Pratiksha - 24 books and stories free download online pdf in Gujarati

પ્રતિક્ષા - 24


પૂનમ અને અમાસ વચ્ચે ચંદ્ર તરબતર,
માનવીના હૈયામાં જન્મતો સૂર્ય બેખબર....

. નવી સવાર નવું સૂર્ય નવી આશાઓ અને સાથે જોડાતા નવા સંબંધો......આજના આ શુભ દિવસે પોતાના સપનાની સાથે બધા જ પોતપોતાના આનંદ માં વ્યસ્ત હતા.

ચિંતનભાઈ પોતાના બેડરૂમમાં કાલે જ કવિતા એ આપેલા શિલ્પાના જીવંત ભીંતચિત્ર ની સામે જોઈ વિચારતા ઉભા હતા ત્યાં તો અનેરી આવી ને પપ્પા ને વહાલી થઈ ગઈ નજીક સરકી ગઈ.

અનેરી:-"પપ્પા તૈયાર?"

ચિંતનભાઈ:-"એ જ વિચારું છું કે શું હું પૂરેપૂરો તૈયાર છું?"

અનેરી:-" ન હોય તો થઈ જાઓ હવે કાંઈ ન વિચારો."

ચિંતનભાઈ;-"કવિતા પણ આમ જ કહે છે મને એટલે જ વિચાર આવે છે કે કવિતા મારા વિશે કેટલું બધું વિચારે છે તો હું એની બધી જ આશાઓ પરિપૂર્ણ કરી શકીશ?"

અનેરી:-"ચોક્કસ પપ્પા આ આનંદ માં તમે મમ્મી સાથે ના સંસ્મરણો સાથે લઈને ચાલજો .... આ સંસ્મરણો જેને આપણા નાનકડા ઘરનેને ખુશીઓથી છલકાવી દીધું છે અને એ પ્રેમથી ખેંચાઈને જ કવિતા આંટી આપણને મળ્યા છે. હવે એ જ પ્રેમને તમારે અને કવિતા આન્ટીએ સાચવવાનો સંભાળવાનો અને સાથે મળીને મમ્મીના સ્નેહને વધારવાનો છે.."

ચિંતનભાઈ:-"હા ચોક્કસ અને હવે જલ્દી તૈયાર થઈ જા નહીંતર આ શિલ્પા આપણને બંનેને વઢશે."

💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦

પન્નાબેન:-"કવન કેટલી વાર છે દીકરા?"

કવન:-"આવ્યો મમ્મી."

પન્નાબેન:-"આજે તો વરરાજા જેવો તું લાગી રહ્યો છે એક વાત કહું?

કવન:-"એક શા માટે જે કહેવું એ તું કહી શકે છે."

પન્નાબેન:-"તુ ઋચા મેમ ની નાની બહેન વિદિશા ને મળ્યો ને?" એ કેવી છે?"

કવન:-"કેવી એટલે?"

પન્નાબેન:-"પત્ની તરીકે તું તેની સાથે ખુશ રહી શકે?"

કવન:-"કેમ તને આવો વિચાર આવ્યો?"

પન્નાબેન:-"કેમકે આજે રુચા બહેન લગ્નમાં વિદિશા સાથે તારા લગ્નની વાત કરવા માટે આવવાના છે."

કવન:-"મમ્મી હું ફક્ત એક જ વાર વિદિશા ને મળ્યો છું આટલી જલદી તને કેમ હું જવાબ આપી શકું?

પન્નાબેન:-"ઉતાવળ કરવાનું નથી કહેતી પરંતુ આજે જ્યારે તું વિદિશા ને મળે ત્યારે એ દ્રષ્ટિથી વિચાર જે....."

અને કવન ની આંખોની ભીનાશ જાણે પન્નાબેન ને ઘણું બધું કહી ગઈ.......

સવાર અને રાત વચ્ચે સાંજ તરબતર,
સાથી ની રાહ જોતી નજર બેખબર....

💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦💦

ઘણા સમયે ઋચા આજે ખુશ હતી એક તો અનિકેત અને પોતાના વચ્ચેનું અંતર ઘટી રહ્યું હતું.....અને બીજું કવન ના રૂપમાં તેને વિદિશા માટે ખૂબ યોગ્ય મિત્ર પસંદ આવી ગયો હતો.

ઋચા:-"અની... એક વાત કહું?"

અનિકેત:-હુકમ કરી શકે છે તું તો."

ઋચા:-"હુકમ નથી કરવો પ્રેમમાં બાંધી રાખવો છે...."

અનિકેત:-હું ક્યાંય નહીં જાઉં ઋચા તારી દુનિયામાં j રહીશ"
(તેની આંખો જોઈ ઋચા જાણે પીગળી ગઈ....)

ઋચા:-"તારી આંખો જોઈ અને મને ઘણીવાર બીક લાગે છે અનિ.... કોઈક બીજી દુનિયામાં તું પહોંચી ગયો હોય એવું લાગે છે, જ્યાં હું દૂર દૂર સુધી હું નથી...."

અનિકેત:-"એ દુનિયામાં કોઈ બીજું દેખાયું?"(હસતા હસતા)
(અનિકેતની સાથે ઋચા પણ જાણે મજાક માં આગળ વધી)
ઋચા:-હા ઘણા બધા પુસ્તકો અને તારા સપનાઓ.."

અનિકેત:-અને સપનાઓ કોઈ દિવસ સાચા નથી થતા....
અને અમુક સપનાઓ સપનાઓ જ રહે તે જ સારું છે.

ઋચા:-"મારા બધા જ સપનાઓ તો તારા સ્વરૂપે પૂરા કરી દીધા."

અનિકેત:-"તો બસ તારા સપના એ જ મારા સપના."

અને અનિકેતે પોતાની બે અલગ દુનિયા બનાવી લીધી એક વાસ્તવિક જે તેની ફરજ હતી...જવાબદારી હતી અને જીવનનુ સૌથી મોટું સત્ય હતું ....અને એક સ્વપ્નની દુનિયા જ્યાં કલ્પના....પ્રેરણા.... જીવનનો ધબકાર હતો....

મારા અને તારા વચ્ચે પ્રેમ તરબતર,
આપણા એક હોવાની થતી પ્રતિક્ષા બેખબર....

ઋચા:-"મારું એક કામ કરશો અનિકેત?"

અનિકેત:-"બોલ."

ઋચા:-"કવન વિશે અનેરી સાથે વાત કરી લઈશ?"

અનિકેત:-*તે મને બહુ અઘરું કામ સોંપી દીધું છે."

ઋચા:-" અનેરી માટે અઘરું નથી, તને ખબર છે? કવનને અનેરી પહેલેથી જ ગમે છે પરંતુ અનેરિના સ્વપ્ન નો પુરુષ કવન નથી... અને આ સત્યને કવને સ્વીકારી લીધું છે એટલે જ મને વિદિશાના સુંદર ભવિષ્યમાં કવન દેખાયો..

અનિકેત'- અનેરી ને કોણ ગમી ગયું?"

ઋચા:-"એ મને કેમ ખબર પડે અની?"તારી ખાસ વિદ્યાર્થિની છે તું જ પૂછી લેજે....

અને અનિકેત માટે અઘરો પ્રશ્ન થઈ ગયો....

(ક્રમશ)