Neha's Pari's Sarang - Season 3 - Episode 3 books and stories free download online pdf in Gujarati

નેહાની પરીનો સારંગ - સીઝન 3 - એપિસોડ 3


સીઝન 3 એપિસોડ 2 કહાની અબ તક: સારંગ સરના ફોટા પર હાર જોઇને અમન પારાવાર દુઃખી થઈ જાય છે! એના આંસુઓ રોકાવાનું નામ જ નહિ લેતા! અમન પરી ને કહે છે કે કેમ મારા સરને આમ મરવા માટે એકલા છોડી દીધા! પરી એને જણાવે છે કે છેલ્લે એને પરી ને કહેલું કે મારી સાથે લગ્ન કરી લે... એ લોકો ડિનર કરતા હતા ત્યારે જ સારંગ નો ફોન વાગી રહ્યો હતો. મિસ્ટર દાસ અડવાણી બોલાવે છે એમ કહી ને સારંગ ઘરે થી નીકળી ગયો હતો પણ પછીથી ખબર પડે છે કે મિસ્ટર સારંગ ભટ્ટ અને મિસ્ટર દાસ અડવાણી બંનેનું મર્ડર કરી દેવામાં આવ્યું છે! સારંગ ભટ્ટને તો પહાડી પરથી ફેંકી દેવાયેલા તો ચહેરો જ પહેચાણવો મુશ્કેલ હતો! અમન ગુસ્સામાં કહે છે કે એ એના સરના કતિલને ક્યારેય નહી છોડે તો પરી એને સમજાવે છે કે ખુદ નેહા નું વિચારે! તો તો અમન ગુસ્સે થઈ જાય છે! નેહાએ નાધાર્યું હોય કઈક એવું એને જાણવા મળવાનું હતું!

હવે આગળ: "આ બધાની પાછળ નેહા જ તો છે!" અમને કહ્યું તો પરી એને સાંભળી જ રહી.

"હા... નેહા એ જ એટલા માટે જ મને ફોરેન મોકલી દીધો... કેમ કે હું સારંગ સર સાથે સાથે પળછાયાની જેમ રહેતો હતો!" અમને આગળ વાત કહી.

"અરે ના! તું ગુસ્સામાં કઈ પણ બોલે છે... એવું કઈ જ નહિ! નેહાની કોઈ ભૂલ જ નહિ!" પરી કહી રહી હતી.

"અરે! આ બધી એની જ ચાલ હતી! એને મને ફોરેન મોકલ્યો સારંગ સરના મર્ડર બાદ એ દિવસ પછી જ એ પણ ફોરેન આવી ગઈ!" અમને કહ્યું.

"કાલે એ ફોરેન થી આવવાની છે... પણ એનું આ કેસમાં કઈ જ ઇન્વોલ્વમેંટ નહિ!" પરી કહી રહી હતી.

"મને એની પર શક એટલા માટે પણ જાય છે કે..." અમન ની વાતને અડધેથી જ કાપતા પરી એ કહ્યું, "ના... એને જે કંઈ કર્યું એ તો એની નાદાની હતી! નેહા બદલાય ગઈ છે! એ એવું કઈ કરી જ ના શકે ને!"

"હા... તો શું?! સારંગ સર તો એટલા ભલા માણસ હતા કે એમના દુશ્મન પણ દુઆ કરતા! બસ અમુક પોતાનાથી જ બચવાનું હતું એમને!" અમને એવી રીતે કહ્યું જાણે કે હવે એને એવું જ ના લાગતું હોય કે ખુદ પરી પણ આ બધામાં નેહા સાથે હોય!

"ઓ શું મતલબ?! તને લાગે છે કે મેં જ... ઓહ ગોડ!" પરી એ પોતાના માથાને પકડી લીધું.

"હા... જેમનું કોઈ દુશ્મન પણ કઈ ના બગાડી શકે એ તમે બંને એ થઈ ને..." અમન આગળ કઈ બોલે એ પહલા જ પરી એ કહ્યું, "શું બોલે છે આ તું?! હોશમાં તો છું ને તું?!"

"હું તો હોશમાં જ છું... પણ મેડમ તમે જ બહેન ના પ્યારમાં એટલા પાગલ થઈ ગયા કે..." અમન ની આગળ નું બોલવાની હિંમત જ ના થઈ!

"અરે પ્લીઝ આવું ના બોલ તું! હું સારંગ ને ખુદથી વધારે લવ કરું છું! મે એને જ પ્યાર કર્યો છે અને હંમેશા કરતી રહીશ! તું કેમ નહિ સમજતો! હું આવું ના કરી શકું!" પરી કહી રહી હતી.

"જો આટલો જ લવ કરતા હતા તો કેમ મેરેજ ના કર્યા એમની સાથે?! કેમ બસ પ્યારનો ખોટું નાટક કરતા રહ્યા?!" અમને પારાવાર ગુસ્સાથી દલીલ કરતા કહ્યું.

"બસ એ જ તો સૌથી મોટી ભૂલ થઈ ગઈ મારી!" પરી રડી રહી હતી. શું સાચ્ચું છે અને શું ખોટું એને કઈ જ સમજમાં નહોતું આવી રહ્યું.

અમન આગળ એના આરોપ પરી પર મૂકે એ પહેલાં જ પરી ના ફોનની રીંગ વાગી. ધ્રુજતા હાથે પરી એ કોલ રીસિવ કર્યો!

"સારંગ! સારંગ!" એને ગાંડીઘેલી બે બૂમો પાડી તો અમન પણ એની પાસે દોડી આવ્યો! જેને આખી દુનિયા મરેલ સમજે છે કોલ પર એ જ સારંગ નો અવાજ હતો!

પરી માટે તો જાણે કે આખી દુનિયા જ એને પાછી ના મળી ગઈ હોય! પરી ને બહુ જ ખુશી થઈ રહી હતી કે એની દુનિયા... એનો પ્યાર સારંગ સહી સલામત છે અને જીવતો છે!

આવતા અંકે ફિનિશ...