અઘોરીબાબાએ આપલે પુસ્તકમાં રહેલ આકૃતિની સાથે આબેહૂબ મળતો આવતો હતો. ધીમે ધીમે આ પુલ સામેનાં છેડા સુધી વિસ્તરી ગયો. આ જોઈ તે બધાનાં ચહેરા પર ખુશી અને આનંદ છવાય ગયો.

આથી તે બધાં રાજીના રેડ થતાં થતાં પેલાં પુલ તરફ આગળ વધે છે, હાલ તે બધાને એવું લાગી રહ્યું હતું કે હાલ તેઓ કોયડો ઉકેલવામાં સફળ થયાં છે, પરંતુ આ તેઓની સૌથી મોટામાં મોટી ભૂલ હતી, જે તેઓને આગળ જતાં નજીકનાં જ ભવિષ્યમાં અણસાર આવી જવાનો હતો, ત્યારબાદ શીવરુદ્રા, શ્લોકા અને આકાશ ચાલતાં - ચાલતાં પેલાં પુલ પાસે પહોંચી જાય છે, અને શિવરુદ્રા આ પુલ પર સૌથી આગળ રહેવાનું નક્કી કરે છે, જેથી શ્લોકા અને આકાશને કઈ જ નાં થાય, આથી શિવરુદ્રા પોતાનો જમણો પગ ઊંચો કરીને તે પુલ પર મૂકે છે..!

ક્રમશ :

મકવાણા રાહુલ.એચ.

"બે ધડક"