Journey Of Dr Mira nI Sevashram books and stories free download online pdf in Gujarati

ડો મીરાની સેવાશ્રમ ની સફર

મારી કાલ્પનિક રચના

શીષઁક - ડો .મીરાની સેવાશ્રમની સફર

આજે ફરી એજ મુંજવણ સાથે ઘરે પહોંચી પ્રશ્ન હતો મમ્મી પપ્પા ને કેવી રીતે મનાવીશ ? સેવાશ્રમમાં નોકરી કરવાની ઇચ્છા છેલ્લા ૬ મહિનાથી હતી મમ્મી પપ્પા ની ઈચ્છા વિરુદ્ધ જઈને કામ કરવું મને યોગ્ય લાગતું નહોતુ એટલે આજે સાંજે પપ્પા ની નોકરી પરથી આવવાની કાગડોર થી રાહ જોઈ . મારા અને પપ્પા વચ્ચે એક સામ્યતા હતી એમને બન્ને ની ચા બહુ ભાવતી એટલે વિચાયુઁ કે પપ્પા માટે ચા બનાવું એ પણ મારા હાથ ની . પપ્પાના ઘરમાં આવતા ની સાથે જ હું મારા હાથની બનાવેલી ચા લઈ આવી અને હું પપ્પા ની બાજુ મા જઈને બેસી ગઈ એ જોઈને પપ્પા એ હસતા હસતા કહ્યું આજે કંઈ વાત મનાવી છે તારે .

હું એ હળવાશથી કહ્યું સેવાશ્રમ આ સાંભળીને પપ્પા ના ચહેરા પરનો થોડો રંગ બદલાઈ ગયો થોડું વિચારીને એમને કહ્યું બેટા તારી આટલી જ ઈચ્છા છે તો તુ જઈ આવ . આ વાત દુર રસોઈ ઘરમાં કામ કરતી મારી મમ્મી સાભળતી હતી અને થોડા ગુસ્સામાં પપ્પા સામે જોઈને કહ્યું તમે મીરા ની બધી વાત કેમ માનો છો એ યોગ્ય નથી આ વાતમાં મમ્મી નો મારા માટેની

“નારાજગી ગુસ્સો અને પ્રેમ એ ત્રણેય લાગણીઓ હતી “ ❤️❤️

આ સાંભળીને પપ્પા એ મને કહ્યું મીરા બેટા મમ્મી ને મનાવું તારા માટે અઘરું થઈ પડશે . આ સાંભળીને મારા મનમાં બેચેની વઘવા લાગી હતી .

સાંજે જમવાની ઈચ્છા ન હતી છતા હુ પપ્પા સાથે જમવા બેઠી આજે બઘુ જ મારુ મનગમતું હતું પણ થોડું જમીને હુ મારા રૂમમાં ચાલી ગઈ અને બેઠા બેઠા હુ મોબાઈલ રમતી હતી કે દરવાજો ખખડવાનો અવાજ આવ્યો ને પૂછ્યું બેટા અંદર આવું આટલુ બોલીને પપ્પા રૂમમાં આવ્યા અને માથા પર હાથ ફેરવતા કહ્યું મમ્મી ને મનાવાનો રસ્તો તારી પાસે જ છે મને વિશ્વાસ છે કે તુ શોધી લઈશ આટલું કહીને એ ત્યાથી ચાલ્યા ગયા .

પપ્પાની આ વાત સાંભળીને મારા મનમાં નવો વિશ્વાસ આવી ગયો . થોડો સમય વિચાર્યા બાદ એક રસ્તો શોધ્યો એક કાગળ અને પેન લીઘી સેવાશ્રમ માટેનો મારી બધી જ લાગણી એ કાગળમાં લખી અને અંતે તારી ડો. મીરા દીકરી એવું લખીને એ ચિઠ્ઠી ધીરેથી મમ્મીની રુમમાં જઈને ઓશીકા નીચે મૂકી ને હુ મારા રુમમાં એ આશા સાથે આવી ગઈ કે મમ્મી હવે માની જશે અને હુ આવી ને સુઈ ગઈ.

સવાર પડી ગઈ પપ્પા નાસ્તા ટેબલ પર મારી રાહ જોતા હતા જલદી જલદી તૈયાર થઈને નાસ્તાના ટેબલ પર ગઈ અને જોયું તો ટેબલ પર મારો પસંદગીનો નાસ્તો ચા અને ભાખરી એટલામાં તો રસોડામાંથી મમ્મી નો અવાજ આવ્યો નાસ્તો કરીલે સેવાશ્રમમાં ભાખરી અને ચા નહી મળે આ સાંભળી ને હુ અને પપ્પા બન્ને આશ્ચર્યચકિત થઈ ગયા હુ દોટ મૂકીને રસાોડામાં ગઈ અને મમ્મી ને ભેટી પડી એમનો આભાર વ્યક્ત કયોઁ . થોડા સમય બાદ મમ્મી એ મને કહ્યું જે સામાન લઈ જવાનો હોય એ બરાબર પેક કરી લેજે છેલ્લી ઘડી એ મને તુ બહુ હેરાન કરે છે .

દિવસો વીતવા લાગ્યા હવે આજે મારે સેવાશ્રમમાં જવાનું હતુ મારો સમાન ગાડીમાં મુકાય ગયો . મારે સરકારી બસમાં જવું હતું એટલે મમ્મી પપ્પા મને બસ સ્ટેશન સુધી મૂકવા આવ્યા થોડીવારમાં મારી બસ આવી ગઈ પપ્પા એ બધો સામાન મને બસમાં મુકી આપ્યો અને એ બન્ને નીચે જઈને ઉભા રહ્યા બસ ઉપાડવા ત્યારી જ હતી ને મમ્મી બારી માથી એક બંધ કવર આપ્યું અને કહ્યું જ્યારે તુ ઉદાસ હોય અને તુ એકલી છે એવુ લાગે ત્યારે આ કવર ખોલજે . આ કહેતા વેંત મમ્મી ની આંખોમાં આંસુ હતા ભારે હૈયા સાથે મને આવજો કહ્યું અને મારી બસ ઊપડી ગઈ .

મારી બસ સેવાશ્રમના ગેટથી થોડી દુર ઊભી રહી હુ ચાલતા ચાલતા એના ગેટ સુધી પહોંચી .

સેવાશ્રમ એક વૃઘ્ઘાશ્રમ છે જયા દુરથી આવી ને ઘણા બઘા દાદા બા રહેતા હતા . સેવાશ્રમ મા આજે મારો પહેલો દિવસ હતો આ આશ્રમમાં પહેલો પગ મુકતાની સાથે જ મારી આંખો મા આંસુ હતા થોડા હરખના તો થોડા દુ:ખના . એક બાજી પોતાના ઘરથી દુર આવવાનું દુ:ખ બીજી બાજુ સપનું જીવવાની તક બન્ને લાગણીઓ મારી હતી પણ કેટલી અલગ અલગ .

આશ્રમાં દાખલ થતા ની જ સાથે Peon ભાઈ મારો સામાન લેવા આવ્યા હું એ સ્પષ્ટ શબ્દોમાં ના કહી દીધું મારા માતા પિતા એ એટલી કાબીલીયત તો બનાવી છે કે પોતાની જવાબદારી અને સામાન જાતે ઉચકી શંકુ . આ સાભળી ને એ ભાઈ હસી પડ્યા અને હસ્ત ચહેરા સાથે મારુ સેવાશ્રમમાં સ્વાગત કયુઁ અને દુરથી બુમ પાડી કાકા ડોકટર મેડમ આવી ગયા છે એ સાંભળીને મારા મનમાં કતુહલ થયું

એ કાકા કોણ હશે ?

ચાલતા ચાલતા હું આશ્રમની ઓફીસંમા પહોચી અને ત્યાં ના ટ્રસ્ટી અને સ્ટાફ ને મળી . ટ્રસ્ટી કાકાનું નામ જીવન કાકા હતું . જીવનકાકા એ મને મારી OPD ની જ્ગ્યા બતાવી લઈ ગયા અને મને પૂછ્યું

બેટા તને અહીં ફાવસે ખરું ?

આ સાંભળી ને હું એ હળવું સ્મિત આપ્યું અને કહ્યું

ન ફાવે એવું કંઈ કારણ છે ખરું કાકા ?

જીવન કાકા થોડું હસી ને કહ્યું અત્યારે છોકરાઓ પોતાના માતા પિતાની સાથે રહેવા ત્યાર નથી તો આ સેવાશ્રમમાં તો આવીને ક્યાંથી રહે. થોડી વાતચીત કર્યા બાદ જીવનકાકા એ મને કહ્યું આ સેવાશ્રમમાં ઘણા સમયથી કોઈ ડોકટર ન હતા અને કોઈ આવે તો થોડા સમય મા ચાલ્યા જતા .

સેવાશ્રમ શહેર થી ઘણો દુર આવેલો હતો રોડ રસ્તા પણ કાચા હતા માંડ માંડ એક સરકારી બસ ત્યાં આવતી . આટલું કહેતાની સાથે જીવન કાકા એ દુર ઊભેલા બેનને બોલાવ્યા અને કહ્યું ડોકટર મેડમને એમનો રુમ બતાવી આવો એ બેન સાથે ખાલી સ્મિતમાં વાત થઈ કોઈ સ્વાદં નહિ.

હું એ રૂમમાં જઈને મારો સમાન ગોઠવ્યો એમા એક અનમોલ વસ્તુ હતી અને એ હતી મારી ફેમીલી ફોટો જે હું એ ટેબલ પર મૂકી અને શાંતિ થી બારી પાસે જઈને ઊભી રહી ગઈ એ ઠંડો ઠંડો પવન અને વહેતી નદી જોઈને લાગ્યું કે એ મારી કાલ્પનિક દુનીયાંમા મારા ગામની વ્યાખ્યા પુર્ણ થઈ ગઈ હોય એમ લાગતું લીલાછમ છાડ મારુ સેવાશ્રમમાં સ્વાગત કરતા હોય એવું લાગતું .એટલામાં તો ડોરબેલ વાગવાનો અવાજ આવ્યો અને સામે જોઈ તો રેખાબેન હતા આ એ જ બેન જેમણે મને રુમ બતાવ્યો હતો .

રેખા બેને મને કહ્યું જીવનકાકા તમને ચા પીવા માટે બોલાવે છે આટલું કહીને એ ત્યાથી ચાલ્યા ગયા .

થોડા સમય બાદ હું સેવાશ્રમ ની ઓફીસમાં ગયી જીવનકાકા ચા માટે મારી રાહ જોતા હતા .ચા નો કપ મારા હાથમાં હતો એને હું થોડા સમય માટે શાંત થઈ ગઈ એ જોઈને જીવનકાકા એ મને ધીમે થી પૂછ્યું

શું થયું બેટા ?

બેટા સાંભળતા વેંત હું ખુશ થઈ ગઈ અજાની જગ્યા પર કોઈ પોતાનુ હોય એવો એનુંભવ થયો હળવાશથી હું એ જવાબ આપ્યો કાકા ઘરની યાદ આવી ગઈ .

જીવનકાકા એ મને પૂછ્યું બેટા ઘર મા કોણ કોણ છે તારા પરિવાર વિશે જણાવીશ . હું એ કહ્યું હું એક Middle Class ફેમીલી માથી આવું છું ઘરમાં માતા અને પિતા છે બાળપણ થી જ પપ્પા ની લાડલી દીકરી રહી છું અને મમ્મી ની મસ્તીખોર દીકરી .આટલું સાંભળીને જીવનકાકા એ મને પૂછ્યું બેટા શહેર ની જિંદગી છોડી ને અહીં આવવાનું કેમ વિચાર્યું . આ સાંભળીને મારા ચહેરા પર થોડી ઉદાસીનુ મોજું ફરી વળ્યું અને ચા પીવા લાગી જીવનકાકા આ પ્રશ્ન ના જવાબની રાહ જોતા એમ મને લાગ્યું .હું જવાબ આપ્યા વિના મારી OPD મા ચાલી ગઈ.

આજે OPD નો પહેલો દિવસ હતો સેવાશ્રમ મા ઘણા દર્દી આવ્યા કોઈ હસતા મુખે તો કોઈક ઉદાસ ચહેરા એ . કોઈને પોતાના બાળકોથી દુર જવાનું દુ:ખ તો કોઈને અહીં જીવાતી મજાની જીદગી ગમતી .

આજે સેવાશ્રમમાં મારી પહેલી સવાર હતી .

“સવારનું ત્યાનું વાતાવરણ ખુબ સુંદર અને રળિયામણું હતુ શહેરની ભીડ ભાંડ થી દુર ક્યાંક કુદરત ના ખોળે રમતું હોય એવું તો આ સેવાશ્રમ . ચારેય બાજુ હરિયાળી અને કલરવ કરતા એ પંખીઓ જાને મારી આત્માના સ્પર્શ કરતા હોય એવું લાગતું”

હું સેવાશ્રમના ઓટલા પર જઈને બેસી ગઈ એટલામા. તો ત્યા જીવનકાકા આવ્યા અને કહ્યું બેટા કાલની વાતનો જવાબ નથી મળ્યો

હુ એ હળવાશ થી કહ્યું કાકા નાનપણ થી ન્યુકિલર ફેમિલી મા રહી છું મારા માતા અને પિતાનું એકનુ એક સંતાન છું હુ ૩ વષઁની હતી ત્યારે મારા દાદા બા નો કાર અકસ્માત થયો હતો અને એ આ દુનીયા છોડીને ચાલ્યા ગયા હતા. હુ દાદા અને બા ના પ્રેમથી સાવ અજાન છું એ પ્રેમ મને સેવાશ્રમ મા મળશે એ વિચારી ને અહીં આવી છું .જીવન કાકા કંઈ જવાબ આપ્યા વિના ત્યાથી ચાલ્યા ગયા પણ એમના ખામોશી ઘણું બઘુ કહી જાતી હતી અને ઘણુ બઘુ સમજાવી જતી હતી.

દિવસો વીતવા લાગ્યા સેવાશ્રમ હવે મને મારા ઘર જેવું લાગવા લાગ્યું હતું કેટલા દિવસથી મનમાં પ્રશ્ન ઉદ્દભવ્યો હતો અને એ પ્રશ્ન હતો નરસિંહ દાદા અને જશોદા બા નો .

આ બન્ને પતિ પત્ની આજથી ૨ વષઁ પહેલા સેવાશ્રમમાં આવ્યા હતા નરસિંહ દાદા ની ઉંમર લગભગ ૮૦ હશે અને બા ની ઉંમર ૭૮ હશે . બા અને દાદા ક્યારે કોઈની સાથે વાત કરતા નહિ હમેશાં એકલા જ બેસતા એમના ઘરે થી ક્યારે ફોન ના આવે ના કોઈ મળવા આવે
મારા મનમાં હવે પ્રશ્ન વઘવા લાગ્યા હતા એમના સાથે વાતચીત કરવાની ઘણી કોશિશ કરી દરેક વખતે નિષ્ફળ જતી પણ આશા હતી એક દિવસ દિલ ખોલી ને વાત થશે .

સવારે OPD મા જતા સમયે જશોદા બા ને પહેલી વાર મંદિરમાં જોયા અને વિચારતી જ હતી કે આજે કંઈક ખાસ હશે એટલામાં તો રેખા બેન ત્યાં આવ્યા હુ એ રેખા બેનને પૂછ્યું બા આજે મંદિરમાં કેમ આવ્યા પહેલા તો ક્યારે જોયા નથી .

રેખા બેને કહ્યું આજે બા ના દીકરા નો જન્મ દિવસ છે દર વષઁ બા આજના દિવસે મંદિર મા એમના દીકરા માટે પુજા કરે છે આ સાંભળી ને મારુ હૈયું ભરાઈ આવ્યો હુ OPD માં ચાલી ગઈ.

લગભગ રાતના ૧૧:૦૦ વાગ્યા હતા મારી રૂમનો દરવાજો ખખડાવાનો અવાજ આવ્યો દરવાજો ખોલીને જોયું તો નરસિંહ દાદા હતા ચહેરા પરથી જોતા નરસિંહદાદા થોડા ગભરાયેલા અને ચિંતિત હોય એવું લાગતું એમને કહ્યું બેટા જલદી ચાલ તારી બા ની તબિયત સારી નથી સાંભળી ને હુ અને દાદા દોડી ને રુમમાં ગયા અને જોયું તો બા ને તાવ વઘારે હતો હુ એ રેખા બેનને પાણી લાવવા કહ્યું રેખા બેન બા ને તાવ વઘારે છે પોતા મૂકવા પડશે .

રાતના ૩ વાગ્યા સુધી હુ અને રેખા બેન બાની બાજુમાં બેઠા અને પોતા મૂક્યા. એ જોઈને નરસિહ દાદા એ કહ્યું બેટા તારી બાને હવે તાવ ઉતારી ગયો છે તમે જઈને સુઈ જાવ હુ રુમમાં આવીને સુઈ ગઈ .

સવારે ઊઠવાનું મોડું થયું હુ જલદી જલદીમાં સેવાશ્રમ ના રસોડામાં ગઈ જઈને જોયું તો ત્યાં નરસિંહ દાદા મારી ચા માટે રાહ જોતા હતા એ ચા દાદા એ બનાવી હતી અને ભાખરી પણ આ જોઈને હુ ખુશ થઈ ગઈ . દિવસો વીતવા લાગ્યા જે દાદા કોઈની સાથે વાત નહોતા કરતા એ હવે બઘા સાથે વાતચીત કરવા લાગ્યા પરંતુ બા નો બઘા સાથે હજી રિસામણાં જ હતા .

એક દિવસ હુ અને દાદા બાગમાં કામ કરતા હતા હુ એ દાદાને પ્રેમથી પૂછ્યું નરસિંહ દાદા તમને કેવી રીતે ખબર મને ચા અને ભાખરી બહુ ભાવે છે આ સાંભળીને દાદાની આંખમાં આંસુ હતા અને હળવાશ કહ્યું

“મીરા બેટા તુ મારા આશિષ જેવી જ છે એને પણ ચા અને ભાખરી બહુ ભાવતા “ ❤️❤️

હુ એ દાદા ને કહ્યું આશિષ એટલે તમારો દીકરો ને દાદા ?

થોડી વાર શાત રહ્યા પછી દાદા એ મને કહ્યું લગ્ન ના ઘણા વર્ષો સુધી અમને કોઈ સંતાન નહોતુ ઘણાબઘા મંદિરે ગયા દવા કરી પછી એક સંતાનનો જન્મ થયો એનું નામ આશિષ રાખ્યું .

આશિષ નાનપણથી જ બહુ જ જિદ્દી હતો .એને અમેરિકા જઈને ભણવું હતું એટલે હુ એ અને તારી બા એ એને અમેરિકા ભણવા મોકલ્યો એ વાતને આજે ૨૫ વષઁ થઈ ગયા ના આશિષ પાછો આવ્યો ના એનો ફોન આવ્યો . ત્યાં જ લગ્ન કરીને રોકાઈ ગયો .

હવે ઉંમર થવા લાગી છે જતે કામ કરવું અઘરું થઈ ગયું છે એટલે સેવાશ્રમમાં આવીને રહેવા લાગ્યા . આશિષના આ વતઁનથી તારી બા ને આઘાત લાગ્યો છે એટલે એમનો સ્વભાવ આવો થઈ ગયો આટલુ કહીને એ ત્યાથી ચાલ્યા ગયા પણ આંખમાં આંસુ લઈને .

દિવસો વીતવા લાગ્યા આજે સવારે OPD મા રેખાબેનને કહ્યું આજે જશોદાબા નો જન્મદિવસ છે આ સાંભળીને હુ ખુશ થઈ ગઈ વિચાર્યું કે બા નો જન્મદિવસ સેવાશ્રમમાં ઊજવીએ .

હુ એ જીવનકાકા અને નરસિહદાદા સાથે વાત કરી બન્ને એ મને પરવાનગી આપી પરંતુ નરસિહદાદા થોડા ચિંતિત હતા

તારી બાને ગમશે ખરું ? મીરા બેટા

હુ એ હળવાશ થી કહ્યું દાદા કેમ નહી ગમે .

જીવનકાકા એ નરસિંહદાદા કહ્યું તમે મીરા ને એક પ્રયત્ન કરવા દો . અમે બઘા એ મળીને બા જન્મદિવસની તૈયારી કરી . હુ એ કેક બનાવી તો રેખા બેને બા નું મનગમતું જમવાનું બનાવ્યું નરસિહદાદા તો બા માટે ભેટ લઈ આવ્યા . અમે બઘા કેક લઈને બા ની રુમમાં ગયા અને જન્મદિવસની શુભકામના આપી પરંતુ બા એ વળતા જવાબમાં કઈજ ના કહ્યું અને એ મારી સામે આવીને ઉભા કહી ગયા એમના ચહેરા પર ગુસ્સો હતો અને કહ્યું

ડો મેડમ તમારે આ બઘુ મારા માટે કરવાની કઈજ જરુર નથી .

અને જીવનકાકા સામે જોઈ ને કહ્યું આ અત્યારના છોકરા મા બાપ અને વડીલોના પ્રેમને કયા સમજો જ્યારે આપણે એમના માટે બોજ બની જઈએ ત્યારે એ વૃઘ્ઘાશ્રમમા મુકીને ચાલ્યા જાય છે આ શબ્દોમાં બા નો ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો . બા એ નરસિંહદાદા ને કહ્યું મારે હવે સેવાશ્રમમાં નથી રહેવું આપણે કાલે સવારે અહીંથી ચાલ્યા જઈશું . આ સાંભળીને મને આઘાત લાગ્યો અને હુ ત્યાથી મારી રુમમા ચાલી ગઈ.

રાત પડી ગઈ પરંતુ મને ઊંઘ ના આવી મમ્મી પપ્પાની યાદ આવવા લાગી એટલામાં તો મમ્મી એ આપેલું કવર યાદ આવ્યું જલદી જલદી બેગ ખોલી અને કવર શોધ્યું . કવર મા એક ચિઠ્ઠી હતી જેમાં લખ્યું હતું કે

“બેટા મીરા મને ખબર છે કે આજે તને મારી અને પપ્પાની બહુ યાદ આવે છે બેટા આંખો બંધ કરીને જો હુ અને પપ્પા તારી સાથે છે “. ❤️❤️

આ વાંચીને મારી આંખોમાં આંસુ આવી ગયા થોડા સમય વિચાર્યા બાદ હુ એ નિર્ણય લીધો હવે આ સેવાશ્રમમાં નથી રહેવું બા અને દાદા અહીં થી જાય એના કરતા હુ જ ચાલી જવ.

સવાર પડી આ સવાર બીજી સવાર કરતા સાવ અલગ હતી હુ સેવા શ્રમની ઓફીસમા ગઈ અને જીવનકાકા ને રુમમા ચાવી આપીને કહ્યું કાકા હવે હુ અહીં નહી રહી શંકુ આટલુ કહીને હુ ત્યાથી ચાલી ગઈ.

નરસિહદાદા ને આ વાતની ખબર પડી એ દોડતા દોડતા બા પાસે ગયા એણે કહ્યું ડો મીરા સેવાશ્રમ છોડીને જાય છે તુ એને રોકે લે પણ બા એ કંઈ જવાબ ના આપ્યો પછી નરસિહ દાદા એ બા ને ગુસ્સામાં કહ્યું યાદ છે ને તને તુ બીમાર હતી ત્યારે મીરા આખી જાગીને તારી સેવા કરી હતી તારા જ્નમદિવસની બધી જ ત્યારી મીરા એ જ કરી હતી આજે આપણે સેવાશ્રમ છોડી ને ના જઈ એ વિચારીને એ ચાલી ગઈ . આપણા આશિષે પણ આપણા માટે આટલુ નથી કર્યું જેટલું ડો મીરાએ કયુ છે આ સાંભળતા વેંત જશોદા બા રડવા લાગ્યા અને દાદા ને કહ્યું મને મીરા પાસે લઈ જાવ .

હુ બસ સ્ટેશન પર મારી બસની રાહ જોતી હતી એટલામાં દુરથી કોઈ આવતું હોય એવું લાગ્યું નજીક આવતા જોયું તો બા દાદા અને જીવનકાકા હતા .

બા એ નજીક આવીને મને કહ્યું

મીરા બેટા તારે કંઈ જ જવાની જરુર નથી તુ અમારી સાથે જ રહીશ તે જે પ્રેમ અમને આપ્યો છે એ અમારા સગા દીકરા એ પણ નથી આપ્યો આ કહેતા કહેતા બા ની આંખો મા આંસુ આવી ગયા અને કહ્યું મીરા બેટા

“ હવે અમારી આંખો ઘુઘળુ જોવેછે
અમારા હાથમા હવે લાકડી આવી ગઈ છે
પરંતુ અમારું હદયમાં તમારા માટે નો પ્રેમ એ જ રહેશે . ❤️❤️

આટલુ સાંભળી ને હુ એ જીવનકાકા સામે જોઈને કહ્યું કાકા જે પ્રેમ શોધતા શોધતા હુ સેવાશ્રમમાં આવી હતી એ પ્રેમ મને નરસિહદાદા અને જશોદા બા માં મળી ગયો .

ડો મીરા તરીકે ની મારી સેવાશ્રમની આ સફર યાદગાર રહી આશા છે કે તમારી પણ રહી હશે.

- ડો. માધવી ઠાકર ✍