Strange story Priyani ... 23 books and stories free download online pdf in Gujarati

અજીબ કહાની પ્રિયાની...23

લલિતે થોડાં શરમાઈને વાત કરવાની શરૂઆત કરી.

"પ્રિયા.."

"હા...., "

"મારે તને એક વાત કરવી છે."

"બોલ...."

"મારી સગાઈ નક્કી થઈ ગઈ છે...."

"અરે..વાહ..! આ તો બહુ સારાં સમાચાર છે. અભિનંદન.."

"થેન્ક યૂ...."

"શું નામ છે છોકરીનું....?"

"શીલા...."

"સરસ...નામ છે..ફોટો છે કે નહિ એનો...?"

"છે...પણ.. અત્યારે લાવતાં ભૂલી ગયો છું...."

"વાંધો નહિ..., બીજી કોઈ વાર...જોઈ લઈશ એને..."

"તારી લાઈફ કેવી ચાલી રહી છે....."

"સારી ચાલી રહી છે. જેમ ચાલે છે એમ જ ચાલી રહી છે. આમ તો બધું બરાબર જ છે પણ...."

"પણ....શું....?"

"પણ...સુશીલ રાતનાં લેટ ઘરે આવે છે એ વાત પચાવવી થોડીક અઘરી છે..., બાકી તો...જલસા જ છે....તું બોલ હવે તારાં વિશે...."

"મને એક સારી કંપનીમાં ફુલ ટાઈમ નોકરી મળી ગઈ છે. પગાર પણ સારો છે. એટલે જ તો ઘરવાળાં લગ્ન માટે બહુ જ પાછળ પડી ગયાં હતાં....ને....એટલે....સગાઈ કરી લેવાનું નક્કી કર્યું ."

"સરસ..., એટલે હવે લાઈફ સેટેલ્ડ...છે...એમ જ ને...."

"હા...."

બંને વચ્ચે બીજી ઘણી બધી વાતો થઈ. થોડી હસા - મશ્કરી પણ થઈ. કોલેજ કાળનાં ઘણાં લોકોને યાદ કર્યા. પોતાની પહેલાંની જિંદગી વાગોળી. ભૂતકાળનાં પુસ્તકનાં એ પાનાં ઉકેલીને બેઠાં હતાં જેને વારંવાર વાંચવાનું મન થયાં જ કરતું હોય છે. એ લોકોની વાતોનો અંત હતો નહિ પણ સમયનાં અભાવે વાતો અટકાવી પડી ને લલિત બોલ્યો,
"ચાલ હવે હું નીકળું, ઘણો સમય થઈ ગયો છે. ફરી પાછાં ક્યારેક મળીશું. મારો મોબાઈલ નંબર લઈ લે જ્યારે પણ મળવાનું મન થાય ત્યારે મને ફોન કરી દેજે."

"તારી પાસે પણ મોબાઈલ ફોન છે..?"

"હા....અમારાં જેવાં ગરીબ પાસે પણ મોબાઈલ ફોન છે....હોં..."

"અરે ...., મારો પૂછવાનો એ ઈરાદો નહોતો જે તું સમજે છે પણ...એમાં તો ઈન કમીંગ માટે પણ પૈસા લાગે છે..તો પછી એ કામનો શું....?"

"ઈમરજન્સી માટે કામનો છે.... નંબર જોઈને નક્કી કરી શકાય કે સામેવાળાં માણસ જોડે વાત કરવી કે નહિ, ને જો ઘરમાં કે ઓફિસમાં કે એવી કોઈપણ જગ્યાએ બેઠાં હોઈએ જ્યાં લેન્ડ લાઈન ફોનની સુવિધા હોય તો મિસ્ડ કૉલ જોઈને કૉલ બેક પણ કરી શકાય છે. મોબાઈલ વાપરવાનો હેતુ કામની અગત્યતા માટે હોય છે."

"થેન્ક યૂ...., મોબાઈલ વિશે આટલું જ્ઞાન આપવાં માટે....પણ...હા...., તારી વાતમાં દમ છે...હોં...." કહી પ્રિયા હસી પડે છે.

લલિત પણ એની સાથે હસવાં લાગે છે ને પછી "બાય" કહી, પોતાનો મોબાઈલ નંબર આપી ત્યાંથી નીકળી જાય છે.

પ્રિયા એનો મોબાઈલ નંબર લખેલી કાગળની કાપલીને સાચવીને પોતાનાં પર્સમાં મૂકી દે છે. પછી કિચનમાં રસોઈ કરવાં માટે જાય છે. કમલેશ આવ્યો એટલે ત્રણેય સાથે જમી લે છે. જમીને કમલેશ અને માયા થોડીવાર માટે ઘરની બહારનાં ભાગમાં ચાલે છે. ને પ્રિયા ટી.વી જોવાં માટે બેસે છે. પોતાની સિરિયલ જોઈ રૂમમાં સૂવા માટે જતી રહી. વહેલી સવારે એનું બારણું ખટકાયું.

"પ્રિયા...ઓ...પ્રિયા...." કમલેશ બહારથી બોલાવી રહ્યો હતો.

"હા...., આવું....."

પ્રિયા ઉભી થઈને દરવાજો ખોલે છે ને પૂછે છે....,
"શું થયું...? મોટાભાઈ આટલી વહેલી સવારે કેમ મને ઉઠાડવાં આવ્યાં છો..?"

"જલ્દીથી...તૈયાર થઈ જા..., આપણે હમણાં જ હોસ્પિટલ જવું પડશે. માયાને લેબર પેઈન ઉપડ્યું છે."

"હા..., મોટાભાઈ હમણાં..જ તૈયાર થઈને આવી.."

એ લોકો માયાને લઈ હોસ્પિટલ પહોંચે છે. હોસ્પિટલ ગયાંને બે કલાકનો સમય થયો હશે ને એક નર્સે બહાર બેઠેલાં કમલેશ અને પ્રિયાને સારાં સમાચાર સંભળાવ્યાં."

"કોન્ગ્રેચ્યુલેશન...., તમારે ઘેર દીકરો અવતર્યો છે. માતા અને બાળક બંને એકદમ સ્વસ્થ છે ને બંનેની તબિયત પણ એકદમ સારી છે..."

આ સાંભળી કમલેશ ખુશીથી એકદમ ઉછળી પડ્યો. એણે બે હાથ જોડી, આંખ બંધ કરી ભગવાનનો ઉપકાર માન્યો ને પછી તરત અંદર માયા અને પોતાનાં બાળકને મળવા માટે ગયો.

પ્રિયા પણ એકદમ જ ખુશ થઈ ગઈ. એ પણ કમલેશની પાછળ-પાછળ મા-દીકરાને મળવા ગઈ. કમલેશ, માયા અને પ્રિયા ત્રણેયનાં મોઢાં પર અપાર હરખનો ભાવ છલકાઈ રહ્યો હતો.

(ક્રમશ:)