Women's Struggle ... Part 2 books and stories free download online pdf in Gujarati

સ્ત્રી સંઘર્ષ ...ભાગ 2

હર્ષ નું નામ સાંભળતા જ મીરા ને ચમકારો થયો. તેણે હર્ષ ને આં રીતે ક્યારેય જોયો જ ન હતો. તેને તો હર્ષ માં વિશ્વાસ પણ ન હતો અને આજ કારણ હતું કે આટલા વર્ષો પછી બંને બહેનો આજે મળી હતી.

બંને એ સાથે સ્વાદિષ્ટ ભોજન લીધા પછી મીરા એ વિદાય લીધી. ઋચા તેને કાર માં રેલવે સ્ટેશન સુધી મૂકી આવી. બંને બહેનો પ્રેમની હૂંફ સાથે ભેટી અને પછી ફરી મળવા ઋચાએ મીરાને આગ્રહ કર્યો. માથું હલાવતા તે ગાડી માં બેઠી અને ઋચા તેને દૂર સુધી જતા જોઈ રહી.

ગાડી તો ઉપડી ગઈ પણ મીરાના મનમાં વિચારો ની લહેર દોડી આવી . રુચા આટલી બધી સફળ થશે તે મીરા માટે શોક હતો . ખરેખર તો તેણે ઋચાને આ રીતે જોઈ જ ન હતી. આટલા વર્ષો પછી બંને આરીતે ભેગા થશે અને પરિસ્થિતિ આ રીતે વિપરીત હશે તે તેણે વિચાર્યું જ નહોતું.

એક ઘર વગરની, પરિવાર વગરની છોકરી આ રીતે એક આલિશાન બંગલાની પોતે એકલી માલકીન હશે તે મીરા માટે અસમંજસ જેવું હતું હર્ષ અને ઋચાના લગ્ન વખતે તો બધાને બંનેમાં બાળપણ હજી બાકી હોય એવું લાગતું હતું. પરિવારમાં એક મા અને મીરા સિવાય બીજું પોતાનું કહી શકાય તેવું કોઈ ન હતું અને મીરાં પણ છેલ્લી ઘડીએ લગ્નમાં આવેલી હતી . મીરા ને તો હર્ષ પહેલેથી જ ના પસંદ હતો જોકે તેને રૂચા સાથે કોઈ મતલબ ન હતો પરંતુ એક શેઠ ના ઘરે રહેતો અને તેમની વખાર માં કામ કરતો હર્ષ ખરેખર તો....

આથી જેની પાસે કંઈ ન હતું એમની પાસે આ રાતોરાત બંગલો કઈ રીતે આવી ગયો તે સમજાતું ન હતું અને હવે તો હર્ષ ડોક્ટર પણ થઈ ગયો હતો. મીરા વિચારોમાં ખોવાયેલી હતી જ્યારે આ બાજુ રુચા ના ઘરે કામ કરતી અનિબહેન ના મનમાં પણ આજ વિચાર દોડતો હતો કે આટલો તફાવત બંને બહેનોમાં કઈ રીતે હોઈ શકે ??...

હસતાં મુખે રુચા અની બહેન ના વિચારો સાંભળી રહી અને પછી તેણે સ્થિર થતાં કહ્યું," બહેન માં તો આવું ચાલ્યા જ કરે," પણ ઋચા ના આંખ ના ખૂણા ભીના થઇ ગયા જે અનીબહેન થી છાના ન રહી શક્યા.ઘણા વર્ષો પછી મળતી બંને બહેનો માં કઈક ખૂટતું હતું અને હર્ષ આમ તો તે ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ હતો છતાં મીરા તેને મળી નહિ અને હર્ષ તેણે પણ મીરા ને મળવામાં કોઈ રુચિ બતાવી ન હતી. જે અનીબહેન માટે અજુગતું હતું પણ તે બંને ચૂપ રહ્યા. થોડી વાર ઘરમાં શાંતિ પ્રસરી ગઇ અને પછી ઋચા પોતાના રૂમ માં જતી રહી જ્યારે અનીબહેન પોતાના કામ માં લાગ્યા.

રૂમના છેલ્લા ખૂણે રહેલા એક કબાટમાંથી ઋચાએ પોતાનો જૂનો આલ્બમ કાઢ્યો અને તેના પર ચડેલી ધૂળ કાઢતા તે વિચારો માં ખોવાઈ ગઈ.એ ઘર ,શેરી ગામની શાળા ,મિત્રો અને ફરી તે ભૂતકાળ યાદ આવતા જાણે એક અલગ જ પરિસ્થિતિ તેની નઝર સમક્ષ ફરી વળી.

"અરે, આ તારું ઘર ક્યા છે ? તું કેમ મારા ઘરમાં ? કોને પૂછીને અહી આવી ?" ઋચાના કાન માં આં શબ્દો ના પડઘા પડ્યા. વારંવાર ઋચા ની સામે આં ભયાનક દ્રશ્ય આવી જતું. એક વીતી ગયેલો ભૂતકાળ તેની સામે એવી રીતે આવી જતો કે જાણે હાલ અત્યારે તે ચાલી રહ્યો હોય. અને તે જાતે જ બૂમો પાડી ઉઠી. " હું અનાથ નથી હું પણ અહીં રહીશ આ મારું પણ ઘર છે મને અહીંથી ન કાઢો."

અચાનક ડોરબેલ વાગતા રુચા સ્વસ્થ થઈ અને આંખમાં આવેલાં આંસુને લૂછી ને પોતે બહાર નીકળી પરંતુ હર્ષ ઘરમાં પગ મૂકતાં જ ઋચના મનની પરિસ્થિતિ અને તેની અંદર ચાલી રહેલી ગડમથલ સમજી ગયો હતો જો કે તે પહેલેથી જ જાણતો હતો કે મીરા ને મળ્યા પછી શું થશે છતાં તેણે રુચા ને રોકી ન હતી આખરે એક હર્ષ જ તેનો સહારો હતો જે રુચા ને પોતાનાથી પણ વધારે સમજતો હતો. રુચા નો વિસરાયેલું ભૂતકાળ હર્ષથી છુપાયો ન હતો હર્ષ ખરેખર જાણતો હતો કે જે વીત્યું છે તે એક નિયતિ હતી.

ઋચા પાસે આવતાં તે તેને ભેટી પડ્યો અને માથે હાથ ફેરવી એક વ્હાલ ભર્યું ચુંબન કરતા ગળે વળગ્યો. રુચા બધું નોર્મલ હોય તેમ વર્તન કરવા લાગી પણ હર્ષ ખરેખર બધું સમજતો હતો તેને રૂચા નો હાથ પકડી તેની તરફ જોવા કહ્યું અને પછી કહ્યું," તારે મારી સામું આ રીતે કોઈ અભિનય કરવાની જરૂર નથી તારા મનમાં જે કંઇ ચાલતું હોય તે તું કહી શકે છે અને એ પણ કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર."
હર્ષની વાત સાંભળી ઊંચા રડી પડી પોતે જાણે કેટલો એ બોજ પોતાના મનની અંદર લઈ ચાલતી હોય તેવુ તે અનુભવતી હતી. આજે તેની પાસે બધું જ હતું જે તે બાળપણથી ઈચ્છતી હતી એક પરિવાર, એક એવું ઘર જે હુંફની લાગણી અને પ્રેમથી ભરેલું હોય અને બસ પોતાનું જ હોય ઘરમાં રહેનારા બધા એકબીજાને વધુ ને વધુ પ્રેમ કરનારા એ તમામ પ્રકારનું સુખ જે માણસને જીવવા માટે જરૂરી હોય પરંતુ હજી પણ તે છૂટેલા પોતાના લોકોની ખોટ અત્યારે અનુભવી રહી હતી જે તેને મળ્યું તો હતું પરંતુ લાંબો સમય ટકી શકયું નહીં.