Neha's Pari's Sarang - Season 3 - Episode 4 books and stories free download online pdf in Gujarati

નેહાની પરીનો સારંગ - સીઝન 3 - એપિસોડ 4 (કલાઇમેક્સ)


કહાની અબ તક: સારંગ ના મૃત્યુના સમાચાર એ વિદેશથી આવેલ અમનને બહુ જ નારાજ અને ગુસ્સેલ બનાવી દિધો હતો. નેહાના નામથી એ ગુસ્સે થઈ જાય છે અને નેહાને જ આ બધાં માટે કસૂરવાર ગણે છે! એ કહે છે કે નેહા એ જ સારંગ સરનું મર્ડર કર્યું છે. એ એમ પણ કહે છે કે ખુદ પરી એ પણ એની બહેન નેહાના પ્યારમાં પાગલ થઈને સારંગ નું મર્ડર કરી દીધું હોય છે! પરી માથું પકડીને રડે છે. ત્યારે એક કોલ એના ફોન પર આવે છે તો હેબતાઈ જ જાય છે! કોલ બીજા કોઈનો નહિ પણ ખુદ સારંગ ભટ્ટ નો જ હોય છે! નેહા ખુશીની મારી પાગલ થઈ જાય છે. એને એવું લાગે છે જાણે કે એની આખી દુનિયા સજીવન થઈ ગઈ છે! એને એની દુનિયા સારંગ જીવતો હોવાથી બહુ જ સૂકુન મળે છે!

હવે આગળ: "પરી... આઇ લવ યુ!" સારંગ કોલ પર કહી રહ્યો હતો.

"હા... આઇ લવ યુ ટુ!" પરી એ પણ કહ્યું.

"આ શું બધું કહો છો?! એમને પૂછો ને કે એ છે ક્યાં?!" અમને પરીને જાણે કે સપનાઓ ની દુનિયાથી બહાર કાઢી. તો પરી સિરિયસ થઈ.

"ક્યાં છો, તમે? તમારી સાથે શું થયું હતું?! તને ઠીક તો છો ને?!" પરી એ એકસામટા જ સવાલો કર્યા.

"હું બિલકુલ ઠીક છું... બસ થોડી વાર માં જ હું ઘરે પણ આવું છું... આવીને કહું છું તને કે મારી સાથે શું શું થયું..." સારંગ એ કહ્યું અને કોલ કટ કરી દિધો.

એ પછીનો સમય તો જાણે કે અમન અને પરી માટે પહાડ જેવો હતો! એ સમય એમની માટે પસાર કરવો બહુ જ મુશ્કેલ સાબિત થયો હતો.

આખરે એ સમય પસાર થયો. ડોરબેલ વાગી... અમન અને પરી બંનેના દિલ જોરજોરથી ધબકી રહ્યા હતા.

પરી એ દરવાજો ખોલ્યો, સામે સારંગ ભટ્ટ ખુદ હતો! પરી એને ભેટી પડી!

"ક્યાં ચાલ્યા ગયા હતા?! હું તમારા વિના એક પળ પણ નહિ રહી શકતી!" પરી સારંગ ને છોડવા જ નહોતી માંગતી!

"આઇ મિસ્ટ યુ ટુ!" સારંગ પણ કહી રહ્યો હતો.

સારંગ ઘરમાં આવ્યો. અમન ની બાજુવાળા સોફા પર પરી અને સારંગ બંને બેઠા.

"મિસ્ટર દાસ અડવાણી એ કોલ પર મને અડધી વાત કહેલી કે નેહા કંઇક કરવા ની છે તો મારે સાવધાન રહેવું!" સારંગ એ કહેવાનું શુરૂ કર્યું.

"હા... એટલે જ એ દિવસે તમને કોલ કર્યા કરતા હતા!" પરી એ યાદ અપાવ્યું.

"હા... એ પછી મને એક પહાડી ઉપર મિસ્ટર દાસ એ બોલાવ્યો. હું ત્યાં ગયો પણ. મિસ્ટર દાસ મને કહી રહ્યા હતા કે... નેહાએ કંઇક પ્લાનિંગ કરી છે. ઘણું મને જાણવા મળ્યું છે. એના પ્લાન ની સામે મારો પ્લાન પણ તૈયાર જ છે! એમને મને કહેલું. એમને એક ડેડ બોડી નો ઇન્તજામ કરી જ રાખ્યો હતો. મારા કપડા એને પહેરાવી દીધા. બીજા કપડાં મારી માટે એમને ઓલરેડી લાવી જ રાખ્યા હતા, જે મેં પણ પહેરી લીધા." સારંગ કહી રહ્યો હતો અને અમન અને પરી એને સાંભળી રહ્યા હતા.

"જે ગાડીમાં નકલી બોડી આવી હતી એ ગાડી તુરંત જ મિસ્ટર દાસે મોકલાવી દીધી. અમે ત્રણ ત્યાં જ હતા! થોડીવાર માં ત્યાં અમુક ગુંડાઓ આવ્યા એમને ગોળીઓથી અમારી ઉપર હમલો શરૂ કર્યો! મિસ્ટર દાસ એ મને પહેલેથી જ મોઢે રૂલામ બાંધી દેવા કહી દીધું હતું. એમને મને પહાડીની એક બાજુ સંતાઈ જવા કહેલું અને ખુદ એ ડેડબોડી સાથે પહાડીથી નીચે કૂદી ગયા!" સારંગ એ કહ્યું તો એમની આંખો કોરી ના જ રહી શકી! તેઓ પારાવાર રડવા લાગ્યા. એમની જાન બનાચવા માટે મિસ્ટર દાસે ખુદની બલિદાન આપી દીધું હતું!

એ પછી જે સારંગે કહ્યું એ સાંભળીને અમન અને પરીને એક જોરદાર ઝટકો લાગ્યો!

"એ પછી હું થોડી વાર ત્યાં જ છુપાયેલ હતો! ત્યાં થોડીવારમાં નેહા આવી. ઓહ નો! મેં તો આ આખો પ્લાન પરી માટે કર્યો હતો, અરે! મારા સારંગ ને આ શું થઈ ગયું! જેની માટે મેં મારા જ ભાઈનું અપહરણ કર્યું, મારી જ બહેનને મારવાની આટલી મોટી સાજિશ કરી, છેલ્લે હું જ મારા સારંગ ની કાતિલ બની! હું તારા વિના નહિ રહી શકું! તું નહિ તો હું નહિ! નેહાએ કહ્યું અને મારી આંખોની સામે જ એ પણ ત્યાં જ કૂદી પડી! નેહા કોઈ મોટી વ્યક્તિ નહિ હોવાથી કોઈ ન્યુઝ બહાર આવ્યા નહિ!" સારંગે કહ્યું.

"સારંગ... એ તો હું પણ બસ અમન ને કંપનીનો હેડ બનાવીને મરી જ જવાની હતી! પણ એ પહેલાં જ..." પરીની વાત અડધેથી કાપતા સારંગે કહ્યું, "પણ ભગવાનની એવી ઇરછા જ નહોતી! પોતાના કર્મનું ફળ મળે જ છે, વહેલાં કે મોડા!"

"હા... એટલે જ તો તમારા પ્યારની જીત થઈ! નેહાના કર્મની સજા એને મળી ગઈ!" અમને કહ્યું.

"હવે જે હું સૌથી પહેલા તો તારી સાથે મેરેજ કરીશ! બીજી કોઈ નેહા તને મારાથી છીનવી ના લે!" પરી એ કહ્યું.

(સમાપ્ત)