Madhav Muralidhar books and stories free download online pdf in Gujarati

માધવ મુરલીધર

માધવ મુરલીધર

-----------------------------------------------------------------------------------------------

શ્રીકૃષ્ણનું ચારિત્ર ભક્તોને અત્યંત મધુર લાગે છે. કૃષ્ણની કથા કરતા વધુ મધુર કથા ભારતમાં બીજી કોઈ સાંભળવા નહીં મળે, કૃષ્ણ હિન્દુસ્તાન આખામાં પરમ પ્રિય છે. પૂજ્ય તો એ છે જ, પરંતુ પ્યારા પણ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો એમ બને છે કે અમુક વ્યક્તિ પૂજ્ય હોય છે અને અમુક વ્યક્તિ પ્યારી હોય છે. આ કિસ્સામાં જોઈએ તો શ્રીકૃષ્ણ એવી વિરલ વ્યક્તિ છે જે તમામને પરમ પૂજ્ય પણ છે અને પરમ પ્રિય પણ છે. ભક્તો એમનું ચરિત્ર ગાતા ને વાગોળવા કદી થાતા નથી. પરમ પૂજ્ય ચૈતન્ય મહાપ્રભુ, સૂરદાસ, મીરા, ભક્ત ગોરા કુંભાર, ભક્ત કવિ નરસિંહ મહેતા વગેરે એવી વિરલ વ્યક્તિઓ હતી જે કૃષ્ણ ભક્તિ તરબોળ થઈ ગઈ હતી.

કૃષ્ણગીતાના પ્રવકતા છે અનેગીતાઆવે છે મહાભારતમાં, પરંતુ કૃષ્ણ નો સંપૂર્ણ પરિચય આપણનેમહાભારતમાંપ્રાપ્ત નથી થતો.્રીમદ ભાગવતમાં કૃષ્ણનું ભગવત સ્વરૂપનું ચરિત્ર છે. તે સિવાય શ્રીકૃષ્ણનું ચરિત્ર જાણવા માટે આપણેમહાભારતમાં જવું પડે. મહાભારતમાં પાછળથીશ્રી હરિવંશપુરાણજોડી દીધેલ છે ; શ્રીકૃષ્ણનું પૂર્ણ ચરિત્ર તેમાં આપણને જોવા મળે છ

હિન્દુસ્તાનના લોકોગીતાના શ્રીકૃષ્ણને એકલા નથી જાણતા જેટલાગોપાલ કૃષ્ણને જાણે છે. શ્રી કૃષ્ણ ગોકુળમાં રહીને ગાયો ચરાવતા. એમણે ગાયોની સેવાને ઉપાસનાનું સ્વરૂપ આપેલ છે. શ્રીકૃષ્ણ ગોવાળો સાથે એટલા એકરૂપ થઈ ગયા હતા કે આપણે એમને શ્રી ગોપાલ કૃષ્ણ તરીકે ઓળખતા થઈ ગયેલ છે. ગાયોની સેવા કરનારા, ગાયોનું પાલન કરનારા શ્રીકૃષ્ણ જ નહીં અહીંની આબાલવૃદ્ધ જનતાને અતિ પરિચિત છે.

શ્રી કૃષ્ણ યોગ-યોગેશ્વર હતા, પરંતુ પોતાનું સ્થાન એમણે સેવક તરીકે જ માનેલ હતું. શ્રીકૃષ્ણ લોકોના સેવક જ રહ્યા અને સૌથી મોટી વાત એ હતી કે લોકોએ પણ એમને સેવક મામ્યા, જાણે પોતાના મિત્ર દોસ્ત ન હોય ! જ્યારે મહાપુરુષના મહાપુરુષત્વનો ખ્યાલ પણ કોઈને ન રહે, ત્યારે એ વસ્તુ તે પુરુષ ની સૌથી મોટી મહાનતા છે, નમ્રતાની પરિસીમા છે. આવી મહાનતા શ્રીકૃષ્ણમા હતી. પોતે બહુ ઊંચી કોટિના હતા, છતાં એમણે હંમેશા પોતાને સામાન્ય જ માન્યા.

શ્રીકૃષ્ણ પોતે કદી રાજા ન બન્યા, સેવક જ રહ્યા. એમણે કંસનો વધ કર્યો અને મથુરા નું આખું રાજ્ય એમના હાથમાં આવી ગયું, આમ છતાં શ્રીકૃષ્ણ પોતે રાજગાદી પણ ન બેઠા અને એમણે ઉગ્રસેનને ગાદીએ બેસાડ્યા. પછી એમના હાથમાં દ્વારકા નું રાજ્ય આવ્યું, તો તે તેમણે બલરામને આપી દીધું. મહાભારતનું જબરજસ્ત મોટું યુદ્ધ થયું અને તેમાં પણ શ્રીકૃષ્ણને કારણે જ પાંડવોનો વિજય થયો, પરંતુ તેમ છતાં શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરના માથે જ રાજ્યાભિષેક કર્યો. તેઓ પોતે હંમેશા એક સેવક જ રહ્યા. પોતે કદી રાજા ન બન્યા, ગરીબ નવાજ જ રહ્યા. આનું જ નામ નિષ્કામ સેવા. શ્રી કૃષ્ણ જેવા અનાસક્ત સેવક હિન્દુસ્તાનમાં અન્ય કોઈ નથી. જે નીચામાં નીચી મનાતી સેવા નિરહંકાર ભાવે કરી શકતા.

શ્રી રામાવતારમાં ભગવાન સેવ લઈ લઈને થાકી ગયા રાજા બન્યા, મોટાભાઈ બન્યા, બધા પાસેથી સેવા લીધી. વાનરો પાસેથી પણ સેવા લીધી. એટલે ક્રિષ્નાવતારમાં નક્કી કર્યું કે હવે સેવા લેવી નથી. સેવા આપવી જ છે. તેથી કૃષ્ણાવતારમાં ભગવાન મોટાભાઈ ન બન્યા, ન રાજા બન્યા, રાજ આવ્યું તો પણ બીજાને સોંપી દીધું,. પોતે માત્ર સેવક જ રહ્યા; અને માણસોની જ નહીં ગાય ઘોડાની પણ સેવા કરી. એમની આ વિશેષતા મોટા મોટા મહાત્માઓ પણ આત્મસાત્ નથી કરી શક્યા. શ્રીરામ આદર્શ રાજા થયા, અને શ્રી કૃષ્ણ આદર્શ સેવક.

બાળપણમાં એમનો ગાયો સાથે સંબંધ રહ્યો, મોટા થયા પછી ઘોડા સાથે. મુરલીનો ધ્વની સાંભળતા ગાયો ગદગદ થઈ જતી અને શ્રીકૃષ્ણનો હાથ ફરતા જ ઘોડા હણહણવા લાગતાં. મહાભારતના યુદ્ધમાં સંધ્યા થતાં સૌ સંધ્યા આદી કરવા ચાલ્યા જતા, પરંતુ શ્રી કૃષ્ણ રથના ઘોડાઓને છોડીને પ્રેમની પાણી પીવડાવતા, ખરેરો કરતા, એમના શરીરને સાફ કરતા. તે સેવામાં એમને કેટલો આનંદ આવતો તેનું વર્ણન કરતા કવિ ક્યારે ધરાતા નથી.

યુધિષ્ઠિર રાજસૂર્ય યજ્ઞ કર્યો, શ્રીકૃષ્ણ પણ તેમાં ગયેલા. કહેવા લાગ્યા, તમે બધાને કામ સોપ્યાં, પરંતુ મને જ ન સોંપ્યું, તો મને પણ કદી કામ આપો, ધર્મરાજ યુધિષ્ઠિર કહે. તમને શું કામ આપું ? તમે તો અમારા તમામ માટે પૂજનીય છો, વંદનીય છો, આદરણીય છો, આપને લાયક મારી પાસે કોઈ કામ નથી.શ્રી કૃષ્ણ બોલ્યા, “ આદરણીય અને વંદનીય એટલે શું એ કામ ને લાયક નથી ?” ધર્મરાજ યુધિષ્ઠિર કહે, “ અમે તો તમારા દાસ છીએ.શ્રીકૃષ્ણ કહેહું તો દાસાનુદાસ છું.છેવટે ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું કે, “ આપ જ આપને લાયક કામ શોધી શકો છો.ત્યારે શ્રીકૃષ્ણએ તેમના કામના સ્વરૂપમાં પછી જમણવાર વખતે હેઠા etha એઠાં પતરાળા ઉઠાવવાનું અને સફાઇ કરીને લીપવાનું કાર્ય પોતાની રીતે સ્વીકાર્યું.

આપણે શ્રીકૃષ્ણની માફક નીચેમાં નીચેના લોકો સાથે તાદાત્મ્ય સાધવાનું છે. સમાજમાં ક્રાંતિ ત્યારે જ થશે. જ્યારે સમાજના ભણેલા-ગણેલા અને ઊંચા સ્તરના લોકો સૌથી નીચેના સ્તરના લોકો સાથે આ પ્રમાણેનું તાદાત્મ્ય સાધશે, એમની સાથે એકરૂપતા સાધી રહેશે.

………………………………………………………………………………………………………………………………………………………………….

DIPAK CHITNIS(dchitnis3@gmail.com)